* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ માટે રૂ.450 કરોડથી વધુ સહાયનું લોકાર્પણ કર્યુ.* (તારીખ : 3 થી 9 માર્ચ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ વાંચો,janfariyadnews youtube channel links જૂવો.

NG-3-3-2025 pdf NG-4-3-2025 pdf NG-5-3-2025 pdf NG-6-32025 pdf NG-7-2-2025 pdf NG-8-3-2025 pdf 9 jan fariyad pdf NG-9-3-2025 pdf

પ્રેસનોટ- 2821/03/2025 તા.08-03-2025

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ માટે રૂ.450 કરોડથી વધુ સહાયનું લોકાર્પણ કર્યુ.

થોડા દિવસ પહેલા મહાકુંભમાં મા ગંગાના આશિર્વાદ મળ્યા હતા અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને માતા-બહેનોના આશિર્વાદ મળ્યા છે.
– શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-

આજનો દિવસ આપણા સૌ માટે મહિલાઓ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવાનો દિવસ છે અને મહિલાઓ પાસેથી કંઇક શિખવાનો દિવસ છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છુ. મારા આ નિવેદનથી કેટલાય લોકોને ગમશે નહી અને મને ટ્રોલ કરવાનુ કામ શરૂ કરશે.
– શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
અમારી સરકાર મહિલાઓના જીવનમા સન્માન અને સુવિઘા બંનેને સર્વોચ્ચ પ્રાથમિકાતા આપે છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
સંવિઘાનનો ઢોલ પીટવા વાળા લોકો આંખો બંધ કરી બેઠા હતા, મહિલાઓને થતા અન્યાય તેમના માટે ચિંતાનો વિષય હતો જ નહી. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—–
આજે ભારત દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે.
– શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
આપણુ ગુજરાત મહિલાઓના વિકાસમાટે ઉત્તમ ઉદાહરણ છે,ગુજરાતે દેશને સહકારીતાનુ સફળ મોડલ આપ્યુ છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
આજે દેશભરમાં કેચ ધ રેઇન અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યુ છે, આ અભિયાન નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહ્યુ છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ગાંધીજી કહેતા હતા કે ભારતનો આત્મા ભારતના ગામડામા છે તેમા એક પંક્તિ ઉમેરીને કહુ છું કે ગ્રામિણ ભારતની આત્મા ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણમાં છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
અમારી સરકાર 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાના સંકલ્પ સાથે આગળ વઘી રહી છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
અમારી સરકારે અંગ્રેજોના સમયના કાયદાઓને દુર કરવાનુ કામ કર્યુ ,આઝાદીના 75 વર્ષ પછી આ કામ કરવાની તક મને આપ સૌએ આપી છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
મહિલાઓ સાથે થતા ગુન્હામાં ઝડપથી કોર્ટમા સુનવણી થાય અને દોષીતો ને ઝડપથી સજા થાય તે માટે ફાસ્ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે.
– શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
પહેલાની સરકારમાં મહિલાઓ સાથે અપરાધીત પ્રવૃતિ થતા કોર્ટમા તારીખ પર તારીખ મળતી અને ન્યાય મળવામાં વિલંબ થતો હતો. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
એક દિકરો જેવી રીતે માતાની સેવા કરે તે જ ભાવથી હું ભારત માતા અને મારી માતા-બહેનોની સેવા કરી રહ્યો છું. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-

મહિલા દિવસે મહિલાઓ માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવુ તે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું મહિલાઓને સશક્ત કરવાનું જે કમિટમેન્ટ છે તે દર્શાવે છે. – શ્રી સી.આર.પાટીલ
—-
આજનો કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિઝનરી લિડિરશીપમાં બદલાઇ રહેલા નવા ભારતની તસ્વીર દર્શાવતો કાર્યક્રમ છે. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
—-

