દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે.. દિલ્હીનાં તમામ પક્ષનાં મહારથીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી પૂર જોશમાં કરી લીધી છે. જ્યારે હાલ દિલ્હીનાં સત્તા રૂઢ આમ આદમી પાર્ટી પોતાનાં કાર્ય અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં સહારે સત્તામાં પાછા ફરવાની આશા લગાવી છે. તો બીજી તરફ બીજેપી કેન્દ્ર સરકારનાં કામની સિદ્ધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ચહેરાને આગળ કરવાની સાથે સાથે જનતાને પોતાના તરફ વાળવાની તૈયારીમાં લાગ્યા છે. સાથે સાથે અન્ય પાર્ટીઓ પણ દિલ્હીમાં સત્તાનો સ્વાદ ચાખવા માટે તૈયારીમાં વ્યસ્ત છે.ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચૂંટણી સંગ્રામમાં બીજેપીને મુખ્યમંત્રીનાં ચહેરા સાથે ઉતરવાનો દાવ ક્યારેય સફળ થયો નથી. દિલ્હીમાં વર્ષ 1993થી લઈને 2015 સુધી છ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. ત્યારે બીજેપી આ તમામ ચૂંટણીમાં 5 વખત મુખ્યમંત્રીનાં ચહેરા સાથે ચૂંટણીનાં મેદાનમાં જીતનાં વિશ્વાસ સાથે ઉતરી હતી. પરંતુ પાર્ટીને દરેક સમયે હારનો સામનો કરવો પડ્યો છે.
***