ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાજ,રાજપાટ,રાજ સિંહાસન,રાજવી પરંપરા – .દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.
NOG SS No : 0044
વિષય:- રાજ, રાજપાટ,રાજ સિંહાસન, રાજવી પરંપરા.
વિભાગ:-પદ્ય
શીર્ષક:- રાજપાટ.
રાજ સિંહાસને
રામ બેસે
ત્યાં જ
કૈકેયી માંગે વચન.
ખોયાં રાજપાટ
ચોપાટમાં
વેઠ્યો
વનવાસ બાર વર્ષ.
રાજ સિંહાસન
રાજપાટ
છોડી
મીરાં થઈ કૃષ્ણ ભક્ત.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
******************************************
NOG SS NO – 0037
વિષય – રાજપાટ,રાજ સિંહાસન….!
વિભાગ – પદ્ય.
શીર્ષક – રાજ અદ્ર્શ્ય શકિતનું.
યુગો…યુગો….આવ્યાં ગયાં,
વાયુ વેગે સમય આવ્યો….ગયો…..!
સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, કલિયુગ,
માનવ,દાનવ,રામ,કૃષ્ણ આવ્યાં… ગયાં….!
રાવણ રાજ્ય,રામ રાજ્ય,કૃષ્ણલીલા,
સત્યનો વિજય હર યુગમાં થયો..!
રાજાઓનું રાજપાટ ગયું,
બાદશાહોની બાદશાહી ગઈ…..!
અગણિત મહાનુભાવો,
સંત,શૂરા,જોગી,ભોગી, ભોમાં ભંડારા…!
ભૂતકાળ, વર્તમાનના કાગળ પર,
ઇતિહાસ બની ચિત્રાયો….!
આજનો સમય રાજ, રાજકારણનો,
અહીંયા કણ- કણ માટે વિવાદ…!
જોરું, જળ,જમીન, પદ,પ્રતિષ્ઠા, માટે,
સંબંધો સ્વાર્થના અહીંયા…!
ધર્મના નામે ધંધો ચલાવે,
હે, પ્રભુ તારા બનાવેલા તને બનાવે…!
શું તું રુઠ્યો છો, માનવજાતથી ?
‘કહેર’ આ અદ્રશ્ય શકિતનો શાને વરસાવે…?
રામરાજ્ય ફરી આવે,મોરલી કાનાની વાગે,
રાધા સંગ, સમસ્ત બ્રહ્મમાંડ ઉત્સવ મનાવે….!
‘હેમ ‘ ની પ્રાર્થના, હૈયે ધરજો,
હે, પ્રભુ વિશ્વમાં મંગલ શાંતિ આપો…..!
હેમલતા દિવેચા.
****************************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- રાજ, રાજપાટ, રાજ સિહાસન, રાજવી પરંપરા..
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- સમયની આંખે સત્તા પરિવર્તન..
******************************
મગધ હોય કે મથુરા, અહમ્ સત્તા એ સેવાતો..
હોય સોનાની! લંકા તેમાં સદા રાવણ થઈ વસતો..
ખટરાગોને, ખટપટોથી રાજસિંહાસન થઈ ચાલતો..
અટપટી! આંટીઘૂંટી યુક્ત રાજપાટનું દ્યુત હારતો..
છળકપટ, કુળકપટ, તંત્રમંત્રની! રાજરમતે સેવાતો..
રાજમહેલ, ભવ્ય મોલાતો, ઠાઠ ભર્યો દરબાર સજાતો!..
સમયની આંખે! જોઈ મેં, સત્તા પરિવર્તનોની તાકાતો..
કાળચક્રનું ફરતું પૈડું! યુગોયુગોથી સદા વિહરતું!..
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
************************************
*NOG SS No-0011*
*સાહિત્ય સરિતા*
વિભાગ:- પદ્ય
પ્રકાર:- મૌલિક રચના
*શીર્ષક:- કાના તારાં રાજ છે*
દિલ પરનાં રાજ ને દુનિયા
પર કાના તારાં રાજ છે.
ગોપી સંગ રાસ રમતાં
દિલે કાના વ્હાલાં રાજ છે.
રૂમઝૂમ કરતી ગાયો આવે
ગોકુળમાં ગોવાળો સંગ,
ગોવાળો સંગ કાનાની
વાંસળીનાં સૂરીલા રાજ છે.
અગિયાર અક્ષૌહિણી સેના
કૌરવોને યુદ્ધમાં આપી,
અર્જુનનાં રથનો સારથીનું
યુદ્ધમાં રાજા રાજ છે.
મથુરાની પ્રજાને કંસના
ત્રાસથી છોડાવે એ કાનો,
દ્રોપદીનાં પોકારે હજાર ચીર
પૂરનારનું સખા રાજ છે.
પ્રીત વગર પૂરી ના થઇ,
રાધા ને કાનાની જિંદગી,
સોળ હજાર ગોપી ને મીરાંનાં
‘મન’ પર કાના રાજ છે.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
*****************************†***********
NOG SS No-0075
વિષય : રાજ, રાજપાટ, રાજસિંહાસન, રાજવી પરંપરા
પ્રકાર : પદ્ય
શીર્ષક :રાજધર્મ
રાજાજી ઓ રાજાજી
સૂણો આ રાંક પ્રજાનો પોકાર
વ્યાપ્યો એક અજાણ્યો રોગ
રૈયતને રંજાડે પારાવાર !
એક દિવસનું, એક મહિનાનું
કે હોય વરસનું કમઠાણ,
રાજસહાય સંગે સહન કરતાં
ના લાગે જરાયે ભાર !
ગયો ગ્રીષ્મને આવ્યો ફરી આ
કાલમુખો એજ સમય,
ખેડૂ , શ્રમિક, વ્યાપારી સૌ છે
બંધાયા અકર્મની જંજીરે!
વિના કર્મની વાવણી, શી રીતે
મહોરશે આ જીવતરનો મોલ
ભાવિ અમારું ભીષણ ભાસે
વિનાશ ભયાનક ઝોલ !
પ્રગટાવો મશાલ એ રાજધર્મ
હવે દોરે રાજસિંહાસન
મરણતોલ જનતાને કાજે
અમૃતજલનાં સિંચન !
કૌમુદી સોની