[12/24, 8:52 AM] Jyotindra Maheta.MeM.NOG: NG/022
વિષય: નાતાલ
પ્રકાર: ગદ્ય
શીર્ષક: ક્રિસમસ ટ્રસ
સેમ છાવણીમાંથી બહાર આવ્યો. બહાર હાડ ધ્રુજાવતી ઠંડી હતી. કપડાં, સ્વેટર અને ઓવરકોટ પહેર્યો હોવાં છતાં તેનું શરીર ચોક્કસ લયમાં ધ્રુજી રહ્યું હતું. આજે ઘણા સમય પછી એવું બન્યું હતું કે તે કોઈ શસ્ત્ર વગર બહાર નીકળ્યો હતો.
તે ધીમે ધીમે સીટી વગાડતો ચાલી રહ્યો હતો. આજે તે ખુશ હતો. થોડી જ વારમાં તેણે જોયું કે તે એકલો નથી ચાલી રહ્યો, તેની સાથે અન્ય સૈનિકો પણ ચાલી રહ્યા હતા. બધાં જ એક ચોક્કસ સ્થળે ભેગા થવાના હતા. વધુ ઠંડી લાગતાં સેમે મોજાં પહેરેલાં હાથ ખિસ્સામાં નાખ્યાં. તે લગભગ છ મહિનાથી યુદ્ધના મોરચે કાર્યરત હતો. બંદૂક ચલાવીને આંગળીઓ સુજી જતી, પણ તેને યુદ્ધનો અંત દેખાતો ન હતો. ઘણાબધા દેશો તે યુદ્ધમાં કુદી ચૂક્યા હતા.
તે બ્રિટિશ રોયલ આર્મીમાં સૈનિક તરીકે લડી રહ્યો હતો. તે કોલેજમાં ભણી રહ્યો હતો અને યુદ્ધ જાહેર થયું. સરકારે આવાહન આપ્યું અને તે સૈન્યમાં જોડાયો. રાત્રે સૂતાં પહેલાં તે હંમેશાં વિચારતો યુદ્ધ શા માટે? પણ તે નિર્ણયકર્તા ન હતો. તેનું કામ લડવાનું હતું, જે તે કરી રહ્યો હતો.
આવા ભયંકર સંજોગોમાં એક ફરમાન બહાર પડ્યું અને તેના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. “આવતીકાલે ક્રિસમસ ઈવ છે અને તહેવારના અવસરે છ દિવસનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવે છે. યુદ્ધમાં સહભાગી દરેક દેશના સૈનિકો નો મેન્સ લેન્ડ ઉપર ભેગાં થશે અને ક્રિસમસની ઉજવણી કરશે.”
સેમ અને અન્ય સૈનિકો એક મેદાનમાં ભેગા થયા, જ્યાં જર્મન સૈનિકો પણ હાજર હતા. બધાં એકબીજાને ગળે મળ્યા અને ભેટો આપી. રોજ એકબીજાનો બંદૂકથી સામનો કરનાર મિઠાઈ ખવડાવી રહ્યા હતા. સેમની આંખોમાં આનંદાશ્રુ હતાં.
(પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ૧૯૧૪ માં બનેલી અજોડ ઘટના, જે ‘ક્રિસમસ ટ્રસ’ નામથી ઈતિહાસમાં સ્થાન પામી છે. લોકજુવાળ ઉપરાંત પોપ બેનેડિક્ટ ૧૫ ના આવાહન ઉપર પશ્ચિમના મોરચે આ પ્રકારના બિનસત્તાવાર યુદ્ધવિરામ અને ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી.)
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
[12/24, 9:05 AM] Pravina Kadakiya.MeM NOG Houston: S S N NO 0079
વિષય નાતાલ
ગદ્ય આગમન
——-
ઈશુ ખ્રિસ્તનો જન્મ દિવસ આખી દુનિયામાં ધામધૂમથી ઉજવાય છે.
આ તહેવારનું મહત્વ હિંદુઓની દિવાળી સમાન છે. ખાસ કરીને ૨૪મી ડિસેંબરની રાત મહત્વની છે.
બાળકોને ખુશ કરવા કહેવામાં આવે છે, સાન્તા કલોઝ રેઈન ડિયરવાળી ગાડીમાં બેસીને આવે છે.
ચિમની દ્વારા ઘરમાં પ્રવેશી બાળકોને મનગમતી ભેટ આપે છે. ૨૫મીની સવારે બાળકો વહેલાં ઉઠી “ક્રિસમસ” ઝાડની નીચે રાખેલી ભેટ ખોલી ખુશીથી ઝુમી ઉછેરે છે.
જે ઝાડ ખૂબ સુંદર રીતે જાતજાતના ઘરેણાં અને સુંદર લાઇટ દ્વારા શણગારવામાં આવે છે.
ઈશુનો જન્મ દિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી કરી કુટુંબમાં તથા મિત્રોને ભેટ આપી નવાજે છે.
અમેરિકામાં આ તહેવારની ઉજવણી અદભૂત રીતે કરવામાં આવે છે.
લોકોના દિલમાં આનંદ અને ઉલ્લાસ છલકાતો જોવા મળે છે. તૈયાર થઈને લોકો
ચર્ચ માં પ્રાર્થના કરવા જાય છે,
નાતાલનો તહેવાર, સાંતાકલોઝ દ્વારા તેમાં પ્રાણ પૂરે છે. સાંતાકલોઝ જેવી વેશભૂષા દ્વારા બનેલા વ્યક્તિ સાથે લોકો વર્ષોથી ફોટા પડાવે છે.
પશ્ચિમી દેશોમાં આ તહેવારની ઉજવણી ખૂબ ધૂમધામથી થાય છે. નાના મોટા ગરીબ તવંગર સહુ હર્ષ પૂર્વક ઉજવે છે.
દર વર્ષે નાતાલ આવે, બાળકોને શાળા કોલેજમાં રજા પડે, મનગમતી ભેટ મળે . ભૂખ્યા જનો કાજે અન્નક્ષેત્ર ખૂલે તેમને આનંદથી ભોજન મફત મળે તેવી વ્યવસ્થા ઠેર ઠેર જોવા મળે.
તેમના બાળકોને મનગમતી ભેટ અને રમતો મળે તેને માટે પ્રજા મોકળો હાથે પોતાનો ફાળો નોંધાવે.
આ ગુણ આપણે કેળવવો રહ્યો. સહુને નાતાલના અભિનંદન, નવા વર્ષનું ખુલ્લા દિલે સ્વાગત કરીએ.
ગત વર્ષ દરમ્યાન જે સદ્દગુણ કેળવ્યા તેનું સુમિરન સદા રહે.
૨૦૨૨ સ્વાગત હો 🙏🌹🙏🌹🙏🌹
[12/24, 1:29 PM] Mina Mangroliya.MeM.NOG: NOG.SS NO:- 0032
વિષય:- “નાતાલ…ક્રિસમસ”
શીર્ષક:- *ડિસેમ્બર ગુજર રહા હૈ*
ફિર એક ડિસેમ્બર ગુજર રહા હૈ,
કુછ ભૂલી બીસરી યાદોકો લેકર
કુછ અહેસાસ, કુછ ધુંધલી રાહે.,
કુછ ભીંગી ભીંગી તન્હાઈ.
કુછ ઉખડી ઉખડી સાંસે,
કુછ દિલકી ધડકને,
આજભી કુછ કહ રહી હૈ.
આજ 25 ડિસેમ્બર હૈ
આજ “નાતાલ…ક્રિસમસ” હૈ.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
25/12/2021
[12/24, 4:15 PM] Jayshree Patel. Sahityakar: NOG SS NO:004
*પ્રકારઃ ગદ્ય(વાર્તા)*
*વિષયઃ ક્રિસમસ નાતાલ*
*શબ્દોઃ૩૫૦*
*શીર્ષકઃઅનેરી ભેટ*
શીર્ષકઃ અનેરી ભેટ
ડાયના દોડી આવી તે જલ્દી જલ્દી રસ્તો ક્રોસ કરવા ગઈ તેની નજર અચાનક જ ગાડીમાં જતાં રુમાની અને સુદામ પર પડી. ઓહ, તેના મનમાં અચાનક જ પેલા ક્રિસમસનાં દિવસોની યાદોનાં સંભારણાં ઊભરાયા.આજે જો બધું બરોબર પાર ઊતર્યું હોત તો સુદામ સાથે પોતે જ ગાડીમાં હોત.
અફસોસ!
કોલેજનાં દિવસોમાં તેણી સુંદર આકર્ષિત યુવતી હતી. સુદામ પણ સુદૃઢ બાંધો ધરાવતો યુવાન હતો. બન્નેને એકબીજાંનું આકર્ષણ હતું. બન્ને ભણવામાં પણ હોશિયાર, નિતનવાં કાર્યક્રમોમાં આગળ, પિકનિક હોય કે સંમેલન બધાંને આ બે તો જોઈએ.
અચાનક !ચર્ચમાં ગોવાથી આવેલી રુમાની ને તેનાં ભાઈ ક્રિસ સાથે તેઓની મુલાકાત થઈ. ક્રિસ એકદમ ફિલ્મી હતો. તેનું આકર્ષણ ડાયનાને તેની તરફ ખેંચી ગયું. ડાયના સુદામ સાથે ગલ્લાતલ્લા કરી મળવાનું ટાળવા લાગી.એક વર્ષ પૂરું થયું ને કોલેજનું અંતિમ વર્ષ આવી ગયું. ૨૪મી ડિસેમ્બરનો દિવસ એટલે ક્રિસમસની તૈયારીનો અંતિમ દિવસ હતો. પચ્ચીસથી એકત્રીસ જુદા જુદા કાર્યક્રમ ચર્ચમાં ઉજવાયા. બધાં એકબીજાં સાથે આનંદથી ઉજવણી કરી રહ્યાં હતાં. સુદામ કેટલો સૂનમૂન ફરતો હતો. તે ઉદાસ હતો ,કારણ કે તેને લાગતું હતું ડાયના હવે તેની મિત્ર નથી રહી. એકત્રીસમી ડિસેમ્બર ચર્ચમાં ફાધર સાથે પ્રાર્થના કરી બધાં વિખરાયા ત્યારે સુદામે રાત્રીની પાર્ટી માટે ડાયનાને તેની પાર્ટનર બનવાનું મધુરું આમંત્રણ આપ્યું.
ડાયનાએ તેને ઉત્તરમાં કહ્યું,” ના.”
એ સાંજે પાર્ટીમાં કોઈ અજાણી વ્યક્તિ સાંતાક્લોંઝ બની હતી. એક ટેબલ પર સુદામ મૌન ને શાંત બેઠો હતો. મધ્યમ સંગીત વાગતું હતું.ભેટ સ્વરૂપે સાંતાક્લોઝ નાનાં બાળકોને નવી નવી સરપ્રાઈઝ આપી
રહ્યાં હતાં. અચાનક તે સુદામ પાસે આવીને રુમાનીનો હાથ સુદામના હાથમાં આપી તેઓને ડાન્સફ્લોર પર લઈ ગયાં. બન્ને જણ એકબીજાં સામે અનિમેષ નજરે જોતાં રહ્યાં. સુદામને સાંતાક્લોઝની અનેરી ભેટ ગમી ગઈ.
જ્યારે રુમાનીએ કહ્યું ,” મને તમે બહુ ગમો છો સુદામ, પણ ડાયના મને તમારી નજીક આવવા જ નહોતી દેતી તેથી હું ગભરાતી હતી.”
સુદામને દુઃખદાશ્ચર્ય થયું ડાયના માટે. સુદામે નિર્ધાર કરી દીધો. નવાં વર્ષનો સંકલ્પ કર્યો કે તે રુમાનીને અપનાવી જ લેશે.બીજી બાજુ ક્રિસ તો આગળ ભણવા એબ્રોડ ચાલી ગયો. આમ પણ તે તો ભ્રમર હતો. ડાયના હવે પસ્તાવો કરવા લાગી.સુદામ તેના બેવડા વર્તનથી દુઃખી હતો.એક સવારે ડાયના ચર્ચમાં કન્ફેશન માટે ગઈ, ત્યારે સુદામને રુમાની ફાધર પાસે પોતાના લગ્ન માટે મળવા આવ્યાં હતાં. ડાયના કન્ફેશન ન કરી શકી.
ક્યારેક ખરેખર સાંતાક્લોઝની ભેટ અનેરો આનંદ આપી જતી હોય છે.
ડાયના આજે રસ્તામાં અફસોસ કરી રહી હતી.
જયશ્રી પટેલ
૨૪/૧૨/૨૧