ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજેેે આઠ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : રંગ,હોળી,ધુળેટી. પ્રસિદ્ધિ. દિવસ – ૬
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેકકરનાર :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- હોળી, રંગ, રંગોત્સવ
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- માધવ કરે રે વિચાર!
************************
મંદિરે બેઠો માધવ, આજ કરે રે વિચાર!..
કરે રે વિચાર, એતો મનમાં મલકાય!..
આવતાં જાતાં ભક્તો, એનો કરે જય જયકાર!..
કરે જયજયકાર! એનો, કરે રે પોકાર!..
માસ્ક પહેર્યા ભક્તો, આજ મને ના ઓળખાય!..
મને ના ઓળખાય એમાં ડખા બહું થાય!..
આના આશિષ આને, આપી જ દેવાય..
આપી જ દેવાય, ઉપરથી તથાસ્તુ! કહેવાય..
આવેલી આ હોળી કંઇક અલગ જ ઉજવાય!..
અલગ ઉજવાય આતો ભાઈ ગજબ! કહેવાય!..
હોળીતો ઉજવાય પણ સૈાએ ટોળે ના વળાય!..
ટોળે ના વળાય તો પછી “જેમ” કેમ થાય?
ધુળેટીનાં રંગો બધા, ઘરનાં ને જ છંટાય!..
ઘરનાંને છંટાય પછી રંગોત્સવ કેમ થાય?
મોઢે પહેર્યા માસ્કે, સૈા કોઈ રંગીન દેખાય!..
રંગીન દેખાય તો પણ, રંગ્યા નવ જાય..
મંદિરે બેઠો માધવ આજ કરે રે વિચાર!..
કરે રે વિચાર! રાધાને રંગવા કેમ જવાય?
રંગવા ના જવાય, આતો ભારે! થઈ ભાઈ!
મહારોગ કોરોના, હોળીમાં સ્વાહા! થઈ બળે..
સ્વાહા! થઈ બળે ને સાચો રંગોત્સવ ભયે!..
મંદિરે બેઠો માધવ આજ આશિર્વાદ આપે..
આશિર્વાદ આપે ને સૌને સુખિયા! કરે..
આશિર્વાદ આપે ને સૌનાં દુઃખડા ટળે.. મંદિરે બેઠો..
*નામ*- *ડો. મનીષા વ્યાસ*✍️
*અમદાવાદ*
****************†************* ************
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- હોળી, રંગ, રંગોત્સવ..
*પ્રકાર*- પદ્ય/ રસિયા… ફાગુ
*શીર્ષક*- હોલી ખેલન આયો વનમાલી..
**************************
હોલી ખેલન.. આયો! વનમાલી.. .
ભરી પિચકારી,.. સીધી રે ડાલી..
અરર!.. સારી ભિજે, ચોલી રે ભિજે..
કોરો તન મન સારો રે ભિજે!..
જારે! દૂર હટ!.. તું નટખટ ભારી!..
સખિયાઁ મિલ કરે, ઠીઠોરી રે મારી..
હોલી ખેલન! આયો.. વનમાલી!..
હાથ મરોડે,.. મોહે!.. અંગ લગાવે..
અંગ લગાવે!.. મોહે રંગ લગાવે..
લાજ શરમ સે મૈં તો મર મર! .. જાઉં..
તોરે પે કાન્હા! વારીવારી! જાઉં..
રસિયા!.. તું અલબેલો રે! ભારી..
તોરે રંગ મેં મૈં, રંગી ચલી હારી!..
હોલી ખેલન!.. આયો વનાનાલી!..
*નામ*- *ડો. મનીષા વ્યાસ*✍️
*અમદાવાદ*
*†***************†************ ***********
NOG SS No : 0059
વિષય: હોળી
પ્રકાર:ગઝલ
શીર્ષક: જિંદગી
તારીખ:૨૭/૦૩/2020
જ્યાં કેસરી રમાય, જરીવાર જિંદગી
શૂરા બની ગવાય લગાતાર, જિંદગી.
બદલાય ૠતુ જેમ, બિમારી નજીક દિસે,
ઔષધ , વગર વિલાય, દગાખોર જિંદગી.
જો કેસૂડો લવાય , ભર્યા ફાગણે રમું,
આનંદ ઉરે સમાય, સરાબોળ જિંદગી.
હુ રાધિકે તું ક્રિષ્ણ ન મીરાં સમાન હું,
ભક્તિ સદા કરાય, ગળે હાર જિંદગી.
રસખાન અંધ હોય, બિરજવાસ એ કરે,
પદ હોલી પર રચાય , ત્યજી ભાન જિંદગી.
ગરવી
.જ્યોતિ પરમાર(વડોદરા)
******************”””*”*****”” “””””*******
*NOG SS No :0011*
*સાહિત્ય સરિતા*
*વિભાગ- પદ્ય*
*શબ્દ- રંગ*
*પ્રકાર:- બાળગીત*
*શીર્ષક:- રંગ ખૂબ લગાવો…*
ખૂબ નાચો ,ગાવો ને ધૂમ મચાવો,
રંગોનાં તહેવારે રંગ ખૂબ લગાવો.
