બે એરિયા ગુજરાતી સમાજે “ગુજરાતની અસ્મિતાનેઉજાગર કરતા ‘ગુજરાત ગૌરવ દિવસ’ની શાનદાર ઉજવણી કરી.
બેએરિયા ગુજરાતી સમાજનાં નેજા હેઠળ બેઠકે ૨૭મી મેં ૨૦૨૩ની સવારે ઈન્ડિયાકોમ્યુનિટી સેન્ટર,મિલપિટાસ,કેલિફોર્નિયામાં શબ્દ,સૂર અને લયનાં માધ્યમથી શાનદારગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરી.બે એરિયાનાં બધાં ગુજરાતી સમાજે એક છત્ર નીચેભેગા થઈ ,ગુજરાતની સાંસ્કૃતિક,પ્રાકૃતિક,ભૌગોલિક,ઐતિહાસિક,અને આધ્યાત્મિકસમૃદ્ધિનાં ગાન સાથે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરી.બેએરિયા ગુજરાતી સમાજનાંમુખ્ય સૂત્રધાર સુરેશ મામા તેમજ પ્રોગ્રામનાં મુખ્ય આયોજક અને બેઠકનાં સ્થાપક પ્રજ્ઞાદાદભાવાળાનું યોગદાન કાબિલે દાદ છે.તેમજ સહકાર્યકરો સી.બી. પટેલ,જિગીષા પટેલ, કૌશિક હજારીએ પણ કાર્યક્રમને સફળ બનાવવા પોતપોતાનું યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમની શરુઆત ૯.૩૦ વાગે સવારે ચા પાણી અને સ્નેહ સંમેલનથી થઈ.શરદદાદભાવાળાનાં સંચાલન સાથે કાર્યક્રમને પ્રારંભે વિઘ્નહર્તા ગણેશનું સ્તુતિગાન હેતલબ્રહ્મભટ્ટ જાગીરદારે કર્યું.ત્યારબાદ બેએરિયા ગુજરાતી સમાજના કાર્યકરો ,સાહિત્યકારજયશ્રી મર્ચન્ટઅને અતિથિ શ્રીજયેશભાઈ વ્યાસ ,જે ભારતીય સંસ્કૃતિ,સાહિત્ય,અધ્યાત્મઅને રાજનીતિ ક્ષેત્રનાં અભ્યાસુ વક્તા છે,તે સૌએ મળી દીપ પ્રાગટ્ય કર્યું.સરસ્વતી વંદનાથીસંગીત સભર કાર્યક્રમની શરુઆત કરી, સૂરીલા ગાયકો નિકુંજ વૈદ્ય ,પ્રિયા પરીખ,વાગ્મીકચ્છી,આર્યહી વૈદ્યે.ત્યારબાદ પ્રજ્ઞા દાદભાવાળાએ સૌને આવકાર આપતા ગુજરાતનીઅસ્મિતાનો અર્થ સમજાવતાં ‘ હું ગુજરાતી’ ‘ અમે ગુજરાતી’ અને ‘આપણું ગુજરાતીપણું’ હંમેશાં સાચવી રાખવા સૌને સંકલ્પબધ્ધ બનવા કહ્યું.
ત્યારબાદ બેએરિયાનાં સક્રિય કાર્યકર વડીલ સી.બી. પટેલે ગુજરાતીઓની જન્મભૂમિ ગરવીગુજરાતની ગાથા ગાઈ ,બેએરિયા ગુજરાતી સમાજ પરદેશમાં ૨૦૦૬થી ગુજરાત દિવસઉજવે છે અને તે માટે સૌ જૂના અને નવા કાર્યકરોને ગુજરાતની અસ્મિતા જાળવવા અભિનંદનપાઠવ્યા.ગુજરાત ગૌરવ ગીતની પ્રસ્તુતિ નિકુંજ વૈદ્ય ,પ્રિયા પરીખ,વાગ્મી કચ્છી અને આર્યહીવૈદ્યે કરી ,તો ધવલ મજમુદાર,વૈષ્વી મજમુદાર,અલ્પના શર્મા,રચના નાયક અને પરિમલઝવેરીએ તેમજ તેમના ગૃપનાં નાના નાના અમેરિકામાં જ જન્મેલા અને ઉછરેલા ભૂલકાંઓએવાધ્ય સંગીત સાથે ‘અમે ગુજરાતી ‘ગીત પ્રસ્તુત કરી સૌનાં મન જીતી લીધાં અને સાબિતકરી દીધું ગુજરાતી ભાષા ક્યાંય અને ક્યારેય ભુંસાવવાની નથી.નરેન્દ્ર શાહ અને સ્મિતાશાહ ને સાથી કલાકારોએ ‘ હું ડાલામથ્થો ગુજરાતી’ ગીત ગાઈ ગુજરાતીઓની ગરિમા ગાઈ.
