[pdf-embedder url=”https://janfariyadnews.com/wp-content/uploads/2025/05/11-NG-pdf.pdf” title=”11 NG pdf”]
11 NG pdf11 jan fariyad pdf12 NG pdf-113 Ng pdf
16 NG pdf-1 17 Ng pdf-1 18 Ng pdf 18 jan fariyad 19 Ng pdf 20 Ng pdf-1
****************************
હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
29મી મે થી 2જી જૂન સુધી સવારે 10 થી બપોરના 3 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિએ (ખુલ્લા આકાશ નીચે) બહાર ન જવું જોઈએ કારણ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી 55 ડિગ્રી સેલ્સિયસ સુધી જશે, જેના કારણે જો કોઈ વ્યક્તિ ગૂંગળામણ અનુભવે અથવા અચાનક બીમાર પડે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો, રૂમનો દરવાજો ઓછો ખુલ્લો રાખો, મોબાઇલ ફોનનો ઉપયોગ ઓછો ન થાય તે માટે. મોબાઈલ ફોન ફાટવાની શક્યતા, કૃપા કરીને સાવચેત રહો અને લોકોને જાણ કરો, શક્ય હોય ત્યાં સુધી ઠંડા પીણા જેવા કે દહીં, છાશ,સફરજનનો રસ વગેરેનો ઉપયોગ કરો.
અત્યંત મહત્વની સૂચના
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ ડિફેન્સ નાગરિકો અને રહેવાસીઓને નીચે મુજબની ચેતવણી આપે છે.
તાપમાન 47 થી 55 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે વધવાથી અને ક્યુમ્યુલસ વાદળોની હાજરીને કારણે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ગૂંગળાવી નાખે છે, અહીં કેટલીક ચેતવણીઓ અને સાવચેતીઓ છે.
આને કારમાંથી દૂર કરવા જોઈએ
1. ગેસ પુરવઠો 2. લાઇટર 3. કાર્બોનેટેડ પીણાં 4. સામાન્ય રીતે અત્તર અને ઉપકરણોની બેટરી 5. કારની બારીઓ થોડી ખુલ્લી હોવી જોઈએ (વેન્ટિલેશન) 6. કારની ફ્યુઅલ ટાંકી સંપૂર્ણપણે ભરવી નહીં 7. સાંજે કારમાં રિફ્યુઅલ આપો 8. કારમાં મુસાફરી કરવાનું ટાળો જ્યારે સવારે 9. ખાસ કરીને મોડી મુસાફરી ન કરો.
વીંછી અને સાપથી સાવચેત રહો કારણ કે તેઓ તેમના ખાડામાંથી બહાર આવશે અને ઠંડી જગ્યાઓની શોધમાં બગીચાઓ અને ઘરોમાં પ્રવેશી શકે છે.
પુષ્કળ પાણી અને પ્રવાહી પીવો, ખાતરી કરો કે ગેસ સિલિન્ડરો તડકામાં રાખવામાં ન આવે, વીજળી મીટર ઓવરલોડ ન થાય તેની ખાતરી કરો અને એર કંડિશનરનો ઉપયોગ ફક્ત ઘરના કબજાવાળા વિસ્તારોમાં જ કરો, ખાસ કરીને ગરમીના સમયે. અને બે થી ત્રણ કલાક પછી 30 મિનિટનો આરામ આપો. તે 45-47° બહાર છે, ઘરમાં AC 24-25° પર રાખો, તમારું સ્વાસ્થ્ય અને સુખાકારી સારી રહેશે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાનું ટાળો, ખાસ કરીને સવારે 10 થી બપોરે 3 વાગ્યાની વચ્ચે.
છેલ્લે: કૃપા કરીને આ માહિતી શેર કરો કારણ કે અન્ય લોકો કદાચ જાણતા ન હોય અને કદાચ આ પહેલીવાર વાંચતા હોય.
