“Black Justice”પાંચ કરોડ કેસ કોર્ટો માં પેંડિંગ(આશરે 30 કરોડ દેશની જનતા ન્યાય માટે રાહ જોઈ રહી છે) જ્યુડીસરી સિસ્ટમમાં ફેરફાર તાત્કાલિક ધોરણે બદલવાની જરૂર(લાખો કેસ દેશના સમગ્ર રાજ્યોમાં કલેકટર,SDM,CP,SP મા પેન્ડિંગ.કરોડો ના ન્યાયતંત્ર પાછળ ના વૈભવી ખર્ચા બાદ પણ પરિણામો નહિવત.શું દેશ નો આ બાબતે વિકાસ કરી પ્રજાને ન્યાય આપવો જરૂરી નથી?હજુ ક્યા સુધી અંગ્રેજો ના બનાવેલ કાયદા ને અનુસરીને આ દેશ ચાલશે? શું વિશ્વ ગુરુ બનવા આ જરૂરી નથી?દેશનું ન્યાયતંત્ર/સરકાર/ઉચ્ચ સનદી અધિકારીઓ ક્યારે દેશ હિતમાં જાગશે?(જુવો અહેવાલ janfariyadnews you tyube channel 14 મિનિટ નો આવી રહેલ વેબ સીરીઝનો વિડિયો લિંક ઉપર) તા:૯,૧૦,૧૧/૯/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE) સનસનીખેજ દેશ હીત રક્ષણ માટેની વેબ સિરીઝ સમાચાર જુવો))

9 NG PDF ng -321 11-9-24 pdf

રાઇટર અને પ્રોડ્યુસર કપિલ કક્કર તેમજ ડાયરેક્ટર ભાવિન વાડીયા બ્લેક જસ્ટીસ નામની એક દેશ હિતમાં વેબ સીરીઝ શરૂ કરી રહ્યા છે જેની પ્રેસ કોન્ફરન્સમાં આ બંને મહાનુભાવો દેશહિતમાં અને કોર્ટોમાં પડી રહેલા પેન્ડિંગ પાંચ કરોડ કેસ બાબતે શું કહ્યું તે નીચે મુજબની youtube વિડીયો ચેનલમાં જુઓ.

આ ઉપરાંત દેશના તમામ રાજ્યો ની અંદરના મોટા શહેરોના કલેકટરો એસ ડી એમ અને ગૃહ વિભાગના સીપી તેમજ એસપી માં ચાલતા પ્રજાના લાખો કેસ જુદા જુદા રાજ્યના વિભાગોના પેન્ડિંગ છે તેના બાબતે પણ આ વેબ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે. 

દેશના ન્યાયતંત્ર બાબતે ફિલ્મ જગતમાં પણ વર્ષોથી કેટલીય ફિલ્મોની અંદર ન્યાયતંત્રને દર્શાવવામાં આવ્યું છે અને કેવા કેવા સામાજિક આર્થિક રાજકીય અને ગુનાખોરીના કેસો બને છે તે પણ દર્શાવવામાં આવ્યું છે તેમ છતાં આપણા દેશની જયુંડીસરી સિસ્ટમ હજુ અંગ્રેજ ના કાયદા પ્રમાણે જ ચાલી રહી છે તે કેટલા અંશે વ્યાજબી છે. દેશ આઝાદ થયો સમગ્ર દેશનો વિકાસ થયો બધી જ સિસ્ટમો રાજકીય ખભા ઉપર બદલાતી સત્તાઓમાં દેશના લોકોએ જોઈ અને દિવસે દિવસે તમામ સરકારી વિભાગોમાં ગુનાખોરીઓના પ્રમાણ વધતાં થાય છે પણ કોઈ સુધારો દેશ હિતમાં હજુ સુધી શાસક સરકારોએ કર્યો નથી કે કરાવ્યો શાસક પક્ષો જે રીતે પોતાની વોટ બેંકની ખેંચ-3 સર્વ જ્ઞાતિઓની અંદર કરીને પોતાની સત્તાઓ ટકાવી રાખવા આજે પણ જજુમી રહી છે તેમ દેશની જનતા માટે કે જનતાના વિકાસ માટે હજુ સુધી કોઈ સરકારોએ કંઈ વિચાર્યું હોય તેવું દૂર સુધી ક્યાંય દેખાતું નથી.

શું આના માટે શાસક પક્ષમાં બેઠેલા તમામ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ આ પ્રણાલિકાઓ ચાલુ રાખીને દેશને જે રીતે ચલાવી રહ્યા છે તે શું પ્રજાના હિતમાં છે કે નહીં તે પ્રજાએ વિચારવાનું રહ્યું. 

અનેક આવા પ્રોડ્યુસર ડાયરેક્ટરો ગાયકો કવિઓ સાહિત્યકારો લેખકો અને મીડિયા ગમે તેટલું સત્ય બતાવીને આમાં સુધારો કરવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં દેશની શાસક સરકારોએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી તે પણ એટલું જ નગ્ન સત્ય છે. 

દેશના તમામ શાસકો અન્ય દેશોના પ્રવાસો કરીને પોતાની પ્રસિદ્ધિ કરે છે અને દેશ માટે અમે કર્યું અને અમે કરીશું તેમ કરીને હજુ સુધી માત્ર પ્રજાને હથેળીમાં ચાંદ બતાવી રહ્યા છે પણ વિદેશની અંદર જે રીતે સરકારો ચાલે છે તે રીતે ત્યાંની ન્યાય પ્રણાલી અને ગુનાખોરી ડામવાના તેમના પ્રયત્નો નું કોઈ અનુકરણ આપણા દેશની અંદર હજુ સુધી થતું નથી જેમ કે વિદેશોમાં ડ્રગ અને માફી આવો નાની મોટી ગુનાખોરીમાં પકડાય તો તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવે છે જ્યારે આપણા દેશના શહેરો તો અત્યારે ડ્રગ હબ બની જવા સુધી પહોંચી ગયા છે અને ભાવિ પેઢીના મોટાભાગના લોકો તે રસ્તે વળી ગયા છે જે દેશની જનતા અને સર્વ બુદ્ધિજીવીઓ સારી રીતે જાણે છે.

આ દેશની કહેવાથી ચોથી જાગીર એટલે કે મીડિયા તે પણ બિન સરકારી પ્રાઇવેટ હોવાથી તેમના મીડિયા ચલાવવા માટે પુષ્કળ કટોકટીનો સામનો કરી રહી છે અને સરકાર આર્થિક જાહેરાતો આપીને જાણે તેમને નિભાવતી હોય અને તેમની ઉપર પ્રેશર કરીને મીડિયાની અંદર પણ એક મોટો ગોદી મીડિયા વર્ગ ઊભો થયો છે જેની સામે પણ આજે પ્રજામાંથી ખુલીને સવાલો ઊભા થયા છે. ક્યાંક ક્યાંક તો મીડિયા પણ પ્રજાનો ભોગ બનતું હોય તેવા સમાચારો હવે છાશવારે આપણને જોવા અને સાંભળવા મળે છે કેમ કે મીડિયા ઉપર પણ સરકારનો કંટ્રોલ વધતો જાય છે અને મીડિયાના માલિકો પણ થોડાક સરકાર ઉપર આશ્રિત થઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે આવામાં તટસ્થ મીડિયાઓ પ્રજા લક્ષી કેટલા તે પણ પ્રજાએ આઈનામાં જોવું જોઈએ.

ઘણીવાર પ્રજાના કોઈ મોટા ભાગના પ્રશ્નો બહુ ચર્ચા થાય ત્યારે ધારાશાસ્ત્રીઓ ખુલ્લા કોર્ટના મેદાનમાં આવીને મીડિયા સમક્ષ એવું બોલે છે કે સરકારમાં ન્યાય આવા પ્રશ્નો માટે જોઈતો હોય તો અમે તમારી સાથે છીએ અને અમે તમારા કેસો વગર ફી થી લડીશું પરંતુ શું ધારાશાસ્ત્રીઓ પણ આ દેશની જનતા નો એક ભાગ નથી? શું તેઓ પણ દેશ બૌદ્ધિક રીતે આગળ વધે તે ઇચ્છતા નાતથી? શું તેમણે પણ એકત્ર થઈને તેમની કાઉન્સિલ દ્વારા ઉચ્ચ કક્ષાએ પીઆઈએલ દાખલ કરીને પ્રજાહિતના પ્રશ્નોને રક્ષણ આપવું ના જોઈએ? 

અમારૂ પોતીકું પ્રિન્ટ અને હવે તો ઇલેક્ટ્રોનિક મીડિયા janfariyadnews પ્રજાકીય પ્રશ્નો બાબત વર્ષોથી તટસ્થ પ્રજાલક્ષી સરકાર સામેના પ્રશ્નો ઉઠાવતું આવ્યું છે અને રહેશે..

અહીંયા કોઈપણ સમાચારો પ્રજા હિતમાં જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધા જનક લાગે તો તંત્રીનો સંપર્ક કરી શકે છે.