હની ટ્રેપ પ્રકરણ ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ ના માથા નો દુખાવો
ગુજરાત સરકારની શેહ સરમ લાજ અને ઈજ્જત કોઈપણ કેસની કાર્યવાહી બાબતે કેટલી હદે ક્યાં સુધી જઈ શકે તેનાથી હવે ગુજરાતની શાણી પ્રજા અનેક કિસ્સાઓ ઉપરના ઢાંક પિંછોડા ઉપરથી સમજી અને જાણી ગઈ છે. રાજકીય નેતાઓ પોતાના પક્ષની વોટ બેંકની ભીખ ખાતર અનેક અધિકારીઓને અનેક દલાલોને અને અનેક બુટલેગરોને તેમની કાર્ય પ્રવૃત્તિ ઉપર ઢાંક બિછોડો કરીને તેમને સાચવતી આવી છે અને હજુ સુધી કોઈ એવી ગંભીર ઘટનાની અંદર કોઈને પણ એવી કક્ષાની કોઈ સજા કરી નથી કે જેનાથી પ્રજાને ન્યાય મળ્યો હોય કે સરકારના શાસનને ન્યાય મળ્યો હોય એવી ઘટના સામે આવી નથી.ગુજરાત માં પ્રત્યેક પોલીસ સ્ટેશન માં ગેર કાયદેસર પ્રવૃત્તિઓ કોઈપણ લાયસન્સ વિના હપ્તા રાજ થી ચાલતી આવે છે.કરોડો ના કાળા નાણાં નો ઉચ્ચ રાજકીય કક્ષાએ થી મોટામાં મોટો ગેરબંધારણીય વેપાર પણ વર્ષોથી થતો આવ્યો છે..વાઇબ્રન્ટ ની આંકડાકીય માયાજાળ ચતુર અધિકારીઓ વર્ષોથી રાજકીય ચાર્ટડ એકાઉન્ટન્ટ નીંજેમ રાજનેતાઓ ના હિસાબો કરતા આવ્યા છે..અને તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ ની જેમ બધું પડદા પાછળ રમાતું આવ્યું છે… છતાં પણ આવા નકલી સર્વ પ્રકારના વિકાસ ગુજરાત સરકારના ઉત્તરોત્તર વધી રહેલા દેવા સાથે સરકારો બતાવતી રહી છે અને જેની સામે પ્રજા પોતાના હાથમાં કશું જ ન હોય તે રીતે માત્ર સરકારી ખેલ જોઈને બેઠી છે..કેમકે ક્યાંય હ્યુમન રાઇટ્સ,મહિલા નિગમ,પ્રજા સુરક્ષા ની એજન્સીઓ કોઈ ન્યાયિક કેસ લડી ને પ્રજાને ન્યાય આપ્યો હોય તેવું ક્યાંય દેખાતું નથી..માત્ર કાર્યવાહી ના રૂપ બદલાય છે..
પ્રચંડ બહુમતી અનેક દાવ પેંચ રચીને લીધા બાદ શાસક સરકારમાં સીએમ કાર્યાલયમાં ફરીથી બે પોસ્ટ જાતે દલા તરવાડી શાસનની જેમ ઊભી કરીને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી ડોક્ટર હસમુખ અઢિયા અને માર્ગ મકાનના અનેક વિવાદોમાં રહેલા એવા એસ એસ રાઠોડ જેવા નિવૃત્ત થયેલા અધિકારીઓને સરકારે સલાહકાર તરીકે પણ અનેક પ્રકરણો જાણતા હોવાના લીધે ફરીથી તેમના હાથ પગ અને હૈયુ ચાલે ત્યાં સુધી તેમનો ઉપયોગ કરવાની વિચારણા કરીને તેમને સરકારમાં બેસાડ્યા છે અને ફરી તમામ ભોગ વિલાસ માં રાચતા જોવા મળશે અને તેમને કરેલી સરકારી મદદ નું જાણે મોદીજી અને ગુજરાત સરકાર રુણ અદા કરતી હોય તેવી રીતે તેમને સાચવી લેવામાં આવ્યા છે.