સાદર, ડિરેક્ટોરેટ જનરલ સિવિલ ડિફેન્સ
****************************
ગૂજરાત સરકાર ના લેટેસ્ટ સમાચારો Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી*
****************************
*રાજ્યપાલશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી*
***************†************
*મહેસાણા, ૨૦ મે ૨૦૨૫, મંગળવાર*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગત 17 મેના રોજ અવસાન પામેલા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રી કમળાબહેન પટેલને તેમના નિવાસ સ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શોક સંતૃપ્ત પરિજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ આરોગ્યમંત્રીશ્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી કમળાબહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
રાજ્યપાલશ્રીની સાથે જિલ્લા કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સહિત સ્થાનિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.
***************************
Gajjar.Mahiti.Press: *સરહદી સીમાની સુરક્ષા હવે વધુ મજબૂત: બનાસકાંઠાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ*
________
*સરહદી ગામોની સુરક્ષા માટે સાયરન સિસ્ટમ મહત્વપૂર્ણ પગલું: જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ*
_______
*સરહદી વાવ-સુઈગામ તાલુકાના તમામ ૧૨૨ ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા: રાજ્ય સરકારના પ્રયાસોને નાગરિકોનું સમર્થન*
_______
*અફવાઓથી અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી:- સરહદી વિસ્તાર બોરુ ગામના નાગરિક જગદીશભાઈ*
________
(માહિતી બ્યુરો,પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ જણાવ્યું કે, તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવામાં આવી હતી. આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે. શરૂઆતમાં વાવ – સૂઇગામના સરહદી વિસ્તાર ધરાવતા ૨૨ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી. જ્યારે હવે વાવ – સુઈગામના તમામ ૧૨૨ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. વાવના ૪૩ જ્યારે સુઈગામના ૭૯ ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી, શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. કોઈપણ પરિસ્થિત ઊભી થાય તો આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે.
સુઈગામ પ્રાંત અધિકારીશ્રી ડૉ.અરવિંદ કુમાર પ્રજાપતિએ જણાવ્યું કે, સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાઈ છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સાયરન માટે મોક ડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું હતું. તત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેઈન બન્યા છે. નવી ટેકનોલોજી થકી છેવાડાના સરહદી તાલુકાના નાગરિકોની ચિંતા કરવા બદલ તેઓ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો નાગરિકો વતી આભાર વ્યક્ત કરે છે.
સરહદી વિસ્તાર દુધાસણ ગામના ગૌસ્વામી ગૌતમપુરી જણાવે છે કે, મારું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું ગામ છે. અમારા ગામમાં સરકારશ્રી દ્વારા સાયરન સિસ્ટમ લગાવામાં આવી છે. જ્યારે પણ સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ તથા ગામની વીજળીની લાઇટ બંધ કરીએ છીએ. તેઓ રાજ્ય સરકાર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરે છે.
દુધાસણ ગામના ઠાકોર રક્ષીસભાઈ જણાવે છે કે, પાકિસ્તાન સરહદે આવેલા અમારા ગામમાં અફવાઓ ફેલાતી હતી તેનાથી અમે લોકો ડરતા હતા પરંતુ રાજ્ય સરકારએ અમારા ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે જેનાથી અમોને વધુ સુરક્ષાઓ પ્રદાન થઈ છે. તેઓ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે.
