સાહિત્ય સરિતા ગ્રુપ
દિવાળીની શુભકામના🌹
વર્તમાન પત્ર *ન્યૂઝ ઓફ ગાંધીનગર*ને દિવાળીની શુભેચ્છાઓ. દિવાઓથી જ્યોત પ્રકાશી અમાવસ્યાની કાળી રાત્રીને પ્રકાશિત કરનાર પ્રકાશનીજેમ સાહિત્ય સરિતાના આ વસુધૈવ કુટુંબકમ જેવા સહૃદયી મિત્રોને લીધે મળતું જ્ઞાન અંધકારની અને અજ્ઞાનની જ્યોતને બારે માસ પ્રગટાવે છે..ને ન્યુઝ પેપરની ગરિમાને વિકસાવી વિકાસના માર્ગે લઈ જાય છે.
આ પર્વમાં સર્વે તરફથી શુભેચ્છાઓ.મા સરસ્વતી જ્ઞાન વિકસાવે અને મહાલક્ષ્મી સર્વેને ત્યાં ધન વરસાવે.ધનધાન્યથી સર્વેનાં જીવનમાં ખુશીઓની વર્ષા વર્ષે. કોટી કોટી શુભેચ્છાઓ🌹🌹🌹💐
*તંત્રી*પ્રદીપ રાવલ (આયોજક NOG સાહિત્ય સરિતા)એડમિન ટીમ,સંચાલક જીજ્ઞા કપુરિયા નિર્ણાયક જયશ્રી પટેલ,વંદનાબેન વાણી, આરતી મર્ચન્ટ,કિશોરભાઈ સચદેવ ,ધીરેન સુથાર🙏
*દિવાળી અંક માટે ખાસ વાર્તા**શમા*
શમા આજે એરપોર્ટ પર સમય કરતા એક કલાક વહેલી પહોંચી ગઈ. શરણ સાથે તેને ચંદીગઢ જવાનું હતું. શરણ દફ્તરમાં છ મહિના પહેલા જ જોડાયો હતો. ધગશવાળો હતો .કામ શીખવામાં જરાય આળશ ન કરતો. તેણી તેની રાહ જોઈ રહી હતી. સવારના મળસ્કું જ થયું હતું ધીરે ધીરે સૂર્યનારાયણ વાદળોમાંથી તેના કૂણાં કુમળા કિરણોની સવારી લઈ દિવસની શરૂઆત કરી રહ્યા હતા.ત્યાં અચાનક જ પાછળથી જ તેણી ને લાગ્યું કોઈ,” મીસ શમા, આપ ? કઈ તરફ? પૂછી રહ્યું છે. ઓહ! આતો મીત ,તેના સમકક્ષ શાળાથી લઈ કોલેજ સુધીનો સહપાઠી! તે હસી પડી,”મીસ શમા! તું ક્યારથી આવી ઔપચારિકતાથી બોલાવતો થયો?” મીત પણ હસ્યો ને બોલ્યો ,” અરે કેમ અત્યારે તો તું એક ઓફિસર જેવી છટામાં દેખાય તેથી બોલાય ગયું, લાગ્યું તને બોલાવુંને તારા ક્લીક્સ કોઈ તારી સાથે હોય તો તું પાછી ન ઓળખે તો ? બન્ને હાથ મિલાવ્યાને વાતોએ વળગ્યા. વાતના દોરમાં જ મીતે પૂછી લીધું ,” પછી ક્રિશના કોઈ સમાચાર આવ્યા કે નહિ?” શમાએ ટૂંકાણમાં જ ,”ના” કહી દીધું.તેણી થોડી ગંભીર થઈ ગઈ.ત્યાં જ શરણ આવી પહોંચ્યો. સૌ પ્રથમ તો તેણીની માફી માંગી. મોડું થવા માટે.બન્નેએ કસ્ટમ વિધિ પતાવી ત્યાં મીત પણ પાછળઆવી પહોંચ્યો. તે દિલ્હી જઈ રહ્યો છે, જો વળતા અવાય તો દિલ્હી મળવાનું કહી તેણે મોબાઈલ નંબર લખીને શમાને આપ્યો.