[1/29, 12:39 AM] Pradip: NOG SS no.-004
પ્રકાર : ગદ્ય
વિષય :ગુજરાતી રેસીપી
શીર્ષક :બીડી
લેખકનું નામ :જયશ્રી પટેલ
“બીડી” પતરવેલિયામાંથી બને છે.
આ વાનગી મુખ્યત્વે અળવીનાં પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. આ વાનગી તીખી કે ગોળ આમલીની ચટણી સાથે પીરસાય છે.જેને આપણે પાત્રા કહીએ છે.
*અહીં હું બીડીની રેસીપી આપીશ.* આ અમારાં કરજણ તાલુકાનાં ભગત કોમની વાનગી છે. અહીં અળવીનાં કુણાં પાન ખેતરમાંથી તોડી ધોઈ સાફ કરી બનાવામાં આવે છે.
1. એક વાડકો દહી
2. એક વાડકો સમારેલો ગોળ
3. બે વાડકા ચણાંનો લોટ
4. અડધી ચમચી હળદર
5. બે થી ત્રણ ચમચી લાલમરચું ને પ્રમાણસર મીઠું
6. એક ચમચી મરી ને આખા સૂકા ધાણા
7. નાના કૂણા દસ બાર કે જરૂરિયાત પ્રમાણે પાન લો.
8. ૧૦૦થી ૧૫૦ગ્રામ તેલ
9. કોથમીર ઝીણી સમારેલી ધોઈને અને કોપરાની ઝીણી છીણ
10. થાળી ને મોટું અળવીનું પાન
*રીતઃ*
ગોળ અને દહી અડધો કલાક ભેગા કરી રાખો. મરી ને ધાણા ને લાલ મરચું સાથે પીસી નાંખો.
ચણાનો લોટ લઈ તેમાં મીઠું, પીસેલો મસાલો , હળદર નાખો. પલાડેલા દહી ગોળથી તે લોટ મિક્સ કરતાં જાઓ . તે ચોપડવા જેવી પેસ્ટ બને પછી પાન ધોઈ , લૂછી તૈયાર કરો.
એક જ કૂણું પાન લઈ તેની પર લોટ ચોપડો પછી તેનેબે તરફથી વાળી ફરી લોટ ચોપડો અને ધીરે ધીરે મજબૂત છૂટું ન પડે તેમ ગોળ ગોળ બીડીની જેમ વાળો. ધ્યાનમાં રહે એક જ પાન લેવું. નાની ને સુંદર બીડીઓ તૈયાર કરી. કઢાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ ને તલ નાંખી એક પછી એક એમ બધી બીડી મૂકી શાકની જેમ થવાદો.
ધીમી આંચ પર બીડી ચઢે એટલે જો તેલ લાગે તો નીતારી નીતારી એક એક બીડી બહાર કાઢી , થાળીમાં
મૂકેલા મોટા અળવીનાં પાન પર ગોઢવીને મૂકો.કોથમીર ને કોપરાને ઉપર ભભરાવો.
મહેમાનને ગુજરાતી પોષ્ટીક ફરસાણ પીરસો.
જયશ્રી પટેલ
૨૬/૧/૨૨
[1/29, 12:40 AM] Pradip: NOG SS no.-19
પ્રકાર : લેખ
વિષય : રેસીપી
શીર્ષક : સ્ટફ્ડ દાળઢોકળી
લેખકનું નામ : કલ્પનાબેન ત્રિવેદી
સામગ્રી : *પૂરી* *માટે* ઘઉંનો લોટ,મીઠું, મરચું, હળદર, થોડું તેલ મોણ માટે
*દાળ માટે.* . એક કપ તુવેર દાળમાં લાલ મરચું,ધાણાજીરું,
હળદર, ગોળ,લીંબુનો રસ, કોથમીર, આદું મરચાંની પેસ્ટ
*સ્ટફિંગ માટે* ..આખા ધાણા, વરિયાળી, સૂકા લાલ મરચાં, ટોપરુ ખમણેલું,લવિંગ, ટુકડો તજ,લીંબુનો રસ,સફેદ તલ, સીંગદાણા, ખાંડ, થોડું તેલ
રીત : સૌ પ્રથમ તુવેરની દાળ બાફીને મિક્સરમાં એકરસ કરી લો.દાળનો બધો જ મસાલો કરી એમાં ગોળ,લીંબુનો રસ અને કોથમીર મરચાં નાખી, ધીમા તાપે ગેસ પર ઉકળવા મૂકો.
બધી જ સૂકી સામગ્રી લઈ પૂરણ બનાવી લો.ઘઉંના લોટમાં મીઠું, હળદર અને થોડું મોણ નાખી સહેજ નરમ પૂરી જેવો લોટ બાંધી, પૂરી વણી લો.પૂરીમાં ચમચીથી સ્ટફિંગ ભરી કિનારી વાળી લો.ઉકળતી દાળમાં આ રીતે બધી પૂરીઓ સ્ટફિંગ કરીને નાખો.ત્યારબાદ થોડો ગરમ મસાલો, લીંબુનો રસ,ગોળ,અને મીઠું ઉમેરો.લાલ મરચું અને લીલું મરચું સ્વાદ મુજબ ઉમેરો.દાળઢોકળી બરાબર ઉકળી જાય પછી એક તેમાં નાની વાડકીમાં રાઇ,જીરું, થોડી મેથી,સૂકા લાલ મરચાં, મીઠાં લીમડાના પાન,અને હીંગ નાખી વઘાર કરો.
પીરસતી વખતે કોથમીર અને ટોપરાનાં છીણથી ગાર્નિશ કરો.આ દાળઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. એકલી અને ભાત સાથે પણ ખવાય છે.
તો તૈયાર છે મસ્ત શુદ્ધ ગુજરાતી સ્વાદ સાથે. સ્ટફિંગ દાળઢોકળી
[1/29, 12:41 AM] Pradip: NOG SS no.-0002
પ્રકાર : પ્રસાદ
વિષય :ખાના ખજાના
શીર્ષક :ઉકળીનાં મોદક
લેખકનું નામ :જીજ્ઞા કપુરિયા “નિયતી”
સામગ્રી :લોટ બનાવવા માટે
દોઢ કપ – આંબામોર ચોખાનો લોટ
1 ચમચી – ચોખ્ખુ ઘી
1/4 કપ દૂધ
ચુટકીભર મીઠું
પુરણ બનાવવા માટે
1 ચમચો ખસખસ
2 કપ લીલા નાળિયેરનું ખમણ
1/2 કપ સુકો મેવો (ઝીણા ટુકડા)
એલચી અને જાયફળનો ભુક્કો
દૂધમાં પલાળેલું કેસર
રીત :
સૌ પ્રથમ ચોખાના લોટમાં ચપટી મીઠું ,ઘી અને દૂધ નાંખીને મિક્સ કરી લેવું ત્યારબાદ જરૂર મુજબ પાણી નાંખીને રોટલી જેવો લોટ બાંધીને હળવે હાથે રોટલાની જેમ થેપી લેવું . ત્યારબાદ આ રોટલાને ઢોકળીયામાં એક થાળીમાં હળદરનું પાન મૂકી ઉપર આ રોટલો મૂકીને ઢાંકીને 10થી 15 મિનિટ સુધી બાફી લેવો. એ બફાય ત્યાં સુધીમાં પુરણ બનાવી લેવું .
પુરણ બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં ખસખસને સહેજ સેકીને તેમાં નાળિયેરનું ખમણ નાંખીને શેકી લેવું જેથી એની ભીનાશ નીકળી જશે પછી એમાં ગોળ અને સુકો મેવો નાંખીને 3 થી 4 મિનિટ સુધી મધ્યમ તાપે શેકી લેવું પછી ગેસ બંધ કરી એમાં એલચી અને જાયફળનો ભુક્કો ઉમેરીને પુરણને ઠંડુ પડવા દેવું .
હવે આપણે બાફેલો લોટને પણ ગરમ ગરમ જ કુણવીને લુઆ પાડીને એની પુરી વણીને એમાં વચ્ચે પુરણ ભરીને મોદકનો આકાર આપવો. મોદકનો આકાર આપવા માટે પુરીની કિનારીને બે આંગળી વચ્ચે પકડીને દાબીને કળીનો આકાર આપીને પોટલી તૈયાર કરવી એમાં વચ્ચે પુરણ ભરી ધીમે ધીમે બધી કળીઓ ભેગી કરીને ઉપરથી બંધ કરી દેવી . આવી રીતે બધાંજ મોદક તૈયાર થયા પછી પાછા ઢોકળીયામાં થાળીમાં હળદરનું પાન મૂકીને એની ઉપર બધાંજ મોદક ગોઠવી દેવાં પછી દરેક મોદકની ઉપર દૂધમાં પલાળેલાં કેસરનો એક એક તાંતણો મૂકીને ફરીથી 10 મિનિટ સુધી બાફી લેવાં બસ તૈયાર છે ઉકળીનાં મોદક.આ અમારા મહારાષ્ટ્રની એક પ્રખ્યાત વાનગી છે જે ગણેશોત્સવમાં ધરેધરે પ્રસાદ રૂપે ગણેશજીને ભોગ ધરાવવામાં આવે છે . આ ઉકળીનાં મોદક વગર ગણેશોત્સવ મનાવાતો જ નથી . મિત્રો આ પ્રસાદ ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે.
[1/29, 12:42 AM] Pradip: NOG SS no.- 54
પ્રકાર : ગદ્ય
વિષય : ગુજરાતી રેસીપી
શીર્ષક : મગ વૈડાના પૂડા [sprout મગ]
લેખકનું નામ :શાહ સપના *હની*
આજકાલ ચાલી રહેલા અવનવી બજારોમાં મળતી તદ્દન ફાલતુ અવનવી વાનગી પર લોકો એટલા આકર્ષાય છે કે… શું અને કેવું ખાઈ રહ્યા છે? એનું જરીકપણ ભાન નથી એ લોકોને. ઘરની પૌષ્ટિક અવનવી બનતી વસ્તુઓ છોડીને લોકો બજારમાં વાસી અને ગંદી વસ્તુમાં મન મૂકીને ખાય છે. અને છેલ્લે પોતાની તબિયત બગાડે છે..?
ઉદાહરણ તરીકે મગ. કે એ મગ કેટલા ગુણકારી હોય છે. એ આપને સૌ જાણીએ જ છીએ.
કહેવાય છે ને મગ ખાઈએ તો આવે પગ.!
આજકાલ ગમ ભૂલવું હોય તો મગ ખાવ..! વગેરે વગેરે..
આવું તો ઘણું બધું આપને સાંભળ્યું છે. હા સાચું જ છે. પણ આજકાલ મગ ખાવા કોને ગમે..? કહો તો..?
મગનું નામ પડતાંજ તરતજ એને રિજેક્ટ કરી દેવામાં આવે છે. પણ સાચું કહું તો મગ એક એવી વસ્તુ છે ને કે ખાસ કરીને હું બહુજ એનો વાનગીમાં વપરાશ કરું છું . કેમકે એ એટલું બધું ગુણકારી છે ને આપના માટે કે જો અશક્તિ લાગે તો તરતજ મગના પાણીનું સેવન કરવાથી રાહત મળતી હોય છે. હું તો કહું મગ જેવું બીજું કઈ જ નથી. જે લોકોને મગ પ્રત્યે ચીડ હોય અથવા ખાવા હોય પણ એના નામથી જ એ લોકો દૂર ભાગતા હોય એ બધાજ માટે હું મગ ની એક જબરજસ્ત રીત હું બતાવીશ જેને તમે બનાવ્યા બાદ ઓળખી પણ નઈ શકો કે શું સાચે મેં મગ ની બનાવેલ આ વસ્તુ અને એ પણ હોંશે હોંશે ખાઈ લીધી છે..? અને ફરી વાર એને ખાવા માટે તમેજ બોલશો કે ફરી ક્યારે આ વસ્તુ મને મળશે…?
મગના વૈડાને મીક્ષર બાઉલમાં લઇ તેમાં થોડું પાણી, આદુ, મરચાં, લસણ, લીમડો, ડુંગરી નાખી અધકચરા ક્રશ કરવા.
*પછી એ મિકશ ને એક વાસણમાં લઈ તેમાં થોડી સોજી, બેસન નાખી મિકશ કરવું.
*મીઠું, લાલ મરચું, થોડી હળદર નાખી થોડી વાર માટે સેટ થવા
દેવું.
*મિશ્રણ જો ઘટ્ટ લાગે તો જ તેમાં જરૂર પૂરતું પૂડા ઉતરે એટલું પાણી એડ કરવું.
*નોનસ્ટિક પર તેલ લગાવી પૂડા ઉતારવા .
* પૂડા ને ગરમ ગરમ ગ્રીન કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ
કરો. આ પૂડા ખૂબજ પૌષ્ટિક ની સાથે સાથે ટેસ્ટ માં ખૂબજ
સરસ બને છે
સપના શાહ *હની*
ગોધરા
[1/29, 12:44 AM] Pradip: NOGSSN 0089
નામ પ્રવિણા અવિનાશ
વિષય જરુર બનાવે
શીર્ષક ખાંડવી
સમય ૨૦ મિનિટ
——————
સામગ્રી ૧ કપ ચણાનો લોટ
૧/૨ કપ ખાટું દહી
૨ કપ પાણી
૧/૮ ચમચી હળદર
૩ લીલા મરચા વાટેલા
સ્વાંગ અનુસાર મીઠું
ચપટી હિંગ
———
ખાંડવી માઈક્રોવેવ ઓવનમાં બનાવવાની રીત
કાચનું કચોળું માઈક્રોવેવ માં જાય તેવું લેવું ( પાયરેકસનું)
ચણાનો લોટ,દહી અને પાણી ભેગા કરી રવૈયાથી
ભેળવવું . સાવચેતી રાખવી
અંદર ગાંગડા ન રહે.
હળદર, વાટેલું મરચું, મીઠું અને હિંગ નાંખી હલાવવું.
મિશ્રણ તૈયાર કરી ૩ મિનિટ માટે ઢાંકી ને માઈક્રોવેવ માં મૂકવું .
ત્રણ મિનિટ પછી બહાર કાઢી બરાબર રવૈયો ફેરવવો.
પાછું મિશ્રણ બે મિનિટ માટે ઢાંકી ને મૂકવું.
બહાર કાઢી બરાબર હલાવી થાળીની બંને બાજુ ફેલાવવું . રસોડા પર પણ ફેલાવી શકાય.
જરા ઠંડું થવા દેશો તો હાથેથી એક સરખું ફેલાવાશે.
પાંચ મિનિટ પછી સરળતાથી ઉખાડી શકાશ્.
ગોળ વીંટા વાળી સરસ ગોઠવી રાઈનો વઘાર કરવો . અંતે કોથમીર અને કોપરાને ભભરાવવા.
મન ભાવતી ખાંડવી તૈયાર.
બનાવો ત્યારે યાદ કરશો
🙏🌹