ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની ” ૨૦૨૧નું નવું વર્ષ,પ્રેમભાવ,બદલાતી જીવન શૈલી” વિષય ઉપર આજથી અખબાર માં પ્રસિદ્ધ થશે.આજે પાંચ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.વેબસાઈટ ઉપર પણ અખબાર. ગ્રુપ રચનાઓ અપલોડ કરવામાં આવે છે.
*NOG સાહિત્ય સરિતા(૧)*
*NOG SS NO. – 0036*
*વિષય -પ્રેમભાવ*
*વિભાગ – પદ્ય*
*પ્રેમભાવ*
*પ્રેમે પાથરેલો પ્રભાવ છે તો છે,*
*સખી,અદકો પ્રેમભાવ છે તો છે.*
*નીતરતી લાગણીને શું કહેવું ?*
*પરસ્પર પ્રીત લગાવ છે તો છે.*
*અંતરના આયને પ્રીતનો સંદેશો,*
*ભીતર ભીનો સ્વભાવ છે તો છે.*
*પ્રેમનો પ્યાલો પી મસ્ત થઈએ,*
*છલકતાં સ્નેહની નાવ છે તો છે.*
*તડકે કરી છાંયો પાંપણે બેસાડું,*
*હોઠે હાસ્ય એ સુઝાવ છે તો છે.*
*મળ્યાં છે સંબંધો જાણે બખ્તર,*
*ઉષ્માભર્યો સ્વભાવ છે તો છે.*
*અત્તર બની મહેકે છે સંબંધો,*
*હૃદયે પ્રભુ પ્રેમનો પડાવ છે તો છે.*
✍🏻અરુણાબેન ત્રિવેદી
અમદાવાદ
*****************************************
NOG SS No :- 0051
પ્રકાર: પદ્ય
શબ્દ: *જીવનશૈલી,પ્રેમભાવ*
તારીખ: ૫/૧/૨૦૨૧
માંડવે બંધાવ્યા મંડપ,
રૂડાં તોરણીયા બંધાય રે…
જાન આવી તોરણે,
સાસુ વરરાજા પોંખવા જાય રે…
ઢોલ-નગારા શરણાઈ ,
સાથે સ્વાગતમાં ફૂલડાં વેરાય રે…
પ્રીતનું પાનેતર પહેરાવી ,
શણગાર સાથે ચૌરીમાં કન્યા પધરાવી રે…
જીવનશૈલીના ચાર ફેરા ફરી,
વર-કન્યા ભવોભવના સાથી બન્યાં રે…
દીકરીને પ્રેમભાવ સાથે,
સાસરીયે વળાવે રે….
માતા -પિતાના આંગણાનું પક્ષી,
પાંખો આવતા ઊડી ગયું રે…
દીકરી વિના સૂનું લાગશે આંગણું,
દીકરી વ્હાલ નો દરિયો રે…
બન્ને કુળને તારશે,
જેને આંગણ દીકરીનો અવતાર રે…
ઉર્વશી મહેતા
અમદાવાદ.
******************************************
NOG SS No :-0038
શીર્ષક :- પ્રેમભાવ….🍁.
વિભાગ :- પદ્ય
સજાવી સમણાં નયનમાં
હૃદયે કંડારી પ્રેમની છબી,
હરખથી હરખી ઊડતી આભમાં
આવી તુજ બાગમાં બેઠી.
જીવન નૈયા સોંપી હાથમાં
તુજ સંગ રોજ વિહરતી,
ખુદને ખોઈ બેસી તુજ દિલમાં
તુજ વિના હું ડગ ના ભરતી.
ઘેલી બની હું ભીંજાઈ તુજમાં
નજર સદાય તુજમાં રહેતી,
નદી બનીને ભળતી સાગરમાં
તુજ સંગ રોજ હિંડોળે ચડતી.
નિભાવી સાથ જીવું આ જગમાં
તુજ થકી સદા મહેકી ઉઠતી,
સમાવી અસ્તિત્વ મારું તુજમાં
“આકાંક્ષા”તું જ થકી પૂરી કરતી.
✍️ શીલાપટેલ ” આકાંક્ષા “
ગાંધીનગર
*****************************************
NOG SS NO- 0026
પ્રકાર – પદ્ય
પ્રેમભાવ – મારા વિચારો.
પ્રેમભાવ એટલે પહેલી પ્રીતનું પહેલું ચુંબન,
પ્રેમભાવ એટલે સતત પ્રિયતમ,
નામથી બોલાવે એવું ગુંજન.
પ્રેમભાવ એટલે પહેલા વરસાદમાં,
મોરનો પહેલો ટહુકો..
પ્રેમભાવ એટલે પ્રિયતમની નજર,
સાથે નજરનો નયનમટકો.
પ્રેમભાવ એટલે કુંવારી પહેલી ધડકન,
પ્રેમભાવ એટલે જવાનીનું પહેલું પગથિયુ, નેનજર સામેથી સરી જતું બચપણ.
