પ્રેસ નોટ DMF આરો પ્લાન્ટ (3) પુસ્તકાલય c c tv રમત ગમત અધિકારી ગણિત વિજ્ઞાન બેજીક એક્ટીવીટી રૂમ સ્માર્ટ ક્લાસ હાઈજીન કીટ R O શિક્ષણાધિકારી
ઉપરોક્ત વિષયક ફોટોગ્રાફ તેમજ ચાર્ટ સાથે તમામ પુરાવાઓ DMF દ્વારા મળતી દસ કરોડ ની ગ્રાન્ટ માંથી જે વપ્રસ થયો છે અને ને ખર્ચ થયો છે તેના પુરાવા બાયડ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા આજ રોજ સર્કિટ હાઉસ મા પ્રેસ યોજી ને જાહેર મા સરકાર ના ઉપરોક્ત વિષયક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.અને કહ્યું છે કે દસ કરોડ માંથી માત્ર ત્રણ કરોડ રૂપિયા જેવી રકમ વપરાઈ છે અને બાકી સાત કરોડ નો ભ્રષ્ટાચાર થયો છે…અને હજુ જો વધુ તપાસ કરવામાં આવે તો વધુ ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે અને આવી રીતે સમગ્ર ગુજરાત દ્વારા કેટલી રકમ ફાળવી અને બધા માં જો દસ કરોડ માં સાત કરોડ નો ભ્રષ્ટાચાર હોય તો કુલ વાર્ષિક ગ્રામ નો 70% ભ્રષ્ટાચાર જેટલી રકમ ક્યાં અને કોણ પગ કરી કર્યું…આ સૌથી મોટું કૌભાંડ અપક્ષ અને પૂર્વ ભાજપ ના ધારાસભ્ય દ્વારા ખૂબ હિંમત કરીને બહાર પાડવામાં આવ્યું છે..
હવે જોવાનું રહ્યું કે સરકાર સાચી દિશામાં તપાસ કરીને આ કૌભાંડ બહાર લાવીને ગુનેગારો ને સજા રૂપે સાપ3ન્ડ અને ત્યારબાદ ડીસ્મીસ કરી શિક્ષણ જગત ને ન્યાય આપવાનો કે આમાં પણ ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા ભીનું સંકેલીને ઘી ના ઠામ માં ઘી ઠારી દેશે?
આવા જાગૃત ધારાસભ્યને વિધાનસભાની અંદર ભારતીય જનતા તર પાર્ટી તરફથી ટિકિટ નહીં ફાળવીને ધવલસિંહ ઝાલા ને પૂર્વ ભાજપના જીતેલા ઉમેદવાર હોવા છતાં અન્યાય કર્યો છે અને તેઓએ અપક્ષ લડીને પણ જીતીને બતાવ્યું છે અને તો પણ ભારતીય જનતા પાર્ટીને તેમને તેમનો ટેકો જાહેર કર્યો છે આવી નામોશી ભરી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની નીતિ હોવા છતાં જો શિક્ષણ જગતને બચાવવા આવા ધારાસભ્યોને પૂર્ણ પ્રમાણમાં ટેકો કરીને જો સરકાર ન્યાય કરે તો ગુજરાતની 182 વિધાનસભા સીટની અંદર તેની અસર પડે અને સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણ જગતનો સૌથી મોટો ભ્રષ્ટાચાર થતો બંધ થાય.
તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જ્યારે સાબરકાંઠાની મુલાકાતે કાર્યક્રમમાં સ્ટેજ ઉપર એવું બોલ્યા હતા કે ધવલસિંહ હવે તમે ઘણા પક્ષો બદલ્યા હવે સ્થિર રહેજો અને જે લોકોને નારાજગી છે તેમની માફી માગી લેજો તેવું તેમણે ભાજપને સાચવવા માટે ભાષણમાં કહ્યું હતું પણ હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની ભુલ હતી કે આવા જાગૃત જીતી શકે તેવા ધારાસભ્યને ટિકિટ ન ફાળવી અને બીજાને ફાળવી કે જેની સામે પણ અપક્ષ તરીકે આ ધવલસિંહ ઝાલા એ જીતીને બતાવ્યું જેથી પ્રદેશ પ્રમુખે આ શબ્દો પાછા વાળીને હકીકતમાં તો આવા ધારાસભ્યનું સન્માન કરવાનું હોય તેમ છતાં પણ ધવલસિંહ ઝાલા એક પણ શબ્દ બોલ્યા વિના ભાજપને આપેલો ટેકો તેમણે આજે પણ ચાલુ રાખ્યો છે પરંતુ આવા કૌભાંડોને ભ્રષ્ટાચાર ખોલવામાં તે ક્યારેય પાછી પાણી કરતા નથી તે તેમની એક વિશિષ્ટ આવડતનો ભાગ છે.
************************************
અહીંયા કોઈપણ સમાચાર રાગધ્રેશ વિના માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ આ બાબતે વાંધાજનક સમાચાર લાગે તો તંત્રીશ્રીનો સંપર્ક સાથીને તેવા સમાચાર અહીંથી દૂર કરી શકાશે. તંત્રી
************************************