ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : વટ.વચન.વેર વિષયક રચનાઓ – .દિવસ – ૨
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No : 0044
વિષય:- વટ, વચન,વેર.
વિભાગ:-પદ્ય
શીર્ષક:- હત્યાસ્થાન.
પ્રભુ,વચન આપ મુજને,
હું જન્મું મુજ માતને ખોળે.
છે ગર્ભાશય ગર્ભાધાન માટે.
શીદ બનાવો એને હત્યાસ્થાન?
સદ્બુધ્ધિ દે માનવ જાતને.
કન્યા ભૃણની હત્યા ન કરે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા ્
***************†*******************†**
NOG SS NO: 0099
વિષય: વટ, વચન
પ્રકાર: પદ્ય
શીર્ષક : વટ છે
સંયુક્ત કુટુંબમાં જીવન જીવવાની રમઝટ છે,
પીઠ થાબડવામાં તો મારી સાસુમાનો વટ છે.
પરિવારના માળામાં ક્યારેક લક્ષમાં વધઘટ છે,
સંબંધોની દુનિયામાં તો બસ અમારો વટ છે.
મારી ઓળખ રાતી ચુંદડી અને વાંકી લટ છે,
કંથને ભાળીને જો હું લાજું તો મારો વટ છે.
નણંદનો ઉલ્લાસ પેલી સહિયરું ને પનઘટ છે,
બેડલું ભરીને હોંશે પાણી લાવે તો એનો વટ છે.
નાનકડો મારો વહાલો દિયર બહુ નટખટ છે,
સમજદારી અને સૌહાર્દથી દેરાણીનો વટ છે.
ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’
***********************†****************
NOG SS No :- 0010
વિષય :- વટ,વચન,વેર
વિભાગ :- પદ્ય
શીર્ષક :- પીછેહઠ
વચન વાણીનાં સાતત્ય જેવું રાખ્યું છે હ્રદય અમે,
યાદોનાં તણખલાં વીણી રાખ્યાં હતાં સમયમાં અમે.
વચન દીધાં પછી પીછેહઠ કરવાનું નહીં ફાવે મને,
પાતળી દોરીથી ચણ્યા વિશ્વાસના મિનારા અમે.
વીત્યાં વર્ષો જાણતાં કે અજાણતાં ખબર નથી હવે,
દિવાલ એ ઊંચી કદમ કદી ઓળંગી શક્યાં નહીં અમે.
પરસ્પર એ વિશ્વાસે દરેક તહેવાર ઉજવાશે સંગાથે,
સમય સંજોગો સામે હાર્યાં વિના પણ લડીશું અમે.
શ્વાસ ભલે તૂટે વિશ્વાસ અતૂટ શ્રદ્ધા વચનના મૂલે,
સત્ય વચનથી ભલે દુનિયામાં ખોવાઈ જઈશું અમે.
દીપ્તિ પટેલ ‘શ્રીકૃપા’
વડોદરા.
*****************************************
NOG SS NO – 0032
વિભાગ પદ્ય
શબ્દ – વટ, વચન ને વેર.
શીર્ષક:- *વચન*
ઓ કાના …..ઓ કાના સૂન રે..
તારી રાધા રુએ આંસુડાંની ધાર…
તને વીનવું હું વારંવાર વારંવાર
તારા *વચન* થી બંધાવું વારંવાર.
તારા પાઘડીના વળ છેડે રાધાજીનું
ફૂમતું…ભમતું અને રમતું . આ
મારા અંબોડે ગૂંથાતું કાનાનું મોરપીંછ
મને ગમતું અને રમતું.
તને વીનવું હું વારંવાર વારંવાર
તારા *વચન* થી બંધાવું વારંવાર
કાના, તને પહેલો પત્ર મોકલ્યો
ગોકુળ, ત્યાંથી પલાણ્યાં તમે ઘોડલાં.
આવ્યા .. વૃંદાવન માંહી,
તને વીનવું હું વારંવાર તથા વારંવાર
તારા *વચન* થી બંધાવું વારંવાર
કાના , તને બીજો કાગળ મોકલ્યો
વૃંદાવન, ત્યાંથી પલાણ્યાં તમે ઘોડલાં
જઈ ચડ્યાં મથુરા માંહી,
તને વીનવું હું વારંવાર વારંવાર
તારા *વચન* થી બંધાવું વારંવાર
કાના ત્રીજો કાગળ મોકલ્યો
મથુરા , ત્યાંથી પલાણ્યાં તમે ઘોડલાં,
જઈ ચડ્યાં દ્વારકા માંહી.
મારી ચિંતા અપરંપાર…
રાધાજી રુએ આંસુ ની ધાર..
તને વીનવું હું વારંવાર વારંવાર.
તારા *વચન* થી બંધાવું વારંવાર…
*મીના માંગરોલીયા મીનુ*
અમદાવાદ
*****************************************
NOG SS NO- 0091
વિષય: વટ, વચન, વેર
પ્રકાર: પદ્ય
શીર્ષક: બિચારો પુરુષ
પુરુષ બિચારો બેઠો, લમણે હાથ દઈને.
કોને કહું વ્યથા મારી, પાસે બેસી જઈને.
બહાર ક્યાંય જવાતું નથી ને ઘરમાં હવે ફાવતું નથી.
મનથી તો સહેવાતું નથી ને કોઈને હવે કહેવાતું નથી.
હું બિચારો મનમાં મનમાં બેસુ દુઃખી થઈને… પુરુષ વિચારો…
રૂબરૂ તો મળાતું નથી ને ઓફિસ પણ ભૂલાતી નથી.
ધંધો કાંઈ થતો નથી ને આવક ક્યાંયથી આવતી નથી.
ખોટો વટ કરીને બેઠો ખોટું ખોટું હસીને.. પુરુષ બિચારો…
આ બધું તો સહન કરું પણ, ઘરમાં છે મોટું જોખમ.
સવાર પડે ત્યાં કચરા પોતું, સાથે ઝાપટ ને ઝુપટ.
ઊંચેથી બોલાય નહીં ને રહેવાનું ડરી ડરીને.. પુરુષ બિચારો…
હોટલમાં જવાય નહીં ને ઘરનું મોંઢામાં જાય નહીં.
ખોટાં વખાણ કરવાં પડે વેર તો બંધાય નહીં.
એકલો એકલો બગડી લઉં વાત મનમાં કરીને.. પુરુષ બિચારો..
કપડાં સૂકવો ઈસ્ત્રી ફેરવો, શાકભાજી સુધારો.
આટ આટલું કરતાંય કહેવાવ હું તો નવરો.
દુઃખના ડુંગરો ઉપાડ્યા છે મેં તો દુઃખી થઈને.. પુરુષ બિચારો..
સાહેબ થઈને ફરતો, આજે નોકર હું તો બન્યો.
બાળકો સંભાળો ઘર સંભાળો, સંભાળો ઘરનો મોભો.
લાલ મોઢું રાખવાનું,ગાલે ધોલ મારીને.. પુરુષ બિચારો..
જિજ્ઞાસા યુ જોષી
“શુક”