NOG SS NO :004
ચાલશે – ૬
પહેલાનાં પાંચ ચાલશે માં આપણે જોયું હતું લોકડાઉન
ની પરિસ્થિતિ વચ્ચે ખૂબ ઝઝૂમ્યા.. ધીરે ધીરે નવેમ્બર
૨૦ નું આગમન થયું લોકો દિવાળીનાં મૂડમાં આવ્યાં. અરે હું પણ વડોદરાથી ફ્લાઈટમાં ૮મીની આસપાસ પહોંચી ગઈ ગુડગાંવ … દિલ્હી એરપોર્ટ પર માસ્ક પહેરીને ઉતરી ત્યારે વિશ્વાસ આવ્યો કે માનવ ફરી શકે છે..!
હાશ! પણ એક ગભરાટ તો ચૌદ દિવસ સુધી રહ્યો..
ખોટું નહિ કહું! પણ કુટુંબ સાથે સરસ મજાની ઘરમાં રહી
ઓછા ફટાકડાં સાથે દિવાળી ઉજવી, દિલ્હીની લાઈટો જોઈ ને આનંદ મનાવ્યો. અરે ! માનવ સમજ્યો ચાલો કોરોના હવે નહિવંત જેવો જ છે.. ચાલશે માસ્કને છોડો
ને માસ્કહીન મુંબઈગરાઓ લોકલ ટ્રેન અને બસમાં બિંદાસ્ત થઈ ગયાં. પેલી ચુંટણી આવી અને સરકાર પણ સૌમ્ય પણું આદર્યુ , તો નવા સ્ટેડિયમમાં પણ બાળગોપાળ મોટા નાના સર્વે પહોંચી ગયાં, સ્કૂલમાં મોકલવા મા બાપ હિચકિચાયાને મેચ જોવા દોઢલાખ
લોકો કોરોનાને ભૂલી ગયાં. ટિકિટ ખર્ચી ક્રિક્રેટરોના ગજવા , તો સ્ટેડિયમનાં પૈસા છલકાવી આવ્યાં ને ગજવામાં કોરોના નામનું રીસ્ક ભરતા આવ્યા. બરસાનામાં હોળી ન ટળી .. ત્યારે લોકો પાસે ખૂબ પૈસા
ને ખર્ચ કરવા આનંદ હતો, હર્ષ હતો ઉલ્લાસ હતો…ને આવી પરિસ્થિતિ ફરી સામનો કરવાની તો .. સરકાર પર તવાઈ કરવા ઊભા થયાં. શું તમારું માસ્ક નહિ પહેરું ચાલશે, સેનીટાઈઝ નહિ કરું ચાલશે, સોસિયલ ડીસ્ટન્સ નહિ રાખું તો ચાલશે..! તમને જ અઘરું નથી પડ્યું? અરે
કેમ ભૂલી ગયાં કે લગ્નોમાં ભેગા થયાં? શું સાદાઇથી ન થાત! બસો માણસ આવે તો જ લગ્નને પ્રભુ કે સમાજ મંજૂરી આપશે..!
વેક્શીન લેવા ગઈ તો એક કાકા બોલ્યાં,” હાશ!
વિશ્વનું સૌથી મોટું કામ પૂર્ણ થયું મારે તો!” હું બે
મિનિટ હિચકિચાટ સાથે ઊભી રહી ગઈ. મનમાં થયું શું
વિશ્વ માટે કે તમારી સેફ્ટી માટે કે તમારી સાથેના પાર્ટનર માટે… કોના માટે લીધું?
મે તો ખરેખર યાદ કર્યા દિવસ રાત મચી પડેલા રીસર્ચ કરનારા વૈજ્ઞાનિકોને તેની સાથે કદમથી કદમ મેળવનાર તેમના સાથીદારોને… વેક્શીન આપનાર તે
કોરોનાવોર્યરોને.. આભાર એ સર્વેનો કે મને કે મારા જેવા અનેકોને રક્ષણ આપવા મહેનત કરી રહ્યાં છે. મને તો હજું ત્રીજો બુસ્ટર ડોઝ પણ લેવો પડશે તો પણ *ચાલશે*
જયશ્રી પટેલ
૫/૪/૨૧
********************†*********
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાગ – રાગીણી .દિવસ – ૪
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS NO 0037
વિષય – રાગ, રાગિણી….
પ્રકાર – પદ્ય.
શીર્ષક – અનુરાગ.
જિંદગી મહેકતો ગુલદસ્તો,
મોજથી જીવો,જીવવા દો….!
કાયા કંચન, ક્ષણમાં હોય ન હોય,
શું લઈ આવ્યાં….?
શું લઈ જવાના…?
અહીંનું અહીં રહેવાનું,
દેહ પણ આપણો નથી…!
શાને મારું મારું કરવું…?
અંતર મનને મહેકાવતી,
સુવાસ પ્રસરાવી જવાનું…!
છોડને સઘળાં રાગદ્વેષ,
રાગિણીને, અનુરાગ કરવો…!
સ્વને નહીં,સર્વને સમજવાનું,
સંસાર છે, મુસાફરી ખાનું….!
હેમલતા દિવેચા.
***********†****************** ************
*NOG. સાહિત્ય સરિતા*
*NOG SS NO. – 0036*
*વિભાગ – પદ્ય (કાવ્ય)*
*શીર્ષક – લય*
*લય*
*આમ તો પ્રાણમાં લય શ્વસે,*
*સૃષ્ટિ સાથે જીવનનો લય મળે.*
*શબ્દ નાચે, શબ્દ ગાજે, શબ્દ સૂરે,*
*શબ્દોનાં શણગારે લય હસે.*
*હૃદય, નાડી, રકતનાં ધબકારે,*
*ૐ બની અંતરિક્ષે લય વિસ્તરે.*
*તરજથી અનેરાં લય પલટાં,*
*ગાયત્રી-ગીતા શ્લોકમાં લય વસે,*
*રાગ છેડીએ પ્રેમે હૃદયસંગીત,*
*રાગીણી થઈ ભીતરે લય ફૂટે.*
✍🏻અરૂણાબેન ત્રિવેદી
અમદાવાદ
****************************** ************
NOG સાહિત્ય સરિતા (૧)
NOG SS No. – 0039
પ્રકાર -પદ્ય -અછાંદસ
શબ્દ — રાગ, રાગીણી
શીર્ષક — જીવનવીણા
સંગીતનાં તો સાત સૂર
જીવન સરગમનાં કેટલાં સૂર?
જિંદગી તારા રાગ કેટલાં?
લય કેટલા ને સાજ કેટલા?
રાગ પૂર્વી છેડે ઉગતો સૂરજ!
દિવસ-રાત્રીની અનુપમ રાગીણી!
ભીનાં કે સૂકાં સૂર વહાવે લાગણી!
અનેરો લય એનો, સંગીત અદ્ભૂત!
સાજ સજાવ્યાં સાજીંદાઓએ!
રાગ બેસાડ્યાં રાગીણીઓએ!
સમયનું સુમધુર સંગીત સુરીલું!
ખીજાય તો છેડે એ સાવ બેસુરું!
આવ્યો ફાગણ ને ખીલી પ્રકૃતિ!
વાસંતી ગીતો સંભળાય કણકણમાં,
સજાવ્યાં વૃક્ષોએ લીલાછમ્મ તોરણ!
બોગનવેલની રંગબેરંગી ઝૂલતી ઝૂલો,
સરગમ ગાય વહેતા વાયરાની સંગે!
ટહુકે કોયલ ઉગતા સૂરજની સાખે!
મનોહર મોરલો રૂડી ઢેલ સંગ નાચે!
વાતો વાયરો ગાય ગીતડાં મધમીઠાં!
ગુલમહોર સંગ ફાગ ખેલે કેસૂડો!
અવસાદ હટાવી ભરી દે ખુશીઓ!
હરિયાળી ધરા કેવાં ગીતડાં ગાતી!
ભીંજાય મન ભીની લાગણીઓથી!
આથમતી સંધ્યા છેડે તડપનાં સૂર!
તારાભરી રાત છેડે મધુર મિલનના સૂર!
રૂમઝૂમ ઝાંઝર રણઝણાવે પીયુનું મન!
સાજન સાજનીનું થાય મલ્હારી મિલન.
જીવનવીણા છેડે ખુશીઓનાં સૂર!
ક્યારેક રડાવે વહાવી દર્દનાં સૂર!
જીવન છે મધુરું સંગીત સાત સૂરનું!
રેલાવે નર-નારીનાં પ્રેમની રાગીણી!
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
****************************** ***********
NOG SS No: 0099
પ્રકાર: પદ્ય
શીર્ષક: રાગ-રાગિણી
જીવન સંગીતની વીણાની હું રાગિણી ,
તું રાગ .
તું મારા પ્રણયનો દીપાવે રૂડો બાગ,
તેમાં આનંદ માણે કોયલ અને કાગ ,
વળી હંસો કહે કે, એમાં મારો ભાગ ,
ટોળે વળી વેલીઓ યાચશે પછી ફાગ,
જીવન સંગીતની વીણાની હું ,
રાગિણી તું રાગ.
અરુણના આગમન પહેલાં જ તું જાગ,
કુદરત પાસે તું કેવળ પ્રકાશનો પુંજ માગ,
ધૃણા કરમાઈ પછી તું કર ઈર્ષ્યાનો ત્યાગ,
ઓલવાઈ જશે આપમેળે વેરઝેરની આગ ,
જીવન સંગીતની વીણાની હું રાગિણી ,
તું રાગ.
🖋️©️ ભાવનાબેન મિસ્ત્રી ”અભય’
(વલસાડ)
****************************** ************
NOG SS No : 0015
વિષય:- રાગ- રાગિણી
વિભાગ:-પદ્ય
પ્રકાર:- એકાવનાક્ષરી કાવ્ય
શીર્ષક:- હું બનું – તું થા
હું બનુ રાગ તારો,
તું થા રાગિણીની સરગમ.
હું બનું તાલ તારો,
તું થા ઝાંઝરિયું છમછમ.
હું બનું સાથ તારો,
તું થા લાગણીઓ હરદમ.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી