ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : રાગ – રાગીણી .દિવસ – ૨
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેકકરનાર :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS :- 0038
વિભાગ :- પદ્ય
શીર્ષક :- જિંદગીનો રાગ.
રાગ છેડયો મધુરો જિંદગીએ,
સાંભળી મન લલચાયું રે.
મોહ માયાનાં બંધને બાંધી,
લાલચનું સંગીત વગાડ્યું રે.
દોડીદોડી કરતો કામ તોયે,
નિરાંતનો રાગ ના આવ્યો રે.
આગળ વધવા માનવતા ભૂલીને,
ધન કમાવા લાગ્યો રે.
મધુરું સંગીત સદગુણોનું,
રાગ એનો ના સમજાયો રે.
હૃદયનાં એ સાચા તાંતણે,
સત્યનો સૂર ના નીકળ્યો રે.
સાચું ખોટું ના જાણી શક્યો,
મફતનાં ભાવમાં દોડયો રે.
માનવતાનું ભાથું ના ભર્યું,
અંતે માનવ છેતરાયો રે.
“આકાંક્ષા” એની વધતી રહી,
અધવચ્ચે અટવાયો રે.
✍️ શીલા પટેલ” આકાંક્ષા”
*****†************************ **********
NOG SS No : 100
વિષય : રાગ રાગિણી
શીર્ષક : *મારે ગાવો છે જીવન રાગ*
મારે અંતર લાગી છે આગ,
મારે ગાવો છે જીવન રાગ.
ગીત મહી ઘૂંટું કદંબને આજ,
મારે ગાવો છે જીવન રાગ.
મન મોરલીમાં નહિ છેડું રાગ,
મારે ગાવો છે જીવન રાગ.
તત્વમાં નિ:શબ્દ ભળવું આજ,
મારે ગાવો છે જીવન રાગ.
ફરફરે છે શબ્દોની ધજા આજ,
મારે ગાવો છે જીવન રાગ.
તાનસેન શબ્દોથી બળે આજ,
મારે ગાવો છે જીવન રાગ.
વાદળો કેમ આસું સારતા આજ,
મારે ગાવો છે જીવન રાગ.
થઈ છલોછલ પછી છલકા આજ,
મારે ગાવો છે જીવન રાગ.
રંગ, મહેક, ફૂલોને વાચું આજ,
મારે ગાવો છે જીવન રાગ.
અત્તરનો કળશ ભીતર દટાયો આજ,
મારે ગાવો છે જીવન રાગ.
કોઈ કારણ વગર ડૂમો ભર્યો આજ,
મારે ગાવો છે જીવન રાગ.
ભૈરવી સંબંધ ગાયો છે મેં આજ,
મારે ગાવો છે જીવન રાગ.
જીવતી જગાની નોંધ લીધી આજ,
મારે ગાવો છે જીવન રાગ.
શ્વાસ જેવા સખાનો આધાર છે આજ,
મારે ગાવો છે જીવન રાગ.
તમે ગાન છેડ્યાં ને અમે પલળ્યાં આજ,
ઘનશ્યામ તે ગર્જનાથી ખેડ્યાં છે રાગ.
મારે ગાવો છે જીવન રાગ.
મારે ગાવો છે જીવન રાગ.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
*******†********************** ***********
NOG SS NO :- 0010
વિષય :- રાગ રાગીણી
શીર્ષક :- સૂર તાલ
રાગ તમે ને રાગીણી છીએ અમે ને,
સૂર તમે ને સરગમ છીએ અમે ને,
મિલાવીને સાત રંગ છેડીને રાગને,
રાગીણીને સંગ જીવનમાં ભળીને,
જિંદગીની થાય મધુર સફરને,
સૂરને તાલ સંગ મિલાવી કદમને,
રાગ તમે ને રાગીણી છીએ અમે ને,
સૂર તમે ને સરગમ છીએ અમે ને,
નીની સાસા ગગ સાસા
ગગ મમ ગગ મમ પપ
પની નીસા પની નીસા
સા ની સા ની પ મ ગ
મ ગ ની સા
સા ગ મ પ મ પ ની સા
પનીસા પનીસા
પ ની ની સા
પ ની ની સા….
રાગને નામે બની મોરપીંછને,
પૂરી રંગ પીંછામાં બની કલગીને,
બનીને વાટ કોડિયાની રાગીણીને,
અજવાળું પાથર્યું તમે બની પ્રકાશને,
રાગ તમે ને રાગીણી છીએ અમે ને,
સૂર તમે ને સરગમ છીએ અમે ને.
રાગને રાગીણીથી દૂર કરીને,
અસંભવ બને દુનિયામાં જીવનને,
ધરાને મળવા નભ પણ વરસીને,
એમ જ રાગમાં રાગીણી ભળીને.
રાગ તમે ને રાગીણી છીએ અમે ને,
સૂર તમે ને સરગમ છીએ અમે ને.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
*********†******************** **********
NOG SS No : 0096
પ્રકાર : પદ્ય
શીર્ષક : રાગિણી
કોણ સંભળાવે આ મધુવને રાગિણી?
મલપતી ચાલી આવે રાગ કને રાગિણી.
સફર, આ જીવનની સુરીલી બની જાય,
જો હું બની જાઉં રાગ ને તું બને રાગિણી..
આકાશે ચંદ્રને બાહુપાશે લીન જોઈ ચાંદની,
શરમે મલકાતી તું આવે ને બનેઠને રાગિણી..
તું જ મત્લા, કાફિયા ને ગાયકી ગઝલની,
સજાવી મેં સદા સપ્તસૂરોથી તને રાગિણી..
