[3/21, 10:03 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
પ્રકાર પદ્ય
વિષય કવિતા દિવસ
વિશ્વ કવિતા દિવસ
કવિતા લખવી ખુબ સહજ છે
પણ એ કવિતા જ છે
એમ સમજવું ખુબ અસહજ છે.
કવિતા વાંચી તો છે અને
કવિતા મોઢે પણ કરી છે.
પણ કવિતાને કાગળ પર
ઉતારવી ખુબ જ અસહજ છે.
છંદ,શબ્દો, વિશેષણ, લય
નામ, સર્વનામ,ક્રિયાપદ.
ગીત ગઝલ અને કાગળ
સાથે સતત મિત્રાચારી રાખવી પણ ખુબ અસહજ છે.
પ્રેમ વિયોગ, વાદળ મૃગજળ,
વસંત પાનખર,પશુ પંખી.
કેવી રીતે કવિતા માં કંડારશો ?
નરસિંહ, સુરદાસ, કલાપી, દલપત, દલાલ, બ્રોકર,
શયદા, ગની, મરીઝ
સૈફ, શૂન્ય, બરકત ,શેખાદમ
ખલીલ, ઠાકુર, હિતેન ને કૈલાશની હથોટી
કવિતામાં ક્યાંથી લાવશો ?
તો યે છે જ તમને આતમમાં વિશ્વાસ તો ભલે
વિશ્વાસના વહાણે થઈ જાય
કવિતા !
ભલે
એના થકી લખાઈ જાય કવિતા.
કવિતા કવિતા કવિતા.
ઘનશ્યામ વ્યાસ.
[3/21, 10:29 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS .NO.0026
આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે મારી એક કવિતા
એક મૌલિક રચના.
શીર્ષક- રહી છું.
કવિતામાં શબ્દો સજાવી રહી છું.
હું રણમાં જો, મૃગજળ બનાવી રહી છું.
કવિતા કહું લાગણીઓ સભર હું,
છતાં તર્કો પાછાં ચલાવી રહી છું.
કવિતાની રુપે મેં જલાવી મશાલો,
અસમંજસની વાટો બુઝાવી રહી છું.
કવિતા એ મારીજ સ્વપ્નોની દુનિયા,
ધરા પર ગગન, ચાંદ લાવી રહી છું.
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
[3/21, 10:32 AM] R S. Vyas.MEM: NOG SS 0112
વિષય,,,, વિશ્વ કવિતા દિવસ
વિભાગ,,, પદ્ય
શીર્ષક,,, ત્યારે હૃદયથી કવિતા નીકળે છે.
ક્યારેક વાત સરિતાની નીકળે છે, તો ક્યારેક વનિતાની નીકળે છે,
ત્યારે હૃદય થી કવિતા નીકળે છે.
ક્યારેક થોડી લાગણી નીતરે છે,ક્યારેક થોડી વેદના નીકળે છે,
ત્યારે હૃદય થી કવિતા નીકળે છે.
ક્યારેક સાહિત્યની ઇચ્છા વિચરે છે,ક્યારેક શબ્દોનો સાગર છલકે છે, ત્યારે હૃદય થી કવિતા નીકળે છે.
ક્યારેક કોઈના અંતરના આશિષ ઉત્તરે છે,
” રાજ “, માઁ સરસ્વતીની કૃપા ભીતરે છે, ત્યારે હૃદય થી કવિતા નીકળે છે.
રાજેશભાઇ વ્યાસ, ” રાજ ”
ધ્રુવનગર, મોરબી
[3/21, 10:33 AM] Muktida Oza.MeM: Nog ss-106
Nog સાહિત્ય સરિતા ગ્રુપ
પ્રકાર :-પદ્ય
વિષય:- કવિતા દિવસ
શીર્ષક:-“આજે કવિતા દિવસ”
મુક્તિદા કુમાર
‘મનચલી’
————–
આજે કવિતા દિવસ!
**
ભારે !!
બસ, એ તો વિચારોની વહેતી ધારા..
ના પહોંચે રવિ
ત્યાં પહોંચે કવિ સારા..
હું ,,
કવિતા ગાઉં કે ના ગાઉં!?