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વૈશ્વીક નેતા અને દેશના પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નવસારીના બોરસી ખાતે લખપતિ દીદી સંમેલન કાર્યક્રમ અંતર્ગત સંબોધન કર્યુ હતું. જનસભા સ્થળે પહોંચતા પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો ભવ્ય રોડ- શો યોજાયો હતો જેમા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને આવકારવા મોટી સંખ્યામાં જીલ્લાના લોકો ઉપસ્થિત રહી ઢોલ-નગારા અને પારંપારિક નૃત્ય સાથે ઉષ્માભેર સ્વાગત કર્યુ તો વડાપ્રધાનશ્રીએ પણ સૌને હાથ જોડીને અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજયભરમાથી ઉપસ્થિત લખપતિ મહિલાઓએ આદરણીય વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોડક્ટ અર્પણ કરી સ્વાગત કર્યુ. આ કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથોની 2.5 લાખથી વઘુ મહિલાઓને રૂ.450 કરોડથી વધુની સહાયનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વૈશ્વીક નેતા અને પ્રધાન સેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતની ઘરતીથી દેશની મહિલાઓને મહિલા દિવસની શુભકામના પાઠવતા સંબોધન કરતા જણાવ્યું કે, થોડા દિવસ પહેલા મહાકુંભમાં મા ગંગાના આશિર્વાદ મળ્યા હતા અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશિર્વાદ મળ્યા છે. મહાકુંભમાં માતા ગંગાના આશિર્વાદ મળ્યા અને આજે આપ સૌ માતા-બહેનોના આશિર્વાદ મળ્યા છે. આજે મહિલા દિવસ ગુજરાતની મારી માતૃભૂમિ અને મોટી સંખ્યામાં જે મહિલાઓ ઉપસ્થિત રહ્યા છે તેમના નતમસ્તક થઇને વંદન કરુ છું. આજે અંહી ગુજરાત સફળ અને ગુજરાત મૈત્રી બે યોજનાનો શુભારંભ થયો છે. અનેક યોજનાઓના રૂપિયા મહિલાઓના ખાતામાં સિધા જમા કરવામાં આવ્યા છે જે માટે પણ મહિલાઓને અભિનંદન.

શ્રી મોદી સાહેબે આજના દિવસને મહિલાઓને સમર્પિત કરતા વધુમાં જણાવ્યું કે, આપણા સૌ માટે મહિલાઓ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવાનો દિવસ છે. મહિલાઓ પાસેથી કંઇક શિખવાનો દિવસ છે. આજના દિવસે ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છુ. મારા આ નિવેદનથી કેટલાય લોકોને ગમશે નહી અને મને ટ્રોલ કરવાનુ કામ શરૂ કરશે પરંતુ હું ફરી કહું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તી છું. મારી જીદગીના એકાઉન્ટમાં કરોડો માતા-દિકરીઓના આશિર્વાદ છે જે સતત વધી રહ્યા છે અને એટલે કહી શકું છું કે હું દુનિયાનો ધનવાન વ્યક્તિ છું.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આપણા શાસ્ત્રમાં નારીને નારાયણી કહેવામાં આવે છે. મહિલાઓનુ સન્માન એ સમાજ અને દેશના વિકાસનું પ્રથમ પગથીયું છે. વિકસીત ભારત બનાવવા ભારતના ઝડપથી વિકાસ માટે આજે ભારત મહિલાઓના વિકાસ માટે ઝડપથી આગળ વધી રહ્યુ છે. અમારી સરકાર મહિલાઓના જીવનમા સન્માન અને સુવિઘા બંનેને સર્વોચ્ચ પ્રાથમિકાતા આપે છે. કરોડો મહિલાઓ માટે અમારી સરકારે શૌચાલય બનાવી તેમનુ સન્માન વધારવાનું કાર્ય કર્યુ છે અને ઉત્તર પ્રદેશના કાશીની બહેનો શૌચાલય શબ્દોનો પ્રયોગ નથી કરતા તે કહે છે તે આ તો મોદીજીએ ઇજત ઘર બનાવ્યું છે. કરોડો મહિલાઓના બેંક ખાતા ખોલી તેમને બેંકીગ વ્યવસ્થા સાથે જોડવાનું કાર્ય કર્યુ, તો ઉજવલા સિલિન્ડર આપી ધૂમાડાથી બચાવ્યા છે. નોકરીયાત મહિલાઓને ગર્ભાવસ્થા સમયે ફકત 12 અઠવાડીયાની રજા મળતી હતી જેને સરકારે વધારી 26 અઠવાડીયા કરી આપ્યા. ત્રીપલ તલાકનો કાયદો લાવી મુસ્લીમ સમાજની બહેનોનુ જીવન સુઘારવાનું કામ કર્યુ છે. કાશ્મિરમાં આર્ટિકલ 370 કલમ હતી ત્યારે ત્યાની મહિલાઓ ઘણા લાભોથી વંચિત રહેતી હતી અને અમે કલમ 370 રદ કરી મહિલાઓને મળવા પાત્ર તમામ અધિકારો આપવાનું કામ કર્યુ છે. સંવિઘાનનો ઢોલ પીટવા વાળા લોકો આંખો બંધ કરી બેઠા હતા, મહિલાઓને થતા અન્યાય તેમના માટે ચિંતાનો વિષય હતો જ નહી.સંવિધાનનું સન્માન કેવી રીતે કરી શકાય તે મોદીએ કલમ 370ને દુર કરી દેશના ચરણોમા સમર્પિત કર્યુ છે.

