ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” ગણેશોત્સવ,ગણેશજી નું શાસ્ત્રોક્ત મહત્વ વિષયક રચનાઓ(૨૩-૯-૨૦૨૧)દિવસ – ૨
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
***********************************†********
NOG SS No : 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- વ્હાલા ગણેશા
‘ તારા પાવન પગલાં પડયા,
કે જીવન પ્રકાશિત થયું વ્હાલા ગણેશા!
મનમાં આનંદની હેલી ઉમટી,
ભક્તિનો રસ જાગ્યો વ્હાલા ગણેશા!
મનમાંથી નકારાત્મકતાનો કચરો કાઢ્યો,
હૃદયના સિંહાસન પર બેસ વ્હાલા ગણેશા!
અબીલ મેં ઉમંગોનું ચઢાવ્યું,
પ્રસન્નતાનો ઉડાડયો ગુલાલ વ્હાલા ગણેશા!
દિપક મેં આશાઓનો પ્રગટાવ્યો,
ધડકનની ઝાલર વગાડી વ્હાલા ગણેશા!
અગરબત્તી સદકાર્યો ની પ્રગટાવી,
સચ્ચાઈનો કર્યો છે ધૂપ વ્હાલા ગણેશા!
મિષ્ટાન્ન મેં પ્રેમનું ચઢાવ્યું,
હર્ષાશ્રુનું ધરાવું જળ વ્હાલા ગણેશા!
મુખવાસ હું ભક્તિનો ધરાવું,
તન-મન તારે ચરણે અર્પણ વ્હાલા ગણેશા!
મારા જીવનનો તું જ સાચો સાથી,
તારાથી જ જીવન ધન્ય-ધન્ય વ્હાલા ગણેશા!
અલકા મહેતા.ગાંધીનગર.૧૧/૦૯/૨૧.
********************************
NOG SS NO. : 0034
વિભાગ : પદ્ય ( હાઈકુ)
શીર્ષક : ગણેશ વંદના
કરું આરદા
શીશ નમાવી તને,
હે! ગજાનન.
ક્ષેમકુશળ
રાખો સર્વેજનોને,
ભાલચંદ્રાય.
પ્રથમ પૂજા,
સકળ વિશ્વે થાય
વિઘ્નહરાય.
મોદક પ્રિયે
કરું ભાવે અર્પણ,
ગણાધિપતિ.
ભાલે તિલક,
ગ્રીવામાં પુષ્પમાળા
લંબોદરાય.
દુર્વા અર્પણે,
રીઝે ગૌરીપુત્રાય,
સ્વયંસિદ્ધાય.
દુંદાળા દેવ,
રિદ્ધિ સિદ્ધિનાં સ્વામી
એકદંતાય.
શૂર્પકર્ણાય:
મૂષકની સવારી
ચંદ્રચૂડાય.
નમો નમામિ:
ૐ ગં ગણપતયે,
સર્વે સુખદા!
ડૉ. રેખા શાહ
******************************
NOG SS No-0011
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- ઉંદર રાજા
ઉંદર રાજા આવે,
બેન્ડ બાજા લાવે.
ગણેશજીનું વાહન,
ઉંદર રાજા પાવન.
સૂટ બૂટને ટોપી,
ઉંદરમામા મોભી.
નાની ડીશમાં શીરો,
ઉંદર રાજા હીરો.
દોડવામાં નંબર વન,
ઉંદર રાજા સુપર વન.
આખા જગમાં ફરનારા,
સૌનાં મનને જાણનારા.
ગણપતિ બાપ્પાની ચોઈસ,
ઉંદર મામા ઈઝ માઉસ.
ગણેશજી છે શહેનશાહ,
ઉંદર રાજા ભાઈ વાહ!
મોદક તેઓને ખૂબ ગમે છે,
ઉંદર ને ગણેશને એ ગમે છે.
-મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
*******************************
NOG SS No : 0079
વિષયઃ ગણપતિ
પ્રકાર : ગદ્ય
શીર્ષક ‘આલા રે આલા’
ગણપતિ બાપા મોરિયા
અડધુ લાડુ ચોરિયા
ભાદરવા સુદ ચોથને આપણે ગણેશ ચતુર્થી યા વિનાયક
ચોથને નામે ઓળખીએ છીએ. આ દિવસે ગણપતિ તેમની
માતા પાર્વતી / ગૌરી સાથે કૈલાસ પર્વત પરથી પૃથ્વી પર
અવતરણ કરે છે.
ગણપતિ જીવનમાં સફળતા, શાંતિ, એકસૂત્રતા લાવવામાં
સહાય કરે છે. શુભ કાર્યના પ્રણેતા ગણપતિ બાપા. વિઘ્ન
હર્તા ગણપતિ બાપા. જેઓ રિદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ તેમજ
સરસ્વતિ પ્રદાન કરે છે.
આવો આજે એમની સહકુટુંબ સાથે ઓળખાણ કરાવું. ન
માનતા હો તો પણ માનતા થઈ જશો કે શામાટે ગણપતિનું
પૂજન સહુ પ્રથમ કરવાની મંગલ પ્રથા હિંદુમાં છે .
ગણોના પતિ, સિદ્ધિ વિનાયક.
ગણપતિને બે પત્ની ૧. રિદ્ધિ ૨. સિદ્ધિ
ગણપતિના બે પુત્ર ૧. લાભ ૨. શુભ
ગણપતિની પુત્રી સંતોષી માતા
લાભ અને શુભની પત્ની ૧. તુષ્ટિ ૨. પુષ્ટિ
ગણપતિના બે પૌત્ર ૧. આનંદ ૨. પ્રમોદ
ગણપતિના પરિવાર જેવો સુખી પરિવાર આ જગમાં મળવો દુર્લભ
નહી અશક્ય છે.
હમેશા યાદ રાખજો, “પહેલા સમરું ગણપતિ દેવા”. આવો સુંદર
પરિવાર તેમની કૃપાથી પ્રાપ્ત થાય. તેમના મંગલ પગલાં પડે અને
આપણા ઘરમાં શાંતિ અને સુમેળનું સામ્રાજ્ય સ્થપાય.
યાદ છે ને ગણપતિનું ;વાહન; ઉંદર છે. ગણપતિનું કદ અને વાહનનું
કદ જોઈ નવાઈ નથી લાગતી ? ઉંદર માનવીના ‘મગજ’ ની સાથે
સરખાવાય છે. જે ખૂબ નાનું છે અને અવળચંડુ છે, જેને સ્થિર રાખવું
અતિઆવશ્યક છે.
ગણપતિના હાથમાં અભયનું નિશાન છે. સુંઢ પાસે ‘લાડુ’ છે. જે ‘સત
ચિત આનંદનું’પ્રતિક મનાય છે.
આવો તેમના આગમનને વધાવીએ.
ગણપતિ બાપા મોરિયા
મંગલ મૂર્તિ મોરિયા
***************†****************
*NOG SS NO:004*
*વિષય: ગણેશોત્સવ, ઘરના ગણેશ,ઘર્મશાસ્ત્ર વિધિ વિધાનમાં ગણેશજીનું મહત્વ.*
*પ્રકાર : મુક્તપંચિકા પદ્ય/ ગદ્ય સાથે*
*શબ્દો:૨૩૧*
*શીર્ષક:*મહત્તમ ગણેશ*
કાપ્યું શીશ
ગજનું તે જ
ધડે બીરાજ્યું તું જ
કહેવાયો તું ,
શ્રી ગજાનંદ.
રૂપ તેનું ત્યાં
દિઠું ઉમાએ
અરે! પામી અચંબો!
તાતે ઓળખ્યો,
શ્રી ગણેશને!
આશીષ આપી
વચન દીધાં
પૂજાશે સૌ પ્રથમ,
ધર્મ પૂજામાં
માતા હર્ષાય!
જન્મદિન હે,
ગણેશચોથે,
સાર્વજનિક પર્વ,
મનાવે વિશ્વ
ગાથા અમર..!
નામ હજાર
વહાલું સૌને
એક દો તીન ચાર
ગણપતિનો
જય જૈ કાર..🙏
નાની શી વાત ભાંડુ કાર્તિકેય સાથે થયો ઝધડો કોણ મહાન..? ઉમાપાર્વતિ સાંભળી રહ્યાં હતાં , મહેશ આવ્યાં ને તેમણે રસ્તો કાઢ્યો “ જે પૃથ્વીમાતાની પરિક્રમા જલ્દી કરી પહેલાં પધારશે તે મહાન. કાર્તિકેય તો ઉપડ્યા મયૂર પર સવાર થઈ, પણ ગણેશજી દુંદાળા
ને વાહન તો મૂસકજી બન્ને જો નીકળે તો વર્ષોનાં વહાણાં વીતી જાય. થોડી વાર વિચારી સૂપડિયા કાન વિંઝી ઉઠ્યા ચતુર ગજાનંદ. બે પાટલા લીધાં, શણગાર્યા આજુબાજુ સુંદર રંગોળી પૂરી ને લઈ આવ્યા માત ને તાતને બેસાડ્યા પાટલા પર અને ગણેશજીએ તો કરી પરિક્રમાં શરૂ.. બોલતા જાય માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ:..૧૦૮ ફેરા ફરી. માતપિતાને પ્રણામ કરી કહ્યું ,”*માતા તમે કહેતા હતાં કે માતા પિતામાં જ વિશ્વ સમાયેલું છે, તો હું કરીને આવી ગયો વિશ્વની પૃથ્વીની પરિક્રમા. સ્વીકારો મુજ ભક્તિ”*
આમ વિશ્વને સંદેશો મળ્યો કે સૌ પ્રથમ માતપિતાને પૂજો તેઓ જ તીર્થ તેઓ જ પ્રભુ પછી બીજું વિશ્વ..
મિત્રો ગમે તેટલી ભક્તિ કે દાન પૂન્ય કરો પણ જ્યાં માતપિતાને દુભવશો ત્યાં બધું જ નષ્ટ.. છે.
જયશ્રી પટેલ
૧૭/૯/૨૧
*******************************
*NOG SS No – 0032*
*પ્રકાર- પદ્ય *
*શીર્ષક : *ગણેશ*
કંચન ભરેલો એક કળશ
માંહી આસોપાલવ સોહાય
પૂજા આજ *ગણેશ* ની થાય
કુમકુમ સાથિયા સોહાય
*ગણેશ* ને ગમતા પુષ્પો
પીળા કેસરી સોહાય
મંગળ ગીતડાં ગવાય
લાલ નાડાછડી સોહાય
આજ મારા ઘરઆંગણે
રુડો અવસર સોહાય
કંચન ભરેલો એક કળશ
માંહી આસોપાલવ સોહાય
પૂજા આજ *ગણેશ* ની થાય
કુમકુમ સાથિયા સોહાય.
*મીના માંગરોલીયા મીનું*
*અમદાવાદ*
17/9/2021