આવે સુરેશ ને મહેશ તો રંગી નાખો,
અબીલ ગુલાલનાં રંગ ખૂબ લગાવો.(૨)
શિયાળાની ઠંડી પછી આવે છે હોળી,
ઝઘડવાનું છોડીને સૌ રંગ ખૂબ લગાવો.(૨)
કાદવ-કીચડ કે રસાયણ રંગો ના વાપરો,
ઘરે બનાવેલાં રંગથી રંગ ખૂબ લગાવો.(૨)
ઢોલ નગારા લાવીને ખૂબ જોરથી વગાડો,
નાનાં-મોટા ને બાલુડાને રંગ ખૂબ લગાવો.(૨)
હોળીકા દર્શને નાનાં બાલુડા આવે ત્યાં,
ધાણી ખજૂરનાં સંગે રંગ ખૂબ લગાવો.(૨)
લાલ-પીળી બંદૂક ને મશીનગનની પિચકારી,
પાણીની છોળો ઉડાડી રંગ ખૂબ લગાવો.(૨)
ચાલો,વોટરપાર્કમાં ડી.જે.નાં તાલે રંગાવા,
પાણીનાં ફુવારા સંગે રંગ ખૂબ લગાવો.(૨)
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
****************************** ************
NOG SS NO -0091
વિષય: હોળી, રંગોત્સવ
પ્રકાર: પદ્ય ગીત છે
શીર્ષક: આવ્યો ફાગણિયો
આવ્યો રે આવ્યો રે ફાગણિયો રંગ લાગ્યો રે,
ઉડ્યો રે ઉડ્યો રે કેસુડાનો રંગ આજ ઉડ્યો રે્
રૂમઝૂમ રૂમઝૂમ આવી છે હોળી,
આનંદ ઉલ્લાસ ને ખુશીઓની ઝોળી,
ઘેરૈયાની ટોળી આવી રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે..
શેરીએ શેરીએથી ભેગાં રે કરતાં,
છાણાં ને લાકડાં બાળકો લઈ આવતાં,
ભાગોળે હોળી પ્રગટાવતાં રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે..
ધાણી ચણા ને ખજૂર લઈ આવતાં
હોળી માતાને પ્રેમથી વધાવતાં,
નારિયેળનો હોમ કરતાં રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે…
પૌરાણિક ગાથાને જાગૃત કરતો,
વ્હાલા પ્રહલાદની યાદ અપાવતો,
ભક્તિની શક્તિ દેખાડતો રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે..
રંગોથી રમતું માનવમહેરામણ,
પિચકારી લઈને દોડતું આ બાળપણ,
ખુશીઓ મજાની વહેંચતું રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે..
નાતજાતનાં એ ભેદ ભૂલવતો,
ભીતરનાં વેરને કાઢીને ફેંકતો,
પ્રેમ ભાવ લઇને આવ્યો રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
***********†****************** **†********
NOG SS No : 0015
વિષય:- હોળી
*વિભાગ:* પદ્ય/ છંદાસ
(ગાગાગાગા ગાગાગાગા ગાગા)
*શીર્ષક:* હોળી
આવી’તી એ તો રમવાને હોળી,
ગઇ હૈયામાં સળગાવી ને હોળી.
નજરોની સામે નયન નચાવી
આંખોથી આંખો ખૂબ લલચાવી,
કોમળ હાથે મુખડું રગદોળી
ગઇ હૈયામાં સળગાવી ને હોળી.
કરતી ઘાયલ એની નજર કટારી
સ્મિત ભરી છાંટી કામણ પિચકારી,
નખથી શીખ મુજને તરબોળી
ગઇ હૈયામાં સળગાવી ને હોળી.
હસતાં હોઠે, ગાલે ગાલ લગાડી
દિલનાં દ્વારે ઘેલી પ્રિત જગાડી,
ભીતર નાખી ડોકિયું,દિલને ડહોળી,
ગઇ હૈયામાં સળગાવી ને હોળી.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
****************************** ************
NOG SS No – 0080
વિષય – હોળી
શીર્ષક – ફાગણિયો… (ગીત )
ગીત… ફાગ ફાગ ફાગણિયો…. – – —————————— —
ફાગ ફાગણિયો આયો રે સાજન..
ભીતર ગુલમહોર કેસરવાયું છલકે,
હળું હળુંક દઈને વસંતરાણી મલકે,
સમ સમણાંનો વાયુ વાયો રે સાજન…
નજરે નજરથી ટકરાતી ઝલકે,
નેહ નીતરતી પાંપણની પલકે,
વર વરણાગી શ્યામલ છાયો રે સાજન..
હરિ રંગ ભરી તને પામું એક ઝલકે,
વહાલ વરસે કેવું મલ્હારની હલકે,
મસ્તાની બની પ્રેમરાગ ગાયો રે સાજન..
વર્ષા જાની.
***************************††* †********†
NOG SS NO: 0059
શીર્ષક:રંગ
હોય જો પ્રેમ
રંગ લાગે જરૂર
કાચો કે પાકો.
ગૂલાબી રંગ
હોય મિત્રોનો સંગ
જામી ધુળેટી.
રંગે ભીંજાયા
છે *સાહિત્ય સરિતા*
ધન્ય જીવન.
જયકાન્ત ઘેલાણી’પ્યારે’