(26 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા રાષ્ટ્રીય સરદાર યાત્રા)31,1,2,3-11-2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો

31 NG PDF-3 1 NG PDF-1 (2) 2 NG PDF-1 (2)

3 NG pdf-3

Jan Fariyad 02-11-2025

 

[10/30, 3:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાતે ઇટાલીના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલી*
———–
*મેન્યુફેક્ચરિંગ – સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ – ફૂડ પ્રોસેસિંગ – વેસ્ટ ટૂ એનર્જી – સ્પેસ – સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા કનેક્ટિવિટી અને સ્માર્ટ મોબિલિટીના ક્ષેત્રોમાં પરસ્પર સહભાગીતાની સંભાવનાઓ અંગે ચર્ચા પરામર્શ*
———
*ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ હબ બનવા સાથે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પ માટે વિકસિત ગુજરાત @ 2047નો રોડ મેપ લિવિંગ વેલ – અર્નિંગ વેલના ધ્યેય સાથે તૈયાર કર્યો છે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——–
*ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળને ઇટાલીની મુલાકાતે આવવા આમંત્રણ પાઠવતા ઇટાલીના રાજદૂતશ્રી*
———-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-ઇટાલી દ્વિપક્ષીય સંબંધો વધુ સંગીન બન્યા છે*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇટાલીના ભારતીય રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગુરુવારે ગાંધીનગરમાં લીધી હતી.

ઇટાલી યુરોપમાં સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તજજ્ઞતા ધરાવે છે તે સંદર્ભમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ હબની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં બહુવિધ ક્ષેત્રે પરસ્પર સહભાગીતાની તકો વિશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતમાં તેમણે ફળદાયી પરામર્શ કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇટાલીના રાજદૂતની ગુજરાતની પ્રથમ મુલાકાતમાં તેમને આવકારતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ 2047નો જે સંકલ્પ કર્યો છે તેમાં ગુજરાત વિકસિત ગુજરાત @ 2047ના રોડમેપ સાથે અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.

આ સંદર્ભમાં તેમણે ઇટાલીના રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીને વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટ અને દેશના મેન્યુફેક્ચરિંગ હબ બનવા સાથે આ વિકસિત ગુજરાત @ 2047 રોડ મેપમાં લીવીંગ વેલ – અર્નિંગ વેલના ધ્યેય સાથે રાજ્યની આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક પ્રગતિના નવા સીમા ચિન્હો સર કરવાનો અભિગમ અપનાવ્યો છે.

ઇટાલીના રાજદૂતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ઈટાલીના દ્વિપક્ષીય સંબંધો વધુ સંગીન બન્યા છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઇટાલીની મુલાકાત દરમિયાન ડિફેન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પેસ, ક્લીન એનર્જી, ઈનોવેશન અને મોબિલિટી લિન્કેજ પર ફોકસ કરીને બંને દેશો વચ્ચેનો સહયોગ વિસ્તૃત કરવા થયેલી સહમતીની ભૂમિકા તેમણે આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગનો સેતુ મજબૂત બનાવવા 10 મુદ્દાનો જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરેલો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ એક્શન પ્લાનના અનુસંધાને ગુજરાત સાથેના સુસંગત ક્ષેત્રોમાં ઇટાલી-ગુજરાત સહભાગીતા વિષયક ચર્ચા વિચારણા કરી હતી.

તેમણે ગુજરાત સાથે મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ પ્રોસેસિંગ, વેસ્ટ ટુ એનર્જી, સ્પેસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ઇનોવેશન અને કનેક્ટિવિટી તેમજ સ્માર્ટ મોબિલિટી અને કલ્ચરલ એક્સચેંજ તથા એજ્યુકેશનના ક્ષેત્રોમાં સહભાગીતાની પરસ્પર ઉજ્જવળ સંભાવનાઓ રહેલી છે તે અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

ઇટાલીના રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ઇટાલી-ગુજરાતના સંબંધોને વધુ વ્યાપક સ્તરે વિકસાવવા અને પરસ્પર સમાન હિતના ક્ષેત્રોના અભ્યાસ માટે ગુજરાતના એક હાઈ લેવલ ડેલીગેશનને ઇટાલીની મુલાકાતે આવવાનું આમંત્રણ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવ્યું હતું.

આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ પણ જોડાયા હતા.
———-
[10/30, 5:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડોદરા એરપોર્ટ ઉપર વડાપ્રધાનશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત*

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા.
[10/30, 5:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડોદરા એરપોર્ટ ઉપર વડાપ્રધાનશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત*

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા.
[10/30, 5:42 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રેસ રિલીઝ*

*સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની ભાવનાની ઉજવણી*
***
*સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી*
***
*ભારત પર્વ 2025 (1 થી 15 નવેમ્બર) – 15 દિવસ માટે એક જ જગ્યાએ ભારતની વિવિધતામાં એકતા દર્શાવતી સંસ્કૃતિની ઝલક*
***
*15 દિવસના કાર્યક્રમના મુખ્ય ઘટકો: 100 ફૂડ, હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ, વિવિધ રાજ્યના પેવેલિયન અને 28 રાજ્યો તેમજ 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક પ્રદર્શનો*
***
*15 નવેમ્બર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભગવાન બિરસા મુંડા જયંતીની ભવ્ય ઉજવણી* ***
*16 અને 17 નવેમ્બર: ઉજવણીના સમાપન પ્રસંગે એકતાનગર ખાતે સાયકલથોન ઇવેન્ટ યોજાશે*
***
*વિવિધ રાજ્ય સરકાર ના મુખ્યમંત્રીશ્રી, ગવર્નર શ્રી તેમજ કેબિનેટ મિનિસ્ટરશ્રી અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, સાથે જ ખ્યાતનામ કલાકારો, કસબીઓ અને વિશેષ મહેમાનો આ 15 દિવસની ઉજવણીના વિવિધ દિવસોમાં કાર્યક્રમની શોભા વધારશે.*
***
*ગાંધીનગર, 30 ઑક્ટોબર, 2025:* આવતીકાલે 31 ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં એકતાનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની સાથે જ, આગામી 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભારત પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત પર્વ કાર્યક્રમ પ્રથમ વખત જ દિલ્હીની બહાર થઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં એકતાનગર ખાતે યોજાઇ રહ્યો છે.

ભારત સરકારના પર્યટન મંત્રાલય અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવ સાંસ્કૃતિક પ્રવૃત્તિઑ વિભાગ ના સહયોગથી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે એકતા નગર ખાતે ભારત પર્વ 2025 ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની ભાવનાને પ્રસ્તુત કરશે – અનેકતા માં એકતા દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિ ના કાર્યક્રમો આયોજિત થશે.

*વિવિધ કાર્યક્રમો*
*1 – 15 નવેમ્બર 2025 – ભારત પર્વ 2025*
*ભારત પર્વ વિશે:*
ભારત પર્વ એ વાર્ષિક આયોજિત થનાર કાર્યક્રમ છે, જે ભારતની વિવિધ સાંસ્કૃતિક વારસાગત, ખાદ્ય પરંપરા અને કલાત્મક કૌશલ્યને દર્શાવે છે, અને રાષ્ટ્રીય એકતા અને સામૂહિક ગૌરવનો સંદેશ આપે છે.

આ વર્ષે આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી સાથે સુસંગત છે અને ભારતની વિવિધતા, એકતા અને શક્તિને ઉજવતી એક ભવ્ય ઉજવણી ના રૂપ માં એક આઇકોનીક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે.

વિવિધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જન પ્રતિનિધિઓ, સાથે જ ખ્યાતનામ કલાકારો, કસબીઓ અને વિશેષ મહેમાનો આ 15 દિવસની ઉજવણીના વિવિધ દિવસોમાં કાર્યક્રમની શોભા વધારશે.

*મુખ્ય આકર્ષણો:*
• દરરોજ સાંજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડેમ વ્યુ પોઇન્ટ 1, વેલી ઓફ ફ્લાવર પાસે બનાવેલ સાંસ્કૃતિક મંચ ખાતે બે અલગ અલગ રાજ્યોની જોડણીમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, જે તેમના અનોખા પરંપરા અને કલા ફોર્મ્સને પ્રદર્શિત કરશે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુન્ડા જયંતી ની ઉજવણી માટે વિશેષ પ્રસ્તુતિ યોજાશે.
• સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસતા 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચન નું આયોજન.
• સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે 55 હસ્તકલા સ્ટોલ, જે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકળા પ્રદર્શિત કરશે.
• સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે ભારત દર્શન પેવેલિયન ખાતે વિવિધ રાજ્યના પેવેલિયનો બાનવવામાં આવ્યા છે, જે તેમના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને પ્રદર્શિત કરશે.
________________________________________
*16 – 17 નવેમ્બર 2025 – સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સાયકલોથોન*
ઉજવણીના સમાપન પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સાયકલોથોન ઇવેન્ટ યોજાશે.
• 16 નવેમ્બર: સાયકલિંગ ફન રાઈડ.
• 17 નવેમ્બર: સાઈકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેંટ ઓફ ગુજરાતના સહયોગ થી સાયકલથોન સ્પર્ધા આયોજિત થશે, જેમાં દેશભરમાંથી આશરે 5,000 સાઇકલચાલકો ભાગ લેશે.

*1 થી 14 નવેમ્બર દરમિયાન નીચે મુજબ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે:*

1 નવેમ્બર – ગુજરાત
2 નવેમ્બર – તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ
3 નવેમ્બર – પંજાબ, આંધ્ર પ્રદેશ
4 નવેમ્બર – હિમાચલ પ્રદેશ, કેરળ
5 નવેમ્બર – ઉત્તરાખંડ, કર્ણાટક
6 નવેમ્બર – હરિયાણા, તેલંગાણા
7 નવેમ્બર – રાજસ્થાન, આસામ
8 નવેમ્બર – મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ
9 નવેમ્બર – ગોઆ, ઝારખંડ
10 નવેમ્બર – દિલ્હી, સિક્કિમ, છત્તીસગઢ
11 નવેમ્બર – મધ્યપ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડ
12 નવેમ્બર – ઉત્તરપ્રદેશ, મેઘાલય અને અરૂણાચલપ્રદેશ
13 નવેમ્બર – બિહાર, ત્રિપુરા અને મિઝોરમ
14 નવેમ્બર – ચંદીગઢ, પુડ્ડુચેરી, દમણ, દીવ અને દાદરા નગરહવેલી, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર
[10/30, 6:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *એકતાનગર ખાતે તા. ૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ’ અને ‘ભારત પર્વ’ની ઉજવણી કરાશે*
*********************
ભારતની આઝાદીના મહાનાયક અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ અને ‘ભારત પર્વ’ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે આગામી તા. ૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન એકતાનગર ખાતે વિવિધ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન પર રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ, ભગવાન બિરસા મુંડાના જીવનના વિવિધ પાસાઓને પ્રદર્શિત કરતું વિશિષ્ટ થીમ પેવેલિયન અને આદિવાસી પરંપરાગત હસ્તકલા-કૃતિઓ, ચિત્રકલા, ખાદ્ય બનાવટોનું ભવ્ય પ્રદર્શન યોજાશે. આદિજાતિ વૈદ્ય-ભગતો દ્વારા પરંપરાગત આદિવાસી ચિકિત્સા પદ્ધતિનું જીવંત નિદર્શન તથા આદિવાસીઓના પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યોનું પ્રદર્શન અને પરંપરાગત આદિજાતિ પરિધાન અને વાદ્યોનું નિદર્શન કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

આ ઉપરાંત આદિજાતિ જનસમૂહની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઉમરગામ-વલસાડથી એકતાનગર અને અંબાજી-બનાસકાંઠાથી એકતાનગર સુધીની બે ‘જનજાતીય ગૌરવ રથ યાત્રા’નું આયોજન કરાશે. આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે જેમાં ભગવાન બિરસા મુંડાના જીવન વિશે વકતૃત્વ સ્પર્ધાઓ, આરોગ્ય શિબિરોનું આયોજન તથા વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે. આ દરમિયાન આદિવાસી મહાનાયક ભગવાન બિરસા મુંડાના સમગ્ર જીવનના વિવિધ પાસાઓને પ્રતિકાત્મક રૂપે રજૂ કરતા નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

જનજાતીય ગૌરવ દિવસ- ૧૫મી નવેમ્બરે એકતાનગર ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ‘જનજાતીય ગૌરવ વર્ષ સમાપન સમારોહ’ યોજાશે જેમાં ગુજરાતના ૧૫૧ આદિવાસી સ્વાતંત્ર્યસેનાનીઓના તથા ભગવાન બિરસા મુંડાના યશસ્વી જીવનચરિત્રનું વર્ણન કરતા પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
*************************
ઋચા રાવલ
[10/30, 6:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય એકતા દિવસે*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં યોજાનારી યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવશે*

*લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી માર્ચ અને એકતા શપથનું આયોજન*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે ૩૧ ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘સરદાર @૧૫૦ યુનિટી માર્ચ’નું પ્રસ્થાન કરાવશે.

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે ૭.૩૦ વાગ્યે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવશે.

આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.

અમદાવાદના મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતિ દર્શનાબેન વાઘેલા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડક શ્રીમતિ શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, કોર્પોરેટરશ્રીઓ, નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા રમતપ્રેમીઓ વગેરે યુનિટી માર્ચ અને એકતા શપથ ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

[10/30, 6:25 PM] Dilip Gajjar.Mahiti.Press: કાયદો અને ન્યાય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે

*રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી*

*પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ*

*કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીશ્રીએ હયાત મહેકમમાં ધરખમ વધારો કરવા નવી બાબત તરીકે આગામી બજેટમાં લેવા આદેશો આપ્યા*

….
કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વિભાગના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેના ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી છે. મંત્રીશ્રીએ ખાસ કરીને ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટ અને સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ પહેલને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે, મંત્રીશ્રીએ કચેરીના ઉપયોગ હેતુ વધારાના ૩૫ કોમ્પ્યુટર તુરંત ફાળવવા અંગે પણ જરૂરી સૂચના આપી છે.

કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીશ્રીએ મહેકમમાં ધરખમ વધારો કરવાના આદેશો આપ્યા છે. ચેરીટી કમિશ્નરશ્રીની કચેરી અને તાબાની કચેરીઓમાં ખૂબ ઓછું મહેકમ હોવાની બાબતને ગંભીરતાથી લઈને મંત્રીશ્રીએ હયાત હિસાબનીશ/નિરીક્ષકનું મંજૂર મહેકમ ૩૮ છે, તેને વધારીને ત્રણ ગણું કરવા માટે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઇ કરવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત નાયબ ચેરિટી કમિશનરનું હાલમાં ૮ નું મંજૂર મહેકમ છે તેને પણ વધારીને ૧૨નું મહેકમ કરવા માટે નવી બાબતમાં સમાવેશ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

બીજી તરફ મંત્રીશ્રીએ ચેરીટી કમિશ્નર અને તાબાના અધિકારીઓ/નિરીક્ષક/કર્મચારીઓ માટે તપાસના કામે વાહનની જોગવાઇ કરવા અંગેના પ્રશ્નનું પણ નિરાકરણ લાવતાં, આ અંગે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઈ કરવા સૂચના આપી છે.

વહીવટી સરળતા અને કર્મચારીઓના હિતમાં, સંયુક્ત કમિશ્નરની લાયકાત માટે જરૂરી ૧૦ વર્ષના અનુભવના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં નાયબ ચેરિટી કમિશનર તરીકે બજાવેલ ફરજનો સમયગાળો પ્રમોશન પછીની સ્થિતિએ સળંગ ગણવા બાબત કાર્યવાહી કરવા પણ નિર્દેશ અપાયો છે.

મંત્રી શ્રી કૌશિક વેકરિયાના આ નિર્ણયો કાયદા અને ન્યાય વિભાગ હસ્તકની ચેરિટી કમિશનર કચેરીના વહીવટી માળખાને મજબૂત કરવા તેમજ કચેરીની કાર્યક્ષમતા અને આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવશે.
…..
[10/30, 6:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)ના એમ્બેસેડર ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, તેની સુંદરતા અને આસપાસના વિસ્તારની પ્રશંસા કરી*
***
*કેવડિયા-ગુજરાત, 30 ઑક્ટોબર, 2025:* સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ- UN)ના રાજદૂત ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ ગુજરાતના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન, ડૉ. અફેદીએ ગુજરાતની આ સ્થાપત્યકીય અજાયબી અને તેની આસપાસના આકર્ષક કુદરતી સૌંદર્યની ખૂબ જ પ્રશંસા કરી.

ડૉ. અફેદી તેમની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત દરમિયાન ઔષધ માનવ (આરોગ્ય વન), જંગલ સફારી અને અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. ત્યાંના અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું, અને તેમને તે વિસ્તારના વિવિધ પ્રવાસન સ્થળોએ લઇ જવામાં આવ્યા હતા. સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારના વિકાસથી તેઓ પ્રભાવિત થયા હતા, અને તેમણે પ્રકૃતિ સાથે સુમેળ જાળવી રાખીને આ વિસ્તારને વૈશ્વિક પ્રવાસન સ્થળમાં જે રીતે પરાવર્તિત કરવામાં આવ્યું છે, તેની સરાહના કરી હતી. ડૉ. અફેદીએ કહ્યું કે, “સ્ટેચ્યૂ ઑફ યુનિટી એ માત્ર એક સ્મારક જ નથી, પરંતુ તે એકતા, દૂરંદેશી અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.”