મનથી હરખાઉં
લલચાઉં,
. વિચારોના વહેણમાં એવી તો વહી જાઉં
ઉમળકા ભેર
હરખાઈ.. મલકાઈ
વહેતી જાઉં ..
કવિતાની શબ્દ-શબ્દની
ધારામાં સરકાઈ જાઉં
[3/21, 10:41 AM] Vibhitiben Desai: NOGSS/0044
પ્રકાર. પદ્ય
વિષય. કવિતા દિવસ
શીર્ષક. યાદમાં.
વિશ્વ કવિતા દિનની શુભેચ્છા
શબ્દોની વણજાર જોઈને,
મગજમાં વિચારોનો વંટોળ ઉઠ્યો,
શબ્દો આપોઆપ ગોઠવાયા,
એકબીજાના વિરહમાં ઝૂરતાં,
કાગળ અને કલમ નું મિલન કરાવ્યું,
ત્યાં તો બની ગઈ પ્રથમ સુંદર કવિતા.
દુનિયાએ એની યાદમાં આ
દિવસને નામ આપ્યું,
વિશ્વ કવિતા દિન
અને અમર બની ગઈ કવિતા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલીમોરા.
[3/21, 10:44 AM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO 0081
પ્રકાર : પદ્ય
વિષય : વિશ્વ કવિતા દિવસ
શીર્ષક: કવિતા એ તો !
કવિતા એ તો શબ્દોની સરિતા,
ખળખળ વહેતી એમાં ભાવના.
એમાં સમાય જ્ઞાન,ઉલ્લાસ,ગમ,
છંદ ,ગઝલ,મુક્તક,રમે શબ્દો જાણે ફૂલની ફોરમ.
કવિતા એ તો ગાગરમાં સાગર,
ન કહે ઝાઝું, એમાં સઘળું હોય મોઘમ.
પ્રેમી, પિયાસી ,પુનિત કે પાગલ,
સૌની વાચા કવિતા અમી સમ.
ચાંદ,નદી ,દરિયો કે વાદળ,
એ તો હાથવગા એનાં સાધન.
. પ્રેમ,વિરહ,રોષ,પીડા કે આક્રોશ,
એનાં વિના નવ ચઢે વ્હાલનાં આંધણ.
કવિ એ તો રવિને સ્પર્શતો,
શબ્દો થકી એ ખડગ વીંઝતો.
કરૂં વિચાર,જો ના હોય કવિતા,
મનનાં બારણે ન હોત આવ-જા.
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.
[3/21, 10:49 AM] Jayshree Patel. Sahityakar: NOG SS 004
વિષયઃ વિશ્વ કવિતા દિવસ
શીર્ષકઃ ભાવાર્થ
જ્યાં ન પહોંચે રવિ
ત્યાં પહોંચે કવિ.
કવિતાનાં ભાવાર્થમાં..
શીશ નમે સ્વ અર્થમાં.
પ્રાર્થનાથી લઈ પ્રકૃતિમાં
કવિ ખોવાય તેની કલમમાં,
સર્વ સમક્ષ ઠાલવે જોશમાં,
દેશદાઝ અને ભૂખ્યાનો ,
જઠરાગ્નિ જગાડી દઈ જાય.
ગઝલ,દોહા,પદ,ભકિત,
શ્રૃંગારને ,ગીત અને ગરબા,
રાસ અને બાળલીલા શ્રી હરિની,
ભવાઈ અને મહાભારત..
રામાયણ અને ગીતા સમાન,
મહાન કાવ્યો રચાયા !
નમું ..વંદુ
વિશ્વ કવિતા દિને..
કવિઓ કવયિત્રીઓને,
જે સમજાવી જાય,
ભાવાર્થ ભવ ભવનો !
જયશ્રી.પટેલ
૨૧/૩/૨૨
[3/21, 10:52 AM] Arjun Rathod.Kalol.ગઝલકાર: NOG ss 0108
વિષય – વિશ્વ કવિતા દિવસ
બધા ગુનાની કબૂલાત થઈ જાય તો સારું,
મોતથી ક્યાંક મુલાકાત થઈ જાય તો સારું.
