રાજકોટની મેટોડા જીઆઇડીસી ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ :૧૨ ફાયર ફાઇટર ઘટના સ્થળે: તા:૧૦/૧૧-૧૨-૨૦૨૪ ન્યૂઝ ઑફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો. janfariyadnews youtube channel links જૂવો.:

 

રાજકોટમાંથી એક ક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શહેરના મેટોડા GIDCમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપાલ નમકીનની ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે માટે 12થી વધુ ગાડીઓ તૈનાત છે.  આ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જો કે હજુ સુધી આગમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. આગ સતત પ્રસરી રહી છે તેમજ ખાદ્ય તેલના જથ્થા સુધી પ્રસરી ચૂકી છે. પેકિંગ પ્લાસ્ટિકના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગને કારણે આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે.રાજકોટથી 3 તેમજ ગોંડલ, કાલાવાડથી ફાયર ફાઈટરો રવાના આગ પર કાબૂ મેળવવા માટે રવાના થયા છે. મળતી માહિતી મુજબ ગોપાલ ફેક્ટરીમાં અંદાજે 2,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. જો કે મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ સરકારી તંત્ર અને પોલીસ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

*****************************

NG-10-12-2024 pdf NG-11-12-2024 pdf

અહીંયા કોઈપણ સમાચારો ફોટાઓ અને વિડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવા અને દર્શાવવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી શ નો સંપર્ક કરી શકે છે