તેમને આ સ્થળ ખૂબ ગમ્યું અને તેમણે પ્રકૃતિની નજીક રહેવાનો આનંદ માણ્યો. તેમની મુલાકાત દરમિયાન, તેઓ એક સ્થાનિક અધિકારીને મળ્યા અને વૃક્ષો અને પ્રકૃતિ માનવ સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે જાણ્યું. તેમણે કહ્યું, ” આ સ્થળ મેં જોયેલા સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, અને મને આશા છે કે હું ભવિષ્યમાં ફરી મુલાકાત લઇશ. આ સ્થળની સુંદરતા મનમોહક છે. મારી સૌને અપીલ છે કે તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લે અને પ્રકૃતિનો અનુભવ કરે. પ્રકૃતિ આપણા સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે, શક્તિ આપે છે અને આપણું આયુષ્ય લાંબું કરે છે.” તેમણે યુએન, યુરોપ અને આફ્રિકાના લોકોને પણ મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કર્યા.

તેમની મુલાકાત દરમિયાન ડૉ. અફેદીએ પ્રતિમાની આસપાસ હરિયાળી, રિવરફ્રન્ટ અને સ્વચ્છ-શાંતિમય વાતાવરણ સહિતની સુવ્યવસ્થિત કામગીરી અને પર્યાવરણને અનુકૂળ પહેલોની પ્રશંસા કરી. આ સુવિધાઓ મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવે છે.

ડૉ. અફેદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા વિશ્વ સ્તરીય પ્રવાસન આકર્ષણોનું નિર્માણ કરવાની સાથે-સાથે ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના અને કુદરતી વારસાના સંરક્ષણ માટેના ભારતના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમની મુલાકાત દર્શાવે છે કે કેવડિયાની વધતી જતી વૈશ્વિક ઓળખ એક એવા સ્થળ તરીકે થઇ રહી છે, જ્યાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને આધુનિક વિકાસનો સુભગ સમન્વય જોવા મળે છે.

*X-X-X*
[10/30, 7:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફલેગ ઓફઃ પ્રવાસીઓ માટે સુવિધાસભર અને હરિત પરિવહન સેવા શરૂઃ*
——–
*દિવ્યાંગજનો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાવાળી ઈ-બસો વડે એકતા નગરમાં પર્યટનને નવી ઊર્જાઃ કુલ ૫૫ ઈ-બસો હવે પ્રવાસીઓની સેવામા*
——–
*હરિત પરિવહન અને ટકાઉ પર્યટન તરફ વડાપ્રધાન મોદીની દ્રષ્ટિ એકતા નગર બન્યું દેશનું ઉદાહરણરૂપ ઈ-સિટી*
——–
*રાજપીપલાઃ ગુરુવારઃ* સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૨૫ નવી ઈ-બસોનું લોકાર્પણ ફલેગ ઓફ આપી કરવામાં આવ્યું. આ સાથે એકતા નગરમાં હવે કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે. વડાપ્રધાનશ્રીએ હરિત પરિવહન અને ટકાઉ પર્યટનના દિશામાં એકતા નગરને દેશના ઉદાહરણરૂપ ઈ-સિટી તરીકે વિકસાવવાની દ્રષ્ટિ રજૂ કરી.

લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ હરિત ધ્વજ લહેરાવી નવી ઈ-બસોને એકતા નગરના માર્ગો પર દોડવાની મંજૂરી આપી. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પ્રવાસીઓએ હરખભેર તાળીઓના ગડગડાટ સાથે વડાપ્રધાનની હરિત પહેલનું સ્વાગત કર્યું.

આ નવી ૯ મીટર લાંબી એસી મિનિ ઈ-બસો એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે, જેથી તેઓ આરામદાયક રીતે ચઢી અને ઉતરી શકશે. ઉપરાંત, મહિલાઓ માટે અલગથી ચાર પિન્ક બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે.

આ અવસરે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, “એકતા નગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.”

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ વડાપ્રધાનના “ભારતનું પ્રથમ ઈ-સિટી” વિઝન હેઠળ તબક્કાવાર રીતે ઈ-કાર, ઈ-રિક્ષા અને ઈ-બસો જેવી હરિત વાહન વ્યવસ્થાઓ શરૂ કરી છે. વર્ષ ૨૦૨૧ના વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે વડાપ્રધાનશ્રીએ આ પહેલની જાહેરાત કરી હતી, ત્યારથી એકતા નગર પર્યાવરણમિત્ર પ્રવાસનના પ્રતીક રૂપે ઉભરી રહ્યું છે.

નવી ઈ-બસોની ઉમેરવાથી એકતા નગરમાં હવે પ્રવાસીઓ માટે મફત, સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ એકતા નગર ટકાઉ વિકાસ, હરિત ઉર્જા અને સ્માર્ટ ટૂરિઝમના સુમેળનું જીવંત પ્રતિક બની રહ્યું છે.
-૦૦૦-
[10/30, 7:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફલેગ ઓફઃ પ્રવાસીઓ માટે સુવિધાસભર અને હરિત પરિવહન સેવા શરૂઃ*
——–
*દિવ્યાંગજનો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાવાળી ઈ-બસો વડે એકતા નગરમાં પર્યટનને નવી ઊર્જાઃ કુલ ૫૫ ઈ-બસો હવે પ્રવાસીઓની સેવામા*
——–
*હરિત પરિવહન અને ટકાઉ પર્યટન તરફ વડાપ્રધાન મોદીની દ્રષ્ટિ એકતા નગર બન્યું દેશનું ઉદાહરણરૂપ ઈ-સિટી*
——–
*રાજપીપલાઃ ગુરુવારઃ* સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૨૫ નવી ઈ-બસોનું લોકાર્પણ ફલેગ ઓફ આપી કરવામાં આવ્યું. આ સાથે એકતા નગરમાં હવે કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે. વડાપ્રધાનશ્રીએ હરિત પરિવહન અને ટકાઉ પર્યટનના દિશામાં એકતા નગરને દેશના ઉદાહરણરૂપ ઈ-સિટી તરીકે વિકસાવવાની દ્રષ્ટિ રજૂ કરી.

લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ હરિત ધ્વજ લહેરાવી નવી ઈ-બસોને એકતા નગરના માર્ગો પર દોડવાની મંજૂરી આપી. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પ્રવાસીઓએ હરખભેર તાળીઓના ગડગડાટ સાથે વડાપ્રધાનની હરિત પહેલનું સ્વાગત કર્યું.

આ નવી ૯ મીટર લાંબી એસી મિનિ ઈ-બસો એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે, જેથી તેઓ આરામદાયક રીતે ચઢી અને ઉતરી શકશે. ઉપરાંત, મહિલાઓ માટે અલગથી ચાર પિન્ક બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે.

આ અવસરે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, “એકતા નગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.”

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ વડાપ્રધાનના “ભારતનું પ્રથમ ઈ-સિટી” વિઝન હેઠળ તબક્કાવાર રીતે ઈ-કાર, ઈ-રિક્ષા અને ઈ-બસો જેવી હરિત વાહન વ્યવસ્થાઓ શરૂ કરી છે. વર્ષ ૨૦૨૧ના વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે વડાપ્રધાનશ્રીએ આ પહેલની જાહેરાત કરી હતી, ત્યારથી એકતા નગર પર્યાવરણમિત્ર પ્રવાસનના પ્રતીક રૂપે ઉભરી રહ્યું છે.

નવી ઈ-બસોની ઉમેરવાથી એકતા નગરમાં હવે પ્રવાસીઓ માટે મફત, સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ એકતા નગર ટકાઉ વિકાસ, હરિત ઉર્જા અને સ્માર્ટ ટૂરિઝમના સુમેળનું જીવંત પ્રતિક બની રહ્યું છે.
-૦૦૦-
[10/30, 7:54 PM] +91 81289 64121: *સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૧૨૨૦ કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સંપન્નઃ*
——–
*વડાપ્રધાનશ્રી દ્વારા વિવિધ વિકાસકામોની ભેટ મળતા એકતાનગર વિશ્વસ્તરીય ટૂરિઝમ ડેસ્ટિનેશન બનશેઃ*
——–
*એકતાનગર, ગુરૂવાર:* રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ.૧૨૨૦ના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું.

એકતા નગર ખાતે રૂ.૫૬.૩૩ કરોડના ખર્ચે GSEC & SSNNL ક્વાર્ટર્સ, રૂ.૩૦૩ કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન,રૂ.૫૪.૬૫ કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-૧), રૂ.૩૦ કરોડના ખર્ચે ૨૫ ઈ-બસો, રૂ.૨૦.૭૨ કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, રૂ.૧૮.૬૮ કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન), રૂ.૮.૦૯ કરોડના ખર્ચે વોક વે(ફેઝ-૨),રૂ.૫.૫૫ કરોડનો એપ્રોચ રોડ, રૂ.૫.૫૨ કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ ડેપો,રૂ.૪.૬૮ કરોડના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ-૨), રૂ.૩.૧૮ કરોડના ખર્ચે સીસી રોડ,રૂ.૧.૪૮ કરોડના ખર્ચે ડેમ રિપ્લિકા એન્ડ ગાર્ડન,રૂ૧.૦૯ કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું.નવનિર્મિત પ્રોજેક્ટો પ્રવાસીઓને વધારાની સુવિધા પૂરી પાડશે.
……
*ઈ-ખાતમુહૂર્ત થયેલા પ્રોજેક્ટઃ ઈતિહાસ, વારસો અને આધુનિક વિકાસનો સમન્વય*

રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે વડાપ્રધાનશ્રીના હસ્તે ૧૦ મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. આમાં સૌથી મહત્વના છે પ્રોજેક્ટની વાત કરીએ તો રૂ.૩૬૭.૨૫ કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઈન્ડિયા, રૂ.૧૪૦.૪૫ કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર, રૂ.૯૦.૪૬ કરોડના ખર્ચે વીર બાલક ઉદ્યાન, રૂ.૨૭.૪૩ કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાત ટ્રાવેલેટરનું એક્સ્ટેન્શન,રૂ.૨૩.૬૦ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રૂ.૨૨.૨૯ના ખર્ચે ૨૪ મીટર એકતા નગર કોલોની રોડ, રૂ.૧૨.૫૦ કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ, રૂ.૩.૪૮ કરોડના CISF બેરેકસ,રૂ. ૧૨.૫૦ કરોડના ખર્ચે શૂલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ,૧૨.૮૫ કરોડના ખર્ચે રેઇન ફોરેસ્ટ જેવા મહત્વના વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું.
-૦૦૦-
[10/30, 8:25 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1YMX8iOvUEz_nFTuXz5vhgB-lc4T5oN4l
[10/30, 8:26 PM] Dilip Gajjar.Mahiti.Press: PMO photos link of Ekta Nagar events 🙏👆
[10/30, 9:18 PM] Dilip Gajjar.Mahiti.Press: આવતીકાલની પરેડ કાર્યક્રમના ફોટોગ્રાફસ પણ આ જ લીંકમાં અપલોડ થશે જાણ સારૂ👆
[10/30, 10:08 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1983932282529575326?s=46
[10/31, 8:18 AM] Dilip Gajjar.Mahiti.Press: https://www.youtube.com/live/iPnGwh6QWwI?si=OlNBQobgLTonOm86
[10/31, 8:58 AM] Dilip Gajjar.Mahiti.Press: https://www.youtube.com/live/vMI0EMj3tk8?si=_Up8yzMmrQEWWiv-
[10/31, 10:05 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું*
_________
*:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-*

*~ વડાપ્રધાનશ્રીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી*

*~ ‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ*

*~ સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારતનું નિર્માણ કરીએ*
_________
*સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘યુનિટી માર્ચ’ યોજાઈ*

*મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે ‘એકતા શપથ’ લીધા*
_________
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણથી સરદાર પટેલને વડાપ્રધાનશ્રીએ ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે.
સરદારસાહેબની આ પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતિક છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

સરદાર સાહેબને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે 370 દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ પ્રદેશો અને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રચના કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર પટેલની જન્મજયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે,
આજે આયોજિત ‘યુનિટી માર્ચ’ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર થકી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ ‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ, જુસ્સો લોકોમાં જાગ્યો હતો એવો જ જોમ અને જુસ્સો આ વખતે દિવાળી ના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં આપણને જોવા મળ્યો છે.

આપણે સૌ, સરદાર સાહેબને યાદ કરી એક અને નેક બની, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને વિકસિત ભારતનું નિર્માણ કરીએ તેવું મુખ્યમંત્રીશ્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ અને ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે ‘એકતા શપથ’ લીધા હતા.

અમદાવાદ શહેરના મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈનએ સ્વાગત પ્રવચન કરી ‘યુનિટી માર્ચ’માં આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી સરદાર પટેલને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આ ‘યુનિટી માર્ચ’માં ભેગા થયા છીએ. આ ‘યુનિટી માર્ચ’થી રાષ્ટ્રભાવનાની નવી ચેતનાનો સંચાર થયો છે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, આ યુનિટી માર્ચ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત, તંદુરસ્તયુકત ગુજરાત’ને સાર્થક કરશે.

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે ૭.૩૦ વાગ્યે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી.

આ યુનિટી માર્ચમાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન વાઘેલા, સાંસદશ્રીઓ, શહેરના સર્વે ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડક શ્રીમતિ શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે તથા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ.હર્ષદ પટેલ તથા કોર્પોરેટરશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતપ્રેમીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
[10/31, 10:06 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું*
_________
*:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-*

*~ વડાપ્રધાનશ્રીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી*

*~ ‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ*

*~ સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારતનું નિર્માણ કરીએ*
_________
*સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘યુનિટી માર્ચ’ યોજાઈ*

*મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે ‘એકતા શપથ’ લીધા*
_________
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણથી સરદાર પટેલને વડાપ્રધાનશ્રીએ ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે.
સરદારસાહેબની આ પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતિક છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

સરદાર સાહેબને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે 370 દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ પ્રદેશો અને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રચના કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર પટેલની જન્મજયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે,
આજે આયોજિત ‘યુનિટી માર્ચ’ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર થકી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ ‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ, જુસ્સો લોકોમાં જાગ્યો હતો એવો જ જોમ અને જુસ્સો આ વખતે દિવાળી ના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં આપણને જોવા મળ્યો છે.

આપણે સૌ, સરદાર સાહેબને યાદ કરી એક અને નેક બની, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને વિકસિત ભારતનું નિર્માણ કરીએ તેવું મુખ્યમંત્રીશ્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ અને ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે ‘એકતા શપથ’ લીધા હતા.

અમદાવાદ શહેરના મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈનએ સ્વાગત પ્રવચન કરી ‘યુનિટી માર્ચ’માં આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી સરદાર પટેલને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આ ‘યુનિટી માર્ચ’માં ભેગા થયા છીએ. આ ‘યુનિટી માર્ચ’થી રાષ્ટ્રભાવનાની નવી ચેતનાનો સંચાર થયો છે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, આ યુનિટી માર્ચ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત, તંદુરસ્તયુકત ગુજરાત’ને સાર્થક કરશે.

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે ૭.૩૦ વાગ્યે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી.

આ યુનિટી માર્ચમાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન વાઘેલા, સાંસદશ્રીઓ, શહેરના સર્વે ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડક શ્રીમતિ શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે તથા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ.હર્ષદ પટેલ તથા કોર્પોરેટરશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતપ્રેમીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
[10/31, 10:06 AM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1f-fVORFCyAph17WY645boJ6Nth1hpXEN
[10/31, 10:28 AM] Dilip Gajjar.Mahiti.Press: આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પર રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2184451
[10/31, 10:40 AM] Dilip Gajjar.Mahiti.Press: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરાયું

પરેડમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી સબળ નેતૃત્વ સંભાળ્યું

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અવસરે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી સબળ નેતૃત્વ સંભાળ્યું હતું.

આ પેરેડમાં વિવિધ દળો અને બેન્ડોએ ભાગ લીધો હતો. જેમાં સીમા સુરક્ષા બળ (BSF) અને BSF બેન્ડ, આઈટીબીપી (ઇન્ડો-તિબ્બત સીમા પોલીસ),સીઆઈએસએફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ) અને CISF બેન્ડ,આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, ત્રિપુરા વગેરે રાજ્યોની પોલીસ ટુકડીઓ, સીઆરપીએફ બેન્ડ, એસએસબી બેન્ડ, દિલ્લી પોલીસ બેન્ડ, એનસીસી ફૂટ કન્ટીજન્ટ, માઉન્ટેડ કન્ટીજન્ટ (શ્વાન અને અશ્વ દળ), કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડ, તથા ક્લિનિંગ મશીન કન્ટીજન્ટ આ દળોએ રાષ્ટ્રીય એકતા, શાંતિ, શિસ્ત અને મહિલા સશક્તિકરણનો પ્રતિકરૂપ પ્રદર્શન કર્યું હતું. જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ દળોને સલામી આપી હતી.