કહી શક્યો નથી, વર્ષોથી કરું છું પ્રેમ તને,
તારા મુખેથી એ વાત થઈ જાય તો સારું.
બદનામ થઈ ના જાય, કોઈ ભરી મહેફિલમાં,
પીવાની મારાથી શરૂઆત થઈ જાય તો સારું.
દોસ્તો હતા મારા જ, પીઠ પાછળ ઘા કરનારા,
દુશ્મનો છે એવી રજૂઆત થઈ જાય તો સારું.
જમાના માટે અમે ક્યાં હતા કોઈ કામના?
“અર્જુન” જાહેર એ વાત થઈ જાય તો સારું.
– અર્જુન પાનસર “વનવાસી”
[3/21, 10:57 AM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:-પદ્ય
શિર્ષક:- ‘કવિતાઓ મારા મનનો આયનો’
હૃદયના ભાવોને શબ્દોનો આકાર આપે છે,
આ કવિતાઓ મારા મનને આધાર આપે છે.
વેદના, ખુશી ને પ્રસન્નતાનો જયજયકાર આપે છે,
અન્યાય જયાં લાગે ત્યાં તીખી તલવાર આપે છે.
મનને હળવું કરવા જીવનનો સાર આપે છે,
રાહ ભૂલું ત્યાં પથ ને પગથાર આપે છે.
તડકાને છાંયમાં અવિચળ રહેવાનો ભાર આપે છે,
ક્યારેક વીતેલી ક્ષણોને તાજી કરી વેદનાનો માર આપે છે.
મારા અસખ્લિત વિચારોને બાંધવા નવી એક માળ આપે છે,
સાહિત્ય જગતમાં જ વિહરવાની જાળ આપે છે.
અંતરતમમાં ધરબાયેલા સપનાને સ્વીકાર આપે છે,
નિરાશાભરી આંખોમાં આશાનો ઝણકાર આપે છે.
મારા વ્યક્તિત્વની ઓળખ છે એ,
મારા ભાવજગતની પરખ છે એ.
હું જો લખવાનું ભૂલું તો ફટકાર આપે છે,
હંમેશા પ્રોત્સાહન ને પડકાર આપે છે.
મને હળવી કરવાનો મંત્ર છે એ,
મારી લાગણીઓને હચમચાવતું તંત્ર છે એ.
મ્હોરી શકું જગતમાં એ માટે વિસ્તાર આપે છે, મારા શબ્દોને અલંકારોનો શણગાર આપે છે.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૨૧/૦૩/૨૨.
[3/21, 11:17 AM] Shila Patel.MeM.NOG: Nog ss :-0038
વિષય :-કવિતા દિવસની શુભેચ્છા..
વિભાગ :-પદ્ય
શીર્ષક :- કવિતા
લાગણીનો વહે ધોધ દિલમાં
શબ્દો થકી લહેરાય ઉઠે,
દિલના કાગળમાં લખાય
સુંદર મજાની કવિતા.
સ્વપ્ના જોવું સુંદર મજાના
પુરા થાય તો ખુશી વહે,
તૂટેલા સ્વપ્ન જોડી લખું
સુંદર મજાની કવિતા.
સુખ દુઃખના તોફાન દિલમાં
દુનિયા ક્યારેના સમજી શકે,
મળીને શબ્દ એકએક બને
સુંદર મજાની કવિતા.
કુદરત ક્યારેક અચાનક રુઠે
હૈયું બેચેન થઈ ઉઠે,
આંસુની શાહીથી લખું
સુંદર મજાની કવિતા.
કલ્પનાની દુનિયા દિલમાં વસે
દિલમાં આશ અમર રહે,
હૈયાની વાત હોઠે આવે બને
સુંદર મજાની કવિતા.
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
[3/21, 11:41 AM] Babu Sangada.પત્રકાર: વિષય :-વિશ્વ કવિતા દિવસ
પ્રકાર :-પધ
NOG.109
બાબુ સંગાડા “મહેક”
કવિતા એટલે અચેતનમાં,
ચેતના પ્રકટાવે તે,
ને મૂક વસ્તુને વાચા ફૂંટે,
થનગની ઊઠે,
નિર્જનવને પગલા તે કવિતા.
