[6/8, 7:38 AM] Jaykant Ghelaani.MeM.NOG: NOG NO. S.S.0059
વિષય:શબ્દ: અંતરમન ની આશા
પ્રકાર: ગદ્ય- લેખ
શીર્ષક: રાજમાર્ગ-અંતરચક્ષુ
શબ્દ સંખ્યા: ૩૧૦.
જયકાન્ત ઘેલાણી – ‘પ્યારે’
ખોલ મનવા, તારું મનડું ખોલ,
બોલમુખેથી ,આશાનાં બે-બોલ,
એકવાર તો,જીવનમાં સત્યબોલ!, ‘પ્યારે,જરૂર,તારું અંતરમન તોલ !
માનવ, જન્મ ધારણ કરતાંની સાથે આશા અને અરમાનોનો બીન જરૂરી બોજ લઈ, જીંદગીભર ભટકતો રહે છે,
હા, ‘ આશા’શબ્દમાં એવો કોઈ જાદુઈ પદાર્થ જરૂર રહેલો છે , જે માનવીને તેના બાહુપાશમાં આજીવન જકડી રાખેછે. જાણે , મીઠી મધલાળ !
આખરે, તે આશા ખોટી ઠરેછે અને જીવન સમાપ્ત !
તે વ્યકિત, સ્ત્રી હોય કે પુરુષ,
રંક હોય કે રાજા , શિક્ષિત હોય કે અશિક્ષિત ,
સુખી હોય કે દુ:ખી !
નાત -જાતનાં ભેદ-ભાવ વગર
તે દરેકનાં જીવન સાથે રહે છે,
આ છે , ‘આશા’ શબ્દની માયાજાળ!
હા, આશાનાં સહારે માનવી સમગ્ર જીવન વ્યતીત કરે છે.તેથી કહેવત પડી છે કે,
‘આશા અમર છે’
‘કંઈ લાખો નિરાશામાં આશા છુપાઈ છે’
હા,આશા જ્યારે અસફળ થાય, ત્યારે કહેવાય છે કે,
‘પારકી આશ, સદા નિરાશ’
આ વાત થઈ, ભૌતિક આશાની.
આશાનું જન્મસ્થળ છે, માનવ મન!
જેમ કાદવમાં કમળ ખીલે છે,તેમ માનવીના મનમાં આશા જન્મે છે.જ્યારે તે મનુષ્યના
‘અંતરમનની આશા’જન્મ ધારણ કરે છે ત્યારે !
તે, વ્યક્તિનું જીવન ખરેખર
પૂનમનાં ચાંદની જેમ ખીલી ઉઠે છે.
તેના આધ્યાત્મિક જીવનનાં અંતરચક્ષુ તે વ્યક્તિનું જીવન સાર્થક થાય તે માટે વધુ ને વધુ આધ્યાત્મિક પુરૂષાર્થ કરે છે, અને સ્વ સાથે પરના કલ્યાણ તરફના રાજમાર્ગ ઉપર ડગ માંડી માનવ જીવનની સફળતા સ્વરૂપ, મોક્ષમાર્ગી બની માનવ જીવનનાં મુખ્ય ધ્યેયને વરે છે.
‘અંતરમન ની આશા’ તો કોઈ પ્રબળ પૂણ્યોદયે જન્મે, કોઈ સંતપુરૂષના સત્સંગથી જન્મે,અથવા તો જીવનમાં બનતી કોઈ અકલ્પનિય ઘટના અંતરમનની આશાનું જન્મસ્થાન બની શકે છે.
અંતરમનની આશા જન્મી,એટલે
માનવ જીવનના મૂખ્ય પડાવ તરફનુ તમારૂં, ગંતવ્ય સ્થાન તરફ સફળ પ્રયાણ !
સત્યવાણી, પરોપકારી જીવનલક્ષ, દરેક સાથેનો તમારો સદ્વ્યવહારજ, અંતરમનની આશાનુ ઉદભવ સ્થાન !
મારા, તમારા, અને આપણાં સર્વેના અંતરમનની આશા સોળે કળાએ ખીલી રહે તેવી અંતરની શૂભેરછાઓ.
[6/8, 10:37 AM] Bijal Jagad….Sahityakar.. ઘાટકોપર: NOG : 100
વિષય : અંતરમન ની આશા
પ્રકાર : પદ્ય
*શીર્ષક : હૈયાંના સરોવર*
ઘેરે ટહુકે અંજાયાં મારા નેત્ર નમણાં રે,
પ્રેમનું પંખી ટહુકે રસઆંખ નમણાં રે.
ઉગી અષાઢ કેરી વાદળી આકાશે,
આભથી ગંગા હેઠી ઉતારે શમણાં રે.
ઉરનાં એકાંત મારા ભડકે બળે છે,
વ્હાલમની વસમી વાટનાં સંભારણાં રે.
ભીતરની ગ્રીષ્મ આજ બોલી ઉઠી ,
ભીંજાતી આંખનું તેજ દેખી હોલાણાં રે.
મારા આશાનો સૂરજ ફરી ઊગ્યો છે,
મારા હૈયાના સરોવરમાં દીસે ચાંદરણાં રે.
*~બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
[6/8, 11:19 AM] Kalpanaben Trivedi.MeM.NOG: Nogss no.19
વિષય..અંતરમનની આશ
શીર્ષક.. તૃષ્ણા
————–
આમ તો આભને આંબુ એવી ગતિ નથી,
જાતને માફ કરું એવી સ્થિતિ નથી!
જે સજા મળે એ કબૂલ છે..
તૃષ્ણા માં તરી જવાય એવી નાવ નથી!
ધરા પર આવીને શું કર્યું? ભલે થતી હવે આંખો ભીની…
ખુદને ખુદા સમજી
બિછાવી સ્વાર્થની શતરંજ,,
હવે શ્રદ્ધા ના સામા પવનમાં ઉડી શકાય એવી ગતિ નથી!
શોધી રહી હું અંતરમનનો પ્રકાશ,,
નિરાશાની ગર્તામાં રહું
એ વિચારે હવે રોતી નથી!!
જીવનમાં સુખ દુઃખ ના દરિયા કરવા પાર,,
મનની કોઈ તૃષ્ણા નથી.
કલ્પનાબેન ત્રિવેદી સુરેન્દ્રનગર
[6/8, 6:32 PM] Babu Sangada.પત્રકાર: શિર્ષક:-અંતરમન
પ્રકાર :-પધ
NOG:-109
-બાબુ સંગાડા”મહેક”
ભરતી ઓટ આવ્યા કરે
સૂનામી વહ્યા કરે
કિનારા તૂટયા કરે
આંદોલન એટલું ભારી છે કે
વમળેા વચ્ચે ભમળો પડે છે
વાટલાગી મુસાફરોની
જોરશોરથી ચિલ્લાતા
હાથમા હલેસા લઈ ઉભા
નાવ દરિયામાં તરે છે
ઢોલપીટી ઘાડ ભેગી કરે
તમાશો કરી તાળી પાડે
અધધ ભારી કરે
ગોખ દિવ્યતેજ પ્રક્ટે
મજનું અલૌકિક સૌદર્યે
અથડાય પુરના મોજા
ભીતો અફળાતા
ખરખર રેત ખરે
કોઈ સહરાની
આતમ વિંઝે થનગનતા અશ્વો
ઉભા આંતરમને.
બાબુ સંગાડા”મહેક”