પ્રેમભાવ એટલે કૃષ્ણની વાંસળીમાંથી, અવિરતપણે સરી જતું રાધાજીનું નામ,
પ્રેમભાવ એટલે મીરાં ના વિષ ભરેલા, પ્યાલાને અમૃત સરીખું કરી દેતું
કાન્હાનું નામ…
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
***********************************
NOG SS No :- 0044
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- પ્રેમભાવ (સાઈજીકી)
૧. પ્રેમથી જીવીએ
પ્રેમભાવ
રાખી
જિંદગીની મજા માણો.
૨. વન્ય પશુઓમાં
પ્રેમભાવ
જોઈ
હૈયું થયું ગદગદ.
૩. પ્રેમભાવ રાખો
પશુપંખી
જીવે
જગમાં નિર્ભય બની.
૪. પરસ્પર રાખો
પ્રેમભાવ
રાજી
રાખે ભગવાન સૌને.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
******”†************************†*********
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ લેટેસ્ટ આજના.સમાચારો..
[1/11, 3:49 PM] Maya Desai.Bombay.MeM.NOG: હાર્દિક સ્વાગત રેખાબેન શુક્લ.અમેરિકા💐💐
[1/11, 6:51 PM] Pradip Raval: ✍🏻…એક જ નિયમ પર*
*જિંદગી જીવજો*
*સાહેબ..*
*જેની સાથે લાગણી રાખો*
*એને ક્યારેય અંધારામાં ના રાખતા..*
*સફળ થવું અઘરું નથી..*
*ઈમાનદારી સાથે સફળ થવું અઘરૂ છે…*
*🌞શુભ સાંજ ની સવારી🌞*
*🙏જય શ્રી કૃષ્ણ 🙏*
.સૌ સાહિત્ય ના સર્જક સાથીઓ સુહાની સાંજ ની સફર સુંદર ગીત સાથે…. નમસ્કાર.,
ચાલો નવા વિષય આવી ગયા છે….
નવા વિષય છે….” ઉત્તરાયણ…,મીઠું (ખારાશ)…,(સગપણ (સગાઈ,છૂટાછેડા)…
ઉપરોક્ત પ્રથમ વિષય તાંજેટર માં આવી રહેલ ઉત્સવ નો છે…બીજો વિષય મીઠું..(ખારાશ)..સંબંધો,,સામાજિક જીવન ના પ્રસંગોચિત છે…ત્રીજો વિષય આપની સામાજિક સંબંધો ની પરિસ્થિતિ ને અનુલક્ષી ને આપવામાં આવ્યો છે… જેથી સભ્યો ને લખવામાં સરળતા રહે.
ઉપરોક્ત વિષય તા.૧૭/૧/૨૧ રવિવાર રાત્રે ૧૦ વાગ્યા સુધી માં પદ્ય,ગદ્ય૩૦૦ શબ્દ સુધી વાર્તા,લેખ,માઇક્રો ફિક્શન,,હાઈકુ, સાયજીકી…સાહિત્યિક લખવા આપવામાં આવે છે…જે આપ્યા મુજબ ફોર્મેટ માં ભૂલ વગર શબ્દ કોષ સાથે રાખીને લખવાનો આગ્રહ પણ નિર્ણાયક તરફથી રાખવામાં આવે છે…
આયોજક.સંચાલક. પ્રદીપ રાવલ
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
what’s up calling : 9824653073
https://youtu.be/NFZbzOCamlA
[1/11, 6:52 PM] Pravina Kadakiya.MeM NOG Houston: આભાર 🙏
[1/11, 7:07 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: સ્વાગત છે🍫🍫🍫💐💐💐
[1/11, 11:15 PM] Rekha Shukla: દરેક લેખિકાઓ ને દિલથી અભિનંદન 💐✍️👏
[1/11, 11:17 PM] Pradip Raval: આજે નવા વિષય ની રચનાઓ ની શુભ શરૂવાતે નિર્ણાયક શ્રી તરફથી અરૂણાબેન ત્રિવેદી તેમજ વિભૂતિ બેન છાયા ને ભૂલ વિનાની રચના બદલ ગુલાબ અર્પણ કરાયા..દરેક કલમકાર ને સુંદર રચનાઓ આપવા બદલ અભિનંદન.આ સાથે નિર્ણાયક ભૂલો નો ચાર્ટ પણ આપેલ છે .આપની રચના સાથે ચેક કરવા વિનંતી..સંચાલક: પ્રદીપ રાવલ
[1/11, 11:18 PM] Pradip Raval: ખૂબ ખૂબ અભિનંદન..આપની ત્રણેય વિષય ની રચના.મૂકવામાં આવી છે…
[1/11, 11:18 PM] Rekha Shukla: 🙏💐👏
[1/11, 11:18 PM] Rekha Shukla: આભાર 😄
પ્રદીપ રાવલ..ગ્રુપ સંચાલક..આયોજક :
મોબાઈલ :- 9824653073