ઝાંઝવામાં સમદર ઉભો કરે,
રેત વચ્ચે ઉપવન સજાવે,
ને પંખીઓ કિલ્લોલતા કરે તે કવિતા.
આભને ધરતી પાથરે પછી,
તારાને ફૂલો ગૂથે,
કસ્તુરી સુવાસ ભરી,
જીવને ભીંતરે પ્રભાવિત કરે તે કવિતા.
ધીંખતા તાપમાં શીતળતા પાથરી,
સાવણની હેલીનો એહસાષ કરાવે,
ને ચોતરફ સંગીત રેલવે,
ઝરણાના મધુર ગીતના તે કવિતા.
અંધાધુધી વચ્ચે અમુૂત રેડી,
અસ્તવ્યસ્ત થતા પગલાને ઠારી,
એ ઝૂમતો ચમન સજાવે તે કવિતા.
ચોચરફ આગની જવાળા હોય,
ઠારી મુકામ કરે,
વિશ્વશાંતિનો સંદેશ કહે,
કતારો પડી જાય માણસો,
જગત નાચી ઊઠે,
સુખાંત ફાલ બધે લસી ઊઠે તે કવિતા.
બાબુ સંગાડા “મહેક”
હાલોલ
[3/21, 1:26 PM] Nayana.MeM.NOG Patel: NOG..Ss..73
વિષય..વિશ્વ કવીતા દિવસ
પ્રકાર.ગદ્ય
શીર્ષક..કવિતા
પથ્થર દિલમાં લાગણીની ભીનાશ આવે તો …થાય કવિતા..
આંખમાં અશ્રુની ધાર આવે તો .
થાય કવિતા…
સુકારણમાં લીલું ઘાસ આવે તો
થાય કવિતા…
સાગરમાં સરિતા ભળે તો ..
થાય કવિતા..
બાગમાં ફૂલોની બહાર આવે તો.
થાય કવિતા…
કવિની કલ્પનામાં આવે તો
થાય કવિતા..
ગઝલની જેમ દાદ મળે તો
થાય કવિતા…
નયના પટેલ..
[3/21, 1:29 PM] Leena Sharma.MeM: NOG SS No 0098
विषय:- विश्व कविता दिवस।
शीर्षक:- कविता।
“विश्व कविता दिवस “की शुभकामनाएं ।🙏
कविताएं जब लिखी जाती है तो, वह पंक्तिबद्ध लाइनों का सृजन नहीं होती, वह रस में लिपटे कुछ शब्द नहीं होते, कविता होती है मन में चलती वेदनाएं, खुशियां , स्मृतियां ,इतिहास, भावनाएं भविष्य के सपने ,प्रेम ,विरह वो अनकही सी बातें, जो सीधे नहीं कही जा सकती, वह बनती है कविताएं।
✍️
लीना शर्मा।
हालोल।
[3/21, 1:57 PM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
પ્રકાર :- કવિતા
વિભાગ : – પદ્ય
શબ્દ:- વિશ્વ કવિતા દિવસ
શિર્ષક : – ખુશીઓમાં રંગો ભરું છું.
કવિતા –
કવિની કલમને ક્યાં કોઈ અવરોધ નડે છે. જ્યાં ઉપડે કલમ ત્યાં જ હીરા અને મોતી ખરે છે. હૃદયના દ્વારે શબ્દોની પાળે બાંધ્યો છે.મેં કવિતાનો હિંચકો, હિંચકા પર બેસી ખુશીઓમાં રંગો ભરું છું.
કવિની કવિતાઓને ક્યાં કોઈ અવરોધ નડે છે ,જયાંં ઉપાડે કલમ ત્યાં શબ્દો ખરી પડે છે,
કવિની કલમ રુદનને હસ્યમાં ફેરવી શકે છે,
અગમતા હોય અેને ગમતા કરી શકે,દિલની લાગણીઓને શબ્દોમાં ઢાળી શકે.
*”પવિ “કવિતાની કલમથી જીંદગીમાં ખુશીઓમાં રંગો ભરે છે.*
નામ -કથીરીયા પ્રવિણા “પવિ”. ગામ -હાલ નવસારી.વતન -જુનાગઢ જીલ્લાનું નાનકડું ઉમરાળી ગામ.
[3/21, 2:09 PM] Kalpanaben Trivedi.MeM.NOG: Nogss
સભ્ય નંબર..19
વિષય..વિશ્વ કવિતા દિવસ નિમિત્તે
પ્રકાર…પદ્ય..અછાંદસ
*કવિ*
એ છે સંવેદનાની નજીકનો જીવ,
હૃદય છે એનું લાગણી સભર,
વ્યથા વ્યક્ત કરે શબ્દનાં સથવારે!!
બંધ કલમની તાકાતથી દુનિયાની આંખો ઉઘાડે,
એક લીટીની વાતમાં વર્ષો નો સાર બતાવે!!
એને તો શબ્દ સાથે જ જીવન નાતો,
કલમ, પુસ્તક એની પાંખો!!
કવિત્વ વગરની સૃષ્ટિ નકામી,, કલ્પનાની દુનિયા વગર નો કવિ નકામો!!
કલ્પના ત્રિવેદી સુરેન્દ્રનગર
[3/21, 2:41 PM] Mina Mangroliya.MeM.NOG: NOGSS/0032
પ્રકાર. પદ્ય
વિષય. વિશ્વ કવિતા દિવસ
શીર્ષક. *કવિતા*
વિશ્વ કાવ્ય દિવસ નિમિત્તે શુભકામના.
હું કવિ આજ કવિતા
લખું તો સારુ..
કોઈના દિલની વ્યથા
લખુ તો સારું…
કોઈના દિલના ઉંડાણને
સમજુ તો સારું….
કોઈના સ્પર્શને મહેસૂસ
કરુ તો સારું…
કોઈની લાગણીઓનાં અહેસાસ
ને જાણું તો સારું.
કોઈની ઉદાસી ને પ્રાર્થનાથી
સમજુ તો સારું..
બસ એક અંતિમ ઈચ્છાની આશા
કે અંતરથી જાણુંતો સારું…
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ.
21/3/2022
[3/21, 3:02 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા ગૃપ
NOG NO. S.S.0059
વિષય: કવિતા દિવસ
પ્રકાર: પદ્ય
શીર્ષક ‘સર્વત્ર કવિતા’
શબ્દો:૧૫૦.
જયકાન્ત ઘેલાણી પ્યારે”.
હું સરિતા* વન વગડે વસી,
ગામ નગરે ખળ ખળ વહી,
ગામ નગરને જળ આપતી
સૃષ્ટી નવપલ્લવિત રાખતી,
તાત સાગરને મળવા સતત દોડુ,
હું વનિતા* પરિવારનું અંગ હું
ભાર્યા, માં, ભગીની,ભાભી,
દાદી-નાની, મારાછે, ઉપનામ !
નામ રહ્યા ભલે, અનેક પણ,
ગમતુ મને,પરિવાર ઢાંકણ નામ,
હું , છું આપસૌની માનીતી,
સરીતા,વનીતા નો સૂમેળ,
ઓછાં શબ્દે, કરું વધુ ઊજાગર
પ્યારે”હૈયેસૌને,મારુનામ, કવિતા*
[3/21, 3:07 PM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG SS નંબર -0042
પ્રકાર -પદ્ય -અછાંદસ
શીર્ષક – અભિવ્યક્તિ
વિષય – વિશ્વ કવિતા દિવસ
મૌન બને પ્રેમની અભિવ્યક્તિ,
સમજી શકાય જો લાગણીની,
ભાષા હોય પાસે,
આંખો બતાવે હૃદયની હાલત,
સમજી શકાય જો સ્પર્શની,
હૂંફ હોય પાસે,
પાંગરે પ્રેમના પુષ્પો સાથી,
સમજી શકાય જો સ્નેહની,
માવજત હોય પાસે,
કરે પ્રેમનો દાવો દિલબર,
સમજી શકાય જો સાચો,
રાહબર હોય પાસે.
પૂજા(અલકા)કાનાણી