000000
[10/31, 10:48 AM] Dilip Gajjar.Mahiti.Press: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરાયું

રાષ્ટ્રીય એકતા દિવસના પાવન અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે અનેક આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પોલીસ અને સીઆરપીએફની મહિલા કર્મીઓ દ્વારા સંયુક્ત વેપન ડ્રિલનું નિર્દેશન, સીઆઈએસએફ દ્વારા પારંપરિક યુદ્ધ કલા પ્રદર્શન, આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેર ડેવિલ શો, સી.આર.પી.એફ. દ્વારા હથિયાર વિના લડત (UAC) નું પ્રદર્શન, બીએસએફ દ્વારા ડોગ શો અને એનસીસી દ્વારા “વલ્લભભાઈ સરદાર હમારે” વિષય પર આધારિત વિશેષ પ્રદર્શનના વિવિધ દળો દ્વારા કૌશલ્ય, શક્તિ અને શિસ્તના અદ્દભુત પ્રદર્શનોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

00000
[10/31, 10:51 AM] Dilip Gajjar.Mahiti.Press: *લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી*
~~~~~~~~~~~
*ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ*
—–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
—–
*દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું ઐકયભાવનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય:વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી*
—–

અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે.
આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. ૩૧ ઓક્ટોબરને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ની પ્રેરણાથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે વર્ષ ૨૦૧૪થી ઉજવી રહ્યા છીએ તેમ પણ તેમણે કહ્યું હતું.

વડાપ્રધાનશ્રીના સંકલ્પ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સૌને સાથે મળીને એકતાના કાર્યમંત્રને સિદ્ધ કરીને આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ હાકલ કરી હતી.

ગુજરાતનાં સપૂત, લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબની જન્મ જયંતી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે ઐકયભાવ આપવા માટેનો છે. આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય છે. અધ્યક્ષશ્રીએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દરેક ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વિધાનસભા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ શ્રી આશિષ દવે અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, વિધાનસભાના સચિવ શ્રી સી. બી પંડયા સહિત અધિકારીઓ-કર્મચારીઓ તેમજ અગ્રણીઓ, નગરજનોએ સરદાર સાહેબની પ્રતિમા-તૈલચિત્રને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પી હતી.
——
[10/31, 10:57 AM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/7fMy1FQGN7S4SoSv9
[10/31, 11:43 AM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1YMX8iOvUEz_nFTuXz5vhgB-lc4T5oN4l
[10/31, 12:41 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
*અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી ઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે વિતરણ ૧લી નવેમ્બરથી શરૂ થશે*
*****
દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તથા રેશનકાર્ડ લાભાર્થીને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજવસ્તુનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.જે અંતર્ગત તુવેરદાળ, ચણા , ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો નિયમિત પણે લાભ રેશનકાર્ડધારકો રાહતદરે મેળવે છે.

રાજ્ય સરકારની યોજના હેઠળ તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠા સાથે જન્માષ્ટમી અને દિવાળીનાં તહેવાર દરમિયાન સીંગતેલ તથા વધારાની ખાંડનો વિતરણ રાહતદરે કરવામાં આવે છે. જે સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે.

માહે નવેમ્બર-૨૦૨૫ માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે ૭૫ લાખથી વધુ કુટુંબોની ૩.૨૫ કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનાં ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેના નાણાની ભરપાઈ પણ થયેલ છે. તથા બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી આવશ્યક ચીજવસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે. જે અંતર્ગત વિતરણ ૧લી નવેમ્બરથી શરૂ થનાર છે.

વાજબી ભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે બાબતે તેઓ દ્વારા અનાજનાં જથ્થાનાં વિતરણ સંદર્ભે વિવિધ કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમનાં ભાગરૂપે રૂ.૨૦,૦૦૦ વાજબી ભાવની દુકાનનાં સંચાલકશ્રીનાં બેંકખાતામાં નિયમિત પણે દર માસે ચુકવવામાં આવે છે. આ રૂ.૨૦,૦૦૦ કમિશનની તફાવતની રકમનો સમગ્ર ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજયમાં જ મિનિમમ રૂ.૨૦,૦૦૦ કમિશનની રકમ વાજબી ભાવના દુકાનદારોને ચુકવવામાં આવે છે. કમિશનની તમામ વિગતો વાજબી ભાવની દુકાનદારનાં લોગ ઇનમાં e-passbookમાં ઉપલબ્ધ છે. હાલની તેઓની મિનિમમ કમિશન રૂ.૩૦,૦૦૦ પ્રતિમાસની જે માંગણી છે તે નિતિ વિષયક છે.

વાજબી ભાવની દુકાનદારોને મળતા વિવિધ કમિશનનું ચુકવણું દર માસે નિયમિતપણે સમયસર કરવામાં આવે છે. સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી તમામ કમિશનની રકમનાં ચુકવણાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે.

વાજબી ભાવની દુકાનદાર દ્વારા જે પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવે છે તે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવે છે. તાજેતરમાં એસોસિએશન દ્વારા જે માંગણીઓ રજુ કરવામાં આવેલ છે. તે પૈકી ઘણી માંગણીઓ નિતિ વિષયક છે. જે રાજય સરકારનાં વિચારણા હેઠળ છે. અનાજનાં જથ્થાનાં વિતરણથી અળગા રહેવા બાબત આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી રેશનકાર્ડધારકોને વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી. જે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.

વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત કોઈપણ લાભાર્થી પોતાની પસંદગી મુજબ સમગ્ર રાજયમાં તથા સમગ્ર દેશમાં પોતાની બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરીને અનાજનાં જથ્થાનો લાભ મેળવી શકે છે. આ યોજનાની અમલવારી શરૂ થયેથી ટોટલ ૧ કરોડથી વધુ લાભાર્થીઓએ આ યોજનાનો લાભલીધેલ છે. જે બાબતે સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે.

તાજેતરમાં વાજબી ભાવની દુકાન ખાતે ડોર સ્ટેપ ડિલિવરીનાં માધ્યમથી આવશ્યક ચીજવસ્તુનો જથ્થો પહોંચે તે બાબતે મંત્રીશ્રીની સુચના અનુસાર ગ્રામ્ય તકેદારી સમિતિ અથવા શહેરી તકેદારી સમિતિનાં સભ્યોનાં બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે ૮૦% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કાર્યવાહી થવા ઠરાવેલ છે. જે અંતર્ગત મંત્રીશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક અંતર્ગત ઠરાવનાં અમલીકરણનાં તબક્કામાં જરૂરી પરિપત્ર દ્વારા સુચના આપવામાં આવેલ છે. જે પૈકી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી ઓછા માં ઓછાં ૫૦% સભ્યોનાં બાયોમેટ્રિક/ઓ.ટી.પી બેઇઝડ વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી સમયે લેવાનાં રહેશે એમ નાયબ નિયામક,અન્ન નાગરિક પુરવઠા કચેરી,ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.
*******
[10/31, 1:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગરવાસીઓએ લગાવી એકતા દોડ*
૦૦૦૦૦૦
*ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો કરાવ્યો શુભારંભ*
૦૦૦૦૦૦
*શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સ્વર્ણિમ પાર્ક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૩૧ ઓક્ટોબર – લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સ્વર્ણિમ પાર્ક ખાતે આવેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી ફલેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો શુભારંભ કરાવ્યો હતો.
આ દોડ સ્વર્ણિમ પાર્ક ખાતેથી મહાત્મા મંદિર, ટાઉનહોલ થઈ ફરી સ્વર્ણિમ પાર્ક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા.
એકતાની આ દોડમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ક્લેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, એસ.પી.શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિત અન્ય મહાનુભાવો તથા પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના જવાનો, ડી.એલ.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી એકતા પર્વની ઉજવણી કરી હતી.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[10/31, 1:24 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1Tn_wHhDw7V46B9LSeF7Npv3WGwrFglz0?usp=sharing
[10/31, 1:24 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1bd0l9vq15EnVB350sSt-uL-31-zvSL0T?usp=sharing
[10/31, 2:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું*
એકતા પરેડમાં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦ ટેબ્લો પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરી રાજયના ટેબ્લોએ પોતાના રાજયની વિવિધ સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા “એકત્વ” થીમને પ્રતિબિંબિત કરતા ટેબલોઝ રજુ થયા હતા.

*ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા*
એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવી હતી. જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો. બન્ને મહાનુભાવોની પ્રતિમા સાથેનો ટેબ્લોએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો અનેરો સંદેશો આપ્યો હતો.
ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર ઉપરાંત કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું હતું. જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવી હતી.
[10/31, 2:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *એકતા પરેડની ઝલક*
. . . . . . . . . . . . . . . . .
* ભારત દેશના રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સીએપીએફ, પોલીસદળોના ૫૪ જેટલા ધ્વજોએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.
* ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત ૮૦૦ કલાકારો દ્વારા લોહપુરુષ નમસ્તુમ્યમ પર ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરતી અવિસ્મરણીય કૃતિ રજુ કરી હતી.
* સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે બે હેલિકોપ્ટરો દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને ભાવવંદના કરી હતી.
* બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત વંદેમાતરમ ગીતની રચનાના ૧૫૦ વર્ષના અવસરે ૧૦૦ જેટલા સંગીતકારોએ તાસા, શરણાઈ, કરતાલો સાથે પ્રદર્શન રજુ કર્યું હતું.
* સીઆઈએસએફની મહિલા વિરાંગાનાઓએ સાહસ અને શૌર્ય કૃતિ પ્રસ્તુત કરી હતી.
* CRPF ના મહિલા કર્મચારીઓ માર્શલ આર્ટ્સ અને નિઃશસ્ત્ર લડાઇ કવાયતોનું પ્રદર્શન કર્યુ હતું. હથિયાર વિના યુધ્ધમાં વિજય મેળવી શકાય તે માટે સેવા અને નિષ્ઠાના ભાવ સાથે દિલધડક કરતબો રજુ કર્યા હતા. જેમાં ૩૬ પુરુષ અને ૬ મહિલાઓએ ભાગ લીધો હતો.
* ભારતીય વાયુસેનાના નવ વિમાનો દ્વારા ઓપરેશન સૂર્યકિરણ એર શોનું અદ્દભુત પ્રદર્શન રજુ કર્યું હતું. નવ ઝાંબાજ પાયલોટોની ટીમે આકાશી કરતબો રજૂ કરી સરદાર સાહેબને આકાશી સેલ્યુટ આપી હતી.
[10/31, 2:13 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સ્વદેશી શ્વાનોનું અદ્દભુત ગૌરવનું પ્રદર્શન*
—–
એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભારતીય શ્વાનોનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. દેશની સીમા સુરક્ષાને મજબુત બનાવવા માટે સીમા સુરક્ષા બળના રાષ્ટ્રીય શ્વાન કેન્દ્ર દ્વારા ભારતીય નસ્લના શ્વાનોને પ્રશિક્ષણ આપીને તાલીમબદ્ધ કરાયા છે. ઉત્તરપ્રદેશના રામપુરા અને મહારાષ્ટ્રના દેશી નસ્લના શ્વાનોને તાલીમબદ્ધ કરીને સુરક્ષા દળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્વાનોએ ૧૮ ફુટની દિવાલ જમ્પ, ૨૦ ફુટના દાદરની ચડાઈ, આંખો બંધ કરીને પુલોને પાર કર્યા હતો. પહાડી રસ્તાઓ આગળ વધવા માટે તાલીમ અંગે પ્રદર્શન રજુ કર્યું હતું. સ્વદેશી શ્વાનોની જાતિઓ – રામપુર શિકારી શ્વાનોએ તેમની કુશળતા દર્શાવી હતી. આ જાતિઓએ BSF કામગીરી દરમિયાન બળ ગુણાકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપીને આત્મનિર્ભર ભારતની ભાવનાને મૂર્તિમંત કરી હતી. ભારતની આત્મનિર્ભરતા, સ્વદેશી ગૌરવ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી ઉદાહરણ પૂરૂ પાડયું હતું.
[10/31, 2:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘ઓપરેશન સિન્દૂર’માં સાહસ અને બહાદુરીથી શ્રેષ્ઠ કામગીરી કરનાર શૌર્યચક્ર વિજેતા ૨૧ અધિકારીઓ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં એકતાનગરની મુલાકાતે*

કેવડિયા, ગુજરાત – [૩૧/૧૦/૨૦૨૫]:
‘ઓપરેશન સિન્દૂર’ દરમિયાન સાહસ, બહાદુરી અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ શૌર્યચક્રથી સન્માનિત થયેલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ અને જવાનો આજે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.

દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ તમામ અધિકારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રની એકતા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.

એકતા નગર ખાતે ઉપસ્થિત BSFના શૌર્યચક્ર વિજેતા અધિકારીઓ
૧. શ્રી રવિન્દ્ર રાઠોડ, ડીસી
૨. દેવિલાલ, ઈન્સ્પેક્ટર
૩. સાહિબસિંહ, હેડ કૉન્સ્ટેબલ
૪. કનવરજસિંહ, કૉન્સ્ટેબલ
૫. રાજપ્પા બી.ટી., આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
૬. મનોહર ઝાલ્કો, કૉન્સ્ટેબલ
૭. ઉદયવીરસિંહ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
૮. શ્રી આલોક નેગી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ
૯. વ્યાસદેવ, સબ ઈન્સ્પેક્ટર
૧૦. સુદ્દી રબ્બા, કૉન્સ્ટેબલ
૧૧. અભિષેક શ્રીવાસ્તવ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ
૧૨. ભૂપેન્દ્ર બાજપાઈ, કૉન્સ્ટેબલ
૧૩. બસવરાજપા શિવાપ્પા સુંકડા, કૉન્સ્ટેબલ
૧૪. બૃજમોહનસિંહ, હેડ કૉન્સ્ટેબલ
૧૫. દિપેશ્વર બર્મન, કૉન્સ્ટેબલ
૧૬. રાજનકુમાર, કૉન્સ્ટેબલ

એકતા નગર ખાતે ઉપસ્થિત CRPFના શૌર્યચક્ર વિજેતા અધિકારીઓ
૧. વિક્રાંતકુમાર, ડીસી
૨. જેફ્રી હમિંગચુલ્લો, ઈન્સ્પેક્ટર
૩. સદ્દામ હુસેન, કૉન્સ્ટેબલ
૪. ફેદા હુસેન, કૉન્સ્ટેબલ
૫. સંજય તિવારી, કૉન્સ્ટેબલ

એકતા અને વીરતાનું પ્રતિક
આ બહાદુર અધિકારીઓ અને જવાનોની એકતા નગરની મુલાકાત રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ બની રહી હતી. રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ સરદાર પટેલના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શોનું જીવંત પ્રતિબિંબ છે. તેમના સાહસ અને સેવા ભાવના દેશની સુરક્ષા અને શાંતિ માટેની તેમની અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
[10/31, 2:55 PM] Dilip Gajjar.Mahiti.Press: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2184577
[10/31, 3:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી*

*સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ*

*-વડાપ્રધાનશ્રી-*

*આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, સુરક્ષા અને સન્માન માટે ક્યારેય સમાધાન કરતું નથી*

*દેશની એકતા અને અખંડિતતા માટે ચાર સ્તંભો આધારિત સરકાર દ્વારા જનજનને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે*

*જ્યાં સુધી દેશ નક્સલવાદ-માઓવાદના આતંકથી પૂરી રીતે મુક્ત નહીં થાય, ત્યાં સુધી આ સરકાર જંપશે નહી*

*સમગ્ર દેશમાં કરોડો લોકોએ આજે એકતાના શપથ લીધા છે, જે દેશની એકતાને પ્રોત્સાહન આપવાના સંકલ્પનું પ્રતીક છે*
———-
