વિષય :- તા. 8-5-2023 “વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ” તથા “રેડક્રોસ દિવસ ” નાં અનુસંધાને ” આપણાં ગુજરાત ની ધરા એટલે પક્ષીઓ નું સ્વર્ગ” ” પક્ષી બચાવો અભિયાન અંતર્ગત “પ્રવાસી પક્ષીઓ” નાં ચિત્ર સ્પર્ધા નાં આયોજન બાબત..
હેતુ :- “આપણાં ગુજરાત ની ધરા એટલે પ્રવાસી પક્ષીઓ નું સ્વર્ગ” આ સ્પર્ધા દ્વારાં આપણી ધરતી ની શાન અને આપણાં મોંઘેરાં મહેમાનો ને ” હું પક્ષીઓ ને બચાવવા એટલું તો જરૂર કરીશ ” દ્વારાં બધાં જ લોકો માં જાગૃતી કેળવાય એ મુખ્ય હેતુ છે.
મહે. સાહેબ શ્રી
જયભારત જયવિજ્ઞાન સહ ઉપરોક્ત વિષય નાં અનુસંધાને “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત ” આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર . ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202 મોરબી જિલ્લો. કાર્યરત છે.
તા. 8/5/2023 “વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ” તથા રેડક્રોસ દિવસ “નાં અનુસંધાને કોઈપણ “આપણાં ગુજરાત ની ધરા એટલે ધરતી પર નું સ્વર્ગ” ” વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ એટલે પ્રવાસી પક્ષીઓ વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવાં માટે બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુ ને અનુલક્ષી ને થતી અવરજવર. ભારતભર નાં વિવિધ સરોવર કાંઠે આવી વસતાં પક્ષીઓ” તેવાં પક્ષીઓ નું ચિત્ર દોરો તમે વિડીઓ બનાવી ને કહો.. “હું પક્ષીઓ ને બચાવવા આટલું તો જરૂર કરીશ” …અને મોકલી આપો.
● કેટેગરી-1 ધો. 1,2,3,4
○ કે-1 – 1.5 × 2 ની ડ્રોઈંગ સીટ માં વિવિધ કલર પુરી તમને ગમતું મનપસંદ પક્ષી દોરો. વિડીયો માં ટુંક માં કહો હું પક્ષીઓ ને બચાવવા શું કરીશ ?
● કેટેગરી-2 ધો-5,6,7,8
○ કે-2 – 1.5 × 2 ની ડ્રોઈંગ સીટ માં વિવિધ કલર પુરી મનપસંદ પ્રવાસી પક્ષી દોરો. વિડીયો બનાવી કહો “હું પક્ષીઓ ને બચાવવા આટલું જરૂર કરીશ ….
● કેટેગરી-3 ધો- 9,10,11,12
○ કે-3 – 1.5 × 2 ડ્રોઈંગ સીટ માં કોઈપણ તમને ગમતું પ્રવાસી પક્ષી નું ચિત્ર દોરી મનપસંદ કલર પુરી અને વિડીયો માં ટુંક માં કહો ” હું પક્ષીઓ ને બચાવવા એટલુ તો જરૂર કરીશ…
● કેટેગરી-4 (કોલેજ નાં વિધાર્થીઓ શિક્ષકમિત્રો , તજજ્ઞો તથા વાલીઓ વગેરે)
○ કે-4 – 2 × 1.5 ડ્રોઈંગ સીટ માં મનપસંદ વિદેશી પ્રવાસી પક્ષી દોરો . કલર પુરો. વિડીયો માં ટુક માં કહો “હું પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એટલુ તો જરૂર કરી શકીશ…..
આ ચિત્ર- વિડીઓ સ્પર્ધા માં ભાગ લેવાં 1.5 × 2 ફૂટ ડ્રોઈંગ સીટ માં ચિત્ર દોરો, કહો.. “પક્ષીઓ ને બચાવવા આટલું તો જરુર કરીશ” નો વિડીઓ બનાવી મોકલી આપો. ગમે તે એક વોટસપ નંબર 98249 12230 – 97279 86386 પર મોકલી આપો .
એન્ટ્રી છેલ્લી તા. 8 – 5 – 2023 રાત્રે 9=00 સુધી – દરેક સ્પર્ધક ને પ્રમાણપત્ર તથા કેટેગરી માં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સ્પર્ધકો ને સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવાં માં આવશે. જ્યારે પ્રમાણપત્ર સિલ્ડ લેવા પધારો ત્યારે ચિત્ર ની ડ્રોઈંગ સીટ સાથે લેતાં આવશો.
આભાર સહ ધન્યવાદ
“આવો આપણે સૌ પક્ષીઓ નું રક્ષણ કરીએ, ઘર આંગણે પાણી નું કુંડું તથા છત પર દાણા- ચણ ની વ્યવસ્થા કરીએ ”
આ સ્પર્ધા ની જાણ આપનાં મિત્ર-સર્કલ તથા અન્ય ગૃપ માં જરૂર કરશો
એલ.એમ.ભટ્ટ – દીપેનભાઈ ભટ્ટ
“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર” પ્રેરિત
“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202 મોરબી જિલ્લો