શમા વિચારમાં પડી કે મીત પહેલા જેવો જ હસમુખો ને સ્માર્ટ છે..પણ હું કેમ મળું? થોડી જ વારમાં વિમાનમાં પોતપોતાની જગ્યા લઈ તે અને શરણ બેઠા.તેણીને લાગ્યું શરણ થોડો મૂંઝાયેલો છે. તેણીએ વાતની શરૂઆત કરી અને વાત વાતમાં જાણી લીધું કે શરણનો મોટોભાઈ આર્મીમાં હતોને તે લાપતા છે . તેના પર ઘરની જવાબદારી છે તેથી તે નોકરીઅને ભણવાનું બન્ને સાથે કરે છે. મા છે ને પિતાજી ભાઈના આઘાતમાં જ મૃત્યું પામ્યા છે. શમાને નવાઈ લાગી કે શરણ નાનપણમાં જ મોટો થઈ ગયો. તે બારીની બહાર નભમાં ઉડતા પક્ષી અને વાદળો વચ્ચેના નીકળતા સૂરજના ફોટા પાડવા લાગ્યો તે જોઈ તે મલકાય.નભ પણ સુંદર પેલા કેશરી રંગો વિખેરી મલકાય રહ્યું હતું તેના ચહેરા પરથી પણ જાણે રાત્રીની ઉદાસી દૂર થઈ રહી હતી.શમાને થયું કે બધાં આર્મીમાં કેમ જતા હશે? શું દેશપ્રેમ ખાતર કે પોતાના શોખ ખાતરકે કોઈની સાથે થએલા એક નજીવા મતભેદ ખાતર? તેણી યાદ કરવા નથી માંગતી એ પળો કારણ ભૂલવાના પ્રયત્નોમાં પણ તે વધુને વધુ દુ:ખી રહેતી હતી.મીત મળ્યો અને ફરી પળેપળ જાણે થ્રીડી સિનેમા જોતી હોય તેમ નજર સમક્ષ ફરવા લાગ્યું.નોકરીમાં પણ કર્યશીલ રહી તે આજુબાજુનું વાતાવરણ વિસરી જી જાનથી કામ કરતી.ક્યારેક થતું કે નીકળી પડે પેલા સુખમય હસતા રમતા દિવસોમાં ને ક્રિશની શોધમાં મે ક્યાં તને કોઈ વાતની ના કહી હતી..ફક્ત લગ્ન પહેલાં કોઈ મર્યાદા ન ઓળંગવા શિવાય..મારી જાત મારું શિયળ એ તો મારા હતા! એ ને કેમ ભ્રષ્ટ થવા દઉં?અને એ ચાલ્યો ગયો..અરે શું એ એકજ મહત્વનું હતું? તે ધ્રુજી ગઈ..શરણે આ જોયું. તે કંઈ કહે તે પહેલા જ તેણીએ હાથથી જ કંઈ નથી કહી દીધું.આજે ચંદીગઢ તે જે કામે જઈ રહી છે ત્યાં આર્મી છાવણી છે એ જરૂર તપાસ કરશે ..ક્રિશની. પહોંચ્યા ને કામ પાર પડ્યું કે તે તરત આર્મી છાવણીની ઓફિસમાં ગઈ.શેખમુક્તારે તેનું સ્વાગત કર્યુ. શરણ ને નવાઈ લાગી..અહીં કેમ? તેણે બધી માહિતી આપવા માંડી ,શરણ સાંભળી રહ્યો. શેખમુક્તારે ફોટો માંગ્યો. શમાએ માથું ધુણાવી ના પાડી, શરણે ધીરે રહી તેના ખિસ્સામાંથી પાકિટ કાઢીને બન્ને ભાઈઓનો સાથેનો નાનો ફોટો કાઢીશમાને આપ્યો, જોઈને શમા બે ઘડી શરણને જોતી રહી.માહિતીના ચોપડામાંથી શેખમુક્તાર આર્મી કોડ નંબર જોવા લાગ્યા અને તેમાં ક્રિષાંત ઉર્ફે ક્રિશ નો રેકોર્ડ કાઢ્યોતો જાણવા મળ્યું કે ક્રિશ અહીં જ ચંદીગઢના આર્મી સ્કૂલમાં જ કામ કરે છે..બન્ને પગે અપંગ થઈ ગયા છે અને તેઓની એક આંખ પણ નથી. તેઓએ લખ્યું છે તેમનાં ફેમિલીને તેઓ મળવા નથી માંગતા પણ તેઓ આમ જ જીવન જીવી જવા માંગે છે. સરકારનો બહાદુરીનો એવોર્ડ પણ તેમણે સ્વીકાર્યો નથી..શરણ ખૂબ જ ઉતાવળો થઈ ગયો ક્રિશને મળવા પણ શમા તો થોડામાં જ ઘણું સમજી ગઈ ! બન્ને જણાં ઉપડ્યાં ,ત્યાં દૂરથી ક્રિશને જોઈ રહ્યા.બધાં નાના મોટા બાળકો વચ્ચે ઘેરાયલા ક્રિશને જોતાં રહ્યાં.શમાએ શરણને સમજાવી તેની પાસે મોકલ્યો પોતે દૂરથી જોતી રહી બન્ને ભાઈઓનો મેળાપ.થોડી વાર પછીઆંખના આંસુ લુછી તે પણ ક્રિશ પાસે પહોંચી. સામે શમાને જોઈ ક્રિશ છોભીલો પડી ગયો. બે હાથ જોડી ક્ષમા માંગતા કહ્યું કે,” અજુગતી માંગણીની સજા ભોગવવી છે મારે,એક પણ શબ્દ ન બોલતા મીસ.શમા.” તે ફિક્કું હસી, ને બોલી,” સારું લાગ્યું મીસ શમા!”હું તો તમને આજે પણ વહાલમ જ કહીશ કારણ મારા હૃદયમાં એ જ સ્થાને છો..જ્યાં હતા.” ખૂબ ખૂબ વાતોને અંતે મીત મળ્યાની વાત પણ જણાવી.ફક્ત એટલું જ બોલી કે,” તમને મારે મીતને મળવા દિલ્હી લઈ જવા છે ,આવશો? શમાને ક્રિશ ના ન પાડી શક્યો. શરણ તો ભાઈ મળ્યાની ખુશી ઘરેને તેની બહેનને આપી ચુક્યો હતો.શમાએ મીતને દિલ્હી ફોન કરી ક્રિશની આપવીતી કહી અને તેની આંખના ઓપરેશનની વાત કરી..મીતને કહ્યું ,” હવે તારી કસોટી છે,ડો.મીત કે તું ક્રિશને દ્રષ્ટી આપી શકે છે કે નહિ? બે અઠવાડિયા પછી ડો. મીતે ક્રિશના ઓપરેશનની પટ્ટી ખોલી સામે શમાને ઊભી રાખી કહ્યું ,”તારી શમાની જ્યોતથી તું જોઈ શકે છે..ક્રિશ!” માંગ્યું હતું શરીર પણ *શમાએ* આપી જ્યોત..!
*જયશ્રી પટેલ*૯/૧૧/૨૦૨૦
પરિવાર માં પુત્રવધુખુશ હોય તો રોજ જ ધનતેરસ.
બાળકો ખિલખિલાટ!હસતા હોય તો રોજ જ દિવાળી.
માતા પિતા આપણીસાથે હોય તો રોજ જ બેસતું વર્ષ.
ભાઈ બહેન દરેક સુખ દુઃખમાં સાથે હોય તો રોજ જ ભાઈબીજ.
પતિ પત્ની પ્રેમ પૂર્વકરહેતા હોય તો રોજ જ લાભ પાંચમ.
આપ સૌ ના ઘરે આવીજદિવાળી આવે.એવી શુભકામના.
🌺🌼🌺🌼🌺🌼🌺
💖ઉજવીયે દિપાવલી💖
આજ સહુ સ્નેહી મિત્ર પરિવારહર્ષ આનંદથી ઉજવીયે તહેવારદિલમાં ભરીયે પ્રેમ રંગ સરસખુશખુશાલ થઇ જાય ધનતેરસહટાવો ક્રોધ અહંકાર એજ લક્ષશુભ થાશે આપની કાળી ચૌદશફટાકડા ફોડો સ્નેહ સદભાવનાસળગાવો ટેટા ધૃણા નફરતનાપ્રગટાવો દિપ હ્રદયમાં પ્રેમનાસૌને સન્માન હોય મીઠી વાણીચમકે જિંદગી સુધરે દિવાળીરાખવો ઉમંગ ને વદન પર હર્ષખીલી ઉઠશે આપનું નવલુ વર્ષસંબંધ હો સ્નેહ સભર ના ખીજરુડી ને રંગીલી લાગે ભાઇબીજદેખાશે ભાઇ બહેનની હેત પ્રિતહૈયાં થનગની રહ્યાં વદને સ્મિતએકમેક ના પ્રેમનો બાંધશો બ્રિજતો સદાય ચમકતી રહેશે ત્રીજહર્યા ફર્યા થયા જાણે લોથપોથઆનંદ ઉલ્લાસથી ઉજવી ચોથપ્રેમ પુષ્પો વેરી પાથરી જાજમસૌનું હો કલ્યાણ લાભપાંચમ 🌷”
મન”🍁કેનેડા 🍁 🇮🇳૧૩-૧૧-૨૦૨૦🇨🇦*
***************************
🍁ભાઇશ્રી🙏🍁હેપિ દિપાવલી 🌷આપના ન્યુઝ પેપરમાં સાહિત્ય વિભાગ માં “મન” રચનાઓ 🙏રજુ કરવા બદલ આપને❣️દિલથી અભિનંદન 🍁ખુબ પ્રગતિ શિલ બનો ☘️*******************†****
👉માનવ ચારિત્ર ❣️
મનુષ્યનું ચારિત્ર અણમોલ ધનકરવું જિવનમાં સદાય જતનથયા ચારિત્ર ભ્રષ્ટ તો છે પતનસંસ્કારની શુધ્ધતામાં લાગે દાગથશો કલંકિત જિવનમાં જ આગધન દૌલત જાશે તો મળશે ફરીબગડ્યું સ્વાસ્થ સુધરે છે ફરીપ્રમાદવશ ચારિત્ર જો ગુમાવશો ગઇપ્રતિષ્ઠા તે કદી ના પામશોછે “મન”અર્જ ચારિત્ર રક્ષા કરોચારિત્ર સાથે જિવન ધન્ય કરોક્યાંકી ધન ગયું કંઇ નથી ગયુંતંદુરસ્તી જતાં છે કંઇક જ ગયુંચારિત્ર જવાથી સર્વસ્વ ગુમાવ્યું☘️
મન”🍁કેનેડા 🍁🇮🇳૧૪-૧૧-૨૦૨૦🇨🇦: 🌷
શુભ દિપાવલી 🍁
ખુશ રહો તંદુરસ્ત રહોપ્રગતિશીલ બનો 🌷
******************************:
🌷વાનગી આપે શિખ 🌷
જલેબી જેવો આકાર હો ભલેમીઠાશ જિવનમાં સદાય મળેરસગુલ્લા જેમ ચાહે નિચોવું પડેઅસલી રુપ આપનું બનતું રહેકણ સહુ સાથે મળી લાડુ બનેતળ્યા કૂટાયા છતાં મીઠાશ ધરેકાજુ કતરી જેમ સસ્તી ના મળેજિવનમાં એવી ગુણવત્તા રહેબહારથી ગુલાબજાંબુ જેવા હોહ્રદય અંદરથી અતિ નમ્ર રાખોમગદળ જેમ દબાવતાં જ ભાગેઘી સંગે મળતાં ગોળાઇમાં આવેસંપલાગણી પ્રેમ હો જિવનમાંમધુરતા એકતા માણે પરિવારમાં❣️”
મન”🍁ક્નેડા 🍁🇮🇳૧૪-૧૧-૨૦૨૦🇨🇦************************:
🙏પ્રભુનો રાજીપો 🙏
માનવ સુખ દુ:ખ ખુશી યા ગમપ્રાપ્ત કરે જેવાં હોય તેનાં કર્મભલે તમો કરો ચતુરાઇ અણનમપરમાત્મા ના થાતો કદી નારાજચાહે ભલે ચોર હોય કે શાહુકારના કરે બંધ સૂર્ય પ્રકાશ કે પવનથાય નારાજ તો છીનવે છે પળકરે પરિવર્તન વાણી ને વર્તનભુલી જાય ભક્તિ પ્રભુ સ્મરણછે સદનસીબ જેકરે ધર્મ પૂજનરાજીપો પ્રભુનો તેને મળે હરદમ“ મન”માં સદા સાત્વિક ચિંતન🙏”મન”❣️🍁કેનેડા 🍁 🇮🇳૧૫-૧૧-૨૦૨૦🇨🇦
શીર્ષક. ➖ નિશ્ર્ચય.
વલસાડમાંચંદુભાઈનો સાડીનો સ્ટોર. સસ્તામાં સસ્તી અને મોંઘામાં મોંઘી સાડી એમના સ્ટોરમાં મળી રહે.દિકરા તનુષે એમ.બીએ.થઈને પિતાની સાથે સ્ટોરમાં જ સેટ થવાનું પસંદ કર્યું, પોતાની મરજીથી. પત્ની કાન્તાબેને, વ્યવસાય કરતી મહિલાઓ નાં બાળકોને સાચવવા માટે ઘરમાં જ” રમકડાં ઘર” નામની સંસ્થા ચાલુ કરી.પૈસાની કોઈ કમી નહીં પરંતુ સમય પસાર કરવા.મદદમાં ગંગા નામની બાઈ આવે. વહુ તન્વીને સંપૂર્ણ આઝાદી.કોઈ રોકટોક નહીં. સર્વીસ પર જાય ત્યારે પૌત્ર રાહુલ ને કાન્તાબેન સાચવે.વહુ આવે ત્યાં સુધીમાં સાંજની રસોઈ પણ તૈયાર.વહુને કોઈ ચિંતા નહીં. છતાં પણ વહુને કાન્તાબેનની હાજરી ગમતી નહીં.કચકચ કરે રાખે.કાન્તાબેન સમજે પણ ધ્યાન પર ન લે. ઉંમર થતાં ચંદુભાઈએ ધંધો દિકરાને સોંપી, કાન્તાબેન ને પણ ” રમકડાં ઘર” બંધ કરાવી, કાન્તાબેન સાથે આરામથી ઘરે રહેવાનું પસંદ કર્યું.પૌત્ર રાહુલ પણ મૌટો થઈ ગયો. એક દિવસ કાન્તાબેનને તન્વીની અને એની માં કલાબેન સાથે ની વાત સાંભળવામાં આવી.પ્લાન એવો કે , હવે ધંધો તનુષના હાથમાં છે,તો બંને ને જાત્રા કરવા મોકલો ને પરત આવે ત્યારે ઘરે ન લાવતા ઘરડાઘર માં મુકી આવવાના. કાન્તાબેને વાત પતિને કરી. રાત્રે ચંદુભાઈ એ તનુષને બોલાવી કહ્યું,કાલથી હું પણ દુકાને આવીશ,આંખો દિવસ ઘરમાં ગમતું નથી.અને બીજે દિવસથી દુકાને જવા માંડ્યું.ધીમે ધીમે કારભાર પોતાના હાથમાં લઈ લીધો. થોડા દિવસ પછી તન્વી ના મમ્મી કલાબેનને બોલાવી કહ્યું,દસ વર્ષ સુધી તમારી દીકરી સાસરે રહી, હવે મેં નિશ્ર્ચય કર્યો છે કે આ દસ વર્ષ જે રીતે તમારી દીકરી સાસરામાં રહી તે જ રીતે મારો દિકરો એનાં સાસરે રહેશે.આટલા વર્ષ સુધી વહુની કમાણી આમે લીધી નથી,એ બાબતે અમે કોઈ દિવસ કંઈ પૂછ્યું નથી.દિકરા વહુને દર વર્ષે એ લોકોની ઈચ્છા મુજબ ફરવા જવા માટે,ખરીદી માટે પૈસા આપ્યા છે.તો હવેથી એ જ રીતે મારો દિકરો એનાં સાસરે રહેશે. કલાબેન તો વાત સાંભળી હતભ્રત.કળ વળતાં પૂછ્યું કેમ આવું? ચંદુભાઈ એ જવાબ આપ્યો,તમારે તમારી તન્વી સ્વતંત્ર રહે એવું જ જોઈતું હતું ને? તમારી સલાહ મુજબ અમને ઘરડાઘરમાં મોકલીને દીકરીને સ્વતંત્ર કરવી હતી.એટલે જ મેં નિશ્ર્ચય કર્યો કે હું મારા દિકરાને એની પત્ની અને પુત્ર સહિત સાસરે મોકલું છું. દીકરી ને મહિયર જેવી સ્વતંત્રતા તો ક્યાં મળવાની?
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*******†*””********************************
*NG/77**વિભાગ:પદ્ય મૌલિક**શબ્દ/શીર્ષક :દિવાળી*
અંધારા ઉલેચી નવાં અજવાળાં વરસાવો,આંગણે આવી છે દિવાળી…!
ઘરનાં કચરાંને કઢાવીઆંગણિયે તોરણો બંધાવો,આંગણે આવી છે દિવાળી…!
સાફસુફીની મનનાં માહ્યલાં ઉજાળો,આંગણે આવી છે દિવાળી…!
દિલમાં પ્રેમનાં દીવડાં પ્રગટાવો,આંગણે આવી છે દિવાળી…!
ચોકમાં રંગીલી રંગોલીસજાવો,આંગણે આવી છે દિવાળી…!
મનગમતાં પકવાનોપીરસાવો,આંગણે આવી છે દિવાળી…!
ફટાંકડાનાં ધૂમધડાકેએને રે વધાવો,આંગણે આવી છે દિવાળી…!
મંદિરીયે નવી ઝાલરો વગડાવો,આંગણે આવી છે દિવાળી…!
મોંઘેરા મહેમાનોને હસીને આવકારો,આંગણે આવી છે દિવાળી…!
દિલ કોણે દુભવ્યું, કેમ દુભવ્યું,એ સઘળું ભૂલી જાજો,આંગણે આવી છે દિવાળી…!
ફરી આવી તક વારંવાર ના આવે,દિલથી માફ કરી દેજો,આંગણે આવી છે દિવાળી…!
અંતરનો અમીરસ છલકાવો,આંગણે આવી છે દિવાળી…!
શુભ દિપાવલીના સંદેશા વહેવડાવો,આંગણે આવી છે દિવાળી…!
નવવર્ષના મંગળ વધામણાં ગવડાવો,આંગણે આવી છે દિવાળી…!
ૠતંભરા વિશ્વજીત *ૠત્વિશ્વ*