રાજપીપળા, શુક્રવાર :- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ યોજવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ ભારત માતાની ભક્તિ દેશના દરેક નાગરિકની સૌથી મોટી પૂજા છે, તેમ કહી દેશની એકતા અને અખંડિતતા માટે ચાર સ્તંભો આધારિત સરકાર દ્વારા જનજનને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાદપૂજન કરીને કર્યો હતો.

‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના મજબૂત કરતા વડાપ્રધાનએ કહ્યું કે એકતા રાષ્ટ્ર અને સમાજના અસ્તિત્વનો મૂળ આધાર છે; જ્યાં સુધી સમાજમાં એકતા છે, ત્યાં સુધી રાષ્ટ્રની અખંડિતતા સુરક્ષિત છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ પહોંચવા માટે એકતા તોડનારા દરેક ષડયંત્રને એકતાની તાકાતથી વિફળ બનાવવું પડશે. ભારતની એકતાના ચાર મજબૂત આધારસ્તંભ છે: પ્રથમ, સાંસ્કૃતિક એકતા, જે હજારો વર્ષોથી રાજકીય પરિસ્થિતિઓથી અલગ ભારતને એક ચેતના રાષ્ટ્ર બનાવે છે.

ભારતની એકતાનો બીજો સ્તંભ ભાષાની એકતા છે, જ્યાં સેંકડો ભાષાઓ અને બોલીઓ દેશની ખુમારી, રચનાત્મક વિચારસરણી અને વિવિધતાનું જીવંત પ્રતીક છે. કોઈ સમાજ, સત્તા કે સંપ્રદાયે ક્યારેય ભાષાને હથિયાર બનાવીને એકને થોપવાનો પ્રયાસ કર્યો નથી.

રાષ્ટ્રીય એકતાનો ત્રીજો સ્તંભ ભેદભાવમુક્ત વિકાસ છે, ગરીબી અને ભેદભાવ સામાજિક તાણાવાણાની સૌથી મોટી નબળાઈ છે. સરદાર પટેલ ગરીબી વિરુદ્ધ દીર્ઘકાલીન યોજના પર કામ કરવા માગતા હતા અને કહેતા કે જો આઝાદી 10 વર્ષ વહેલી મળી હોત, તો 1947 સુધીમાં ભારત અન્ન સમસ્યાના સંકટથી મુક્ત થઈ ગયું હોત. તેમણે રજવાડા વિલીનીકરણ જેવા પડકારને ઉકેલ્યા તેમ અન્નની અછતના પડકારને પણ હલ કર્યા હોત. આ સરકારે તેમના અધૂરા સંકલ્પને પૂરો કરીને એક દાયકામાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.

એકતાનો ચોથો અને અંતિમ સ્તંભ કનેક્ટિવિટી – દિલોનું જોડાણ છે, જે આધુનિક ભારતને વિશ્વના કેન્દ્રમાં લાવી રહ્યો છે. રેકોર્ડ હાઈવે-એક્સપ્રેસવે, વંદે ભારત અને નમો ભારત જેવી ટ્રેનો દ્વારા રેલને ટ્રાન્સફોર્મ કરી, નાના શહેરોને એરપોર્ટ્સથી જોડીને ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધીના અંતરો ઘટાડ્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સરદાર પટેલ ઇતિહાસ લખવામાં સમય વેડફવા કરતા ઇતિહાસ બનાવવા માટે મહેનત કરવાના હિમાયતી હતા. જેમણે નીતિઓ અને નિર્ણયો દ્વારા આઝાદી પછી ૫૫૦થી વધુ રજવાડાઓને એકસૂત્રે બાંધી દેશને એક બનાવ્યો હતો. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો વિચાર તેમના માટે સર્વોપરી હતો. કેન્દ્ર સરકારની કાર્યનીતિમાં ભારતની એકતા-અખંડિતતાનો આ વિચાર મુખ્ય સ્થાને છે.

રાષ્ટ્રીય એકતા દિવસ એકતાનું મહાપર્વ છે, તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, જેમ આપણે ૧૫ ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ અને 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ગૌરવપૂર્વક મનાવીએ છીએ, તેમ આ દિવસ પ્રેરણા, ગર્વ અને સંકલ્પની પવિત્ર પળ છે. સમગ્ર દેશમાં કરોડો લોકોએ આજે એકતાના શપથ લીધા છે, જે દેશની એકતાને પ્રોત્સાહન આપવાના સંકલ્પનું પ્રતીક છે.

એકતા નગરમાં એકતા મોલ અને એકતા ગાર્ડન જેવા પ્રયાસોના ઉલ્લેખ સાથે વડાપ્રધાનએ એમ કહ્યું કે, દેશની એકતાને નુકસાન પહોંચાડે એવી વાતો કે વિચારોથી દુર રહેવું જોઇએ. આ માત્ર રાષ્ટ્રીય કર્તવ્ય જ નહી પરંતુ, સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ પણ છે. ભારત માતાની ભક્તિ એ દેશના દરેક નાગરિકો માટે સૌથી મોટી પૂજા છે અને આજના યુગમાં દેશની આ જરૂરિયાત છે, જે દરેક ભારતીય માટે સંદેશ, સંકલ્પ અને કાર્યપથનું માર્ગદર્શન કરે છે.

દેશના સાર્વભૌમત્વને જ પોતાનું એક માત્ર લક્ષ્ય માનનારા સરદાર પટેલની નીતિઓની યાદ અપાવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે તેમના નિધન પછીના વર્ષોમાં તત્કાલીન સરકારોમાં આ ગંભીરતા અને અડગતા ઓછી રહી હતી. કાશ્મીરમાં થયેલી ભૂલો, પૂર્વોત્તરમાં ઉભી થયેલી સમસ્યાઓ અને દેશભરમાં ફૂલેલો નક્સલવાદ-માઓવાદી આતંક દેશના સાર્વભૌમત્વ માટે પડકારરૂપ હતા. પરંતુ તત્કાલિન સરકારોએ સરદાર પટેલની નીતિઓને અનુસરવાને બદલે દેશના સાર્વભૌમત્વ પ્રત્યે આંખમિંચામણા કર્યા હતા. જેના વિપરીત પરિણામો હિંસા, રક્તપાત અને દેશના વિભાજનના રૂપમાં દેશે ભોગવ્યા હતા.

સરદાર પટેલ અખંડ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્નશિલ રહ્યા હતા. કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે સરદાર સાહેબે આપેલા સૂચનોનો જો અમલ કરવામાં આવ્યો હોત તો આજે સંપૂર્ણ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હોત. પરંતુ તત્કાલીન સરકારે તેમની આ ઈચ્છા પૂરી થવા દીધી નહીં.

કાશ્મીરને અલગ વિધાન અને અલગ નિશાન આપી વિભાજિત કરવામાં આવ્યું, જે તત્કાલિન સરકારની લાચાર નીતિઓનું પરિણામ હતું. આ ભૂલની આગમાં દેશ દાયકાઓ સુધી સળગતો રહ્યો, કારણ કે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં ગયો અને ત્યાંથી રાજ્ય-પ્રાયોજિત આતંકવાદને હવા મળી, જેની કિંમત દેશે અનેક જીવનો અને સંસાધનોના રૂપમાં ચૂકવી હતી, તેમ તેમણે જણાવ્યું હતુ.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે સરદાર પટેલના એક ભારતના વિઝનને ભૂલાવી દીધું હતું, પરંતુ 2014 પછી સમગ્ર દેશે તેમની પ્રેરણાથી અડગ ઈચ્છાશક્તિનો અનુભવ કર્યો છે. આર્ટિકલ 370ની બેડીઓ તોડી કાશ્મીરને સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યું છે, જેના કારણે પાકિસ્તાન અને આતંકના આકાઓને ભારતની અસલી તાકાતની સાચી ઓળખ થઈ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ સમગ્ર વિશ્વને બતાવ્યું કે જો કોઈ ભારત ઉપર આંખ ઊંચી કરશે, તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. દરેક વખતે પહેલા કરતા મોટો, વધુ નિર્ણાયક જવાબ આપે છે. આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે પોતાની સુરક્ષા અને સન્માન સાથે ક્યારેય સમજૂતી કરતું નથી.

રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષમાં ભારતની સૌથી મોટી સફળતા નક્સલવાદ-માઓવાદી આતંકની કમર તોડવાની છે, તેમ જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતુ કે, 2014 પહેલાં દેશની અંદર નક્સલીઓ પોતાની હકૂમત ચલાવતા, બંધારણનું પાલન થતું નહોતું, પોલીસ-પ્રશાસન લાચાર દેખાતું, રસ્તાઓ-સ્કૂલો-હોસ્પિટલો પર હુમલા થતા અને નવા ફરમાન જારી થતા. પરંતુ આ સરકારે તેના ઉપર પ્રચંડ પ્રહાર કર્યા, અર્બન નક્સલીઓ અને તેમના સમર્થકોને જડબાતોડ જવાબ આપ્યો, વૈચારિક લડાઈ જીતી અને નક્સલી વિસ્તારોમાં જઈને તેને મ્હાત આપી.

એકતા નગરની ધરતી ઉપરથી સરદાર પટેલના સાનિધ્યમાં વડાપ્રધાનશ્રીએ મક્કમ નિર્ધાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, જ્યાં સુધી દેશ નક્સલવાદ-માઓવાદના આતંકથી પૂરી રીતે મુક્ત નહીં થાય, ત્યાં સુધી આ સરકાર જંપશે નહી.

દેશની આંતરિક સુરક્ષાનો મોટો ખતરો ઘૂસણખોરો પણ છે, જેઓ દાયકાઓથી વિદેશી ઘૂસણખોરો તરીકે આવીને દેશવાસીઓના સંસાધનો પર કબજો કરે છે, ડેમોગ્રાફીનું સંતુલન બગાડે છે અને એકતા પર પ્રહાર કરે છે. ભૂતકાળની સરકારોએ વોટબેંકની રાજનીતિ માટે આંખ મીચી રાખી હતી, પરંતુ હવે પહેલી વખત દેશે આ મોટા ખતરા વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવાનું નક્કી કર્યું છે અને લાલ કિલ્લા પરથી ‘ડેમોગ્રાફી મિશન’નું ઐતિહાસિક એલાન પણ કર્યુ છે.

આ વિષયને ગંભીરતાથી ઉઠાવતા વડાપ્રધાનશ્રીએ ચેતવણી આપતા જણાવ્યું કે, કેટલાક લોકો દેશહિત કરતાં પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપીને ઘૂસણખોરોને અધિકાર અપાવવા માટે રાજકીય લડાઈ લડી રહ્યા છે, જેમને દેશનું ભૂતકાળની જેમ વિભાજન થાય તો પણ કોઈ ફરક નથી પડતો. પરંતુ સચ્ચાઈ એ છે કે જો દેશની સુરક્ષા અને ઓળખ ખતરામાં આવશે, તો દરેક વ્યક્તિને જોખમ થશે. તેથી રાષ્ટ્રીય એકતા દિવસ પર ફરીથી સંકલ્પ લઈએ કે આપણે ભારતમાં રહેતા દરેક ઘૂસણખોરને બહાર કાઢીને જ રહીશું, જેથી રાષ્ટ્રની અખંડિતતા અને અસ્તિત્વને મજબૂત કરી શકીએ.

ભૂતકાળની સરકારોએ દેશની વિભૂતિઓને અપમાનિત કરી હતી. આ સરકારે તેમને સન્માન આપવાનું મહાકાર્ય કર્યું છે. તેના સ્મારકો બનાવી યશોચિત સન્માન પણ આપ્યું છે. અંગ્રજો દ્વારા મળેલી ગુલામીની માનસિક્તા બદલી છે.

સરદાર પટેલની ભાવના યાદ કરતા વડાપ્રધાનએ કહ્યું કે તેઓને સૌથી વધુ ખુશી દેશ માટે કામ કરવામાં મળતી હતી, અને આજે પણ આ જ આહ્વાન છે – માતૃભારતીની સાધના દરેક દેશવાસીની સૌથી મોટી આરાધના છે. જ્યારે ૧૪૦ કરોડ ભારતવાસીઓ એકસાથે ઊભા થાય છે, તો ખડકો પણ રસ્તો છોડી દે છે; જ્યારે એક સ્વરમાં બોલે છે, તો તે શબ્દો ભારતની સફળતાનો ઉદ્ઘોષ બને છે. આપણે વહેંચાશું નહીં, નબળા પડીશું નહીં; ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મજબૂત કરી વિકસિત અને આત્મનિર્ભર ભારતના સપના પૂરા કરીશું.
વડાપ્રધાનશ્રીએ એકતા પરેડ બાદ માર્ગ ઉપર ફરીને ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ વેળાએ સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

0000
[10/31, 4:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરમાં ભારત પર્વ-2025નો શનિવારે પ્રારંભ કરાવશે*

*1 થી 15 નવેમ્બર, 2025 સુધી યોજાનારા આ ભારત પર્વમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર થશે*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગરમાં 1 નવેમ્બર, શનિવારે સાંજે ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવશે*
*નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડો.જયરામ ગામીત પણ આ અવસરે સહભાગી થવાના છે*
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણથી આ વર્ષે એકતાનગર ખાતે આ ઉજવણી દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી જેમ જ ભવ્ય રીતે કરવામાં આવી રહી છે.

આ ઉજવણી અંતર્ગત 1 થી 15 નવેમ્બર, 2025 સુધી યોજાનારા ભારત પર્વમાં દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અનેક સાંસ્કૃતિક તથા દેશભક્તિના કાર્યક્રમો દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરવામાં આવશે.

ભારત સરકારના પર્યટન મંત્રાલય અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે ભારત પર્વ પ્રથમ વખત એકતાનગર ખાતે યોજાઈ રહ્યો છે.

ભારત પર્વમાં ભારતની વિવિધ સાંસ્કૃતિક વિરાસત, ખાન-પાન પરંપરા અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે. તેમજ દરરોજ સાંજે બે અલગ અલગ રાજ્યો અનોખી પરંપરાઓ અને કલા પફોર્મ્સનું પ્રદર્શન થશે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુન્ડા જયંતી નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ પણ યોજાશે.

ભારત પર્વમાં જંગલ સફારી પાસે 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે.

આ ઉપરાંત 55 હસ્તકલા સ્ટોલમાં ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકળાઓ પ્રદર્શિત કરાશે. ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવાશે.

[10/31, 6:46 PM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું*
_______
*~ આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે :- નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
_______
*31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેશે*
_______
*અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે સ્પર્ધાનું આયોજન*
_______
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું હતું.

31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેવાના છે. જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને અંડમાન-નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરતા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌપ્રથમ દેશભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકોનું સ્વાગત કરી આવકાર્યા હતા અને અભિનંદન આપ્યા હતા.
શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન અહીં ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ અપાય છે. શૂટિંગના ખેલાડીઓને તૈયાર કરવામાં આ એસોસિએશન મહત્વનું યોગદાન આપે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે, કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ થયું છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ફક્ત 28 મહિનામાં જ વર્લ્ડ ક્લાસ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ થયું છે.

શ્રી હર્ષ સંઘવીએ વધુ ઉમેરતાં કહ્યું કે, અમદાવાદના આંગણે આયોજિત સ્પર્ધામાં દેશભરમાંથી 4600થી વધુ શૂટરો ભાગ લઈ રહ્યા છે તે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર અને 50 મીટર પિસ્ટલ ઇવેન્ટ્સનો સમાવેશ કરાયો છે જે ઓલિમ્પિક રમતોમાંની એક છે.

આ સ્પર્ધાની શરૂઆત નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા 1991માં કરવામાં આવી હતી, શ્રી જી.વી. માવલંકર, લોકસભાના પ્રથમ અધ્યક્ષ અને NRAIના પ્રથમ પ્રમુખ હતા તેમની સ્મૃતિમાં કરાઈ હતી. અમદાવાદ 10મી વાર આ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે.

આ પ્રસંગે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર ઉપપ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરક શાહ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના આયોજક સચિવ શ્રી અતુલ બારોટ, શ્રી જયેશ મોદી, શ્રી ગગન નારંગ અને શ્રી ઋષિરાજ બારોટ જેવા ખેલાડીઓ અને મોટી સંખ્યામાં શૂટરો તથા રાઇફલ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
….
[10/31, 7:32 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
*રાજય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈને વીસંગતતા, તેમજ પાક નુકસાની સર્વે મામલે રાજય સરકારનું જુઠ્ઠાણું અંગેના સમાચાર સત્યથી વેગળા : કૃષિ મંત્રી શ્રી*
********
*આકસ્મિક કમોસમી વરસાદની પરીસ્થિતિમાં વિવિધ પાકોની કાપણીની અવસ્થાઓ ધ્યાને લઇ તાત્કાલીક કાર્યવાહી થઇ શકે તે માટે જીલ્લા વહીવટીતંત્રને દિન-૭ માં સર્વે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી જ છે જેથી ખેડૂતોને અફવાઓમાં ન આવવા અપીલ*
*********
રાજય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈને વીસંગતતા, તેમજ પાક નુકસાની સર્વે મામલે સરકારનું જુઠ્ઠાણું, ખેડૂતો ભડક્યા અંગેના અહેવાલો અમુક દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થયા છે તે તથ્યહીન, સત્યથી વેગળા અને ભૂલ ભરેલા અર્થઘટન સાથેના છે એમ કૃષિ મંત્રીશ્રી દ્વારા જણાવાયું છે.

મંત્રીશ્રી એ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ અહેવાલમાં મગફળીના દાણામાં ડેમેજ હશે તેમાં જ નુકસાની ગણાશે તેવા અહેવાલ પ્રસિધ્ધ કરાયા છે તે સંપૂર્ણ તથ્યહિન છે. રાજય સરકાર દ્વારા આ મુજબ નુકસાનીના પ્રકાર ગણવાની કોઈપણ પ્રકારની સૂચનાઓ પ્રસિદ્ધ કરાઈ નથી અને તા.૩૦/૧૦/૨૦૨૫ના પત્રથી ઓક્ટોબર-૨૦૨૫ માસમાં છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અસરગ્રસ્ત થયેલ ખેતી પાકોમાં નુકસાનીના નિયમોનુસાર તેમજ અસરગ્રસ્તો ખેડૂતોને તકલીફ ના પડે તેમ સર્વે માટે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દિન-૭ માં સર્વે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત “સરકારના મૌખિક આદેશમાં સર્વે માટે ૭ દિવસ અને અને પરિપત્રમાં ૨૦ દિવસમાં સર્વે ને લઈને વીસંગતતા” નાં અહેવાલ પણ ભૂલ ભરેલા ખોટા અર્થઘટન સાથેના તથા તથ્યહીન છે. તો આવી અફવાઓ અને ખોટી વાતોમાં ન આવવા ખેડુત ભાઇઓ-બહેનોને અપીલ કરાઈ છે.

આ અહેવાલોમાં જે ૨૦ દિવસમાં સર્વે પૂર્ણ કરવાના પરિપત્રનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે હાલની કુદરતી આપત્તિની ઘટનાના ઘણા સમય પહેલા તા.૧૨/૦૫/૨૦૨૫ તથા તા.૨૩/૦૯/૨૦૨૫ નાં રોજ ખરીફ, રવિ અને ઉનાળુ સિઝનમાં પાક નુકસાનીના ડીજીટલ સર્વે  માટેની સ્થાયી અને કાયમી સૂચનાઓ અંગેનો ઠરાવ છે અને ૨૦ દિવસની સર્વેની સમયમર્યાદા મહત્તમ સમયમર્યાદા દર્શાવેલ છે. જેમાં ફેરફાર કરી શકાય છે.

આ ઉપરાંત, હાલની આકસ્મિક કમોસમી વરસાદની પરીસ્થિતિમાં વિવિધ પાકોની કાપણીની અવસ્થાઓ ધ્યાને લઇ તાત્કાલીક કાર્યવાહી થઇ શકે તે માટે જીલ્લા વહીવટીતંત્રને દિન-૭ માં સર્વે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે.