ખેર વાત આપણે આ હની ટ્રેપ પ્રકરણની કરીએ તો આ હની ટ્રેપ નહીં પણ મધુ ડંખ વિવાદી ઘટનામાં અત્યારે કહેવાથી ઊંડાણ ભરી તપાસ થઈ રહી છે અને તેની અંદરથી ચોકાવનારા પરિણામો આવે તો નવાઈ નહીં જોકે સરકાર બધી જ રીતે બધું સાચવીને બધું બહાર પાડશે તેવી તેની પ્રણાલિકા થી જનતા વાકેફ છે. આ મધુ ડંખ પ્રકરણ ના મુળિયા આણંદ જિલ્લા થી શરૂ થયેલા છે ગાંધીનગર તો બીજા કે ત્રીજા તબક્કામાં હશે તેવું આપણે માનીએ જોકે આ આખી ચર્ચામાં સત્ય શું છે એ સરકાર જો સાચે સ્પષ્ટ કરશે તો જ આ સાચી દિશામાં તપાસ જશે અને સત્ય પરિણામો બહાર આવશે. આ યુવતી પોતે પોતાની જાતને હિરોઈન માનીને જાણવા મળ્યા મુજબ જુલાઈ 2020 માં પોલીસ ટ્રેનિંગ એકેડેમી તરીકે ઓળખતા કરાઈ સ્થાને કોઈક પોલીસના કર્મચારીની ઓળખાણ ના લીધે ગઈ હતી અને આ સમયે તે યુવતી અધિકારીઓને મળી હશે અને ત્યારથી તે સોશિયલ મીડિયામાં સક્રિય થઈ હતી અને પોતાના જિલ્લામાં ઉચ્ચ સ્થાને રહેલા પોલીસ અધિકારીઓ સાથે તેણે સંપર્ક બનાવવાના શરૂ કર્યા હતા અને બધાને મોજ ખુશથી રાજી રાખતી હશે તેવું મનાય. આ યુવતીના સંબંધો માત્ર આઈપીએસ અધિકારીઓ સાથે નહીં તે સિવાયના અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ હોવા જોઈએ તેમ જ રાજકીય લોકો સાથે પણ હોવા જોઈએ પરંતુ માઉન્ટ આબુ થી પોતાની હોર્સ રીડિંગની તસવીરો ની શરૂઆત થઈ હશે અને આ સ્વરૂપવાન યુવતી સાથે અનેક લોકોએ રંગરેલીયા પણ બધા જાણતા પારખતા લોકોએ મનાવ્યા હશે તે વાતને ચર્ચાનું ગ્રહણ લાગેલું છે સરકારી કચેરીઓ અને સચિવાલય સુધી અત્યારે એક જ વાત છે કે આ હની ટ્રેપ પ્રકરણમાં સત્ય શું છે. આખરે ગૃહ વિભાગે આ આખા પ્રકરણ ઉપર ઢાંક પીછોળો કરવા માટે જાણે પોલીસ અને ખાખી વર્ધી અને ઉચ્ચ અધિકારીઓ દૂધે ધોયેલા હોય તેમ કરીને મૌન તોડીને આખી ઘટના ઉપર ઢાંક પીછોળો નાખવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આવા અનેક કિસ્સાઓ અને અનેક મોટા માથાઓ જુદા જુદા ગંભીર ગુનાઓમાં બહાર આવીને સોશિયલ મીડિયામાં કેટલાય પ્રચલિત થયા અને રોજેરોજ છાપામાં આવતી ઘટનાઓ જેમ છતાં પણ રાજકીય પક્ષને શાસક સરકારને અમુક નેતાઓ ગમે તે રીતે તેને કાબેલ રાજકીય બનાવેલ ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા સાચવી લઈને આવા બધા પ્રકરણો ઉપર ઢાંક પીછોળો કરતી આવી છે આ કોઈ નવી ઘટના નથી.
ચૂંટણી પૂર્વે એક મહિલા મંત્રી છોટા ઉદેપુર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથે એક કાર્યક્રમ માં ગયા હતા અને તે જિલ્લા ના ભાજપ પ્રમુખ પુષ્કળ દારૂ પીધેલી હાલત્ માં મંત્રી સાથે ચાલતા લઠ્ઠડિયા ખાતા ખાતા સ્ટેજ ઉપર બેઠા હતા જેના વિડિયો વાયરલ થયા હતા અને હાજર ઉચ્ચજિલ્લા પોલીસ અધિકારીઓ ની હાજરી માં આ આખી ઘટના બની હતી તેમ છતાં બદનામી વહોરવા સામી ચૂંટણી હોવાથી પ્રદેશ પ્રમુખ દ્વારા આ નશાખોર પ્રમુખ ને માત્ર હોદ્દા ઉપર થી દુર કરી સંતોષ માન્યો..પણ સરકારી પોલીસ અધિકારીઓ રાજકીય પક્ષ ના નેતાઓ ના કારણે કોઈપણ કેસ ના કર્યો કે આ નશા ખીર ને રોક્યો પણ નહિ..આ પિકચર જનતા e જોયું છે..મીડિયા પર્દાફાશ કર્યો છે…
સરકાર જો એમ કહેતી હોય કે આવી કોઈ ઘટના હની ટ્રેપ ની બની જ નથી તો આખી સ્ટોરી નું ઉદગમ સ્થાન શું અને કોણે કર્યું અને સેના માટે કર્યું અને સરકારના અડધો ડઝનથી વધારે આઈપીએસ અધિકારીઓના નામો પણ કોણે શા માટે ઉભા કરીને પ્રજામાં ચર્ચાનો મુદ્દો બનાવ્યો. જો સરકાર ઢાંક પીછોળો કરીને કહેતી હોય કે આવું કશું બન્યું જ નથી તો પછી શા માટે આઈપીએસ અધિકારીઓને બદનામ કરવા અને શા માટે આ યુવતી બદનામ થાય શું ખરેખર પરસ્પર કોઈ ફરિયાદ નોંધાવશે અને આ દિશામાં સાચી તપાસ થશે અને ન્યાય મળશે કે કેમ તે પણ એક બહુ જ મોટો કોયડા જેવો વિષય બન્યો છે. ભૂતકાળમાં આવી અનેક યુવતીઓના નામે આવા અનેક પ્રકરણો થઈ ગયા છે અંતે સમાધાન અને ઢાંક પીછોળો કરીને એ બધા જ પ્રકરણો આપણા બધા વચ્ચેથી ખોવાઈ ગયા છે જેમ કે સેજલ શાહ નામની યુવતી એ મંત્રીઓની કેબિન ની આજુબાજુ આંટા મારતી અનેક વખત હોવા છતાં કોઈ મંત્રીએ મોઢું ખોલ્યું નથી માત્ર શરમના જોકે નામ દીધા વિના આખું પ્રકરણ દબાવી દીધું છે. એવી રીતે માનસી સોની નામની યુવતી સાથે કચ્છના માંડવી બીચ દરિયા કિનારે કયા ઉચ્ચ રાજકીય અભિનેતા દ્વારા ખરેખર કેવી અલૌકિક પ્રેમ લીલા અને શું નું શું રંધાઈ ગયું અને તેમાંથી આખું એક જાસૂસી પ્રકરણ બહાર આવ્યું અને જાસુસી પ્રકરણના હનુમાન જેવા સુપ્રીમોએ આ આખા પ્રકરણને દબાવવામાં ઉચ્ચકક્ષાએથી નિમ્નકક્ષા સુધીની ખૂબ મહેનત કરીને આખા પ્રકરણને ઢાંક પીછેડો કરવામાં આવ્યો અને આખેઆખું આ યુવતી નો પરિવાર ભારત બહાર સ્થાયી થઈ જાય તેવી પરિસ્થિતિનું સર્જન પણ કયા મહાનાયક એ કર્યું તેનાથી પણ લોકો અજાણ નથી.આ આખા પ્રકરણ ની મહાનાયક જશુશી કાંડ સુપ્રીમો ની અધિકારીઓ સાથેની ઓડિયો.વિડિયો દિલ્હી ની વિધાનસભા માં પણ રજૂ કરવામાં આવી હતી. અને તેમાં પણ ઉચ્ચ સનદી અધિકારીઓ શર્મા બંધુઓ ના ભોગ લેવાયા અને તેમાંના એક આઇપીએસ તો આજે જેલની સજા પણ ભોગવી રહ્યા છે કે જેમને તો ૨૮ વર્ષ જૂના કેસ માં ફીટ કરી દેવાયા છે અને બ્રહ્મ સમજણનું પાપ આ મહાનાયક સામાજિક દુર્દશા થી ભોગવી રહ્યા છે આવા બધા પ્રકરણો ઉપરથી મહાનાયકોની બેજોડ ભૂમિકા ના ખેલ આજે પણ ગુજરાતની 6.5 કરોડની જનતા જોઈ રહી છે. જેમ કે ફિલ્મી જગત ના યુવા ને શરમાવે તેવા ખાન બધું (જેમની ઉપર મોદીજી ફિદા થઈ ગયા હતા અને પતંગ મહોત્સવ માં પણ અમદાવાદ માં તેઓ સીએમ હતા ત્યારે બોલાવી પતંગ સાથે ચઢાવ્યા હતા…એ એક સમયે તો આખે આખો કબજો જાણે શાસક સરકાર ઉપર ખાન બંધુ ઓએ લઈ લીધો હોય તેવી પણ ભૂમિકાઓ થઈ હતી અંતે તેમનો ઉપયોગ કરીને તેમને સાઈડમાં ખસેડી દેવાયા નહીં તો છાશવારે સરકારના ઉજવાતા ઉત્સવોમાં તેમને લાખો કરોડોના ખર્ચાઓ કરીને બોલાવતા હતા. આમ સરકારમાં આવા તે કયા ઉચ્ચ બાહોશ અને યુવા આઇપીએસ યુવા યુવતીની મદદ લઈને આવા પ્રકરણો ઉભા કરવામાં આવે છે અને તેને પછી ચર્ચામાં લાવીને સરકારી કાબિલિયત બતાવીને શાંત પણ પાડી દેવામાં આવે છે જેની પાછળ ખરેખર સાચા હૃદયથી ઘરે હિંચકે ઝુલતા કયા ઉચ્ચ મહાનાયકોનો હાથ હોય છે તે પણ એક તપાસનો વિષય માંગી લે છે.
આવો જોઈએ હવે આ પ્રચંડ બહુમતીના રાજમાં ભોપાભાઈ પટેલનું આ દ્વિતીય શાસન કઈ રંગીન રાજનીતિ બતાવે છે તે આવનારો સમય કહેશે.
નવાઇ ની વાત એ છે કે સરકારે હજુ આ યુવતી નું કે અધિકારીઓ ના નામ સુદ્ધાં જાહેર કર્યા નથી.
પ્રદીપ રાવલ એડિટર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક અને જન ફરિયાદ ન્યુઝ ચેનલ
કોઈપણ જાતના ડર રાખ્યા વિના કોઈપણ દર્શક અહી નિર્ભય રીતે કૉમેન્ટ સાથે પોતાની અભિવ્યક્તિ રજૂ કરી શકશે