આજે બપોરે સરકાર દ્વારા અનામત બાબતે નું કોકડું ઉકેલવા મધ્યસ્થી તરીકે ડો.યજ્ઞેશ દવે અને વરુણ પટેલ ને જવાબદારી સોંપેલ છે.જેઓ સરકાર ના અધિકારીઓ તેમજ નાયબ મુખ્ય મંત્રી અને મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ ના સતત સંપર્ક મા રહી કોઈ ને પણ અન્યાય ના થાય તે રીતે ન્યાય અપાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આજ રોજ બપોરે સવર્ણ સમાજ ના સર્વે ઉપસ્થિત ભાઈઓ બહેનો અને વાલીઓ તેમજ જુદા જુદા સંગઠન ના નેતાઓ ને બંને મધ્યસ્થી નેતાઓ તેમજ રાજ શેખાવત,રાજપૂત સમાજ ના અગ્રણીઅો અને ઉત્તર ગુજરાત માંથી આવેલ મહિલા અગ્રણીઓ .દક્ષિણ તેમજ મધ્ય ગુજરાત માંથી આવેલા સામાજિક સવર્ણ સમાજના અગ્રણીઓ ને સાચી પરિસ્થિતિ થી મધ્યસ્થી નેતા વરુણ પટેલ અવગત કરતા હતા…આં દિનેશ બામણીયા.લાલજી પટેલ.કથીરીયા વરુમ્મન પટેલ.યજ્ઞેશ દવે.રમજુ જી.રાજ શેખાવત.પૂર્વ પટેલ તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અધ્યક્ષ.સંગઠક.કો.ઓર્ડીનેટર.પ્રવક્તા.યુવા પ્રમુખ.મંત્રીઓ.માં..ભરતભાઇ રાવલ.કમલેશ પટેલ.અમિત દવે.રાજેશ શુક્લ.પ્રદીપ રાવલ.દિવ્ય ત્રિવેદી.નીરવ દવે.પાર્થ રાવલ.અક્ષય જાની,જીગર પંડ્યા.સતિષ ભટ્ટ.તેમજ મહિલા અગ્રણીઓ સંગીતા જોશી.નિયુતા વ્યાસ.ઉમાબેન ઉપાધ્યાય તેમજ સવર્ણ સમાજના મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર હતા તેમજ સરકાર સામે ઉગ્ર રીતે સૂત્રોચ્ચાર કરી સવર્ણ એકતા ના દર્શન કરાવ્યા હતા.સાથે સાથે મીડિયા જગત ના સૌ કોઈ ખડે પગે સ્ટેન્ડ બાય ગોઠવાઈ ગયા હતા.અને દરેક ગતિવિધિ ની રજે રાજ ની ખબરો લાઈવ બતાવી રહ્યા છે.આવતીકાલે રવિવાર રજા નો માહોલ હોવાથી મોટી સંખ્યામાં સવર્ણ સમાજ ના સર્વ સંગઠન ના નેતાઓ.ભાઈઓ.બહેનો.વાલીઓ આવે તેવી શક્યતાઓ છે .સરકાર માટે વોટ બેંક જાળવી રાખી ને યોગ્ય ન્યાય કોઈ અન્યાય કોઈ પણ સમાજ ને ના થાય તે રીતે નિર્ણય લેવો કપરું કામ બની ગયું છે. જાતીય રાજકીય આક્ષેપો વિરોધ પક્ષ તરફ થી મુખ્યમંત્રી કક્ષાએ શરૂ થયાં છે.જ્યારે એક બાજુ ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા ના પુત્ર ના લગ્ન હોવાથી સરકારી અધિકારીઓ કાર્યકરો.આગેવાનો.ના જમણવાર સમય પ્રમાણે ચાલી રહ્યા છે અને અનુકૂળતા પ્રમાણે સૌ હાજરી આપી રહ્યા છે ..હવે સાંજે મધ્યસ્થી નેતાઓ શું વાત સરકાર સાથે કરીને આવે છે તે બાબતે સૌ કોઈ મીટ માંડી ને બેઠા છે. આખા ગાંધીનગર મા આંદોલન નો માહોલ જામ્યો છે..