આમ, રાજય સરકાર દ્વારા કુદરતી આપત્તિના પ્રકાર, વખતોવખતની સ્થળ પરીસ્થીતી અને સંજોગો ધ્યાને લઇ સર્વે કરવા અંગેની સમયમર્યાદા અને વહીવટી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જેથી સમયમર્યાદાની બાબતમાં કોઈ વિસંગતતા નથી. નુકસાનના પ્રકાર અને મગફળીનાં દાણા ઉગ્યો છે કે કેમ તે ચકાસવાની કોઇ સુચના સરકારશ્રી કક્ષાએથી મૌખિક કે લેખિત આપેલ નથી. જેથી ખોટી વાતો ફેલાવનારાઓથી ખેડુત સમાજ્ને ગેર માર્ગે દોરાઇને વાતમાં ન આવવા ફરી વિનંતિ અને અપીલ છે.

આથી હાલની કમોસમી વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઇ તમામ જિલ્લાઓને સર્વેની કામગીરી ફીઝીકલ તેમજ જરૂરીયાત મુજબ ડીઝીટલ માધ્યમથી કરવા અને સરળતાથી અને કોઇપણ અસરગ્રસ્ત ખેડુતને મુશ્કેલી ના પડે તે રીતે દીન-૭ માં સર્વે પુર્ણ કરવા સુચનાઓ આપવામાં આવેલ છે.
*******
[10/31, 9:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી હાલ પૂરતી મોકૂફ*
******************
*ટેકાના ભાવે ખરીદીની હવે પછીની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે*
******************
ગુજરાતમાં ખરીફ-૨૦૨૫માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૫ને ધ્યાને રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી.

હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમજ કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પણ નોંધાયો છે. રાજ્યમાં સર્જાયેલી આ કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનું આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ કરવાની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

નિતિન રથવી

[10/31, 6:46 PM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું*
_______
*~ આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે :- નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
_______
*31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેશે*
_______
*અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે સ્પર્ધાનું આયોજન*
_______
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું હતું.

31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેવાના છે. જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને અંડમાન-નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરતા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌપ્રથમ દેશભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકોનું સ્વાગત કરી આવકાર્યા હતા અને અભિનંદન આપ્યા હતા.
શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન અહીં ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ અપાય છે. શૂટિંગના ખેલાડીઓને તૈયાર કરવામાં આ એસોસિએશન મહત્વનું યોગદાન આપે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે, કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ થયું છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ફક્ત 28 મહિનામાં જ વર્લ્ડ ક્લાસ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ થયું છે.

શ્રી હર્ષ સંઘવીએ વધુ ઉમેરતાં કહ્યું કે, અમદાવાદના આંગણે આયોજિત સ્પર્ધામાં દેશભરમાંથી 4600થી વધુ શૂટરો ભાગ લઈ રહ્યા છે તે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર અને 50 મીટર પિસ્ટલ ઇવેન્ટ્સનો સમાવેશ કરાયો છે જે ઓલિમ્પિક રમતોમાંની એક છે.

આ સ્પર્ધાની શરૂઆત નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા 1991માં કરવામાં આવી હતી, શ્રી જી.વી. માવલંકર, લોકસભાના પ્રથમ અધ્યક્ષ અને NRAIના પ્રથમ પ્રમુખ હતા તેમની સ્મૃતિમાં કરાઈ હતી. અમદાવાદ 10મી વાર આ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે.

આ પ્રસંગે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર ઉપપ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરક શાહ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના આયોજક સચિવ શ્રી અતુલ બારોટ, શ્રી જયેશ મોદી, શ્રી ગગન નારંગ અને શ્રી ઋષિરાજ બારોટ જેવા ખેલાડીઓ અને મોટી સંખ્યામાં શૂટરો તથા રાઇફલ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
….
[10/31, 7:32 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
*રાજય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈને વીસંગતતા, તેમજ પાક નુકસાની સર્વે મામલે રાજય સરકારનું જુઠ્ઠાણું અંગેના સમાચાર સત્યથી વેગળા : કૃષિ મંત્રી શ્રી*
********
*આકસ્મિક કમોસમી વરસાદની પરીસ્થિતિમાં વિવિધ પાકોની કાપણીની અવસ્થાઓ ધ્યાને લઇ તાત્કાલીક કાર્યવાહી થઇ શકે તે માટે જીલ્લા વહીવટીતંત્રને દિન-૭ માં સર્વે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી જ છે જેથી ખેડૂતોને અફવાઓમાં ન આવવા અપીલ*
*********
રાજય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈને વીસંગતતા, તેમજ પાક નુકસાની સર્વે મામલે સરકારનું જુઠ્ઠાણું, ખેડૂતો ભડક્યા અંગેના અહેવાલો અમુક દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થયા છે તે તથ્યહીન, સત્યથી વેગળા અને ભૂલ ભરેલા અર્થઘટન સાથેના છે એમ કૃષિ મંત્રીશ્રી દ્વારા જણાવાયું છે.

મંત્રીશ્રી એ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ અહેવાલમાં મગફળીના દાણામાં ડેમેજ હશે તેમાં જ નુકસાની ગણાશે તેવા અહેવાલ પ્રસિધ્ધ કરાયા છે તે સંપૂર્ણ તથ્યહિન છે. રાજય સરકાર દ્વારા આ મુજબ નુકસાનીના પ્રકાર ગણવાની કોઈપણ પ્રકારની સૂચનાઓ પ્રસિદ્ધ કરાઈ નથી અને તા.૩૦/૧૦/૨૦૨૫ના પત્રથી ઓક્ટોબર-૨૦૨૫ માસમાં છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અસરગ્રસ્ત થયેલ ખેતી પાકોમાં નુકસાનીના નિયમોનુસાર તેમજ અસરગ્રસ્તો ખેડૂતોને તકલીફ ના પડે તેમ સર્વે માટે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દિન-૭ માં સર્વે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત “સરકારના મૌખિક આદેશમાં સર્વે માટે ૭ દિવસ અને અને પરિપત્રમાં ૨૦ દિવસમાં સર્વે ને લઈને વીસંગતતા” નાં અહેવાલ પણ ભૂલ ભરેલા ખોટા અર્થઘટન સાથેના તથા તથ્યહીન છે. તો આવી અફવાઓ અને ખોટી વાતોમાં ન આવવા ખેડુત ભાઇઓ-બહેનોને અપીલ કરાઈ છે.

આ અહેવાલોમાં જે ૨૦ દિવસમાં સર્વે પૂર્ણ કરવાના પરિપત્રનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે હાલની કુદરતી આપત્તિની ઘટનાના ઘણા સમય પહેલા તા.૧૨/૦૫/૨૦૨૫ તથા તા.૨૩/૦૯/૨૦૨૫ નાં રોજ ખરીફ, રવિ અને ઉનાળુ સિઝનમાં પાક નુકસાનીના ડીજીટલ સર્વે  માટેની સ્થાયી અને કાયમી સૂચનાઓ અંગેનો ઠરાવ છે અને ૨૦ દિવસની સર્વેની સમયમર્યાદા મહત્તમ સમયમર્યાદા દર્શાવેલ છે. જેમાં ફેરફાર કરી શકાય છે.

આ ઉપરાંત, હાલની આકસ્મિક કમોસમી વરસાદની પરીસ્થિતિમાં વિવિધ પાકોની કાપણીની અવસ્થાઓ ધ્યાને લઇ તાત્કાલીક કાર્યવાહી થઇ શકે તે માટે જીલ્લા વહીવટીતંત્રને દિન-૭ માં સર્વે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે.

આમ, રાજય સરકાર દ્વારા કુદરતી આપત્તિના પ્રકાર, વખતોવખતની સ્થળ પરીસ્થીતી અને સંજોગો ધ્યાને લઇ સર્વે કરવા અંગેની સમયમર્યાદા અને વહીવટી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જેથી સમયમર્યાદાની બાબતમાં કોઈ વિસંગતતા નથી. નુકસાનના પ્રકાર અને મગફળીનાં દાણા ઉગ્યો છે કે કેમ તે ચકાસવાની કોઇ સુચના સરકારશ્રી કક્ષાએથી મૌખિક કે લેખિત આપેલ નથી. જેથી ખોટી વાતો ફેલાવનારાઓથી ખેડુત સમાજ્ને ગેર માર્ગે દોરાઇને વાતમાં ન આવવા ફરી વિનંતિ અને અપીલ છે.

આથી હાલની કમોસમી વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઇ તમામ જિલ્લાઓને સર્વેની કામગીરી ફીઝીકલ તેમજ જરૂરીયાત મુજબ ડીઝીટલ માધ્યમથી કરવા અને સરળતાથી અને કોઇપણ અસરગ્રસ્ત ખેડુતને મુશ્કેલી ના પડે તે રીતે દીન-૭ માં સર્વે પુર્ણ કરવા સુચનાઓ આપવામાં આવેલ છે. 
*******
[10/31, 9:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી હાલ પૂરતી મોકૂફ*
******************
*ટેકાના ભાવે ખરીદીની હવે પછીની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે*
******************
ગુજરાતમાં ખરીફ-૨૦૨૫માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૫ને ધ્યાને રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી.

હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમજ કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પણ નોંધાયો છે. રાજ્યમાં સર્જાયેલી આ કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનું આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ કરવાની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
*****************
નિતિન રથવી
[11/1, 12:24 PM] Dilip Gajjar.Mahiti.Press: _અનંત અનાદિ વડનગર: ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ_
*
*વડનગરમાં દેશના પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કના નિર્માણની તૈયારી, ₹15 કરોડનો પ્રોજેક્ટ બનશે વૈશ્વિક મૉડલ*
*
*વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ: માત્ર ગૌશાળા નહીં, અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા બનશે વૃંદાવન ગૌચર પાર્ક*
*
*ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વતન બનશે ગૌસેવાનું તીર્થધામ, ગાય આધારિત ગ્રામીણ વિકાસનું બનશે આદર્શ મૉડલ*
*
*ગાંધીનગર, 1 નવેમ્બર 2025* ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઐતિહાસિક શહેર વડનગર હવે ઇંટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ સાથે મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી વડનગરને ‘અનંત અનાદિ વડનગર’ના વિઝન સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયાસશીલ છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર ક્રાંતિકારી પહેલ શરૂ કરવા જઈ રહી છે. વડનગરમાં દેશના પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કનું નિર્માણ કરવામાં આવશે, જે એક વૈશ્વિક મૉડલ બનશે. ગૌચર પાર્કના નિર્માણ બાદ ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ વડનગર ગૌસેવાના તીર્થધામ તરીકે પ્રખ્યાત થશે. આ પાર્ક એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે.

*વડનગર ખાતે લગભગ ₹15 કરોડના ખર્ચે વૃંદાવન ગૌચર પાર્કનું થશે નિર્માણ*
લગભગ ₹15 કરોડના ખર્ચે પ્રસ્તાવિત વૃંદાવન ગૌચર પાર્ક પ્રોજેક્ટના નિર્માણ માટે નગર પાલિકા અને જિલ્લા સ્તરથી લઈને રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગ તરફથી કવાયત શરૂ થઈ ગઈ છે. રાજ્ય સ્તરે ગુજરાત શહેરી વિકાસ કંપની (GUDC) આ પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી હશે, જ્યારે જમીન સંપાદન સહિતની સમગ્ર નિર્માણ પ્રક્રિયા જિલ્લા સ્તરે અને નગરપાલિકા સ્તરે કરવામાં આવશે.

*ક્યાં બનશે વૃંદાવન ગૌચર પાર્ક?*
રાજ્ય સરકારે વડનગરની પ્રાચીન-ઐતિહાસિક સંસ્કૃતિ અને પુરાતત્વીય અવશેષોને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે અનેક પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. આ સાથે જ, શહેરની વર્તમાન સમસ્યાઓના નિવારણને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અંતર્ગત રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશ્ય સાથે અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે.

*વૃંદાવન ગૌચર પાર્કનો એક પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે*
આ પાર્કમાં ગાયો માટે ગૌચરને અનુરૂપ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા હશે તેમજ પશુઓની સ્વાસ્થ્ય સંભાળ માટે વેટરનરી હૉસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ પાર્ક સીસીટીવી કૅમરા સર્વેલન્સથી સજ્જ હશે. પાર્કમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તથા અતિક્રમણ અટકાવવા માટે પ્રોટેક્શન વૉલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, પાર્કમાં ગાયોની સારી ઓલાદોના ઉછેરનો પણ પ્રયાસ કરવામાં આવશે. આ તમામ પહેલથી વૃંદાવન ગૌચર પાર્ક એક પર્યટન સ્થળ પણ બનશે.

*વૃંદાવન ગૌચર પાર્ક બનશે ગાય આધારિત ગ્રામીણ વિકાસનું આદર્શ મૉડલ*
વૃંદાવન ગૌચર પાર્કનું વિઝન માત્ર ગાયો સુધી સીમિત ન રહેતાં, તે ગાય આધારિત ગ્રામીણ વિકાસનું આદર્શ મૉડલ બનશે. આ પ્રોજેક્ટમાં ‘ગાયથી ગામ’ની કાયાપલટનું અભૂતપૂર્વ વિઝન છે, જે ગ્રામીણ અર્થતંત્રમાં એક નવી ક્રાંતિ લાવશે. આ માત્ર એક ગૌશાળા નહીં, પણ એક સંપૂર્ણ ગ્રામીણ પ્રયોગશાળા અને સાંસ્કૃતિક પ્રવાસન કેન્દ્ર પણ હશે, જ્યાં પરંપરા અને ટેક્નોલૉજીનો સંગમ થશે. પાર્કને ‘રૂરલ ઇનોવેશન હબ’ તરીકે વિકસિત કરવામાં આવશે. રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ દ્વારા ગાયથી લઈને ગામ, ખેડૂત, પશુપાલક સુધી દરેકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની યોજના ધરાવે છે.

*ડેરી વિકાસ, રોજગાર અને મહિલા સશક્તિકરણને મળશે વેગ*
આ પ્રોજેક્ટ અંતર્ગત સમયસર સારવારના કારણે પશુ આરોગ્યમાં સુધારો, સારા પોષણના કારણે ગાયોની ઉત્પાદકતામાં વૃદ્ધિ, ખેડૂતોની આવકમાં વધારો, દૂધ અને ડેરી ઉત્પાદનોના વેચાણ દ્વારા પશુપાલકોને સીધો આર્થિક લાભ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટથી પશુચિકિત્સા, ડેરી ઉદ્યોગ, પરિવહન વગેરેમાં નવા કાર્યો દ્વારા રોજગારીની તકો ઊભી થશે, બાયોગેસ અને જૈવિક ખાતર દ્વારા જમીનની ફળદ્રુપતામાં વધારો થશે અને ડેરી ઉત્પાદન અને સહકારીમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને કારણે મહિલા સશક્તિકરણને પણ વેગ મળશે.

*વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ*
આ ગૌચર પાર્ક વડનગરના પ્રાચીન મંદિરો, વાવ, ઐતિહાસિક કિલ્લા અને વારસાને ઉજાગર કરીને એક નવા પ્રવાસન પરિપથનું નિર્માણ કરશે. પ્રવાસીઓ અહીં આવીને ગ્રામીણ જીવન, પશુપાલનની આધુનિક તકનીકો અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા ઉત્પાદનને નજીકથી જોઈ શકશે. આ સ્થળ ‘કૃષિ-પર્યટન’ અને ‘સાંસ્કૃતિક પર્યટન’નું નવું કેન્દ્ર બનશે. પાર્કમાં સ્થાનિક કારીગરો, હસ્તકલા અને પરંપરાગત ભોજન માટે બજારો અને પ્રદર્શનોનું આયોજન શક્ય બનશે, જેનો સીધો લાભ સ્થાનિક અર્થતંત્રને થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ગ્રામોદયથી ભારત ઉદય’ના વિઝનને અનુરૂપ આ પ્રોજેક્ટના માધ્યમથી ગુજરાત સમગ્ર દેશને સંદેશ આપશે તે ગાય માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ આર્થિક, પર્યાવરણીય અને સામાજિક પરિવર્તનનું પ્રેરક બળ પણ છે. વૃંદાવન ગૌચર પાર્ક માત્ર વડનગર માટે સુવિધા નહીં, પરંતુ શહેરની એક નવી ઓળખ બનશે, જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ, વિકાસ અને નવીનતાનો સંગમ જોવા મળશે.

*X-X-X*
[11/1, 12:42 PM] Dilip Gajjar.Mahiti.Press: *હજ-૨૦૨૬ માટે રાજ્ય હજ નિરીક્ષક તરીકે સેવા આપવા ઈચ્છુક રાજ્ય સરકારના કર્મચારીઓ માટે અરજી કરવા હવે માત્ર બે દિવસ શેષ*
**************************
*અરજદારો આગામી તા. ૦૩ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે*
*************************
ગુજરાત રાજ્ય હજ સમિતિ, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હજ-૨૦૨૬ માટે રાજ્ય હજ નિરીક્ષક તરીકે સેવા આપવા ઈચ્છુક રાજ્ય સરકારના કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગત તા. ૧૫ ઓક્ટોબર,૨૦૨૫થી અરજી સ્વીકારવાની શરુ કરી છે. ઓનલાઈન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હવે માત્ર બે દિવસ એટલે કે, તા. ૦૩ નવેમ્બર,૨૦૨૫ સુધી તેમજ ઓફલાઈન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હવે માત્ર ચાર દિવસ એટલે કે, આગામી તા. ૦૫ નવેમ્બર,૨૦૨૫ સુધી જ કાર્યરત રહેશે.

હજયાત્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં રાજ્ય હજ નિરીક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. પસંદગી પામેલ કર્મચારીઓને હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા આશરે બે માસના સમયગાળા માટે સાઉદી અરેબિયા ખાતે ભારતના કોન્સ્યુલેટ જનરલ, જેદ્દાહ હસ્તક ડેપ્યુટેશન પર મૂકવામાં આવશે. ડેપ્યુટેશનનો આ સમયગાળો ફરજ પર ગણાશે અને પગાર-ભથ્થાં નિયમિતપણે સબંધિત કચેરી દ્વારા ચૂકવવામાં આવશે.