કાફી હો આરંભે ને અંતમાં હો ભૈરવી પણ,
બની માલકૌંસ કદીક રિઝવે તું મને રાગિણી..
– નિષ્ઠા વછરાજાની
– વડોદરા
**********************†**†**** *******
N . O . G. SS NO. – 0026
વિષય – રાગ – રાગિણી
પ્રકાર – ગઝલ
લગા ૮
શીર્ષક: ગઝલ
કે રાગ જેવું ક્યાં કદી ય ગણગણી શકાય છે?
એ પાઠ રાગીણીઓનાં તો ક્યાં ભણી શકાય છે?
આ રાગનાં એ વસ્ત્ર ફાટલું કે તું વણી શકે!
રહ્યાં અગર જો બેસૂરા, એ ક્યાં વણી શકાય છે?
હ્દયમાં હોય ઘાવ તો ઘણાં ય રાગ બોલશે ,
પીડા પછી વધારવા એ ક્યાં ખણી શકાય છે?
ગણી શકું અગર કહો બધાંય તારલાં કદી,
મળ્યાં જે ઘાવ આપનાં, એ ક્યાં ગણી શકાય છે?
સગાં, સંબંધ, પ્રેમ એ બધુંયે સ્વાર્થ લાગતું,
રહી ખબર મને છતાં ક્યાં અવગણી શકાય છે?
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
****************************** ***********
NOG SS NO :004
ચાલશે ૬
પહેલાનાં પાંચ ચાલશે માં આપણે જોયું હતું લોકડાઉન
ની પરિસ્થિતિ વચ્ચે ખૂબ ઝઝૂમ્યા.. ધીરે ધીરે નવેમ્બર
૨૦ નું આગમન થયું લોકો દિવાળીનાં મૂડમાં આવ્યાં. અરે હું પણ વડોદરાથી ફ્લાઈટમાં ૮મીની આસપાસ પહોંચી ગઈ ગુડગાંવ … દિલ્હી એરપોર્ટ પર માસ્ક પહેરીને ઉતરી ત્યારે વિશ્વાસ આવ્યો કે માનવ ફરી શકે છે..!
હાશ! પણ એક ગભરાટ તો ચૌદ દિવસ સુધી રહ્યો..
ખોટું નહિ કહું! પણ કુટુંબ સાથે સરસ મજાની ઘરમાં રહી
ઓછા ફટાકડાં સાથે દિવાળી ઉજવી, દિલ્હીની લાઈટો જોઈ ને આનંદ મનાવ્યો. અરે ! માનવ સમજ્યો ચાલો કોરોના હવે નહિવંત જેવો જ છે.. ચાલશે માસ્કને છોડો
ને માસ્કહીન મુંબઈગરાઓ લોકલ ટ્રેન અને બસમાં બિંદાસ્ત થઈ ગયાં. પેલી ચુંટણી આવી અને સરકાર પણ સૌમ્ય પણું આદર્યુ , તો નવા સ્ટેડિયમમાં પણ બાળગોપાળ મોટા નાના સર્વે પહોંચી ગયાં, સ્કૂલમાં મોકલવા મા બાપ હિચકિચાયાને મેચ જોવા દોઢલાખ
લોકો કોરોનાને ભૂલી ગયાં. ટિકિટ ખર્ચી ક્રિક્રેટરોના ગજવા , તો સ્ટેડિયમનાં પૈસા છલકાવી આવ્યાં ને ગજવામાં કોરોના નામનું રીસ્ક ભરતા આવ્યા. બરસાનામાં હોળી ન ટળી .. ત્યારે લોકો પાસે ખૂબ પૈસા
ને ખર્ચ કરવા આનંદ હતો, હર્ષ હતો ઉલ્લાસ હતો…ને આવી પરિસ્થિતિ ફરી સામનો કરવાની તો .. સરકાર પર તવાઈ કરવા ઊભા થયાં. શું તમારું માસ્ક નહિ પહેરું ચાલશે, સેનીટાઈઝ નહિ કરું ચાલશે, સોસિયલ ડીસ્ટન્સ નહિ રાખું તો ચાલશે..! તમને જ અઘરું નથી પડ્યું? અરે
કેમ ભૂલી ગયાં કે લગ્નોમાં ભેગા થયાં? શું સાદાઇથી ન થાત! બસો માણસ આવે તો જ લગ્નને પ્રભુ કે સમાજ મંજૂરી આપશે..!
વેક્શીન લેવા ગઈ તો એક કાકા બોલ્યાં,” હાશ!
વિશ્વનું સૌથી મોટું કામ પૂર્ણ થયું મારે તો!” હું બે
મિનિટ હિચકિચાટ સાથે ઊભી રહી ગઈ. મનમાં થયું શું
વિશ્વ માટે કે તમારી સેફ્ટી માટે કે તમારી સાથેના પાર્ટનર માટે… કોના માટે લીધું?
મે તો ખરેખર યાદ કર્યા દિવસ રાત મચી પડેલા રીસર્ચ કરનારા વૈજ્ઞાનિકોને તેની સાથે કદમથી કદમ મેળવનાર તેમના સાથીદારોને… વેક્શીન આપનાર તે
કોરોનાવોર્યરોને.. આભાર એ સર્વેનો કે મને કે મારા જેવા અનેકોને રક્ષણ આપવા મહેનત કરી રહ્યાં છે. મને તો હજું ત્રીજો બુસ્ટર ડોઝ પણ લેવો પડશે તો પણ *ચાલશે*
જયશ્રી પટેલ
૫/૪/૨૧