શ્રી મોદી સાહેબે 2014ના વર્ષને યાદ કરતા જણાવ્યું કે, વર્ષ 2014 પછી દેશના મહત્વપુર્ણ પદ પર મહિલાઓની ભાગદારી ઝડપથી વધી છે. 2014 પછી કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલાઓ મંત્રી બન્યા છે તો સસંદમા મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. 2019મા પહેલી વખત 78 મહિલાઓ સસંદ તરીકે ચૂંટાઇને આવ્યા હતા. આપણી અદાલતોમા ન્યાય પાલિકામાં મહિલાઓની ભાગીદારી વધી છે. આજે ભારત દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ભારત અંતરિક્ષમાં સ્પેસ સાયન્સમા ઉંચાઇઓને પ્રાપ્ત કરી રહ્યુ છે જેમા પણ મહિલાઓની સંખ્યા વધી છે. દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં મહિલા પાયલટ આપણા ભારતમા છે. આપણુ ગુજરાત મહિલાઓના વિકાસ માટે ઉત્તમ ઉદાહરણ છે,ગુજરાતે દેશને સહકારીતાનુ સફળ મોડલ આપ્યુ છે.

શ્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા તે સમયે કરેલ વિવિધ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મહિલાઓના હિતને ધ્યાને રાખી ચિરંજીવી યોજના,બેટી બચાવો અભિયાન,મમતા દિવસ,કન્યા કેળવળી રથયાત્રા,કુવરબાઇનુ મામેરુ,સાત ફેરા સમુહ લગ્ન યોજના,અભયમ હેલ્પ લાઇન જેવી અનેક યોજના જાહેર કરી. જ્યારે નીતી સાચી હોય તો મહિલાઓની શક્તિ કેવી રીતે વધે તે ગુજરાતે દેશને બતાવ્યું છે.