“સંગીત ડાન્સ ગૃપ” ની દીકરીઓએ ભાવના જોશીપુરા અને હીરલ જોશીપુરાનો કોરિયોગ્રાફકરેલ સુંદર ગરબો રજૂ કરી નૃત્ય દ્વારા ગુજરાતની અસ્મિતા રજૂ કરી.મિલપિટાસનાં વાઈસમેયરે Evelyn chua એ શ્રી કિરીટભાઈ શાહ,શ્રી રાજ દેસાઈ અને શ્રી અતુલભાઈ શાહનેએવોર્ડ આપી,તેમની સમાજસેવા માટે સત્કાર્યા. કિરીટભાઈનાં હેલ્થ એન્ડ કેર અને V.S.S.M સંસ્થા તેમજ બેએરિયાની અનેક સંસ્થાઓમાં સમાજસેવાનાં કાર્યોનો પરિચય શરદભાઈદાદભાવાળાએ ,ઈન્ડિયા કોમ્યુનિટી સેન્ટરનાં CEOરાજ દેસાઈનો સી.બી.પટેલે અને નિષ્કામસેવક અતુલભાઈ જે સેવા ઈન્ટરનેશનલ ,AIA,FOGSY,વૈષ્ણવ ટેમ્પલ,હિન્દુ ટેમ્પલ જેવીઅનેક સંસ્થાઓમાં સેવા આપે છે ,તેનો પરિચય સંદિપભાઈ શાહે આપ્યો.પ્રજ્ઞા દાદભાવાળાઅને નરેન્દ્ર શાહે રંગલો-રંગલી બની ગુજરતીઓની ભવાઈને ભજવી ગુજરાતની અસ્મિતાભવાઈ વગર ન હોય તે ભજવીને બતાવ્યું.
ગુજરાતની અસ્મિતાને જિગીષા પટેલે વિનોદ જોશી,ઉમાશંકર જોષી અને ખબરદારનીપંક્તિઓ ગાઈ તેને ઉજાગર કરનાર એક એક ગુજરાતી માટે ગૌરવ લીધું અને પોતાનું નવુંસ્લોગન ગુજરાતીઓને આપ્યું” જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતની અસ્મિતાઊભરાતી.”સાથેસાથે આપણાં લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિશ્વમાં એક નોખા નેતાતરીકે અદકેરું સ્થાન પ્રાપ્ત કરી ,ભારતની સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે તે વાતકરી.
બેએરિયાનાં મધુર કંઠનાં માલિક અને ભાષા,સાહિત્ય અને સંગીતનાં ઉપાસક એવા હેતલબ્રહ્મભટ્ટ જાગીરદારનાં નેજા હેઠળ બેએરિયાનાં ઉત્કૃષ્ટ કલાકારો વાગ્મી કચ્છી,દિલીપઆચાર્ય,મિશા આચાર્ય,નિકુંજ વૈદ્ય ,આર્યહી વૈદ્ય ,પ્રિયા પરીખ,મૃદુતા મેરવાના અને છાયારાજગોરે સંગીતનો જલસો કરાવ્યો.તેમજ કીબોર્ડ પર સાથ આપ્યો વિકાસ સાલ્વી,તબલાંપર ગુરુદીપ હીરા. હાર્મોનિયમ પર દિલીપ આચાર્ય એ ગાવા સાથે સંગીતસભર રજૂઆતકરી.હેતલ જાગીરદારે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતાં આદ્ય કવિયત્રી પાનબાઈનાંભજનથી લઈ,અવિનાશ વ્યાસ, ભગવતીકુમાર શર્મા,મરીઝ,ધ્રુવ ભટ્ટની જુદી જુદી રચનાઓનેપોતાનાં સૂરમય સ્વરમાં રજૂ કરી સૌને સંગીત જલસામાં તરબતર કરી દીધાં.સાહિત્યકારજયશ્રી મર્ચન્ટ,કિરીટભાઈ અને જયેશભાઈએ હેતલ જાગીરદારને આગવું સન્માન એવોર્ડથકી આપ્યું. સૌ કલાકારોને પણ એવોર્ડસ આપી સન્માન્યા.સૌ દાતાઓનો આભાર કૌશિકહજારીએ માન્યો.ચાટ ભવન દ્વારા બનાવેલ અને સુરેશમામાની પૌત્રીઓ Amaya,Briana અને Carina નાં આગમનનાં આનંદરુપે ડો. આનંદ કરસને સૌ ગુજરાતીઓને સ્વાદિષ્ટ ભોજનકરાવી દીકરીઓ માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આમ વતનથી દૂર રહીને સૌ ગુજરાતીઓએસાથે મળી ગુજરાતની અસ્મિતા જય જય ગરવી ગુજરાતનાં જયઘોષ સાથે ઉજવી.
જિગીષા પટેલ
સક્રિય કાર્યકર બેએરિયા ગુજરાતી સમાજ
બેઠક સહ આયોજક
પ્રજ્ઞા દાદભાવાળા (બેઠક લિટરેસી ગ્રુપ.સહ આયોજક. કેલિફોર્નિયા