સરહદી વિસ્તાર બોરુ ગામના જગદીશભાઈએ જણાવ્યું કે, તાજેતરમાં તંગદિલી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં ચાલતી વિવિધ અફવાઓથી અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે. હવે અમે સુરક્ષિત સ્થળોએ તત્કાલિક પહોંચી શકીશું. તેઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ એકસાથે આગળ વધે તે માટે અનેક પગલાં લીધા છે. રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની ચિંતા કરીને સાયરન સિસ્ટમ સ્થાપિત કરતા નાગરિકો વધુ સુરક્ષિત બન્યા છે. આ સિસ્ટમ થકી કોઈપણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે. સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે, જે તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
**************************
Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૨મી મેના રોજ યોજાશે*
—————-
*અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૦૦થી ૧૧-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે*
—————-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૨મી મેના રોજ યોજાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૨૦૨૫ના મે મહિનાનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨મી મેના દિવસે યોજાશે. મુખ્યમંત્રીશ્રી આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સામાન્ય નાગરિકો, અરજદારો ગુરૂવાર, તા. ૨૨મી મેના સવારે ૮-૦૦થી ૧૧-૦૦ સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં બપોર બાદ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
—————-
Gajjar.Mahiti.Press: *ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા*
*ડાંગના “કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ” ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ની ઉજવણી કરાશે*
……………………….
*કચ્છના ગુનેરીમાં આવેલી ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવી*
*ડાંગના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે પ્રસ્તાવિત છે*
*‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ની થીમ સાથે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ ઉજવાશે*
*‘કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD’ જે વર્ષ ૧૯૯૩થી અમલમાં : ભારત સહિત આજે ૧૯૦ થી વધુ દેશો દ્વારા આ કરારનો સ્વીકાર*
……………………….
ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે તા. ૨૨ મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા તા. ૨૨ મે-૨૦૨૫ના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ની ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં આવેલ ‘કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ’ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જૈવવિવિધતા સંરક્ષણ તેમજ પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ સ્થાપિત કરવાનો છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા જૈવવિવિધતા સંરક્ષણ અંગે વિશિષ્ટ વ્યાખ્યાન તેમજ વૃક્ષારોપણ તથા પ્રદર્શન યોજાનાર છે. જેમાં ડાંગ જિલ્લા સ્તરની જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ, વઘઇ તાલુકા સ્તરની જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામ્ય સ્તરની ૨૨ જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, તેમજ મહિલાઓ, બાળકો, ગ્રામજનો અને ડાંગમાં પરંપરાગત વૈદિક જ્ઞાન ધરાવતા તજજ્ઞો પણ સહભાગી થશે.
આ વર્ષ ૨૦૨૫ની થીમ ‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ આપણને શીખવે છે કે વિકસતી દુનિયામાં માનવજાત અને પ્રકૃતિ વચ્ચે સુમેળ જાળવવો સૌથી મોટી જરૂરિયાત અને પડકાર છે. વૃક્ષોનો નાશ, શહેરીકરણ, પ્રદૂષણ, વન્યજીવોના નિવાસસ્થાનોમાં ખલેલ, કુદરતી સ્રોતોનો દુરુપયોગ અને આબોહવા પરિવર્તન જેવી પરિસ્થિતિઓના કારણે અનેક જીવજાતિઓ લુપ્ત થવાના આરે છે. દરેક જાતિનું પર્યાવરણમાં વિશિષ્ટ મહત્વ હોય છે અને કોઈ પણ જાતિ લુપ્ત થવાથી સંપૂર્ણ નિવસનતંત્ર અસંતુલિત બની શકે છે. આથી, ભવિષ્યની પેઢીઓ માટે જૈવવિવિધતાનું સંરક્ષણ અનિવાર્ય બની ગયું છે.
*ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની ભૂમિકા*
ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના મુખ્ય કાર્યોમાં જૈવવિવિધતા અધિનિયમ, ૨૦૦૨ની જોગવાઈઓ મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા કક્ષાએ જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ-BMCની રચના કરવામાં આવે છે. જેના દ્વારા ટી.એસ.જી.ની મદદથી નાગરીકોનું જૈવવિવિધતા રજિસ્ટર-PBR બનાવી, વિવિધ જૈવવિવિધતા સંલગ્ન માહિતી, પરંપરાગત જ્ઞાન અને જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. જેના અનુસંધાને લાભોની પ્રાપ્તિ અને વહેંચણી અંગેની પ્રક્રિયા દ્વારા બી.એમ.સી.ને જૈવવિવિધતા સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ઉપરાંત, રાજ્યમાં જૈવવિવિધતા મહત્વ ધરાવતા સ્થળોને જૈવવિવિધતા વારસાના સ્થળો- BHS તરીકે જાહેર કરવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ ખાતે આવેલી ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને વર્ષ ૨૦૨૫માં ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ જ પ્રકારે ડાંગ જિલ્લાના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ને પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે વિવિધ બી.એમ.સી. તેમજ જૈવવિવિધતા સંરક્ષણ કરતા સમૂહોને જાણકારી તેમજ પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ જાગૃતિ કાર્યક્રમો જેવા કે, રાજ્ય કક્ષાએ વિવિધ જિલ્લામાં ૫ જેટલી કાર્યશાળાઓ અને ૪૧ જૈવવિવિધતા જાગૃતિ રેડિયો કાર્યક્રમો તથા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જેના થકી ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પોતાના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરીને રાજ્યભરમાં જૈવવિવિધતાની જાળવણી કરવાનું કાર્ય કરી રહ્યું છે.
*‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ વિશે:*
જૈવવિવિધતા સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક વર્ષ ૧૯૯૨માં બ્રાઝીલના રિઓ ડી જેનેરો ખાતે યોજાયેલી “અર્થ સમિટ” દરમિયાન “કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD” અસ્તિત્વમાં આવ્યું. જે ૨૯ ડીસેમ્બર, ૧૯૯૩થી અમલમાં આવ્યું છે. ભારત સહિત આજે ૧૯૦ થી વધુ દેશોએ આ કરાર સ્વીકાર્યો છે. CBDના ત્રણ મુખ્ય લક્ષ્યો છે: જૈવવિધતાનું સંરક્ષણ કરવું, તેના ઘટકોનો ટકાઉ ઉપયોગ કરવો, અને ઉત્પન્ન લાભોની વ્યાજબી અને સમાન વહેંચણી કરવી. હકીકતમાં કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD ૨૯ ડીસેમ્બર ૧૯૯૩ના રોજ અમલમાં આવી હતી પરંતુ ઘણા દેશોમાં હોલિડે આવતો હોવાથી યોગ્ય ઉજવણી કરવી મુશ્કેલ હતી. જેથી યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બ્લીએ ૨૨ મે ને આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ઘોષિત કર્યો, જે ૨૨ મે ૧૯૯૨ના રોજ નૈરોબી ફાઈનલ એક્ટ દ્વારા જૈવિક વિવિધતા ટેક્સ્ટને અપનાવવાની યાદમાં છે. જેથી તેના મહત્વને દર્શાવવા માટે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ૨૨ મેના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિનની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં જૈવવિધતાના મહત્વની જાણકારી આપવી, પ્રાકૃતિક સંસાધનોની જાળવણીનું મહત્વ સમજાવવું અને વિવિધ સ્તરે લોકો અને સંસ્થાઓને જૈવ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
જનક દેસાઈ
………………
Gajjar.Mahiti.Press: *આપણે ભારતવાસીઓ અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ શપથ પણ લઈએ છીએ કે, આતંકવાદ અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
————
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા*
———–
આતંકવાદ વિરોધી દિવસે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ અને હિંસાનો મક્કમતાપૂર્વક વિરોધ કરવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ આપણા દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ નિષ્ઠાપૂર્વક શપથ પણ લઈએ છીએ કે, આપણે કોઈપણ પ્રકારના આતંકવાદનો અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું.
આજે આતંકવાદ વિરોધી દિવસે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ, અને માનવજીવનમૂલ્યો સામે મુશ્કેલી ઉભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ.
રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, રાજ્યપાલશ્રીના પરિસહાય લેફ્ટનન્ટ શુભમ કુમાર, સી.જી.એચ. શ્રી અમિત જોશી સહિત રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા.
