અમદાવાદ શહેર વિસ્તારમાં ખુલ્યું આધુનિક સીનેમા..
અમદાવાદના રીલીફ રોડ પર તારીખ ૮ ફેબ્રુઆરી ૧૯૫૨ ના રોજ સ્થપાયેલ જુના રૂપમ સીનેમા નું આજે ૮ ફેબ્રુઆરી ૨૦૨૦( ૬૮ વર્ષે ) ડીજીટલ ડોલ્બી, રિક્લાઇન બેઠકો, સંપુર્ણ વાતાનુકુલિત અને ખાસ ડીઝાઇન સાથે નવીનીકરણ કરી ખુલ્લું મુકાયું….
ખીસ્સાને પરવડે તેવા માત્ર ૧૦૦/- રૂપિયા ના આકર્ષક દરે આજથી આપની ગમતી ફીલ્મો રૂપમ લક્ષ્મી સીનેમા માં જોઇ શકશો..
૧૦૪ સીટોની ક્ષમતા ધરાવતા રૂપમ સીનેમા ખાતે પોપકોર્ન, પેપ્સી, સમોસા જેવા હાઇજેનીક ફુડનો ભાવ પણ માત્ર ૫૦/- રૂપિયા ફીક્ષ રાખવામાં આવ્યો છે..
શહેરમાં રહેતા સીનેમા શોખીનો માટે આ એક આનંદના સમાચાર છે..