ગુજરાત પોલીસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક તપાસ માં ભ્રષ્ટ ઉચ્ચ IPS અધિકારીઓથી લઈને.પી.આઇ.પી.એસ.આઇ. કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ એક ટોળકી બનાવીને પોલીસ કેસ, તપાસ, અરજી અને રેડ પાડીને લાખો કરોડો રૂપિયાના તોડ કરવાનું રેકેટ જુદા જુદા ગુનાઓ.બૂટલેગરો ની રાજકીય સાંઠગાંઠ જાણતા હોવા છતાં કોઈક અદ્રશ્ય ચહેરા ના ઇશારે ચલાવી રહ્યાં છે. આવા જ કેટલાંક ભ્રષ્ટાચારીઓના કારણે પોલીસ વિભાગ વર્ષોથી બદનામ થઈ ગયો છે અને હજી પણ અધિકારીઓ આંખ આડા કાન રાજકીય લોકો ના ઇશારે કરી રહ્યા છે એટલે હજુ બદનામ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ના પોલીસ ખાતા ના ઉચ્ચ સરકારી જવાબદાર DGP વિકાસ સહાય આવા ભ્રષ્ટાચારીઓને ચેતવણી આપવાની હળવી શરૂઆત શરૂવાત કેમ કરી છે તે સમજાતું નથી..પ્રજા ગુનો કરે તો કસ્ટડી થાય,teni જિંદગી ની કેરિયર બગાડી નંખાય…તો આ પોલીસ કૌભાંડો માં ઢીલી નીતિ થી પકડાય તો માત્ર બદલી .કરી પ્રજા ઉપર કેમ આવી ન્યાય ની નબળી છાપ ઊભી કરવા માંગે છે તે સમજાતું નથી…જેલમાં ગૃહ મંત્રી ખુદ અધિકારીઓ લઈ ને જાય…મોબાઈલ.નશીલા પદાર્થ..મુલાકાતી ને મલવવા આજ પણ પોલીસ પૈસા લેતી ના દાખલા સામે આવે..ટિફિન માં ચિઠ્ઠી ની આપલે થાય…ખૂંખાર કેદી પૈસા ના જોરે લાખો ખર્ચ કરી બધા કેદીઓ માં રોફ જમાવવા પૈસા ઉડાવવા દેવાય…છતાં પણ માત્ર બદલી..?..સાબરમતી જેલ માં પિકચર સ્ટાઈલ થી આખી સુરંગ ખોદવી ને ભોંયરું બનાવેલ નીકળે અને છતાં પોલીસ સિક્યોરિટી ને આવા કોઈ બાંધકામ ની ખબર પણ ના પડે? આવી અનેક ચિત્ર વિચિત્ર ઘટનાઓ પોલીસ ખાતા મા વર્ષોથી વિવાદિત કિસ્સાની બનતી આવી છે…
રાજ્ય પોલીસ વડા પોતાના પોલીસ દળના અધિકારીઓને જાતે સસ્પેન્ડ-બદલી કર્યા બાદ રૂબરૂ મળવા બોલાવે છે અને ભ્રષ્ટાચાર સહિતના મામલા પાછળનું કારણ સમજવા અને શિખામણ ના પાઠ નો પ્રયાસ કરી રહ્યાં છે. 1989 બેચના IPS વિકાસ સહાયને ગુજરાતના પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી કેટલાંક પ્રામાણિક અધિકારીઓ ખુશ છે તો કેટલાંક નારાજ પણ હશે .ગુજરાત રાજ્યને નખશીખ પ્રામાણિક અને ઉમદા DGP મળ્યા હોવાની ચર્ચાઓ આજે પણ થાય જ છે. વિકાસ સહાય (Vikas Sahay IPS) સમગ્ર પોલીસ દળને પોતાની ટીમ માને છે અને એટલે જ કેટલાં આકરા નિર્ણયો લેતી વખતે તેઓ વ્યથિત પણ થઈ જાય છે. ડીજીપીના આ માનવીય અભિગમનો રાજ્ય પોલીસ દળમાં બહુમત સરકાર માં ઓછું ભણેલા પણ અતિ ઉત્સાહી કઈક કરી બતાવવાંનીખેવના વાળા યુવા ગૃહ મંત્રી ની સાથે સંકલન માં નોધ લેવાશે કે ગેરલાભ તે આવનારો સમય જ બતાવશે.
નોધ : અહી કોઈપણ વ્યક્તિગત રાગદ્વેષ વિના સમાચારો જન જાગૃતિ માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમ છતાં કોઈ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરવા થી તે સમાચાર ની ચોકસાઈ કરી ને દૂર કરી શકાશે….તંત્રી
વિશેષ કિસ્સામાં 4 PI ની ટ્રાન્સફર
વાત કરીએ, તોડકાંડના આરોપ હેઠળ બદલી કરાયેલા 4 પોલીસ ઈન્સ્પેક્ટરની. ગત 4 મેના રોજ DGP વિકાસ સહાયે વિશેષ કિસ્સામાં ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીનો હુકમ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. DGP સહાય અગાઉ પણ કેટલાંક વિવાદીત PI, PSI ને સસ્પેન્ડ તેમજ બદલી ચૂક્યા છે. ચાર PI ની બદલી પાછળ અધધ રૂપિયાના તોડ-લૂંટ જવાબદાર છે. DGP વિકાસ સહાયે બદલી કરેલા ચાર PI માં સુરત શહેર પોલીસ (Surat City Police) ના EOW ના પીઆઈ એ. વાય બલોચ (PI A Y Baloch) અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ની PCB ના પીઆઈ ટી. આર. ભટ્ટ (PI T R Bhatt) ઈન્ટેલિજન્સ બ્રાંચ (IB) ના પીઆઈ એચ. બી. બાલીયા (PI H B Baliya) અને બનાસકાંઠા જિલ્લા પોલીસમાં નિમણૂંક ધરાવતા અને SMC માં અટેચ પીઆઈ ડી. ડી. શિમ્પી (PI D D Shimpi) નો સમાવેશ થાય છે. ચારેય PI ની અનુક્ર્મે પોરબંદર, જુનાગઢ, ડાંગ-આહવા અને કચ્છ પશ્ચિમ-ભુજ ખાતે બદલી થઈ છે.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0mkxqz6VT7e6DhUVivjWdWqUmYfh63xTtZk7KSyA7iwdDArsq1evWsPgTAAWAmojZl&id=100069315562922&sfnsn=wiwspwa&mibextid=6aamW6