—————–
Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત*
***
*દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે રેલ્વે પ્રોડક્શન યુનિટ, લોકોમોટિવ એન્જિન પર લખાશે ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ’*
***
*દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ 10 હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે, સ્થાનિક અર્થતંત્રને મળશે વેગ*
***
*દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું વહન કરી શકશે, આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય*
***
*ગાંધીનગર, 21 મે 2025:* ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે, જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
*મેન્યુફેકચરિંગ બાય દાહોદ: આગામી 10 વર્ષમાં તૈયાર થશે 1200 જેટલા લોકોમોટિવ એન્જિન*
દાહોદ ખાતે પીપીપી મૉડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવામાં થશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે. દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે. દાહોદમાં હાલ 4 એન્જિન હમણાં તૈયાર થઇ રહ્યા છે. આ તમામ એન્જિન ઉપર મેન્યુફેકચરિંગ બાય દાહોદ લખાશે.
*સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે, રોજગારીનું માધ્યમ બનશે*
આ પ્રોજેક્ટના પગલે દાહોદ સહિતના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજાર માનવીઓને રોજગારી મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. આ ઉપરાંત, સૌથી નીચા બીડર તરીકે બહાર આવેલી મલ્ટિનેશનલ કંપની દ્વારા રેવે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ ચીજોની જરૂરિયાત માટે પાવર સેકટર, એન્જિનિયરિંગ સેકટરની નાની-મોટી કંપનીઓ માટે પણ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે તક ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે, 9000 એચપીના 6 એક્સલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ 75 કિ.મી. કલાક રહેશે. પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે ડેપોમાં આ એન્જિનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે.
*X-X-X*
Gajjar.Mahiti.Press: *એશિયાટિક લાયન – ગીરની શાન સાવજની સંખ્યા ૮૯૧ થઈ*
——–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી*
_*સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧*_
———
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી*
———
* ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૩૫ હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાં મોડર્ન ટેકનોલોજીના સઘન ઉપયોગ અને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન – બ્લોક કાઉન્ટ પદ્ધતિથી હાથ ધરાઈ સિંહ વસ્તી ગણતરી.
* સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો – ગ્રામજનો – અગ્રણીઓ અને વન કર્મીઓ મળીને કુલ ૩૮૫૪ માનવબળ કામગીરીમાં જોડાયું.
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા પ્રોજેક્ટ લાયનમાં લાયન હેબિટાટ અને વસ્તી પ્રબંધન – વન્ય પ્રાણી આરોગ્ય માવજત – સ્થાનિક લોક સહભાગિતા – વૈજ્ઞાનિક સંશોધન – તાલીમ ઇકોડેવલપમેન્ટ અને જૈવ વિવિધતાના સંરક્ષણ આવરી લેવામાં આવ્યા છે.
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા ૮૯૧ સિહોની સંખ્યા આ ૧૬મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે.
રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ ૧૦ થી ૧૩ મે દરમિયાન ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત ૩૮૫૪નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઈટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ કરાવી હતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ૭૪માં સ્વતંત્રતા દિવસે સિંહોના લાંબાગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ના ભવિષ્યલક્ષી આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
સિંહ જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા આ પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ વધુ સંગીન રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે ઉમેર્યું કે, ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં વન્ય પ્રાણી સંરક્ષણના સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.
તેમણે આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વધીને ૮૯૧ થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળી હતી.
આ ઉપરાંત, e-gujforest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી. જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રારંભમાં વન અને પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી અંદાજો માટે જે ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિથી ડેટા એનાલિસિસ અને રિયલ લાયન ટ્રેકિંગ કર્યુ છે તેની વિગતો આપી હતી.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડૉ. એ.પી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
——–
****************************
અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં સરકારના કોઈ અધિકારીને અથવા પણ કોઈ પણ જનતાના વ્યક્તિને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકે છે.