શ્રી મોદી સાહેબે જળજીવન મિશન અંગે જણાવ્યું કે, આજે દુનિયામા જળજીવન મિશનની ચર્ચા થઇ રહી છે. જળજીવન મિશનથી આજે દેશના ગામડે ગામડે પાણી પહોંચી રહ્યુ છે. પાછલા પાંચ વર્ષમા લાખો ગામડામાં સાડા પંદર કરોડ ઘરો સુઘી પાઇપથી પાણી પહોચાડવામાં આવ્યુ છે, આ યોજનાને સફળ કરવા મહિલાઓની પાણી સમિતિ ગુજરાતમાં શરૂ કરી જે આખા દેશમા શરૂ કરવામાં આવી છે. પાણીની સમસ્યાના સમાધાન અંગે વાત કરીએ તો પાણીને બચાવવુ જરૂરી છે. આજે દેશભરમાં કેચ ધ રેઇન અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે આ અભિયાન નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહ્યુ છે. નવસારીની મહિલાઓએ પણ વરસાદી પાણીના સંગ્રહ માટે ખૂબ સારુ કમ કર્યુ છે જે અંગે મને માહિતી આપવામાં આવી છે અને પાંચ હજાર થી વધુ બોરનુ કામ પુર્ણ કરવામાં આવ્યું છે એક જીલ્લામાં આટલુ કાર્ય થવુ તે મોટી વાત છે. આ અભિયાન અંગે મને સી.આર.પાટીલે માહિતી આપી છે કે 2 થી 3 દિવસમાં વધુ 1100 બોરનુ કામ થયુ છે. નવસારી જીલ્લો રેઇન વોટર હાર્વેસ્ટીગ યોજનામાં ગુજરાતમા સૌથી વધુ આગળ રહેનાર જીલ્લો છે જે માટે નવસારીના લોકોને અભિનંદન પાઠવું છું. ગુજરાતની મહિલાઓનુ સામાર્થ્ય કોઇ એક ક્ષેત્ર માટે સિમિત નથી.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, દેશને નવી સંસદ મળી ત્યારે પહેલુ કાર્ય નારી શક્તિ માટે કર્યુ.નારી શક્તિ વંદનથી એક આદિવાસી સમાજની મહિલા અને આપણા દેશના રાષ્ટ્રપતિજીએ મહિલા અનામતના બિલને મંજૂરી આપી છે. ગાંધીજી કહેતા હતા કે ભારતનો આત્મા ભારતના ગામડામા છે તેમા એક પંક્તિ ઉમેરીને કહુ છું કે ગ્રામિણ ભારતની આત્મા ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણમાં છે. આજે ભારત દુનિયાની પાંચમુ સૌથી મોટુ અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. દેશની આર્થિક પ્રગતીનો પાયો દેશની મહિલાઓએજ સ્થાપ્યો છે. દેશની દસ કરોડથી વધુ મહિલાઓ 90 લાખથી વધુ સ્વસહાયતા સમુહ ચાલવી રહ્યા છે તેમાથી 3 લાખ એકલા ગુજરાતમાં ચાલી રહ્યા છે. અમારી સરકાર 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાના સંકલ્પ સાથે આગળ વઘી રહી છે. પાછલા દસ વર્ષોમા અમારી સરકારે સેલ્ફ હેલ્પ ગ્રુપને વધુ મજબૂત કરવા તેના બજેટમાં પાંચ ગણો વધારો કર્યો છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકારે દસ લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાના અભિયાનને શરૂ કર્યો છે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને શુભકામના પાઠવું છું. વડાપ્રધાન બન્યા પછી પહેલી વખત લાલ કિલ્લા પરથી સંબોધનમાં મે કહ્યુ હતું કે, જ્યારે દિકરી સાંજે ઘરે મોડી આવે તો માતા-પિતા તેના પર ગુસ્સે થાય છે તેને ઘણા સવાલો કરે છે અને મે સવાલ કર્યો હતો તો કે દિકરી મોડી આવે તો સવાલ કરો છો તો દિકરો મોડો આવે તો તેને પણ સવાલ કરવો જોઇએ. અમારી સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યુ છે. મહિલાઓ સાથે થતા ગુન્હામાં ઝડપથી કોર્ટમા સુનવણી થાય અને દોષીઓને ઝડપથી સજા થાય તે માટે ફાસ્ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 800 નવી કોર્ટ દેશમા સ્વીકૃત કરવામાં આવી છે. રેપ અને પોસ્કો જોડાયેલા 3 લાખ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, અમારી સરકારે અંગ્રેજોના સમયના કાયદાઓને દુર કરવાનુ કામ કર્યુ આઝાદીના 75 વર્ષ પછી આ કામ કરવાની તક મને આપ સૌએ આપી છે જેમા મહિલાઓને સશક્ત કરવાના કાયદાને વધૂ મજબૂત કરવામાં આવ્યા છે. પહેલાની સરકારમાં મહિલાઓ સાથે અપરાધીત પ્રવૃતિ થતા કોર્ટમા તારીખ પર તારીખ મળતી અને ન્યાય મળવામાં વિલંબ થતો હતો. બળત્કાર જેવા જઘન્ય અપરાધમા 60 દિવસમાં નિર્ણય આવે અને 45 દિવસમાં ફેસલો લાવવામાં આવે આ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. પહેલા પીડિતને પોલીસ સ્ટેશન આવી એફ.આઇ.આર કરાવી પડતી અને અમે નવા કાયદામાં ક્યાથી પણ ઇ- એફ.આઇ.આર દાખલ કરાવવાની વ્યવસ્થા કરી આપી છે. રેપ વિક્ટીમનુ નિવેદન પોલીસ ઓડિયો અને વિડિયોથી દાખલ કરી શકે છે જેને કાનુની માન્યતા આપવામાં આવી છે. ડોકટર દ્વારા મેડિકલ રિપોર્ટ માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. સુરત જીલ્લામાં ગત વર્ષે એક દિકરી જોડે ગેંગ રેપની દુખદ ઘટના બની હતી અને જેમા 15 દિવસમાં આરોપીઓ નક્કી થયા અને દોષીઓને સજા અપાવી. મહિલાઓ સાથે થતા અપરાધના કેસમા ઝડપથી સુનવણીઓ કરવામાં આવી રહી છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારા સ્વપ્નોના વિકાસમાં કોઇ અડચણ નહી રાખુ. એક દિકરો જેવી રીતે માતાની સેવા કરે તે જ ભાવથી હું ભારત માતા અને મારી માતા-બહેનોની સેવા કરી રહ્યો છું મને વિશ્વાસ છે 2047માં વિકસીત ભારતનુ લક્ષ પુરુ થશે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ મહિલા દિન નિમિત્તે લખપતિ દિદિ સંમેલન અંતર્ગત મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને વંદન કરતા સંબોધન કરતા જણાવ્યું કે, મહિલા દિવસે મહિલાઓ માટેનો કાર્યક્રમ એ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું મહિલાઓને સશક્ત કરવાનું જે કમિટમેન્ટ છે તે દર્શાવે છે.મહિલાઓની સંકલ્પ શક્તિ-પ્રેમ અને વિચારમાં દુનિયાને બદલવાની શક્તિ રહી છે આ શક્તિને આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ઓળખી તેમના માટે વિવિધ યોજના લાગુ કરી મહિલાઓને તેમની શક્તિ દર્શાવવાની તક મળે તે કામ વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. આ દેશમાં નારીશક્તિને મજબૂત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જ કામ શરૂ કર્યુ હતું. મહિલાઓને 50 ટકાનુ રિઝર્વેશન આપી ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં સત્તા સંભાળી જનસેવા કરવાની તક આપી છે. લોકસભા-વિઘાનસભામાં વડાપ્રધાનશ્રી મોદી સાહેબે 33 ટકા અનામતનુ બિલ લાવ્યા છે. આજના કાર્યક્રમમાં જે લખપતિ મહિલાઓ આવી છે તેમની સુરક્ષાની જવાબદારી પોલીસ સંભાળતી હોય છે પરંતુ મોદી સાહેબે મહિલાઓની સુરક્ષાનુ કામ મહિલા પોલીસ અધિકારીઓને સૌંપ્યુ છે. આ પહેલો કાર્યક્રમ હશે જેમા પહેલી વખત મહિલા પોલીસ અધિકારીઓને સુરક્ષાની જવાબદારી આપવામાં આવી હોય. 15મી ઓગષ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે જે પરેડ થાય છે તેમા પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મહિલાઓને નેતૃત્વ સૌંપ્યુ છે. આજના સમયમાં મહિલાઓ નેવી,ભૂમિદળ કે પાયલટ બનવાની સંખ્યા વધી છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવતા સંબોધન કરતા જણાવ્યું કે, મહિલા દિવસ નિમિત્તે દેશની બહેનોના પરિશ્રમનુ ગૌરવ કરી વડાપ્રધાનશ્રીએ માતૃશક્તિની વંદના કરી છે. આજનો કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિઝનરી લિડિરશીપમાં બદલાઇ રહેલા નવા ભારતની તસ્વીર દર્શાવતો કાર્યક્રમ છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસની એવી હરણફાળ ભરી છે કે લખપતિ દિદિનું સંમેલન યોજાયું છે. વડાપ્રધાનશ્રીએ સૌના સાથ,સૌના વિકાસનો જે મંત્ર આપ્યો છે તેમા નારી શક્તિના વિકાસ ને હમેંશા પ્રાથમિકતા આપી છે. મોદી સાહેબે ગુજરાતમાં પહેલી વખત મહિલા અને બાળ કલ્યાણ નું અલગ કમિશનર એકટ સ્થાપિને બહેનો માટે આયોજન બદ્ધ વિકાસનો પાયો નાખ્યો હતો. મોદી સાહેબે દિકરીઓના શિક્ષણ માટેની ચિંતા કરી જે માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજયા. મહિલાઓ આત્મનિર્ભર બની તેમના પરિવાર માટે આર્થિક આધારસ્તંભ બની છે. મોદી સાહેબે મહિલાઓના હુનરને ઓળખી તેમની સમર્થ શક્તિને વધુ મજબૂત કરવા સખી મંડળનો વિચાર આપ્યો છે. મોદી સાહેબના નેતૃત્વમાં નારી શક્તિના વિકાસનો નવો યુગ શરૂ થયો છે. આ વર્ષે ટેક્સટાઇલ પોલીસીમાં પણ મહિલા રોજગારી અને મહિલા સ્વસહાય જૂથ ના સશક્તિકરણ માટે પ્રોત્સાહન આપ્યું છે. મોદી સાહેબે આપણને 2047મા વિકસીત ભારતનો સંકલ્પ આપ્યો છે તેને વિકસીત ગુજરાત થકી સાર્થક કરવા પ્રયાસ કરવાનો છે. પર્યાવરણની જાળવણી માટે એક પેડ મા કે નામ ની પ્રેરણા આપણને સૌને આપી છે તેમજ ભવિષ્યની જળસુરક્ષા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવા કેચ ધ રેઇનનો સંકલ્પ આપ્યો છે. આજે સન્માનિત થયેલ લખપતિ દિદિઓ અન્ય બહેનો માટે આર્થિક અને સામાજીક ઉન્નતીની પ્રેરણા બનશે તેવા વિશ્વાસ છે.

આ કાર્યક્રમમાં રાજયના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જીલ્લા તેમજ પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)

અહીંયા કોઈપણ સમાચારો જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરાવી શકે છે.તંત્રી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *