ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : વટ.વચન.વેર વિષયક રચનાઓ – .દિવસ – ૪
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No.- 0050
વિભાગ – પદ્ય
વિષય- વટ ,વચન,વેર
પ્રકાર- મૌલિક રચના
શીર્ષક- વચન આપ્યું.
વચન માંગીશ નહીં પણ આપીશ..!
રાખી હૈયા પર તમારો હાથ, ધડકનમાં તમે વસો છો..! જીવન કેટલું જીવશું ,
કોને ખબર છે ..?
મારા જીવનનો ભાગ તને આપી દઈશ..!
મારી જિંદગીની ખુશીઓ તારા માં રહેલી છે..!
આ જીવન નિભાવીશ વચનને,
તું સાંભળે કે ના સાંભળે..!
તારી સાથે વાત કરી હળવી થાઉં છું ..!
વાત કર્યા વગર ચેન નથી મને, આગળ વધ્યાં પછી પાછાં જવાનો મારગ નથી…!
આપ્યું વચન તને જિંદગી ભર, સાથ નિભાવીશ પ્રેમથી..!
પ્રેમ છે, રહેવાનો,
રહેશે સદાય ..!
તારી સાથે જિંદગીની હર પળ નિરાળી..!
તું છે તો હું છું..!
રાગીની શુક્લ” રાગ”
(મુંબઈ, કાંદિવલી.)
*******††*†***********************†******
NOG SS No :- 0038
શબ્દ :- વટ વચન વેર
વિભાગ :- પદ્ય
શીર્ષક :- વેર વટ વચન
આ કેવી વસૂલાત કરી રહ્યો વેરની ?
આંગણે રૂવે બાળ ને
મા ની અંતિમ વિદાય પ્રભુ.
માન્યું તારી શક્તિને લલકારી અહીં,
પ્રકૃતિનો કર્યો વિનાશ માનવે
વેર તું આમ ના લઈશ પ્રભુ.
ખૂટી પડ્યાં આજે શ્વાસ તડપે માનવી,
તારો ઉજડી રહ્યો બાગ
તૂટી રહ્યાં તારા બનાવેલ રમકડાં પ્રભુ.
ના મૂકે કોઈ ગંગાજળ મુખમાં
અંતિમ સમયે ના કોઈની કાંધ,
વટથી જીવતો લાચાર બનીને જાય પ્રભુ.
વચન હવે આપીએ અમે માનવી,
તું જ છે સર્વોપરી અહીં
તારી મરજી વિરુધ્ધ નહિ ચાલીએ પ્રભુ.
✍️શીલા પટેલ “આકાંક્ષા”
***†**†***********************†**********
NGO SS NO : 0015
વિષય શબ્દ:- વટ, વચન અને વેર
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- સાવ નોખી
હૈયું ધાર્યું રાખે સઘળું દાબી, સાવ એની જાત નોખી
થાય ભીતર પ્રેમ પેદા, સાવ એની નાત નોખી.
હોઠ સીવી રાખવાનાં બોલકી જીભે બિચારી,
મૌન બોલે, આંખ સમજે , સાવ એની વાત નોખી.
લાગણીઓ ફેરવે પડખાં ભરીને તરસ તનમાં,
શ્વાસ ઊંઘે, ખ્વાબ જાગે, સાવ એની રાત નોખી.
વટના વેધક ખંજરોથી ભેટ મળતી રોજ નવલી,
વેર પાડે ઘાવ ઊંડા, સાવ એની લાત નોખી.
હૈયું ભડકે રોજ બળતું વિરહ સંગાથે અગનમાં,
ડુસકું મૂંગી ચીખ પાડે, સાવ એની ભાત નોખી.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
*****************************†******** *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- વટ, વચન ને વેર
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- વચનો વચ્ચે પ્રજા
******************************
દેશવાસી સૈા હરખી ઊઠ્યાં જ્યારે દ્વારે ચુંટણી રે આવી..
તનમનાટમાં પ્રત્યાશીઓએ ખૂબ પીટ્યા ઢંઢેરા, રેલી કાઢી..
હાથ જોડ્યાં, અતિ વિનમ્ર બની વચનોનાં પટારા નાંખ્યાં ખોલી..
જીત્યાં ત્યારે, કાઢ્યાં વિજય સરઘસ ઘણાં ફટાકડાં ફોડી..
જીતના નશે બન્યાં મદોન્મત્ત, અનાથ પ્રજા તરછોડી! ..
મહારોગ આવ્યો કોરોના તણો, રહ્યો માનવીને ધમરોળી..
વર્ષ દા’ડાથી, અભીક ડૉક્ટર સૈા અથાગ સેવા કરે રોગી તણી..
ટપોટપ મરતાં માનવીને, સ્મશાને કતારો લાગી છેક લાંબી!
ખૂટ્યાં સંસાધન, ખૂટ્યો પ્રાણવાયુ, કરે કલ્પાંત માનવી રોઈ રોઈ!..
હીબકે ચઢ્યો દેશ, રડે લોહીનાં આંસુ! લમણે હાથ જ દઈ..
ભૂલ થઈ જઘન્ય, કપાયું કંઈક કાચું, કે પ્રશાસને થાપ ખાધી?..
નકલી ઇન્જેક્શન ને દવાઓ કેરી માનવી કરે કાળાંબજારી..
સત્તાધારીઓએ વળ દઈ વટનો, ફડાકી વાતો કરી ને કરાવી..
દેશનો વટ પડ્યો હેઠે! ને પ્રજા ચઢી ઠેબે, વાણીવિલાસ પડે ભારી.
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*******†********************************
NOG SS No 0075
વિભાગ : પદ્ય
વિષય : વટ, વચન ને વેર
શીર્ષક : પાછો ફર
વહાલો બાળ
સજાવ્યો હેતે
લેતી મા ઓવારણાં
કેવો છે વટ
મારા કાનનો !
વેણુ વગાડે
યમુના તીરે
જો કાન, ઘેલી રાધા
યુગોથી દોડે
વચનબદ્ધ!
કહે કાનજી
શા વેર હતાં?
ન ફર્યો પાછો કદી
શૈશવ સ્નેહ
દીધો વિસારી !
વિનંતી મારી
છોડ, હવે તું
વટ, વચન ને વેર
ચાતક સમ
અધીરા નૈણ!
થશે અનન્ય
સુખ દર્શને !
ભૂલાશે દેહ દુનિયા
ગુંજશે નાદ
તૂ હી ૐકાર !
કૌમુદી સોની
02/05/2021