આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી નો લોકપ્રિય કાર્યક્રમ *મન કી બાત* અને અલ્પકાલીન વિસ્તારક્ નો કાર્યક્રમ વોર્ડ -૧૦ માં district shopping sector 6 khate યોજાયો જેમાં પ્રદેશથી પધારેલા અલ્પકાલીન વિસ્તારક શ્રી પ્રવીણભાઈ પંડ્યા અને ભરૂચ જિલ્લા ના પ્રભારી અને ગાંધીનગર ના પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ હાલના નગર સેવક મહેન્દ્રભાઈ પટેલ (દાસ), સાથી કાઉન્સિલરશ્રીઓ સૌથી અગત્યના બુથ ના નિયુક્ત પામેલા અલ્પકાલીન વિસ્તારકો તથા બુથ ના પ્રમુખશ્રીઓ અને તમામ વોર્ડ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…
કાર્યશાળામાં શ્રી પ્રવીણભાઈ પંડ્યા અલ્પકાલીન વિસ્તારકો અને બુથ માં રહેતા તમામ કાર્યકર્તાઓ ને તારીખ ૨૫થી ૨૭ જૂન સુધી ઘર ઘર સંપર્ક કરી કેન્દ્રની મોદી સરકાર નીછેલ્લા 9 વર્ષ ની સિદ્ધિઓ, અવિરત વિકાસ યાત્રા નો ભારત નો વણથંભ્યો વિકાસ અને આગામી 25 વર્ષ નો વિકાસ નો નકશો તૈયાર કર્યો છે તેને ઘર ઘર પ્રચાર કરી સાહિત્યનું વિતરણ માટે માર્ગદર્શન આપ્યું… તમામ કાર્યકર્તાઓ ને આ અભિયાન માં જોડાવવા હાકલ કરીઅને ઉત્સાહ વધાર્યો.. અને *મન કી બાત* નો કાર્યક્રમ સાથે નિહાળ્યો…
******************************** સીએમ કાર્યક્રમ************
માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ગાંધીનગર ખાતે રક્ષાશક્તિ સર્કલ પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે આ ઓવરબ્રિજના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા માંથી મુક્તિ મળશે, સમય અને પેટ્રોલની બચત થશે તેમજ પર્યાવરણને પણ ફાયદો થશે.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદશ્રી એચ. એસ. પટેલ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, શહેર ભાજપ અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, કાઉન્સિલરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
NG_236_16-6-2023 PDF NG 237 _17-6-2023 pdf NG_238_18-6-2023 PDF JAN FARIYAD