*પાત્રતાના મુખ્ય ધોરણો:*
• રાજ્ય સરકાર હસ્તકના તમામ વિભાગો/જાહેર સાહસો/સ્વાયત્ત સંસ્થાઓ/આયોગના માન્ય સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતા મુસ્લિમ સરકારી અધિકારી/કર્મચારીઓ અરજી કરી શકશે. જેમાં વર્ગ-૧ કક્ષાના કે તેને સમકક્ષ અધિકારીઓ, કરાર આધારિત કર્મચારીઓ કે આઉટસોર્સિંગના કર્મચારીઓ અરજી કરી શકશે નહીં.
• અરજદારની ઉંમર તા.૧૫-૧૦-૨૦૨૫ના રોજ ૫૦ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ અને તેમના ભારતીય પાસપોર્ટની મુદત તા. ૩૧-૧૨-૨૦૨૬ સુધીની હોવી જોઈએ.
• અરજદારે રાજ્ય હજ નિરીક્ષક કે ખાદીમુલ હુજ્જાજ તરીકે ત્રણથી વધુ વખત સેવાઓ બજાવેલ ન હોવી જોઈએ.
• અરજદારે અરજી સાથે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ અપલોડ કરવું આવશ્યક છે. જો અરજી સમયે NOC ન મળેલ હોય તો ઇન્ટરવ્યુ સમયે NOC જમા કરાવવાની શરતે બાંહેધરી અપલોડ કરવાની રહેશે.

*કઈ રીતે અરજી કરશો?*
અરજદારો હજ કમિટિ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ http://hajcommittee.gov.in પર રાજ્ય હજ નિરીક્ષક તરીકે તા. ૦૩-૧૧-૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે. હજ કમિટી ઓફ ઈન્ડિયાની અરજી સબમિટ કર્યા બાદ રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in પર ઉપલબ્ધ ઓનલાઈન ફોર્મમાં જરૂરી વિગતો પુરાવા ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજીની હાર્ડકોપી સંબંધિત વિભાગ ખાતાના વડા/જાહેર સાહસ/આયોગના વડા મારફત સચિવશ્રી, ગુજરાત રાજ્ય હજ સમિતિ, બ્લોક નં ૮, ૮મો માળ, સચિવાલય, ગાંધીનગર ખાતે તા.૦૫/૧૧/૨૦૨૫ કચેરી સમય સુધીમાં મળી રહે તે મુજબ મોકલી આપવાની રહેશે. માત્ર ઓનલાઈન આવેદન કરાયેલ અરજી, અપૂર્ણ માહિતી/દસ્તાવેજો ધરાવતી અરજીઓ કે તા.૦૫/૧૧/૨૦૨૫ની સમયમર્યાદા બાદ મળેલ અરજીને રાજ્ય હજ નિરીક્ષકની પસંદગી અંગેની પ્રક્રિયા માટે ધ્યાને લેવામાં આવશે નહીં.

*પસંદગી પ્રક્રિયા:*
હજ કમિટી ઓફ ઈન્ડીયા અને કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયના દિશા નિર્દેશો અનુસાર કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ અને ઈન્ટરવ્યુના આયોજન બાદ અરજદારોની પસંદગી કરવામાં આવશે. હજ-૨૦૨૬ માટે દર ૧૫૦ હજયાત્રીઓએ ૦૧ રાજ્ય હજ નિરીક્ષકની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા રાજ્ય હજ નિરીક્ષકના સંબંધિત વિભાગ/ખાતાના વડાની કચેરી/જાહેર સાહસ/સ્વાયત્ત સંસ્થા/આયોગના વડા અથવા સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવી ૫૦ ટકા ખર્ચ (રૂ. ૨,૧૦,૦૦૦)ની ચૂકવાની કરવાની રહેશે.
***************************
[11/1, 12:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *વેડંચા મોડેલ: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ*

*******************
• *પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા જૈવિક ખાતરના વેચાણથી ગ્રામ પંચાયતને દર મહિને ૪૫ હજાર થી ૫૦ હજાર રૂપિયાની આવક*
• *આ મોડેલ થકી ભૂગર્ભ જળનું સંરક્ષણ કરીને ગામની પાણીની ઉપલબ્ધતા વધારી*
• ⁠*વેડંચા ગામને વર્ષ ૨૦૨૪-૨૫નો પ્રતિષ્ઠિત CIPS – સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડ મળ્યો*
**********************
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું નાનકડું ગામ વેડંચા આજે દેશભરમાં સ્વચ્છતા અને પાણીના ટકાઉ વ્યવસ્થાપનનું ઝળહળતું ઉદાહરણ બની રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ આ ગામે ગ્રે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. વેડંચા ગામને વર્ષ ૨૦૨૪-૨૫નો પ્રતિષ્ઠિત CIPS – સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યું છે.

*વેડંચા મોડેલની વિશિષ્ટતા*

વેડંચા ગામે ગ્રે વોટર એટલે કે, રસોડા અને બાથરૂમમાંથી નીકળતા ગંદા પાણીના વ્યવસ્થાપન માટે સરળ, સસ્તી અને અસરકારક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવતર મોડેલ ઊભું કર્યું છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ ૨૦૨૦-૨૧માં થઈ હતી. જ્યારે ગામમાં ભૂગર્ભ જળના સ્તર ખૂબ ઊંડા ઉતરી ગયા હતા. ગામની પાણીની સમસ્યાને ઉકેલવા અને સ્વચ્છતા વધારવા માટે વેડંચા ગ્રામ પંચાયતે વાસ્મોના ટેકનિકલ સપોર્ટ અને બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન સાથે માત્ર ૫.૫૫ લાખ રૂપિયાના ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટનું નિર્માણ કર્યું છે.

આ યુનિટ દ્વારા ગામના ૩૦ ટકા ઘરોમાંથી નીકળતા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરીને લગભગ ૨૦૦ કિલો લિટર પ્રતિ દિવસ- KLD પાણી ખેતી અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રક્રિયામાં ફટકડી, ચૂના અને ચારકોલ જેવી સરળ સામગ્રીનો ઉપયોગ થાય છે, જેનાથી ખર્ચ ઓછો રહે છે અને જાળવણી પણ સરળ બને છે. આ ઉપરાંત, પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા જૈવિક ખાતરના વેચાણથી ગ્રામ પંચાયતને દર મહિને ૪૫ હજાર થી ૫૦ હજાર રૂપિયાની આવક થાય છે, જે આ મોડેલને આત્મનિર્ભર બનાવે છે.

*સ્વચ્છતા અને ટકાઉ વિકાસનું પ્રતીક*

વેડંચા મોડેલની સફળતા એટલી પ્રભાવશાળી છે કે તે રાજ્ય અને દેશભરના ગામો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. આ મોડેલે ન માત્ર પાણીનો વ્યય અટકાવ્યો, પરંતુ ભૂગર્ભ જળનું સંરક્ષણ કરીને ગામની પાણીની ઉપલબ્ધતા વધારી છે. આ ઉપરાંત ગામમાં સ્વચ્છતાનું સ્તર પણ નોંધપાત્ર રીતે સુધર્યું છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ગ્રામ પંચાયતોને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે વ્યક્તિ દીઠ ગ્રાન્ટ જેમાં પાંચ હજારથી ઓછી વસ્તી માટે ૨૮૦ રૂપિયા અને પાંચ હજારથી વધુ વસ્તી માટે ૬૬૦ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને અન્ય ગામો પણ આવા યુનિટની સ્થાપના કરી શકે છે.

*દેશના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ*

વેડંચા ગામની આ સિદ્ધિની ગુંજ દૂર-દૂર સુધી પહોંચી છે. અન્ય જિલ્લાઓના અધિકારીઓ, સરપંચો અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ મોડેલનો અભ્યાસ કરવા વેડંચા ગામની મુલાકાત લઈ રહ્યા છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સતત માર્ગદર્શનથી ગામમાં સ્વચ્છ ભારત મિશનના અન્ય પાસાઓ જેવા કે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને શોષખાડા નિર્માણ જેવી પ્રવૃત્તિઓમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો છે.

વેડંચા મોડેલ એ ગ્રામીણ ભારત માટે એક નવો રાહ બતાવે છે. જે સ્વચ્છતા, પાણીનું સંરક્ષણ અને આર્થિક આત્મનિર્ભરતાને એકસાથે સાકાર કરે છે. ગુજરાત સરકારે આ મોડેલને રાજ્યભરમાં અમલી બનાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. વેડંચા ગામે સાબિત કર્યું છે કે નાના પગલાંઓથી મોટા ફેરફારો શક્ય છે, અને આ મોડેલ ગ્રામીણ વિકાસનું એક ઝળહળતું રત્ન બની રહેશે.

******
ઋચા રાવલ
[11/1, 3:39 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે.

રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.

એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લેજ ઉભા થતા હોય,ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકશાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચંકામ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ૩ દિવસમાં કામકાજ પુરુ થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંતજ મોકલવામાં આવે, તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સુચના આપી હતી. જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી,જીલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને થયેલા નુકશાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.

મુખ્યમંત્રીશ્રીએ આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારેને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આપી હતી.

તેમણે કહ્યું કે, આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો આપણો ધ્યેય છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકશાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા આ બેઠકમાં જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકશાનની વિગતો પુરી પાડી હતી.

મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસુલ વિભાગના મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવી, નાણાં વિભાગના અગ્રસચિવ શ્રી ટી.નટરાજન તથા મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
——-
[11/1, 4:45 PM] Dilip Gajjar.Mahiti.Press: *કમોસમી વરસાદને લીધે દિવેલાના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે ખેડૂતોએ આટલું જરૂર કરવું:*
******************
• કમોસમી વરસાદના સમયગાળા પૂરતો જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.
• ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી મેન્કોઝેબ ૦.૨૫% પ્રમાણે ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
• ગ્રે મોલ્ડ રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી પ્રોપીકોનાજોલ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર અથવા કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
• પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
• જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવો.
*****************
[11/1, 4:45 PM] Dilip Gajjar.Mahiti.Press: *આરોપીનું નામ:-*
(૧) વીરા સુલેમાન નિગામના રહે: કિડાણા તા-ગાંધીધામ

*ગુનાહિત ઇતિહાસ:-* આરોપી તથા તેના પિતા બંને સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. પ્રોહીબિશન તેમજ શરીર સંબંધી ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

*ડિમોલેશનનું સ્થળ:-* કિડાણા સહજાનંદ સોસાયટી સર્વે નંબર 5/1 સાર્વજનિક પ્લોટ તા-ગાંધીધામ

*વિગત:-* આરોપીએ પોતાના રહેઠાણના ફાયદા માટે કિડાણા સહજાનંદ સોસાયટી સર્વે નંબર 5/1 સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર રીતે 9500 સ્ક્વેર ચોરસ ફૂટમાં ચાર પાક્કી ઓરડીઓ તથા પ્લોટની આજુબાજુ વરંડોવાળી ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કર્યો હતો.

*દબાણ દૂર કર્યા એ પ્લોટની અંદાજિત કિંમત*- ૪૦ લાખ
….
[11/1, 6:12 PM] Dilip Gajjar.Mahiti.Press: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીએ તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને જરૂરી દિશાનિર્દેશો આપીને આપદાના આ સમયે ધરતીપુત્રોની પડખે ઉભા રહેવાનો અભિગમ દાખવ્યો છે.

કમોસમી વરસાદના આ સંજોગોમાં થયેલા નુકસાન સામે ખેડૂતમિત્રોને હાલાકી ન પડે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરવાના રાજ્ય સરકારના આ ખેડૂતહિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય બદલ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજીનો ગુજરાતના ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
https://x.com/jitu_vaghani/status/1984600660265091270?s=19
[11/1, 6:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *WATCH LIVE*

*Date* *01-11-25* | *Time* *06:40* *PM*

*LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ‘ભારત પર્વ 2025’નો શુભારંભ. #BharatParv2025*

*CM inaugurates ‘Bharat Parv 2025’ at Statue of Unity, Ektanagar*

*YouTube*  :- https://www.youtube.com/watch?v=RZ6DP7-f3Ug

*YouTube*  :- https://www.youtube.com/watch?v=8uWO1Gwc0Yo

*FB*       :- https://www.facebook.com/CMOGuj/videos/1131342079201009

*FB*       :- https://www.facebook.com/ibhupendrapatel/videos/1383223819925957

*Twitter*  :- https://x.com/CMOGuj/status/1984608972717113803

*Twitter*  :- https://x.com/Bhupendrapbjp/status/1984608974885568610

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live

*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[11/1, 7:35 PM] Dilip Gajjar.Mahiti.Press: Press Release

વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં તા.૨૫/૧૦/૨૦૨૫ની રજુઆતનાં સંદર્ભે આજરોજ વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠક યોજવામાં આવી. જેમાં તેઓનાં આવેદનપત્રની કુલ – ૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહિવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના આપવામાં આવેલ છે. નવેમ્બર માસનાં વિતરણ માટે નોંધપાત્ર સસ્તા અનાજનાં દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પુર્ણ કરેલ છે. આથી માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા NFSA લાભાર્થીઓની યોજનાને માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ સઘન બનાવી લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજનાં દુકાનદારોને હિતાર્થે ઘણા પગલા લેવામાં આવેલ છે.

જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવે છે.
[11/1, 8:26 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1PWpX4defEWyQlMT642X6Czt7ltmn0VUo?usp=sharing
[11/1, 8:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *એકતાનગરમાં ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક’ મંત્રને ભારત પર્વ ઉજાગર કરે છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*15 દિવસ સુધી એકતાનગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ ભારત પર્વ દ્વારા પુનઃ જીવિત થવાની છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

:: _*મુખ્યમંત્રીશ્રી*_ ::
* વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વ’નો નહીં સમસ્તનો – રાષ્ટ્રહિત પ્રથમનો જ વિચાર હૈયે રાખ્યો છે.
* વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એકતાનગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને તે માટેનું વિઝન આપ્યું છે.
* એકતાનગર પ્રકૃતિ, પ્રગતિ અને સાંસ્કૃતિક વારસાના ઉદાહરણ તરીકે સમગ્ર વિશ્વને “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની ઝાંખી કરાવે છે.
* વડાપ્રધાનશ્રીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના મંત્ર પર ચાલીને આત્મનિર્ભર ભારત, એક ભારત-શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ.
—-
_*::ભારત પર્વ – 2025ની વિશેષતાઓ::*_
* દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં જોવા મળશે.
* દરરોજ સાંજે બે-બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે.
* 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે.
* 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યાં છે.
* ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવશે.

*આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં એકતાનગરમાં 15 નવેમ્બર બિરસા મુંડા જયંતિએ વિશેષ પ્રસ્તુતિ યોજાશે*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસર, એકતાનગર ખાતે ભારત પર્વ-2025નો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

અખંડ ભારતના નિર્માતા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે આ ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો મંત્ર ‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક’ ને આ ભારત પર્વ ચરિતાર્થ કરે છે. “અનેકતામાં એકતા, એ જ આપણી વિશેષતા”નો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે, સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓના વિલિનિકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌ સદભાગી છીએ કે, આઝાદીના દશકો બાદ આપણને વડાપ્રધાન તરીકે એક એવું નેતૃત્વ મળ્યું છે જેણે ‘સ્વ’નો નહીં સમસ્તનો – રાષ્ટ્રહિત પ્રથમનો જ વિચાર હૈયે રાખ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદી પછી વર્ષો સુધી સરદાર જયંતિ માત્ર પરંપરાગત બિબાઢાળ સરકારી કાર્યક્રમ બની ગઈ હતી, પરંતુ આપણા મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે, જે કોઈને ના સૂઝે તે તેમને સૂઝે છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની એકતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનનું યથોચિત ગૌરવ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સરદાર સાહેબની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા 2014થી મોદી સાહેબે દેશવાસીઓને આપી છે. તેમણે કહ્યું હતું કે, સરદાર સાહેબના વિરાટ કાર્ય જેટલી જ વિરાટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આ વનવાસી પ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યો છે. એ જ વ્યવસ્થાઓ, એ જ તંત્ર છતાં જો આગવું વિઝન હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે મોદી સાહેબે એસ.ઓ.યુ. અને એકતાનગરના નિર્માણથી પુરવાર કર્યું હોવાનું જણાવ્યું હતું.

ભારત પર્વ અંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ પર્વમાં દરરોજ સાંજે બે-બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે.

આ ઉપરાંત 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યાં છે. અહીં ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની પણ આ વર્ષે 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે તેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે 15 નવેમ્બર બિરસા મુંડા જયંતિએ વિશેષ પ્રસ્તુતિ યોજાશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, એક ભારત-શ્રેષ્ઠ ભારત જેમ જ અનેકતામાં એકતાની ભાવના આપણા ઉત્સવો-તહેવારોમાં પણ સાકાર થાય છે. ગુજરાતના નવરાત્રી – ગરબા, મહારાષ્ટ્રનો ગણપતિ ઉત્સવ, બિહારીઓની છઠ પૂજા કે પશ્ચિમ બંગાળની દૂર્ગા પૂજા ઉત્સવ આ બધા જ ઉત્સવો દેશમાં જ્યા જ્યાં આ રાજ્યોના મૂળ વતની પરિવારો રોજીરોટી માટે આવીને વસ્યાં છે ત્યાં સૌ સાથે મળીને ઉજવે છે.

તેમણે ઉમેર્યુ કે, શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી માધવપૂરનો મેળો રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બન્યો છે. આ મેળો પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ ભારતને જોડે છે. તેમના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ, કાશી તમીલ સંગમની ઉજવણીથી ભારતની એકતા અને અખંડિતતા વધુ મજબૂત થઈ છે. તેને આ ભારત પર્વ ઉજાગર કરે છે.

એટલું જ નહીં દેશના રાજ્યોના રાજભવનોમાં પણ જુદા જુદા રાજ્યોના સ્થાપના દિવસની લોકોના સંગે ઉજવણીથી એક ભારત – શ્રેષ્ઠ ભારતની ભાવના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કરાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હવે આ ભારત પર્વ દ્વારા 15 દિવસ સુધી એકતાનગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ પુનઃ જીવિત થવાની છે. વિકાસ ભી, વિરાસત ભીની વડાપ્રધાનશ્રીની સંકલ્પના સાચા અર્થમાં પાર પડશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એકતાનગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને તે માટેનું વિઝન આપ્યું છે. સરદાર સાહેબની પ્રતિમાની સાથે સાથે અનેક પ્રવાસન આકર્ષણ આયામો જોડ્યાં હોવાનું જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેનો પણ સંકલ્પ કર્યો છે. આ માટે સરદાર સાહેબના ચીંધ્યા એકતાના માર્ગ પર ચાલીને સ્વદેશીને અપનાવવા આહવાન કર્યું હતુ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ભારત પર્વના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

આ અવસરે સાંસદશ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, એસ.એસ.એન.એલ.ના એમ.ડી.શ્રી મુકેશ પુરી, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, ટુરિઝમ કોર્પોરેશનના એમ.ડી. શ્રી પ્રભવ જોષી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઈ.ઓ.શ્રી અમિત અરોરા, ટ્રાયબલ ડેવલપમેન્ટ કમિશનર શ્રી આશિષકુમાર, જિલ્લા કલેકટરશ્રી એસ. કે.મોદી, ડી.ડી.ઓ.શ્રી આર.બી.વાળા, પોલીસ મહાનિદેશકશ્રી સંદીપ સિંહ, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાખા ડબરાલ, SOUના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
—-
[11/2, 9:06 AM] Dilip Gajjar.Mahiti.Press: *આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં અંતર્ગત બેઠક યોજાઇ*
—–
*ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ :આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા*
—–
રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

મંત્રી શ્રી પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.

વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં જમીનની બહાર નીકળતા હોય છે. જ્યારે પણ આવા ઝેરી જીવ કરડે ત્યારે ખેડૂતો સહિત રાજ્યના નાગરિકોએ અંધશ્રદ્ધાનો સહારો ન લેતા તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરીને યોગ્ય સારવાર કરાવવી જોઈએ. મંત્રીશ્રીએ દરેક PHC, CHC, સરકારી હોસ્પિટલો અને 108 મેડિકલ વાનમાં એન્ટિ વેનમ તેમજ અન્ય જરૂરી દવાનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

આ મિટિંગમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચારણ, અધિક નિયામક શ્રી નિલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
જીગર બારોટ
[11/2, 12:01 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/Bhupendrapbjp/status/1984869735712936198?t=FqQoIpIRwQmCN_tz8wfe3Q&s=19
[11/2, 12:07 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1984870834377531862?t=OMlQ0EvbPZqYLz9gn_2XKA&s=19
[11/2, 12:14 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/Bhupendrapbjp/status/1984869735712936198?t=FqQoIpIRwQmCN_tz8wfe3Q&s=19

[11/2, 9:06 AM] Dilip Gajjar.Mahiti.Press: *આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં અંતર્ગત બેઠક યોજાઇ*
—–
*ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ :આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા*
—–
રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

મંત્રી શ્રી પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.

વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં જમીનની બહાર નીકળતા હોય છે. જ્યારે પણ આવા ઝેરી જીવ કરડે ત્યારે ખેડૂતો સહિત રાજ્યના નાગરિકોએ અંધશ્રદ્ધાનો સહારો ન લેતા તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરીને યોગ્ય સારવાર કરાવવી જોઈએ. મંત્રીશ્રીએ દરેક PHC, CHC, સરકારી હોસ્પિટલો અને 108 મેડિકલ વાનમાં એન્ટિ વેનમ તેમજ અન્ય જરૂરી દવાનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

આ મિટિંગમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચારણ, અધિક નિયામક શ્રી નિલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
જીગર બારોટ
[11/2, 12:01 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/Bhupendrapbjp/status/1984869735712936198?t=FqQoIpIRwQmCN_tz8wfe3Q&s=19
[11/2, 12:07 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1984870834377531862?t=OMlQ0EvbPZqYLz9gn_2XKA&s=19
[11/2, 12:14 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/Bhupendrapbjp/status/1984869735712936198?t=FqQoIpIRwQmCN_tz8wfe3Q&s=19
[11/2, 12:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *કમોસમી વરસાદ થી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે*
:-
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી*

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.

રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.

ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે.
[11/2, 5:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *:: સરદાર @ ૧૫૦ ::*
*****

*યુનિટી માર્ચ: એક ભારત શ્રેષ્ઠ ભારત*
*****

*તારીખ ૨૬ મી નવેમ્બર થી ૬ ઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે*
*******

*સરદાર પટેલના જીવન-ક્વનને લોકો સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચ અસરકારક માધ્યમ બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા*
******

*રાષ્ટ્રીય પદયાત્રામાં જન જન જોડાય તેવું આયોજન કરીએ : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*******

*યુનિટિ માર્ચના સુદ્રઢ આયોજન અર્થે એન.ડી.ડી.બી. ખાતે બેઠક યોજાઈ*
*****

*મંત્રીશ્રી તથા મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી*
******

*આણંદ, રવિવાર :* સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે આગામી તા. ૨૬ નવેમ્બર થી તા. ૬ ડિસેમ્બર સુધી કરમસદથી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશની સ્વતંત્રતા માટે અને આઝાદી બાદ ભારતને એક ભારત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા યોગદાનને ઉજાગર કરતી આ રાષ્ટ્રીય પદયાત્રાના સુચારૂ આયોજન અર્થે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રક્ષા નિખિલ ખડસેની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રી મંડળના અન્ય મંત્રીશ્રીઓ અને સનદી અધિકારીઓની એક બેઠક આણંદ સ્થિત એન.ડી.ડી.બી. ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, સરદાર પટેલે દેશની આઝાદી અને આઝાદી બાદ દેશની એકતા અને અખંડીતતા માટે આપેલ યોગદાનને જન જન સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય પદયાત્રા એ અસરકારક માધ્યમ બની રહેશે. આ પદયાત્રા એ સાચા અર્થમાં સરદાર પટેલના વિચારોને અનુરૂપ સાદગીનું પ્રતિક બની રહે તેવી હોવી જોઈએ. જેમાં સ્વચ્છતાની સાથે આત્મ નિર્ભર ભારતની છબી ઉજાગર થાય તે જરૂરી છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપતાં કહયું કે, પદયાત્રા જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય તેના સપ્તાહ અગાઉ સબંધિત વિસ્તારોમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલના જીવન-ક્વનથી લોકોને માહિતગાર કરવામાં આવે તથા પદયાત્રા દરમિયાન સબંધિત ગામના વરિષ્ઠ વ્યક્તિથી માંડી જે લોકો ગામના વિકાસમાં સહભાગી બન્યા હોય તેવા નાનામાં નાના માણસને સન્માનવા જોઈએ.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, પદયાત્રા સાથે જન જન જોડાય તેવું આયોજન થાય તે જરૂરી છે. આ પદયાત્રાના રાત્રિ પડાવના સ્થળોએ સ્થાનિક કલાકારો દ્વારા સરદાર પટેલના જીવન-કવન ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે તે ઈચ્છનિય છે. આ ઉપરાંત આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાઓની સાથે અબાલ વૃધ્ધ સૌ કોઈ સહભાગી બને તે પ્રકારના આયોજન સાથે સ્કૂલમાં પણ સરદાર વિશેના નિબંધ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા યોજાય તે પ્રકારનું આયોજન કરવા તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પદયાત્રા દરમિયાન પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટેના પ્રદર્શન સ્ટોલ તથા સ્વછતા અભિયાનને સાર્થક કરતા સંદેશ પણ પદયાત્રા થકી લોકોને મળી રહે તે જોવા જણાવ્યું હતુ. તેમણે પદયાત્રાના રૂટમાં આવતા ગામોના પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનવાના સૂચન સાથે સરદાર યાત્રા એ સરદાર પટેલ જેવા લોહપુરૂષની આભાને અનુરૂપ બની રહે તે જોવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજય મંત્રી શ્રી રક્ષા નિખિલ ખડસે, રાષ્ટ્રીય મહાસચિવશ્રી સુનિલ બંસલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી, જિલ્લા અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ, કેન્દ્રીય યુવા અને રમતગમત સચિવશ્રી પલ્લવી જૈન સહિતના મહાનુભાવોએ પદયાત્રાના રૂટ, યાત્રામાં જન જનની ભાગીદારી, રૂટના પડાવના સ્થળે પદયાત્રીઓની રાત્રિ નિવાસ, ભોજન સહિતની બાબતો, સરદાર પટેલના જીવન ક્વનને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સરદાર સ્મૃતિ વનના નિર્માણ અને એક પેડ મા કે નામ અંતર્ગત ૫૬૨ જેટલા વૃક્ષોનું વાવેતર, સ્વચ્છતા અને સ્વદેશી તથા સરદાર પટેલના વિચારને મૂર્તિમંત કરતાં કાર્યો થકી આ પદયાત્રા સાચા અર્થમાં જન-જનની યાત્રા બને રહે તે માટે તેમના વિચારો – સૂચનો રજુ કર્યા હતા.

બેઠકના પ્રારંભમાં રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરીને રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની વિસ્તૃત રૂપરેખા આપી હતી, તથા બેઠકના અંતમાં તેમણે મંત્રીશ્રી તથા મહાનુભાવો તરફથી મળેલ સૂચનોને અનુરૂપ રાષ્ટ્રીય પદયાત્રાનું સફળ આયોજન કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

બેઠક બાદ મંત્રીશ્રીઓ તથા મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી.

આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, સચિવશ્રી, પ્રવાસન વિભાગ, સચિવશ્રી, માર્ગ અને મકાન વિભાગ, કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણ વિભાગ, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાં સહિત વડોદરા, ખેડા, નર્મદા જિલ્લાના કલેકટરશ્રી તથા રાષ્ટ્રીય પદયાત્રાના સૂચારૂ આયોજન અર્થે બનાવવામાં આવેલ વિવિધ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
************
[11/2, 6:54 PM] Dilip Gajjar.Mahiti.Press: *કમોસમી વરસાદ થી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે*
:-
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી*

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.

રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.

ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે.
[11/2, 8:54 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
*રાજયના સુરત, આણંદ, વડોદરા, રાજકોટ જેવા જિલ્લાઓમાં વાજબી ભાવના દુકાનદારો દ્વારા હકારાત્મક અભિગમ દાખવી લાભાર્થી ના હિતાર્થે વધારાના ચલણ જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ*
******
વાજબી ભાવની દુકાનના એસોસી એશનનાં તા.૨૫/૧૦/૨૦૨૫ની રજુઆતનાં સંદર્ભે તા:૦૧/૧૧/૨૦૨૫ ના રોજ વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠક યોજવામાં આવેલ હતી. જેમાં તેઓનાં આવેદનપત્રની કુલ – ૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહિવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના આપવામાં આવેલ છે.

નવેમ્બર માસનાં વિતરણ માટે નોંધપાત્ર સસ્તા અનાજનાં દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પુર્ણ કરેલ છે. આથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા NFSA લાભાર્થી ઓની યોજનાને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ સઘન બનાવી લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજનાં દુકાનદારોને હિતાર્થે ઘણા પગલા લેવામાં આવેલ છે.

જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવેલ હતો.

જેના અનુસંધાને રાજયના સુરત, આણંદ, વડોદરા, રાજકોટ વગેરે જેવા જિલ્લાઓમાં વાજબી ભાવના દુકાનદારો દ્વારા હકારાત્મક અભિગમ દાખવી લાભાર્થીના હિતાર્થે વધારાના ચલણ જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. વધુમાં રાજકોટના જામકંડોરણા જેવા ઘણા વાજબી ભાવના દુકાનદારો દ્વારા લાભાર્થીઓને વિતરણની કામગીરી પણ સુપેરે શરૂ કરી દેવામાં આવેલ છે. વધુમાં આવતીકાલથી ઘઉં અને ચોખાનુ વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે એમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.
*******

*********************************

[10/29, 7:09 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)*
____
*ગાંધીનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ*
____
*૦૪ નવેમ્બરથી હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા: ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૬એ પ્રકાશિત થશે આખરી મતદાર યાદી*
____

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. આજ રોજ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ગાંધીનગર ખાતે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
“SIR એક શુદ્ધિકરણ અને સમાવેશક કવાયત છે – ખાતરી કરવી કે કોઈ લાયક મતદાર બાકાત ન રહે અને કોઈ અયોગ્ય નામ ન રહે.”

આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન રજૂ કરીને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR) બાબતે જાણકારી આપી હતી. જેમાં SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા.૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે. તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરાશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આખરી ૨૦૦૨ SIRની મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. મતદાર તરીકે સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ ૧૨ દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉપસ્થિતોને BLO ની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
SIR બાબતે તારીખ ૨૮ ઓક્ટોબરના રોજ ગાંધીનગર જિલ્લામાં ERO અને AERO માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. તે ઉપરાંત આગામી ૩ નવેમ્બર સુધીમાં તમામ BLO Supervisor, BLO અને BLAની તાલીમ પૂર્ણ કરવામાં આવશે.

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
[10/30, 12:28 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લીધાં*
…….
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ દર વર્ષે ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિતે શપથ લેવામાં આવ્યા હતા.

જેમાં નિવાસી અધિક કલેકટર શ્રી નિશા શર્મા, મુખ્ય જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા સહિત અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લઈને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ થયાં હતાં.
…….
*નેહા તલાવિયા*
[10/30, 5:07 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગરમાં આવતીકાલે યોજાશે એકતા દિવસ રેલી*
૦૦૦૦૦૦
*કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠક યોજાઇ*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૩૦ ઓક્ટોબર – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આવતીકાલે લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે એકતા દિવસ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અન્વયે કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી મેહુલ દવેએ ગાંધીનગર જિલ્લાવાસીઓને એકતા અને અખંડિતતાના આ પર્વ નિમિત્તે યોજાનાર પદયાત્રામાં જોડાવા અનુરોધ કર્યો હતો. સાથે જ સ્થળ તેમજ રૂટ પર ટ્રાફિક મેનેજમેન્ટ, પાણી અને અન્ય વ્યવસ્થાઓ વગેરે વિશે આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે.પટેલ, પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્મા, ડી.આર.ડી.એ. નિયામક શ્રી વેગડા તથા અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/30, 5:08 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા માહિતી કચેરી ગાંધીનગરના કર્મીઓએ લીધા રાષ્ટ્રીય એકતા દિવસના શપથ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૩૦ ઓક્ટોબર – શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસ અન્વયે જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર ખાતે પણ અધિકારીશ્રી તથા કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લીધા હતા.
૦૦૦
[10/30, 6:40 PM] Neha Talaviya.Mahiti: *”એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નદ્રષ્ટા અને નિર્માતા એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ*
….
*રાષ્ટ્રીય એકતા દિવસે શ્રી સરદાર પટેલના વિચારો અને વર્તમાન સમયમાં તેમના આ વિચારો થકી આવેલ પરિવર્તનની વાતો*
………………………
દેશની સેવામાં સમર્પિત પરિવારમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂત પુત્ર હોવા સાથે હકીકતમાં સ્વરાજ્ય સાથે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, એક સમર્થ રાષ્ટ્રના સ્વપ્નને મૂર્તિમંત કરનારા મહામાનવ આવનારી પેઢીઓ સુધી પ્રેરણા સ્ત્રોત રહેશે. ભવિષ્યની પેઢીઓ માટે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની જેમની ભાવના મૂર્તિમંત બની પ્રેરણા આપતી રહે, તે ભાવના સાથે સરદારની યાદમાં વિશ્વના સૌથી ઊંચા (૧૮૨ મીટર) સ્ટેચ્યુ સાથે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની સ્થાપના નર્મદા જિલ્લામાં કેવડિયા સ્થિત સરદાર સરોવર બંધ પાસે કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૪માં ભારત સરકારે ૩૧મી ઓક્ટોબર એટલે કે, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું.ત્યારે આજે સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે, વર્તમાન પરિસ્થિતિને જોડતા તેમના રસપ્રદ જીવન પ્રસંગો અને સંદેશો, સરદાર સાહેબના જીવંત પ્રસંગો આધારિત પુસ્તકો દ્વારા તેમના વિચારો ઘણા લોકો સુધી પહોંચ્યા છે.
*લોકહિત અને જનસેવાના આગ્રહી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ*
સરદાર વલ્લભભાઈ પટેલનું સ્પષ્ટ પણે માનવું હતું કે, “જે બીજાના હિતનો વિચાર કરે છે, એના પર ભગવાનની પ્રસન્નતા વરસે છે.અને ભગવાનની કૃપાથી એના દરેક કાર્યમાં ઝળહળતી સફળતા મેળવે છે. માત્ર સ્વકેન્દ્રી બનીને પોતાનો જ વિચાર કરવાને બદલે સમાજનો અને આસપાસ વસતા લોકોનો પણ વિચાર કરવો જોઈએ.”
સેવા માટે સરદાર પટેલ દ્વારા એક સુંદર વાક્ય કહેવામાં આવ્યું છે કે, “પૈસા તો આજે છે ને કાલે જતા રહેશે, સટ્ટા બજારમાં ઘણા લોકો પૈસા ગુમાવે છે, પણ સેવાના બજારમાં કોઈ પણ દિવસ ગુમાવવાનું થતું નથી હોતું”
*શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને અખંડિતતા માટે સૌથી મજબૂત અને પ્રેરણાદાયી વચનો*
શ્રી સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે સૌથી મજબૂત અને પ્રેરણાદાયી વચનો કહ્યા છે, તેઓ જણાવે છે કે, જ્યારે બહારના લોકો સાથેની લડાઈ લડવી હોય, તો અંદરો અંદરની લડાઈ બંધ કરવી પડે. અંદરો અંદર ઝગડનારા પાંડવ અને કૌરવો બીજા લોકો માટે તો ૧૦૫ હતા, એમ બહારની લડાઈ જીતવી હોય તો, અંદર અંદરના સભ્યો સાથે સુમેળ સધાય એ બહુ જરૂરી છે.તેનું ઉદાહરણ આપતા તેઓએ કહ્યું હતું કે,”સખત વાવાઝોડું થાય છે, ત્યારે એકલું ઝાડ પડી જાય છે, પણ બીજા ઝાડના સમૂહમાં જે હોય એ બચી જાય છે.”
*જીવનમાં ક્યારેય હાર ન માનનારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ*
સરદાર સાહેબના જીવનમાંથી બીજી શીખ મેળવવા જેવી હોય તો તે એ છે કે,જીવનમાં ક્યારેય હાર ન માનવી. તેમણે આ અંગે પણ કહ્યું છે કે, કોઈ કામ હાથ પર લઈએ અને પછી નિષ્ફળતા મળે એટલે આપણે એને પડતું મૂકીએ છીએ પણ નિરાશ થયા વગર જો પ્રયાસો ચાલુ જ રાખીએ તો તેનું પરિણામ મળે જ છે. “એટલું ચોક્કસ રાખજો કે, જે કામ ઉપાડ્યું છે તેમાં પાછું ડગલું કોઈ ન ભરજો, થાકી જાઓ ત્યારે ઘડીક ઊભા રહી જજો, પણ પાછું ડગલું તો નહીં જ ભરજો.”
*બાળવિવાહના સખત વિરોધી અને સ્રી શક્તિનું સન્માન કરતાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ*
સ્ત્રીઓના સન્માનમાં અને સ્ત્રીઓને ઉલ્લેખીને પણ તેમણે કહ્યું છે કે,” સ્રી જેટલી શક્તિ તો પુરુષમાં પણ નથી, સ્ત્રીઓની સહનશક્તિ ઘણી જ હોય છે, સ્ત્રીઓએ તો પુરુષમાં પણ શક્તિ પૂરી છે.”આટલું કહેતા હૃદયને વિંધી નાખે એવી વાકધારા વહેવડાવતા, સરદારે બાળવિવાહનો વિરોધ કરતાં કહ્યું હતું કે, “મારું જો ચાલતું હોય તો હું બધી બહેનોને કહું કે, આવા બીકણ પુરુષોની પત્ની બનવા કરતા એની સાથે છેડા ફાડી નાંખો. જે બ્રાહ્મણ ઢીંગલા ઢીંગલી ના વિવાહ (બાળ વિવાહ) કરાવે છે, અને એ માટે સ્મૃતિઓ ટાંકે છે તે બ્રાહ્મણ નથી પણ રાક્ષસ છે, અને જે માં-બાપ એ બ્રાહ્મણોનું માનીને છોકરાને લગ્ન કરાવે છે, તેઓ પોતે પશુ છે, મારા હાથમાં કાયદો હોય તો હું તો એવાઓને ગોળીએથી ઠાર મારવાની સજા કરુ.”
*યુવાન સંતાનો સાથે ખુલીને વાત કરી શકોતો તેમને ખોઈ બેસવાની નોબત નહીં આવે*
સરદાર સાહેબ આજથી વરસો પહેલાં પણ પોતાની યુવાન દીકરી સાથે ખુલીને વાત કરી શકતા હતા. આપણે પણ જરા આપણી જાતને પૂછી જોવું જોઈએ કે, આપણે સંતાનો સાથે ખુલીને બધી વાત કરી શકીએ છીએ ખરા? આજે જે મા-બાપ પોતાના દીકરા દીકરીઓ સાથે ખુલીને વાત નથી કરી શકતા એને સંતાનો ખોઈ બેસવાની નોબત આવીને ઊભી રહે છે.
આ વાતની પૂર્તિ કરતું એક સુંદર ઉદાહરણ જે એમના જીવન પ્રસંગોમાં વણાયેલું છે, તે છે કે, તેમણે તેમના દીકરી મણીબેનને એકાંતમાં બોલાવીને એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું હતું કે, “બેટા તને શું તકલીફ છે? તારી મા નથી એટલે તારા માટે તો મા પણ હું જ અને બાપ પણ હું જ છું, જે કંઈ હોય એ પેટ છૂટી વાત કર તું યુવાન છે હું સમજુ છું કે, તારા પણ સપનાઓ હશે તને કોઈ મુરતિયો ગમી ગયો હોય તો એ પણ કહે, આપણે એ બાબતમાં હકારાત્મક વિચાર કરીશું, પણ આમ ઉદાસ રહીને રડ્યા કરે એ મને ન ગમે એટલે જ જે કંઈ હોય તે વાત મને દિલ ખોલીને કરો.”
*વ્યસન મુક્તિના આગ્રહી સરદાર*
તેમણે વ્યસન મુક્તિ માટે પણ સુંદર સંદેશ આપ્યો છે કે, “જેને માટલા ઘડવાના નથી, પણ માણસ ઘડવાના છે, એને કોઈ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ.”વ્યસન છોડવા માટે મજબૂત મનોબળની જરૂર પડે છે. કાલથી આ છોડી દઈશ એવું વિચારનારની કાલ ક્યારેય થતી જ નથી. ખૂબ સારું કામ કરતા હોઈએ અને અનેક લોકો આપણને અનુસરતા હોય ત્યારે જો આપણે વ્યસન કરીએ, તો એ ચંદ્રમામાં રહેલા કાળા ડાઘ જેવું હોય છે. જે આપણા પગલે ચાલે છે એના માટે પણ આ ડાઘ દૂર કરવો જ જોઈએ. તેવું શ્રી સરદાર પટેલ સાહેબનું સ્પષ્ટ પણે માનવું હતું.
*સ્વચ્છતા અભિયાન થકી ૨૮ ગામોમાંથી પ્લેગના રોગને હરાવતા સરદાર*
સરદાર પટેલના સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવે તો,વર્ષ ૧૯૩૪ માં ૧૪ ગામમાં અને ૧૯૩૫ માં ૨૮ ગામોમાં પ્લેગનો રોગ ફેલાયો અને ૫૮૯ લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યારે તેમણે કાર્યકરોની જુદી જુદી ટુકડીઓ બનાવીને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. પ્લેગ્રસ્ત બધા જ ગામનું એક એક ઘર અને ગલી સાફ કરી. ગામના બધા જ જાહેર સ્થળો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડ્યા અને, ગંદકી વાળી જગ્યાએ દવાઓના છંટકાવ કર્યો, ગંધકનો ધુમાડો કરીને પ્લેગના જંતુઓનો નાશ કર્યો, સરદાર પટેલ આ અભિયાન દરમિયાન બધેજ ફરતા રહેતા હતા, અને માર્ગદર્શન આપતા રહેતા. પરિણામે સરદાર પટેલના સઘન પ્રયાસોથી બોરસદના ૨૮ ગામોમાંથી પ્લેગનો રોગ જતો રહ્યો હતો.
આ અંગે તેઓ જણાવે છે કે, “સામાન્ય રીતે લોકો આરોગ્ય અને સફાઈ ના નિયમો જાળવવામાં અતિશય શિથિલ છે, આવી બાબતોમાં એ નથી સ્વધર્મ સમજતા કે, નથી પાડોશી ધર્મ જાણતા”

આ સાથે જ અત્યારે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ અભિયાનો થઈ રહ્યા છે, ત્યારે સરદાર પટેલે ખેડૂતોને પણ આ અંગે સુંદર સંદેશ આપતા જે તે સમયે કહ્યું હતું કે, “હું તો તમને ખેડૂતોને ત્રણ વસ્તુ સમજાવવા માંગું છું, તમે તમારી ઓલાદ સુધારો, તમારા ઢોરની ઓલાદ સુધારો, તમારા પાકની ઓલાદ સુધારો”તેમના આ નાનકડા સંદેશમાં ભવિષ્ય ની પેઢી માટે ઘણો મોટો ઉપદેશ છુપાયેલો જોવા મળે છે.
*”ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું” – શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ*
આ સાથે જ તેમણે ગુજરાતની પ્રજાને સંબોધીને પણ સંદેશ આપ્યો હતો કે, “ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું, કોઈ એમ ન કહી શકે કે ખોટી વણિક વૃત્તિનો ગુજરાતી શું કરી શકે? આવા સરદાર સાહેબનું ‘એકતા નું પૂતળું’ એટલે કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર સાહેબને આપનારું એક એવું સન્માન છે, જે આપણને એમના જીવનમાંથી પ્રેરણા લઈને એમણે કંડારેલી કેડી પર ચાલવા હંમેશા પ્રેરણ આપતું રહેશે અને તે જ શ્રી સરદાર પટેલનું સાચું સન્માન અને યોગ્ય અંજલિ ગણાશે.
*મહાનુભાવો દ્વારા સરદારના સન્માનમાં કહેવાયેલી વાતો*
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સરદાર સાહેબના મૃત્યુ પછી તેમના માટે કહેવાયું હતું કે, “સરદારના દેહને અગ્નિ ભરખી રહ્યો છે, પરંતુ આ ધરતી પરનો કોઈ પણ અગ્નિ તેમની કીર્તિને આંચ લગાડી શકે તેમ નથી”
ગાંધીજીએ પણ તેમના માનમાં કહ્યું હતું કે” વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો, જે કામ થયું છે તે ન જ થાત એટલો બધો શુભ અનુભવ મને એમનાથી થયો છે”
દેશના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા પણ સરદાર પટેલ માટે કહેવાયું છે કે ,”તેમનું નામ સ્વતંત્રતાની લડતના એક મહાન નેતા તરીકે જ નહીં, પણ નવા હિન્દના એક મહાન શિલ્પી તરીકે, તેનું એકીકરણ કરનાર તરીકે અને તેને સુદ્રઢ કરનાર તરીકે સદાય યાદ કરવામાં આવશે”
આ સાથે જ વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પણ સરદાર સાહેબ માટે કહેવાયું છે કે, “સરદાર શ્રી ભારતની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે ટૂંકા ગાળામાં જે સપનું સાકાર કર્યું ,તેનો જોટો દુનિયાજ નહીં ઇતિહાસમાં શોધવો પણ મુશ્કેલ છે”
………………………………….
*નેહા તલાવિયા*
*સંદર્ભ પુસ્તકો:’ સરદારના સંભારણા’ અને ‘હિન્દ કે સરદાર’*
[10/30, 6:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કેપ્શન:*
*આજરોજ ગાંધીનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે એકતા શપથ લેવામાં આવ્યા હતા. જેમાં રૂપાલ, બહિયલ, ચરાડા, કડાદરા, સનોદ, સોજા, રણચેરડા, પ્રાંતીય, બાપુપુરા, ઉનાવા, ધનાજ, શ્રદ્ધાનગર, કલોલ, મોટી આદરજ, પાટણકુવા, સાદરા, લોદરા, નારદીપુર, અડાલજ, દેવમુવાડા, હાજીપુર, કલ્યાણપુર, વડસર, ડીંગુચા, રખિયાલ ગામના આરોગ્ય કેન્દ્રોનાં કર્મયોગીઓએ એકતા અને દેશની અખંડિતતાની જાળવણીના સંકલ્પ લીધા હતા.*
[10/30, 7:04 PM] Neha Talaviya.Mahiti: 35 વર્ષ સરકારી સેવા પછી જિલ્લા માહિતી કચેરીના ડ્રાઇવર શ્રી જિતેન્દ્રભાઈ મકવાણાને વયનિવૃત્ત થતાં,જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર દ્વારા નાયબ માહિતી નિયામકશ્રી પારૂલ મણિયારની અધ્યક્ષતામાં સંપૂર્ણ સ્ટાફની હાજરીમાં સન્માન પૂર્વક વિદાય આપવા સાથે, નિવૃત્ત જીવનના નવા અધ્યાયની સુંદર અને સુખદ્ શરુઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
[10/31, 9:13 AM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગરવાસીઓએ લગાવી એકતા દોડ*
૦૦૦૦૦૦
*ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો કરાવ્યો શુભારંભ*
૦૦૦૦૦૦
*શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સ્વર્ણિમ પાર્ક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૩૧ ઓક્ટોબર – લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સ્વર્ણિમ પાર્ક ખાતે આવેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી ફલેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો શુભારંભ કરાવ્યો હતો.
આ દોડ સ્વર્ણિમ પાર્ક ખાતેથી મહાત્મા મંદિર, ટાઉનહોલ થઈ ફરી સ્વર્ણિમ પાર્ક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા.
એકતાની આ દોડમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ક્લેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, એસ.પી.શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિત અન્ય મહાનુભાવો તથા પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના જવાનો, ડી.એલ.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી એકતા પર્વની ઉજવણી કરી હતી.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[10/31, 9:13 AM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1bd0l9vq15EnVB350sSt-uL-31-zvSL0T?usp=sharing
[10/31, 10:33 AM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1Tn_wHhDw7V46B9LSeF7Npv3WGwrFglz0?usp=sharing

********************************

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં જંન જાગૃતિના ભાગરૂપે પ્રસારિત કરવા અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો