GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો* *સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે યુનિવર્સિટીના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રીઓ એનાયત કરાઈ*વિશેષ ગુજરાત સરકારના સમાચારો(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 23/4 થી 27/4 પીડીએફ ન્યૂઝ પેપર ફાઇલ)(janfariyadnews youtube channel links જૂવો)

23 NG pdf 24 NG- pdf 25 NG pdf 26 NG pdf (1) 27 jan fariyad 27 NG pdf

*GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો*
****
*સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે યુનિવર્સિટીના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રીઓ એનાયત કરાઈ*
****
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -GNLU, ગાંધીનગર ખાતે ૧૫મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે UG ૨૦૧૯-૨૪ અને PG ૨૦૨૩-૨૦૨૪ની બેચના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ પીએચ.ડી. વિદ્વાનો, ૮૫ એલએલ.એમ. અનુસ્નાતકો; ગાંધીનગર કેમ્પસના ૬૭ અને સિલવાસા કેમ્પસના ૧૮ વિદ્યાર્થીઓ તેમજ અંડરગ્રેજ્યુએટ એલએલ.બી. (ઓનર્સ) પ્રોગ્રામના ૧૮૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દીક્ષાંત સમારોહના ભાગરૂપે કાયદાકીય શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી વિદ્યાર્થીઓના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન અને યોગદાનને બિરદાવવા અંડરગ્રેજ્યુએટ (UG) અને અનુસ્નાતક (PG) કાર્યક્રમોના કુલ ૩૮ સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ ૨૦૨૫માં પાંચ નવી સુવર્ણ ચંદ્રક શ્રેણીઓ ઉમેરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી શૈક્ષણિક વ્યાપ વધુ વિસ્તૃત કરશે. આ ઉપરાંત, સહાયની સાથે પ્રોત્સાહન પૂરું પાડવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના ૨૩ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્યુશન ફી વળતરના રૂપમાં ૩૫ GNLU શિષ્યવૃત્તિઓ પણ એનાયત કરવામાં આવી છે.

આ દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા એમ. ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પડતા જણાવ્યું હતું કે, ‘કાયદાનો અભ્યાસ ડિગ્રીઓ સાથે પૂર્ણ નથી થતો. આપની ડિગ્રી કોઈ અંતિમ રેખા નહીં પરંતુ આપના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે આપ આપનાં કાર્યો પ્રત્યે પ્રામાણિકતા રાખશો.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘શોર્ટકટ ખૂબ ફળદાયી લાગશે અને તેનું દબાણ તમારી માન્યતાઓને પડકારી શકે છે પરંતુ આવા સમયે તમારી પ્રામાણિકતા ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.’

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના જજ શ્રી અરવિંદ કુમાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ‘આપ સૌ ભવિષ્યમાં કોર્ટરૂમ, બોર્ડરૂમમાં પ્રવેશ કરશો ત્યારે આ ફક્ત આપનું દીક્ષાંત સમારંભ નહીં પરંતુ ભવિષ્યમાં ન્યાયના રક્ષક બની સત્યની સેવા કરવાનું અવસર પ્રદાન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દુનિયાને માત્ર તેજસ્વી નહીં પરંતુ નૈતિક વકીલોની જરૂર છે.

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રો. (ડૉ.) એસ. શાંતાકુમારએ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ જાહેર કરતા સ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

*આ સમારોહમાં GNLUના રજિસ્ટ્રાર ડૉ. નીતિન મલિક સહિત ન્યાયાધીશ શ્રી સી. કે. ઠક્કર, ભૂતપૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા પૂર્વ જજ શ્રી આર. વેંકટરામણી, ભારતના લેફ્ટનન્ટ એટર્ની જનરલ, શ્રી ન્યાયાધીશ ઈલેશ જશવંતરાય વોરા, ગુજરાત હાઇકોર્ટ, શ્રી કમલ બી. ત્રિવેદી, લેફ્ટનન્ટ એડવોકેટ જનરલ, ગુજરાત રાજ્ય, ગુજરાત હાઇકોર્ટ, શ્રી જ્યોતિન્દ્ર જેઠાલાલ પટેલ, અધ્યક્ષ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, શ્રી પી. એમ. રાવલ સચિવ અને આર.એલ.એ., કાનૂની વિભાગ, ગુજરાત સરકાર, શ્રીમતી ધર્મિષ્ઠા રાવલ, એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ, શ્રીમતી મનીષા લવકુમાર શાહ સિનિયર એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ શ્રી અસીમ પંડ્યા સિનિયર એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ, પ્રો. (ડૉ.) આર. વેંકટ રાવ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી, બેંગ્લોર સહિત એકેડેમિક કાઉન્સિલના સભ્યો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓના પરિવારજનો હાજર રહ્યા હતા*
————-
ધ્રુવી ત્રિવેદી

***ગુજરાત સરકાર ના અન્ય સમાચારો*********************

[4/25, 4:25 PM] +91 99784 01911: *’હું છું પર્યાવરણ સંરક્ષક’ને વધુ વેગ આપવા ગાંધીનગર ખાતે*
————
*આગામી તા. ૨૭ એપ્રિલના રોજ રાજ્યકક્ષાનો ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમ યોજાશે*
———-
*પ્રથમવાર તમામ ૩૩ જિલ્લાના પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજે ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને સન્માનિત કરીને નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થપાશે*
———-
‘પર્યાવરણ સંરક્ષણ’ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આગામી તા.૨૭ એપ્રિલ રવિવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૭:૦૦ કલાક સુધી ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજ્યના ૩૩ જિલ્લાના ‘હું છું પર્યાવરણ સંરક્ષક’ અભિયાનમાં સ્વયંભૂ રીતે જોડાઈને પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

રાજ્યભરના
પર્યાવરણપ્રેમી શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરીને નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપવામાં આવશે.

માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ,બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત સંસ્થાના આયોજકો,રાજ્ય કમિટી સભ્યો અને કાર્યક્રમમાં જોડાયેલ જિલ્લા સંયોજકો દ્વારા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલા શિક્ષકો તેમજ પર્યાવરણપ્રેમી મિત્રોની માહિતી તેમજ ફોટોગ્રાફ્સ એકત્ર કરીને કુલ ૨,૫૨૫ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, પ્રદૂષણ નિવારણ, જળ સંચય, પ્લાસ્ટિક મુક્તિ, ઊર્જા બચત, જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા તથા સમાજમાં જાગૃતિ લાવવાના હેતુસર રાજ્યના સૌથી મોટા અને વિશિષ્ટતા ધરાવતા ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક હોદેદારો,વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી, રાજ્ય કમિટીના સંયોજક શ્રી મિનેશભાઇ પ્રજાપતિ (કપડવંજ),શ્રી વિજયભાઈ રાવળ (મહેસાણા) તથા શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ (ગાંધીનગર) સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
———-
સંપર્ક નંબર:-
શ્રી અશ્વિન પ્રજાપતિ
મો‌. 97240 89181
[4/25, 4:46 PM] +91 99784 01911: *ગુજરાતનું સુદ્રઢ પશુ આરોગ્ય માળખું બન્યું દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિનો આધારસ્તંભ*
*****************************
 પશુઓને ઘર આંગણે સારવાર પૂરી પાડવા માટે રાજ્યમાં કુલ ૫૮૭ ફરતા પશુ દવાખાના કાર્યરત

 ગુજરાતમાં અત્યારે પશુઓની આરોગ્ય સેવામાં ૪,૨૭૬ ચિકિત્સકો (વેટરિનેરિયન) ઉપલબ્ધ

 છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો; સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો
******************************
*એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બીરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”*
******************************
ભારત દેશ આજે દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ છે. તેવી જ રીતે, ગુજરાત રાજ્ય પણ દેશના કુલ દૂધ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ફાળા સાથે પ્રથમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ, પશુઓનું સારું સ્વાસ્થ્ય અને સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એટલા માટે જ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ તેમણે રાજ્યમાં પશુ સ્વાસ્થ્ય સેવાઓ વિકસાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પશુ સ્વાસ્થ્ય સેવાનું સુદ્રઢ માળખું ઉભું થયું છે.

*રાજ્યમાં કુલ ૯૨૯ પશુ દવાખાના કાર્યરત*
ગુજરાતના મહામૂલા પશુધન માટે રાજ્યમાં કુલ ૯૨૯ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના, ૫૫૨ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાના, ૧૨૭ કેન્દ્ર પુરુસ્કૃત ફરતા પશુ દવાખાના, ૩૪ વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય અને ૨૧ પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ સુદ્રઢ પશુ આરોગ્ય માળખાના માધ્યમથી રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડીને રાજ્ય સરકાર ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.

*સરકારી સેવામાં ૬૫૦ પશુ ચિકિત્સકો ઉપલબ્ધ*
એટલું જ નહિ, પશુઓને સારવાર, રસીકરણ અને કૃમિનાશક દવાઓ જેવી આવશ્યક આરોગ્ય સેવાઓ તેમજ પશુઓના પ્રજનન, વ્યંધત્વ નિવારણ અને પોષણ સંબંધિત માર્ગદર્શન આપવા માટે ગુજરાતમાં અત્યારે પશુઓની ચિકિત્સા માટે કુલ ૪,૨૭૬ ચિકિત્સકો (વેટરિનેરિયન) નોંધાયેલ છે. જેમાંથી ૬૫૦ ચિકિત્સકો સરકારી સેવાઓ હેઠળ, ૯૫૦ ચિકિત્સકો વિવિધ ડેરી સંઘોમાં, ૫૦૦થી વધુ ચિકિત્સકો GVK-EMRIની સેવાઓમાં, ૩૫૦ ચિકિત્સકો યુનિવર્સિટીઓમાં, ૮૦૦થી વધુ ચિકિત્સકો પ્રાઈવેટ સેક્ટરમાં તેમજ ૧,૦૦૦ થી વધુ ચિકિત્સકો બેંક/ઈન્સ્યુરન્સ/ફાર્મા જેવા અન્ય સેક્ટરમાં કાર્યરત છે.

*પશુ આરોગ્ય સેવાને બીરદાવવાનો અનેરો દિવસ*
પશુ આરોગ્ય ક્ષેત્રમાં પશુ ચિકિત્સકોના યોગદાનને બિરદાવવા માટે વર્ષ ૨૦૦૦થી દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલ તા. ૨૬ એપ્રિલ,૨૦૨૫ના રોજ “એનિમલ હેલ્થ ટેક્સ અ ટીમ”ની થીમ પર પશુ ચિકિત્સા દિવસ ઉજવવામાં આવશે, જે પશુઓના સ્વાસ્થ્યની જાળવણી માટે પશુપાલકો, પશુનિષ્ણાતો, પોષણવિદો, આરોગ્ય કર્મચારીઓ અને સમુદાયના સહિયારા પ્રયાસોના મહત્વને ઉજાગર કરશે.

*રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા ૭૦૦ ગ્રામ/દિન*
છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતમાં વિકસેલા સુદ્રઢ પશુ આરોગ્ય માળખાને પરિણામે આ સમયગાળામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારા સાથે ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. સાથે જ, રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ ૩૩૩ ગ્રામ પ્રતિ દિનથી વધીને અત્યારે ૭૦૦ ગ્રામ પ્રતિ દિન થઇ છે.

દૂધ ઉત્પાદન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતને દેશના પ્રથમ હરોળ રાજ્યોમાં તેમજ ભારતને વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચાડવામાં પશુપાલકોની મહેનત ઉપરાંત પશુઓને સ્વસ્થ રાખતું સરકારનું સુદ્રઢ પશુ આરોગ્ય માળખાનું અને પશુ ચિકિત્સકોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આજનો વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એ તમામ પશુ ચિકિત્સકો અને તેમની ટીમના નિઃસ્વાર્થ સેવાભાવને બીરદાવવાનો અનેરો દિવસ છે.
****************************
નિતિન રથવી
[4/25, 5:02 PM] +91 99784 01911: *ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા*
….
*આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે: મંત્રી શ્રી હર્ષ સંઘવી*
….
આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં તા.૨૮મી ઓક્ટોબર-૨૦૧૯ના રોજ ૭ વર્ષની નાની બાળકી પર રેપ અને હત્યા જેવો જઘન્ય ગુનો બન્યો હતો. આ ગુનામાં ૨૪ વર્ષિય આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ વિરુદ્ધ દોઢ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આજે, ખંભાત સેશન્સ કોર્ટે આરોપી અર્જુન ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી, ડબલ ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદો ન્યાયની દિશામાં એક ઐતિહાસિક પગલું છે, જે પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવા સાથે સમાજમાં આવા જઘન્ય ગુનાઓ સામે કડક સંદેશ આપે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર, શોષણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. રાજ્ય સરકાર આવા ગુનેગારોને ટૂંકા સમયગાળામાં કડકમાં કડક સજા મળે તે માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ચુકાદો ગુજરાતમાં આવા ગુનાઓને કોઈપણ રીતે સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપે છે.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે, તેમણે ન્યાયતંત્રનો આભાર માન્યો છે, જેમણે આ ગંભીર ગુનામાં ન્યાયની ઝડપી અને નિષ્પક્ષ પ્રક્રિયા દ્વારા ચુકાદો આપ્યો.

આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે તેમ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ છે.
…..
[4/25, 5:24 PM] +91 99784 01911: *ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં ગુજરાતે મેળવી સફળતા*
***
*માર્ચ 2025 માટે ગુજરાત રાજ્યમાં છૂટક ફુગાવાનો દર ફક્ત 2.63 ટકા, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નીતિઓના પગલે ફુગાવાના દર પર નિયંત્રણ*
***
*ગાંધીનગર, 25 એપ્રિલ, 2025:* દુનિયાભરના દેશો માટે મોંઘવારી એક ખૂબ જ મોટી સમસ્યા બની રહી છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઝડપી આર્થિક વિકાસની સાથે ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મોટી સફળતા મેળવી છે. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, માર્ચ 2025 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ગુજરાતનો વાર્ષિક છૂટક ફુગાવાનો દર (રિટેઇલ ઇન્ફ્લેશન રેટ) ફક્ત 2.63 ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 3.34 ટકા કરતા 0.71 ટકા જેટલો નોંધપાત્ર રીતે ઓછો છે. આ દર ઘણા મોટા અને વિકસિત રાજ્યો કરતા પણ ઓછો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘વિઝન વિકસિત ગુજરાત કા, મિશન જનકલ્યાણ કા’ ની પ્રતિબદ્ધતા સાથે રાજ્યનો આધુનિક વિકાસ કરવાની સાથે જ ‘ઇઝ ઓફ લિવિંગ’ ની દિશામાં પણ કામ કરી રહી છે. એક બાજુ સરકાર વિકાસ અને રોકાણ વધારવા માટે નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં નવી નીતિઓ બનાવી રહી છે, જ્યારે બીજી બાજુ નાગરિકો માટે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો સ્થિર કરવા માટે પણ વિશિષ્ટ પ્રયત્નો કરી રહી છે.

*ગુજરાતના ગામડાઓમાં શહેરો કરતા ઓછો ફુગાવાનો દર*

ગુજરાત સરકારે નીતિગત પગલાંઓ દ્વારા ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે, જેના પરિણામસ્વરૂપે માર્ચ 2025 માટે રાજ્યનો ફુગાવાનો દર 2.63 ટકા રહ્યો છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર 2.61 ટકા રહ્યો, જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ થોડો વધુ એટલે કે 2.70 ટકા રહ્યો. આ બંને આંકડાઓ રાષ્ટ્રીય ગ્રામીણ સરેરાશ 3.25 અને રાષ્ટ્રીય શહેરી સરેરાશ 3.43 ટકાની સરખામણીએ ઘણા ઓછા છે.

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રામ વિકાસલક્ષી નીતિઓના કારણે રાજ્યના ગામડાઓમાં છુટ્ટક વસ્તુઓ સસ્તી થઈ છે અને ગામડાઓમાં શહેરો કરતા મોંઘવારી ઓછી છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ ખેડૂતલક્ષી તથા ગ્રામ વિકાસલક્ષી છે, જેના કારણે ગામડાઓ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.

*ફુગાવાના દરમાં ઘટાડો થવામાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ પહેલો*

‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ના વિઝન સાથે આર્થિક વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહેલા ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં ફુગાવાનો દર નિયંત્રિક કરવો એ એક મોટો પડકાર છે. પરંતુ, સરકારની રાજકોષીય સમજદારી, પુરવઠા શૃંખલામાં સુધારા, સ્પર્ધાને પ્રોત્સાહન, કાર્યક્ષમ બજાર નિયમન અને લઘુત્તમ ટેકાના ભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થા જેવી ખાદ્ય ભાવ વ્યવસ્થાપન પહેલોને કારણે ફુગાવો નોંધપાત્ર રીતે નિયંત્રણમાં રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતે ભાવ સ્થિરતા તેમજ ઝડપી આર્થિક વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ઉત્તમ સંતુલન પ્રાપ્ત કર્યું છે.

*મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન*

ગુજરાત દ્વારા કાર્યક્ષમ રીતે ફુગાવાના સંચાલનનું આ પરિણામ છે કે રાજ્યએ મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં ફુગાવાને નિયંત્રિત રાખવાની બાબતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ મુજબ, ઉત્તરપ્રદેશ (3.01%), બિહાર (3.11%), મધ્યપ્રદેશ (3.12%), રાજસ્થાન (2.66%), છત્તીસગઢ (4.25%), પશ્ચિમ બંગાળ (3.17%), કર્ણાટક (4.44%), મહારાષ્ટ્ર (3.86%) અને તમિલનાડુ (3.75%) જેવા મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીએ ગુજરાત 2.63 ટકાના દર સાથે ફુગાવા પર નિયંત્રણ મેળવવામાં અસરકારક રીતે સફળ રહ્યું છે. બીજી બાજુ કેરળ 6.59 ટકા ફુગાવાના દર સાથે દેશમાં સૌથી વધુ મોંઘવારી દર ધરાવતું રાજ્ય બન્યું છે.

*X-X-X*
[4/25, 5:56 PM] +91 99784 01911: *બાગાયત ખાતાના વિવિધ ૪૭ ઘટકો માટે ખેડૂતોની અરજીઓ મેળવવા માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ આગમી તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી ખુલ્લુ રહેશે*
*************************
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ આગમી તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, આંબા તથા જામફળ-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર(આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફૂટ)), ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય મેળવવા માટે અરજી કરી શકશે.

આટલું જ નહિ, બાગાયત ખાતાની ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, કેળ(ટીસ્યુ) ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પોલીહાઉસ/ નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ), પ્લગ નર્સરી (વનબંધુ), બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, દેવીપુજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ), મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) જેવી યોજના માટે પણ અરજી કરી શકશે.

આ ઉપરાંત ખેડૂતો દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ, નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય, હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય, બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા/ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય, મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ (હેક્ટર દીઠ), બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર, લણણીના સાધનો, કેળ (ટીસ્યુ), પપૈયા, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો, વિગેરે ઘટકોમાં લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોધણી કર્યા બાદ જ ઓનલાઇન અરજી કરી શકાશે.

આ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીંટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાના નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે.
***************************
[4/25, 6:38 PM] +91 99252 66533: _*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને*_
*ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો*
———
*ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર-‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’નો ધ્યેય ધ્યાનમાં લઈને સિટીઝન સેન્ટ્રિક-નાગરિક કેન્દ્રિત ૧૦ જેટલી ભલામણ સુચવતું GARC*
———
*પંચના બીજા અહેવાલમાં જાહેર સેવાઓની સરળ ઉપલબ્ધતામાં ટેકનોલોજીના વિનિયોગ પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું*
———-
_*GARCનાં બીજા અહેવાલમાં રાજ્ય સરકારને કરવામાં આવેલી ભલામણો*_
* સરકારી વેબસાઈટ યુઝર ફ્રેન્ડલી બનાવવી.
* શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓ માટે કામકાજનો સમય સવારે ૯:૩૦ થી સાંજે ૫:૧૦ કરવાની ભલામણ.
* સિટીઝન ચાર્ટર વધુ અસરકારક બનાવવાની જરૂરીયાત.
* તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઈન ઓન એક જ જગ્યાએથી કોઈપણ સરકારી સેવા કે યોજનાનો લાભ મળે.
* સરકારી પ્રમાણપત્રોનું વેરિફિકેશન ટેકનોલોજીના વિનિયોગથી થઈ શકે તેવી ક્યુ.આર. કોડ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવી.
* સોશિયલ મીડિયાનો વધુ અસરકારક ઉપયોગ થાય.
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭માં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.

ગુજરાત વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત થયાના એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આ પંચે સુપ્રત કરેલો છે. GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં એ જ પરંપરા આગળ ધપાવતા પંચની રચના થયાના બીજા મહિને ૧૦ જેટલી ભલામણો સાથેનો દ્વિતીય ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પંચના અધ્યક્ષશ્રી ડૉ. હસમુખ અઢીયાએ સુપ્રત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવેલા GARCના આ બીજા ભલામણ અહેવાલમાં મુખ્યત્વે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી ‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’-સરકાર તમારે દ્વારનો ધ્યેય રાખીને સિટીઝન સેન્ટ્રીક ૧૦ જેટલી ભલામણો કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવેલા GARCના આ દ્વિતીય ભલામણ અહેવાલમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા છે તે મુખ્યત્વે આ મુજબ છે.

_*(૧) સુખદ નાગરિક અનુભવ માટે યુઝર-ફ્રેન્ડલી સરકારી વેબસાઇટ્સ બનાવવી:*_
સરકારી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સની ગુણવત્તા, સુલભતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઓગસ્ટ 2025 સુધીમાં બધી સરકારી વેબસાઇટ્સનું મૂલ્યાંકન કરવા અને ભારત સરકારની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ માટેની(GIGW 3.0) માર્ગદર્શિકાનું પાલન કરવા GARCએ જણાવ્યું છે.

_*(૨) નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવું:*_
સિટીજન ફર્સ્ટના અભિગમ સાથે તમામ નાગરિક સેવા વિતરણ વિભાગો માટે સેવાઓ તથા તે સેવાઓ પૂરી પાડવાની સમયમર્યાદા, ફરિયાદ નિવારણ પદ્ધતિઓ અને જવાબદેહિતા અંગેની પ્રણાલી વિશે સંપૂર્ણ વિગતો સાથે નાગરિક ચાર્ટર પર બનેલી એક મજબૂત સિસ્ટમ વિકસાવાશે.

_*(૩) સરકારી સેવા વિતરણ પોર્ટલોને સિટિઝન ફ્રેન્ડલી બનાવવા:*_
તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઇન-ઓન બનાવવાની ભલામણ કરવામાં આવેલ છે જેથી કાર્યક્ષમ ઇન્ટર ઓપરેબિલિટી સુનિશ્ચિત કરીને નાગરિકોને કોઈપણ સરકારી યોજના અથવા કાર્યક્રમનો લાભ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઇ શકે. વધુમાં, નાગરિકને વિવિધ લાભો મેળવવા માટે સમાન પ્રકારની ડેમોગ્રાફિક અને ઓળખ અંગેની માહિતી અલગથી દાખલ કરવાની પ્રક્રિયામાથી મુક્તિ મળશે.

_*(૪) ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી:*_
સરકારના પારદર્શિતા અને એકાઉન્ટેબિલિટીના અભિગમને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા બહાર પાડવામા આવેલ સત્તાવાર પ્રમાણપત્રો, લાઇસન્સ, મંજૂરીઓ અને અન્ય દસ્તાવેજોની અધિકૃતતા ચકાસવા માટે સરકારે ટેક-ઇનેબલ્ડ QR-આધારિત પદ્ધતિ વિકસાવશે.

_*(૫) ફરિયાદ નિવારણ પ્લેટફોર્મને સંકલિત, નાગરિક-કેન્દ્રિત અને વ્યાપક બનાવવું:*_
હાલના SWAGAT પ્લેટફોર્મને વધુ વ્યાપક બનાવીને સરકાર વિવિધ ફરિયાદ નિવારણ પદ્ધતિઓને એકીકૃત કરશે. આ એકીકૃત પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદો નોંધાવવા માટે બહુવિધ ચેનલો પ્રદાન કરશે. ઉદાહરણ તરીકે, ઇમેઇલ, વોટ્સએપ, ફોન કોલ્સ, ઓનલાઈન પોર્ટલ, વગેરે.

_*(૬) અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન દ્વારા સંસ્થાકીય જ્ઞાનને મજબૂત બનાવવું:*_
સરકાર ‘નોલેજ ટ્રાન્સફર પ્રોટોકોલ’ વિકસાવશે જે અનુસાર બધા કર્મચારીઓ (ટ્રાન્સફર થઈ રહ્યા હોય અથવા નિવૃત્ત થઈ રહ્યા હોય) ને અન્ય આવનાર કર્મચારીને Knowlegde Transfer દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે જેથી સસ્થાકીય જ્ઞાનને વધુ સુદૃઢ કરી શકાય. આ ઉપરાંત સરકારના વિભાગો અને કચેરીઓ તેઓની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે “Know Your Department” ના થીમ પર મલ્ટીમીડિયા સામગ્રી વિકસાવવાની રહેશે જેથી નાગરિકોને સરકારી કામગીરી સમજવામાં મદદરૂપ થઇ શકે.

_*(૭) સરકારી વાહનો માટે વાહન નિકાલ પ્રોટોકોલ:*_
સરકારી વિભાગો દ્વારા ઉપયોગમાં લેવાતા જૂના વાહનોના નિકાલ માટે સરકાર વાહન નિકાલ પ્રોટોકોલ નક્કી કરશે અને બિન-ઉપયોગી વાહનોના નિકાલ માટેની હાલની વ્યવસ્થાને વધુ સરળ બનાવવા અંગેની ભલામણ પણ કરવામાં આવી છે.

_*(૮) બધી જાહેર કચેરીઓ માટે બિન-ઉપયોગી ફર્નિચરના નિકાલ માટેનો પ્રોટોકોલ:*_
સરકાર આગામી છ મહિનાની અંદર તમામ જાહેર કચેરીઓમાં ફર્નિચર નિકાલ પ્રોટોકોલ વિકસાવશે અને તે અનુસાર બિનઉપયોગી ફર્નિચરનો નિકાલ કરવા અંગે પણ આ અહેવાલમાં સુચવાયુ છે.

_*(૯) શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કચેરી સમય સવારે 9:30 થી સાંજે 5:10 કરવો, જેથી અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાય:*_
કાર્યક્ષમતા વધારવા અને વર્ક – લાઇફ બેલેન્સના અભિગમે ધ્યાનમા રાખતા જઇને સરકારની ક્ષેત્રીય કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓ-સંસ્થાઓના સત્તાવાર કાર્ય સમયને સવારે 09:30 થી સાંજે 05:10 વાગ્યાનો રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે.

_*(૧૦) સરકાર દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ:*_
સરકાર સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના માધ્યમથી સરકાર દ્વારા કરવામાં આવતી રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ યોજનાઓ, સક્સેસ સ્ટોરીને લગતા ઇન્ફોગ્રાફિક્સ, સમજૂતી વાળા વિડિઓઝ વગેરેના જનતા સુધી સરળતાથી પહોંચે તે મુજબના પગલા લેશે. આ માટે સરકાર સોશિયલ મીડિયા હેન્ડલિંગ માર્ગદર્શિકા બનાવશે અને દરેક વિભાગ અને તેમની સંબંધિત ક્ષેત્રીય કચેરીઓમાં, પાયાના સ્તરે, સોશિયલ મીડિયા આઉટરીચ વધારવા માટે એક વિશિષ્ટ કાર્યબળ પણ સ્થાપિત કરવાની ભલામણ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને GARC દ્વારા સુપ્રત કરવામાં આવેલા આ દ્વિતીય અહેવાલમાં એવા સુધારાઓને લક્ષ્ય બનાવ્યા છે જે નાગરિકોને જાહેર સેવાઓની ઉપલબ્ધતા સરળ બનાવે.

બધી સરકારી યોજનાઓને ઍક્સેસ કરવા માટે એક જ સાઇન-ઓન રાખવાની મુખ્ય ભલામણ “Know Your Citizen” ના વિચારને પ્રોત્સાહન આપે છે અને એ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે નાગરિકોને વારંવાર એક જ માહિતી ભરવાની જરૂર ન પડે. આ અભિગમ વિવિધ યોજનાઓ અને સેવાઓને ડિજિટલ માધ્યમથી ઍક્સેસ કરવામાં એક સરળ અનુભવ બનાવવાનો પણ પ્રયાસ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ બધી જ બાબતો આવરી લેતો GARCનો દ્વિતીય ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો હતો. પંચના સભ્યો મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને સભ્ય સચિવ શ્રી હારિત શુક્લા આ પ્રસંગે સહભાગી થયા હતા.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મયોગીઓ અને જાહેર જનતા પાસેથી વહીવટી સુધારણા સંદર્ભે GARC દ્વારા તેના પ્રથમ અહેવાલમાં સુચનો મંગાવવાની કરાયેલી ભલામણ સંદર્ભમાં અત્યાર સુધીમાં ૨૧૫૦થી વધુ પ્રતિભાવો અને ભલામણો પંચને મળ્યા છે તેમ GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ જણાવ્યું હતું.

આ ભલામણ અહેવાલો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલા છે.
——
[4/25, 6:41 PM] +91 99784 01911: *`*આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫**
**************
*સહકારી સંસ્થાઓને વધુ સક્ષમ બનાવવા અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું*
**************

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ – ૨૦૨૫ની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર પ્રભાગ તથા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સહકારી સંસ્થાઓને વધુ સક્ષમ બનાવવાના મંત્ર સાથે સહકાર સચિવશ્રીના અધ્યક્ષસ્થાને તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ અમૂલ ફેડરેશન ડેરી ભાટ, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં સહકાર ક્ષેત્રને સક્ષમ બનાવવા માટે મહત્વના સેક્ટર જેમકે, નવી યોજનાઓ, નેશનલ કોપરેટીવ ડેટાબેઝ તથા e-Cooperative પોર્ટલ, પેક્સ તથા દૂધ મંડળીના ઓડિટ, મલ્ટીપર્પઝ કોપરેટીવ સોસાયટી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણીના વર્કશોપમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડેરેશન લિ.ના એમ. ડી. શ્રી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના સી. ઈ. ઓ શ્રી તથા CSCના ગુજરાતના નોડલ અધિકારીશ્રી, તમામ જિલ્લા રજિસ્ટ્રારશ્રી તથા વડી કચેરીના તમામ અધિકારીશ્રી આ વર્કશોપમાં હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ -૨૦૨૫ને “આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી તેમજ સહકારી સંસ્થાઓના વિસ્તૃતિકરણ પર ભાર મુક્યો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ “Cooperatives Build Better World” ની થીમ મુજબ સહકારી સંસ્થાઓ દ્વારા “૨૦૩૦ એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ” ને હાંસલ કરવામાં સહકારી સંસ્થાઓની મહત્વની ભૂમિકાને ધ્યાને રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
————-
પ્રિન્સ ચાવલા
[4/26, 1:41 PM] +91 99784 01911: *ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન*

*એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા*

*ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ચેતવણી*

*ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો*

*અમદાવાદમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ પૈકી શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા લોકોની જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે બારીક તપાસ થશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય*
…..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.

આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, અને ગુજરાત પોલીસ આગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તીવ્ર બનાવશે.

*ગૃહ રાજ્યમંત્રીશ્રીની ચેતવણી*:

શ્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ગેરકાયદેસર ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

*અભિયાનની મુખ્ય વિગતો*:

*મોટું ઓપરેશન*:
ગત રાત્રે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું, જેમાં અમદાવાદમાં 890 અને સુરતમાં 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા.

આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે.

*ગુનાહિત પ્રવૃત્તિઓ*:
બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે.

ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે, અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.
….
[4/26, 5:17 PM] +91 99784 01911: *શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા અમલી બનાવેલા SHASTRA પ્રોજેક્ટ હેઠળ પોલીસે કરી અસરકારક કામગીરી*
….
*સવા બે મહિનામાં ચાર મહાનગરોના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં પોલીસે ૫૫૨૯ ગુનાઓ નોંધ્યા*
….
*ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે “Evening Policing” પર વિશેષ ભાર મુકી પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ સૌથી વધુ ગુના દાખલ કર્યા*
….
ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગના અભિગમ સાથે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટની શરૂઆત તા. 16મી ફેબ્રુઆરી, 2025થી કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટ હેઠળ ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “Evening Policing” પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

શરીર સંબંધી ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના અમલના સવા બે મહિના (16 ફેબ્રુઆરી 2025થી 24 એપ્રિલ 2025) દરમિયાન સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં ગુજરાત પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ નોંધપાત્ર કામગીરી કરીને સૌથી વધુ ગુના દાખલ કર્યા છે.

*અસરકારક કામગીરીની વિગતો*:
• ચાર મહાનગરોના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં SHASTRA પ્રોજેક્ટ અંતર્ગત સવા બે મહિનામાં કુલ 5529 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
• *અમદાવાદ શહેર*: 12 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 1515 ગુનાઓ નોંધાયા.
• *સુરત શહેર*: 9 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 3001 ગુનાઓ નોંધાયા.
• *વડોદરા શહેર*: 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 461 ગુનાઓ નોંધાયા.
• *રાજકોટ શહેર*: 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 552 ગુનાઓ નોંધાયા.

*SHASTRA પ્રોજેક્ટની વિશેષતાઓ*: ગુજરાત પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાઓના હોટસ્પોટ ચિહ્નિત કર્યા હતા. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી 25% ગુનાઓ આ ચાર મહાનગરોમાં અને તેમાંથી 45% ગુનાઓ સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં બન્યા છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે SHASTRA પ્રોજેક્ટ હેઠળ લીધેલા મહત્વના પગલાં:
• સાંજે 6થી રાત્રે 12 વાગ્યા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ SHASTRA ટીમો તૈનાત કરવામાં આવી.
• ફુટ પેટ્રોલિંગ, સઘન વાહન ચેકિંગ, અને નાકાબંધી જેવી પ્રવૃત્તિઓ વધારવામાં આવી.
• સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખીને 135 GP એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ.
• પોલીસની હાજરીને વધુ મજબૂત કરીને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવામાં આવી.

Janfariyadnews youtube channel links

અહીંયા કોઈપણ સમાચાર,ફોટા,વિડિઓ જન જાગૃતિ ન ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમછતાં કોઈને પણ કાંઈપણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *