ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે ૨૦ રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે
વિષય . શિવરાત્રી ની ૪ રચના તેમજ વિશ્વ ચકલી દિવસ ની ૧૬ રચના
.. સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
NOG SS NO : 0098
निज दंभ द्वेष का,
विश्वेश्वर तुम संहार करो।
विष पी दुर्भावों का,
करूण प्रेम संचार करो।
हे सोमनाथ हे व्योम केश,
हर सब तमस सब दुःख कलेश,
आराध्य तुम्हीं हम दीन हीन,
भव सागर से हमें पार करो।
शुभ महाशिवरात्रि।🙏
लीना शर्मा. हालोल. पंचमहाल
*************************************””*””””
NOG SS NO: 0011
શીર્ષક: भोले भंडारी की माया
शीर्षक:- भोले भंडारीकी माया
बहती जहाँ गंगाकी घारा,ये भोले भंडारीकी माया।
भभूत लगा के बैठे गिरनारी, ये महाकाल की छाया।
तांडवका नाच करते हैं नटराजन कैलाश पर आज,
विष पीकर हो गई है महादेव की नीलांबर काया।
बारह बारह ज्योतिर्लिंगोंमें वास है जहां उनका सदा,
डम डम डमरू बजाते नंदी और भक्त गण सारा।
भयानक भूतोंके भूतनाथका समशानमें है बसेरा,
त्रिनेत्र से जगका संहार करते ये त्रिपुरारी बाबा।
भभूत लगाकर चंद्रमौलि भांग संग धतुरा पीते हैं,
रूद्र अवतारी रुद्राक्षकी पावन पहनते हैं माला।
– मनोजकुमार पंचाल
‘मन’ ©️
पालनपुर
*****************************************
NOG SS No : 0051
વિષય: શિવરાત્રી
પ્રકાર: પદ્ય
શીર્ષક: “મારો ભોળો મહાદેવ ”
હે..શિવ શંભુ કરું પ્રાર્થના,
મારો ભોળો મહાદેવ..મારો
હે..ગંગાધર કરું પ્રાર્થના,
મારો ભોળો મહાદેવ..મારો
હે.. સોમેશ્વર કરું પ્રાર્થના,
મારો ભોળો મહાદેવ…મારો
હે..નીલકંઠ કરું પ્રાર્થના,
મારો ભોળો મહાદેવ…મારો
હે..મહાદેવ મહાશિવરાત્રીએ કરું પ્રાર્થના,
મારો ભોળો મહાદેવ…મારો
હે… દેવાધિદેવ કરું પ્રાર્થના,
મારો ભોળો મહાદેવ…મારો..!
ઉર્વશી મહેતા
અમદાવાદ.
*****************************************
NOG SS No -0050
તા. 11/3/2021
પ્રકાર- મૌલિક રચના
શબ્દ – સદાશિવ.
……………… ……
જગતની ઉત્પતિને ઉર્જાનો ભંડાર….!
દેવોના દેવ સદાશિવ બ્રહ્માંડમાંથી!
વિદ્યાઓનું ઉગમ સ્થાન..!
મારો સદાશિવ સમગ્ર વિશ્વને અખંડ આનંદ આપે..!
ઉગતા સૂરજને ઉચ્છવાસમાં રમતું મારું મનડું..!
હે સદાશિવ… !
નિમૅલ જલથી રીઝાય
મારો ભોળિયો..!
બ્રહ્માનું કહેવું જગતનો સર્જનકાર…!
વિષ્ણુનું કહેવું નાભિમાંથી જન્મયાં..!
થાંભલા સ્વરૂપે પ્રગટયાં..!
એક ગયા ઉપરને…!
એક ગયા પાતાળ….!
ન મળ્યો કોઈ તાર..!
બ્રહ્માનું પંચમ મુખ કાપ્યુંને..!
આપ્યો કેવડાને શ્રાપ …!
સદાશિવનો અર્થ કલ્યાણને…!
દેવોનાં દેવ જલ્દી પ્રસન્ન
થવાથી આશુતોષ કહેવાયા…!
કાળ તત્વનું મહાકાળ એટલે સદાશિવ….!
ભકિતને ભાવનું પ્રધાન્ય..!
ભકિતને ઘૂંટ્યે તો…!
નીપજે શિવભાવનું ઔષધ..!
તાલ નહીં હોય તો
ચાલસે ભાવ જોઈએ…!
સદાશિવનો મહિમા અજબ..!
શિવરાત્રિને જીવંત ને ગુંજતી રાખે..!
શિવની રાત્રીએ ઉઘડી ભક્તિની શાળા સૌ ભણવા આવજો.!.
ભાવથી વેર્યા ભકિતનાં દાણા..!
સૌ ચણવા આવજો..!
આત્મને જગાડજો..!
શિવ ભકિતને ચણવા…!
મારા સદાશિવનું આમંત્રણ છે..!
પીરસીયે ભાવતા ભોજન
બુફે ને ડીનર કરવા…!
ત્યાં બર્ગર, પીઝા ,
પાવ ભાજી,ચાઈનીઝ
નહીં મળે…..!
નેાતરાની જરૂર નથીં..!
શિવાચૅન કરવા…!
શિવપુરાણ વાંચવાથી
રાજસૂર્ય યજ્ઞનું ને
અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે..!
પાપોને શમાવે…!
વેદ વ્યાસજીએ…!
ચોવીસ હજાર શ્લોકને
સાત સંહિતામાં વહેંચી..!
જ્ઞાન ,ભકિત ને વૈરાગ્ય…!
પાંચ પ્રકારે તપ ,કમૅ જપ,ધ્યાન ,જ્ઞાન…!
અનુષ્ઠાનથી સંસાર બંધનથી છૂટીએ..!
મન ભરીને ભજીલોને…!
કાલ કોને દીઠી છે..!
ભસ્મનું મહત્વ ..!
કેમકે આ દેહ એક દિ ‘ તો રાખજ થવાનો…!
તું મુજનો કર ઝાલી જીવાડજે સંસાર મહીં…!
નિશદિન તારા જાપ જપીને કરતી સારા કર્મ..!
શિવ સાથે શકિત નાચે નૃત્ય કરે નટરાજ રે..!
સદાશિવ તું પ્યાર મારો,
રટું તુજને દિનરાત…!
તારા સૂરનાં મંત્ર મારો
નિશદિન તારો સાથ રે.
તો ચલો ભજવા….!
સદાશિવને…!
રાગીની શુકલ”રાગ”
(મુંબઈ ,કાંદિવલી )
****************************************
NOG SS NO:0077
*વિશ્વ ચકલી દિવસ નિમીત્તે એક કવિતા*
🐦 *ચકલી*🐦
ચકલી બિચારી ‘ચકલી’,
એતો ઉડાઉડ કરતી એકલી…!
દેખાતી નથી હમણાંથી,
એતો ગઈ છે મામાને ઘેર વરસોથી…!
ચકલીની ચાંચોનાં ચમકારા,
વણતા તાણાવાણાં ,
ખુંચતા ચકલાની આંખમાં ,
જેમકે કણાં…!
દર્પણમાં જોઈ ખુદને
ચકલી મનોમન હરખાતી,
ચકલાના છદ્માવેશમાં,
કાયમ જ ભરમાતી…!
ચકલો મારતો રહેતો હવામાં આંટા,
ને ચકલી જ હંમેશા વીણવાનાં કાંટા…!
ચકલાએ સજાવ્યાં મંડપ,
ચકલી કરતી રે’તી પરિવારના જપ…!
ચકલીએ ચકલાનું લીધું શરણું,
એને તો ભાગ આવ્યું ખાલી તરણું…!
ચકલાએ થાપ્યા હંમેશા એને માથે છાણાં..!
મળ્યાં પાણાં તો ય,
ચકલીએ સજાવ્યાં ટાણાં….!
બે ય લાવ્યાં સરખે ભાગે દાણાં,
તોય, ખિચડી તો ચકાએ એ જ આરોગી,
એને ભાગે તો ન આવ્યા
રાંધેલા દાણાં,
ને……
ચકલીને આંખે હજીય છે, પાટાં,
એને માટે હવે ના પાડો ઘાંટા…!
ચકલીને હવે બધું ય કોઠે પડી ગયું છે,
આ બધું એને માટે હવે
રોજનું થયું છે…!
સ્ત્રી અને ચકલી
બે ય સરખા…!
‘ચકલીપણું’
એ અત્યારની સ્ત્રીની
પણ એક સાર્વજનીક સમસ્યા…!
©️ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
*****************************************
NOG.SS NO. /0026
Prakar : પદ્ય
વિશ્વ ચકલી દિવસ.
તાન્કા.
મારી બારીએ
ચહેકતી ચકલી
ચણ ચણીને
ચહેકાટ કરીને
ચૂકવે ભાડું મને..
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
*****************************************
NOG SS No : 0055
વિશ્વ ચકલી દિવસ
શીર્ષક : એક હતો ચકો ,એક હતી ચકી
🎉🎉🎉🎉🎉🎉🎉
એક હતો ચકો…..
એક હતી ચકી…….
ચકો જુવે યુ ટ્યુબ,
ચકી whts app.માં ફસાણી
સાંજ પડી , રાત ઢળી
પણ કોણ બનાવે ખીચડી?
ચકો માસ્ટર શેફને like કરે,
ચકી રેસિપીની રાણી!
બ્યુગલ વાગ્યા ઉદર મધ્યે,
દાંડિયા દેવાયા આંતરડા વચ્ચે.
ચકો રિસાયો ખીચડી માટે
ચકીને આવ્યું હવે ભાન.
કુકર મૂક્યું કિચન મધ્યે,
સીટી વાગે સૂરીલી ગુલતાન.
ખીચડી ખાઈ ધન્ય થયાં …
સફળ થયો અવતાર…..
શ્રદ્ધા ભટ્ટ
વાપી……19/03/2021
********†*******************************
NOG SS No:0019
શીર્ષક: ચકો ચકી
એક હતી ચકી
ને એક હતો ચકો,
ચકી જોબ કરે,
ચકો ઘરકામ કરે,
ચકી stylist,
ચકો વરણાગી,
ચકી કોલ્ડ drinks le,
ચકો છાસ પીવે,
બંને નો સંસાર સુખી,
ખિચડી કરતાં નથી,
રાજાને ફરિયાદ કરતાં નથી,
માળાની બહાર ઊડવું છે,
મધુર ગીત ગાવું છે,
પણ સમયની સાથે રહેવાતું નથી,
ચકી ને ચકો જીવ્યે જાય,
પોતાની બોલી બોલ્યે જાય.
Happy ચકલી દિવસ
કલ્પનાબેન ત્રિવેદી
સુરેન્દ્રનગર
**********************************†*******
NOG SS No. 0029
વિશ્વ ચકલી દિવસ…
કાગડો, કબુતર, પોપટ, મોર ને મેના,
ન જોઈ કેટલાય વખતથી ઝીણકી ચકલીને,
પૂછું તો પૂછું કોને?
કે, હેં!
તમારી નાતમાં પણ એ બદી પ્રસરી ને!
જબરા-મોટાની જ દાદાગીરી ને જોર,
તડીપારનો આદેશ પેલી નાનકડી એકલીને?
-લીના વછરાજાની.
****†*******************************
NOS SS No : 0082
પ્રકાર: પદ્ય
શીર્ષક: ચકો અને ચકી
વિશ્વ ચકલી દિન
ચકો ચકીની ચાંચ પકડી
દોડે ડાળે ડાળે
મોજ મસ્તી કરતો ઉડે
ફર ફર પાંખો ઉડાડે,
ડાળી પર ઝૂલતો ઝૂલતો
ચકીને મટકી નચાવે,
ચકી બેન જરા ન કંટાળે
ચીં ચીં કરી બોલાવે,
ચાંચે ચાંચ ભેગી કરીને
ચકો ચકીને ખવડાવે,
આંખો બંધ કરીને ચકીબા
ચકાને વહાલથી વધાવે,
ડાળીએ ડાળીએ હીંચકો બનાવી
ચકો હીંચકા નાખે
નૃત્ય કરતી ચકલી ડોલે
સાજન બીન ફેરે હમ તેરે,
ચકો ચકીને હસતાં હસતાં
ગોળ ગોળ ફુંદરડી ફેરવે
ડૉ અનિરુદ્ધ વ્યાસ..નડિયાદ
************†***********************
NOG SS No :0032
પ્રકાર – પદ્ય
વિષય : *વિશ્વ ચકલી દિવસ*
ચાતકસી પ્યાસ મારી,
સખી રી મોરી,
પંખી આજ તું ગાજે
ગીત મધૂરા.
ચીં ચીં કરતી ચકલી,
ઘૂં ઘૂં કરતું પારેવું.
કલબલ કરતી કાબર,
સુખે ચણજો વહાલા.
સંપી રહેજો વહાલા.
*મીના માંગરોલીયા મીનુ*
*અમદાવાદ*..20/3/2021
*****†************************************
NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- ખુશી(પ્રસન્નતા)
“ખોવાઈ છે ખુશી અહીં
ને હું જગમાં શોધું છું.
મળી’તી જે બેસુમાર,
આજ ક્ષણને શોધું છું.
શૈશવ મહીં, લખોટીને ગિલ્લી દંડામાં એ વસતી,
આજ એને ગુગલ પર શોધું છું.
માના હાથની ખીચડીમાંય તે વસતી,
આજ ફાઈવ સ્ટારના ભોજનમાં શોધું છું.
જે સાયકલની સવારીમાં છલકાતી,
આજ મોંઘી કારમાં શોધું છું.
જે લંગોટિયા યારની વઢમાં ય મળતી,
એને આજે પ્રશંસાનાં ફૂલોમાં શોધું છું.
ક્યાંક ક્ષણમાં તો ક્યાંક કણમાંય ખુશી લાગે છે,
મનની સ્થિતિ પર છે એનો આધાર,
ને હું એને વ્યક્તિઓ ને વસ્તુઓમાં શોધું છું.
ખુશી મારી ભીતર છે વસતી,
ને હું એને બહાર શોધું છું.
ખુશીનું ઉંધુ છે ગણિત,
એ જો આપીએ તો કેમ બેવડાય?
એનો હલ શોધું છું.”
અલકા મહેતા
ગાંધીનગર.
૨૦/૦૩/૨૧
વિશ્વ પ્રસન્નતા દિવસ નિમિત્તે….
*******†********************************†”
NOG. SS NO.0095
વિષય :– વિશ્વ ચકલી દિવસ
પ્રકાર :– પદ્ય
બાળગીત
એક હતી ચકી ને એક ચકારાણા,
દિવસ ગુજારે એ તો થઈને ખૂબ શાણા,
એક દિવસની વાત છે ભાઈ,
ચકીબેન રિસાણાં ભાઈ,
ખાવું નહીં, પીવું નહીં, તારી સાથે બોલું નહીં,
તારી સાથે કીટ્ટા, કીટ્ટા, કીટ્ટા,
ચકીબેન રિસાણાં મનાવે ચકારાણાં,
ફળ લાવે, ફૂલ લાવે, લાવે મોતીદાણાં,
ચકી કહે ચકાને તું જા…જા…જા…
ચકીબેન રિસાણાં મનાવે ચકારાણાં,
ચકાનું મન જાણી, મલકી ચકીરાણી,
ચકી કહે ચકાને……
તારી સાથે બુચ્ચા, બુચ્ચા, બુચ્ચા……
એક હતી ચકીને એક ચકારાણા…….
દીપિકા ચાવડા ‘ તાપસી ‘
*******†**********************************
NOG SS NO – 0091
વિષય: વિશ્વ ચકલી દિવસ
પ્રકાર: ગદ્ય..
ચકો અને ચકી પોતાનાં નવાં જન્મેલાં પીલુને જોઈને ખૂબ હરખાતાં હતાં, જાણે કે પોતાનો પુન:જન્મ થયો હોય તેઓ આનંદ હતો. પોતાનાં અંશને જોઈને ચકલી રાણી પણ ખૂબ ભાવવિભોર હતી.પીલુને જમાડવું, સુંવાડવું, રમાડવું અને ઉડતા શીખવાડવું એ જ ચકા ચકીનું લક્ષ્ય બન્યું હતું.પીલુને રમતાં અને જમતાં જોઈ બંને ખૂબ ખુશ થતાં. થોડું મોટું થતાં ઉડવાની તૈયારી કરાવતાં હતાં અને અચાનક જ પીલુ ઊડવા લાગ્યું આ જોઇને ચકો ચકી બંને આનંદવિભોર થઈ ગયાં. ઊંચે આકાશમાં ઉડતા પીલુને જોઈને જાણે કે પોતે દુનિયા જીતી લીધી હોય તેવો અહેસાસ થવા લાગ્યો. એટલામાં જ ચકી થોડી ઉદાસ થઈ. ચકાએ પૂછ્યું કેમ ચકી દુઃખી થઈ ગઈ, શું થયું? ચકી નિસાસો નાંખતા બોલી કે ચકા પીલુને પાંખ આવતાં તે ઉડી ગયું એ વાતથી તો હું ખુશ છું પરંતુ હવે સમજાઈ ગયું છે કે આપણું પીલુ મોટું થઈ ગયું છે, ઊંચા આકાશે ઉડે તેનો મને કોઈ વાંધો નથી પરંતુ પાછું આવીને આપણને જ ચાંચ ન મારે તેનો ભય છે. આજનાં આધુનિકરણ યુગની કદાચ આપણા પીલુ પર પણ અસર પડે અને કદાચ આપણને મૂકીને જતો રહેશે તો આપણું શું થશે? આ વિચારે ચકાને પણ મૂંઝવણમાં મૂકી દીધો.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”
*****†************************************
NOG. SS. NO: 0099
પ્રકાર: પદ્ય
બાળકવિતા
શીર્ષક: ચકલી આવી
દાદાજી જુઓ ,દાદીમા જુઓ,
પેલી આંગણામાં ચકલી આવી
આવી રે આવી ચકલી ચણવા આવી
નાચતી ને કૂદતી આવી
સાથે એ કાબરને લાવી
હરખે લઉં એને વધાવી
મિત્રોને હું દઉં બતાવી
ફરરરર…ફરરરર…
પ્રભાતના પહોરમાં જાગે
આંખોમાંથી નીંદર ભાગે
નાનુંનાનું પેટ ચણ માગે
ગીતડા ગાઈ નવલા રાગે
ફરરરર…ફરરરર…
ઝીણી ઝીણી સુંદર આંખો
વન-વગડામાં ઊડતી પાંખો
સૂરજ જ્યારે થાય ઝાંખો
ત્યારે આંગણે ચણ નાખો
ફરરરર…ફરરરર…
ભાવનાબેન મિસ્ત્રી(અભય)વલસાડ
****”*””****†**********†************†*****
*NOG SS No.0081*
*વિષય : વિશ્વ ચકલી દિવસ*
*શીર્ષક : ચરકલડી મમ સખી*
નાનાં ભૂલકાંઓને જગતની ઓળખ કરાવતી વખતે
પહેલું પક્ષી એટલે ચકીબેન.ચીચી મમ ખાય ને બાળકો
હરખાય.તેથી જ શહેરનાં કે ગામડાનાં જીવનનું આ ચકલી અવિભાજ્ય અંગ.એની પ્હો ફાટવા પહેલાંની
ચક ચક દિવસને જીવંતતા બક્ષે.ચણ,ચોખા કે કાંગ કંઈ પણ આપો એનું નિર્વિકારપણું નજરે ચઢે. ચાંચમાં
ભર્યું કે ચાલી ચકલી.ખુશ હોય કે નાખુશ ,અવિરત બોલવું એ જ એની ખાસિયત.
નાની ઉંમરે ન બોલી શકનારા બાળકોને ચકલીએ
એઠું કરેલ પાણી પીવડાવવાનો એક ટૂચકો છે. આના
વધુ વિશ્લેષણમાં ન પડીએ તો ય પર્યાવરણમાં ચકલીની આવશ્યકતાનો મુદ્દો નકારી ન શકાય.વળી
બાળક ચકલી જેવું ચહેકતું થાય એવી છૂપી ઈચ્છા પણ ખરી જ.
કોન્ક્રીટનાં જંગલમાં એની ભાવનાઓ રૂંધાઈ અને
રહેવા માટે વૃક્ષો ઘટ્યાં ત્યારે એણે આપણાં ભણી
મીટ માંડી. પહેલાં તો ચબૂતરે કે છાપરે કે ઓટલે
એની માંગ પૂરી થઈ જતી.પણ પછી લોકોનાં ઘર
મોટાં અને દિલ નાનાં થવા લાગ્યાં ત્યારે ચકલીની
કસોટી થવા લાગી.એની હાજરી મોંઘાદાટ ફર્નિચર
અને કાર્પેટને અસુખ કરવા લાગી.
નાનકડી આ પ્રજાતિને કદી કોઈને રંજાડતા નથી
જોઈ.એનો ઘરમાં ફ્રેમ કે ગોખલામાં માળો કબૂતર
જેટલી ગંદકી નથી ફેલાવતો.વળી એની ઘરમાં એ
દરમ્યાન અવરજવર સૌને એનાં નવાંગતુકો માટે સજ્જ કરી દે, ઉત્સુકતા વધારી દે.
એનો સંતોષી સ્વભાવ કદાચ આપણી નજરમાં
નથી આવતો,પણ કબૂતર કે કાગડા જેવાં મોટાં પક્ષીઓ સાથે ચણતાં જોઈએ ત્યારે સમજાય.કોઈ
કારણસર માળો ઉધ્વસ્ત થાય ત્યારે તો એને જોઈ
આપણને રડવું આવી જાય પણ એની એ જ ચીં ચીં
અને ફરી માળો બાંધવા સજ્જતા જોઈ વ્હાલ ઉપજે.
મારાં સુખદ સંસ્મરણોમાં ,અગાસીમાં આવતી ઘણી ચકલીઓમાંની એક છે. મારાં ચોખા નાંખવાની
રાહ જોતી એ તે દિવસે પાળી પરથી ન ઊતરી.અખંડ ચીં ચીં ચાલુ. કામમાં પડી ગયાં બાદ બહુ વારે જોયું
તો બહેનબા ત્યાંના ત્યાં! પહેલાં કદી આવું ન થયું હોવાથી આશ્ચર્ય થયું.નજીક ગઈ તો એનો અવાજ
ઓર વધ્યો.ધીમે નજીક જઈને જોયું તો એના પગમાં દોરો,સીવણકામનો,ભરાઈ ગયો હતો.મહાપ્રયત્ને એ કાઢવામાં હું સફળ રહી.ત્યારથી અમારી દોસ્તી બંધાઈ જે મારા માટે અમૂલ્ય રહી,ઘેર એક પાળેલો પોપટ હોવા છતાં એની હું બેચેનીથી રાહ જોઉં.
ચરકલડી મમ હૈયે વસી
એની હાજરી જાણે એક સખી!
આ વિશ્વ દિને એને અનેક શુભેચ્છાઓ !
# માયા દેસાઈ
મુંબઈ ભારત.
******************************************
NOG SS :- 0038
વિભાગ :- પદ્ય
વિષય :-વ્હાલી ચકલી…
દોડી આવું હું
સાંભળી સૂર તારો
આંગણે મારા.
નયન જોને
તરસે નિહાળવા
ઝલક તારી.
અજાણ રહ્યાં
તારા સૂરથી કેમ
બાળ આ મારા .
શ્રેષ્ઠ સર્જન
તું છે પ્રકૃતિ તણું
સદા શોભતું.
કેમ રિસાઈ
તારા થકી હાસ્ય છે
આ પ્રકૃતિ મહીં.
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
******************************************
NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- મને બચાવો!
“તારી ઘટતી વસ્તી, દરકાર માંગે છે,
આજે તું ઓ ચકલી!માનવ પાસે પ્યાર માંગે છે.
એના ફ્લેટના ખૂણે કરેલો તારો માળો,
એને ‘ગંદકીનો પાર” લાગે છે,
આજે તું ઓ નાનકડી ચકલી!માનવ પાસે પ્યાર માંગે છે.
પોતાના ભોગ-વિલાસ માટે,
તારા આશ્રય સમાં વૃક્ષોનું નિકંદન કાઢ્યું,
આજે તું ઓ નાનકડી ચકલી!
માનવ પાસે પ્યાર માંગે છે.
મિજાજ સારો હોય તો તારો અવાજ સંગીત સભર,
નહિં તો એને ઘોંઘાટ લાગે છે,
આજે તું ઓ નાનકડી ચકલી!
માનવ પાસે પ્યાર માંગે છે.
એ બાળપણ પણ ગયું જે તારી પાછળ દોડતું’તું,
આજે એ મોબાઈલમાં વ્યસ્ત, ને એનેય ભણતરનો ભાર લાગે છે.
આજે તું ઓ નાનકડી ચકલી!
માનવ પાસે પ્યાર માંગે છે.
હતી તું વિશાળ સંખ્યામાં ત્યારે ઉપેક્ષા કરી,
આજે તને બચાવવા એ પોકાર નાંખે છે,
આજે તું ઓ નાનકડી ચકલી!
માનવ પાસે પ્યાર માંગે છે.
અલકા મહેતા
ગાંધીનગર.
૨૦/૦૩/૨૧…વિશ્વ ચકલી દિન નિમિત્તે…
******************************************
*NOG SS No – 0011*
*પ્રકાર:- પદ્ય- મૌલિક રચના*
*વિષય:- વિશ્વ ચકલી દિવસ*
*શીર્ષક:- મારો મહેલ ને મહેલાતુ*
મારો મહેલ ને મહેલાતું છે તારા વગર લાગે સૂનાં,
મારા ઘરે કલરવ કરવા આવે ચકો ચકી છાનાં માનાં.
એ તો ચીં ચીં કરીને આંગણું ગજાવે ને આજે ભેંકાર?
સોનલે મઢેલો માળો ને રૂપેરી તાણાનાં લઈ આવું ભારા.
મલમલની ગાદી ને કરે સરભરા સારી પંખીઓની જાત,
રાજા રાણી ચકો ચકી બનીને લાગે એ રૂપાળાં રજવાડાંનાં.
માસુમિયત કુદરતની લાવી સાત રંગોમાં રંગાઈ ચકો ને ચકી,
મારા ઝરૂખે બેસીને ટહુકે ચકો ચકી એક સાથ થઈને શાણા.
વાર્તામાં આવતાં ચકો ચકી લાગે નાનાં મોટાં ને પ્યારી ન્યારી,
ચકલી દિવસે ચકા ચકીનો વૈભવ છે ‘મન’નાં નારા ને પારા.
©️ – મનોજકુમાર પંચાલ
‘મન’..પાલનપુર
******************************************
NOG SS No – 086
પ્રકાર : ગદ્ય
વિષય : વિશ્વ ચકલી દિવસ
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
હું મોટા ભાગે દિનવિશેષ લખું એટલે ર.પા. નો આ શેર ટાંક્યો એ વાંચીને જો કોઈને એમ થાય કે આજે નક્કી વિશ્વ ચકલી દિવસ હોવો જોઈએ તો તમે એકદમ સાચું અનુમાન લગાવ્યું છે. ચકલીઓની જાતિ જે રીતે લુપ્ત થઇ રહી છે એનાં સંરક્ષણ માટે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસ હકીકતમાં ઉજવાય છે. હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાનાં આરે છે. આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી.
વર્ષ ૨૦૧૦માં વિશ્વમાં જુદા-જુદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવા પાછળ મહદંશે જવાબદાર છે. ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરનાં રેડિએશન પણ ચકલીઓનાં મોતનું કારણ બની રહ્યા છે. આ ચિંતાજનક બાબત તો છે જ અને એને લગતાં પ્રયત્નો પણ થઇ જ રહ્યા છે અને આશા રાખું કે આપણે સહુ પણ આ વિશે આપણાથી બનતું યોગદાન આપીયે.
મને હંમેશાં લાગે કે ચકલી એટલે કેવું નિર્દોષ પક્ષી..!! મારાં રોજનાં સમય કરતાં જો મારે ચોખા નાખવામાં જરા પણ મોડું થાય તો હકથી રસોડામાં આવીને જાણે મને કહેતી ન હોય કે અમારો સવારનો નાસ્તો ક્યાં? ખરેખર જાણે સવાર-સવારમાં બાળક એની મમ્મી પાસે નાસ્તો માંગે એવા જ હકથી ઘણીવાર છેક અંદર રસોડામાં આવી જાય. મને થાય કે આ નાની અમથી ચકલીને કેટલો વિશ્વાસ મારાં પર..!! અને એટલું જ નહિ મારા બેકયાર્ડની દીવાલ પર બધી જ ચકલીઓ લાઈન લગાવીને રાહ જોતી બેઠી જ હોય. ભરતભાઈ ગઢવી કહે છે ને કે,
આતો ભોળપણ છે આ નિર્દોષ પક્ષીઓનું,
બાકી બીજાનાં ઘરમાં કોણ રહેવા જાય છે?
મેં પણ આજે ઝટઝટ પગ ઉપાડ્યા અને સૌથી પહેલાં એમનાં ચોખા ને રોટલીનો ચૂરો કરી એમની રોજની ખાવાની જગ્યા પર મૂકી આવી અને ચોખ્ખુ પાણી પણ ભર્યું એટલે નિરાંતે બધાં એ ખાવાનું ચાલુ કર્યું. મેં કેટલીય વાર સુધી આ મનોહર દ્રશ્ય જોયાં કર્યું. મારા બેકયાર્ડમાં તો આ રોજનો ક્રમ છે પણ મને એમ થયું કે કેટલી યંત્રવત લાઈફ થઇ ગઈ છે આપણાં બધાંની . આવું અનુપમ દ્રશ્ય રોજ મારાં ઘરનાં બેકયાર્ડમાં સર્જાય છે પણ આપણી પાસે ખરેખર એને માણવાનો સમય છે ખરો?
દોસ્તો, ખરેખર કહું છું તમારાં બાળકોને કુદરતનાં ખોળે રમવાં દેજો. એમને આ ભોળાભાળાં નિર્દોષ પશુ પક્ષીઓ સાથે મૈત્રી કેળવવાં દેજો. એમને સમજાવજો કે પક્ષીઓ કે પ્રાણીઓ ઝૂમાં જઈ ને જોવાં લાયક નથી પણ આમ કુદરતનાં ખોળે કલબલાટ કરતાં હોય કે તમારાં ઘર આંગણે શોર બકોર કરતાં હોય ત્યારે જોવાં ને માણવાં લાયક છે.
સ્વતંત્રતાં પર જેટલો હક આપણો છે એટલો જ એમનો પણ છે. માત્ર ગરમીનાં દિવસોમાં જ નહિ પણ બારેમાસ એમનાં માટે અનાજ પાણીની વ્યવસ્થા જરૂર કરજો. તમારાં મનને એક અદભુત શાંતિ ન મળે તો કહેજો. બધાં જ સાથે મળીને સહિયારો પ્રયત્ન કરીશું તો કદાચ આપણાં બાળકોને ફોટોમાં બતાવવાની જરૂર નહિ પડે કે પક્ષીઓ કે પ્રાણીઓ આવા દેખાતાં હતાં.
આપણા સ્વભાવની વિસંગતાએ આપણને સ્વાર્થી બનાવી દીધાં છે. એક વખત હતો કે સુરજનાં પ્રથમ કિરણો સાથે આપણને ચકલીઓનું ચીં ચીં કે કોયલનાં મધુર ટહુકાઓ કે એમનાં કેકારવ સંભળાતાં અને હવે અલાર્મનાં કૃત્રિમ ઘોંઘાટથી જાગીએ છીએ. કવિ ગૌરાંગ ઠાકરની હૃદય સોંસરવી ઉતરી જાય એવી વેધક પંક્તિઓ યાદ આવે છે,
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછું ઝાડ થાય નહિ?
મને એ વાતની ખુશી છે કે હું ખરેખર ચકલીઓ આંખ સામે ચણતી હોય અને હું મારી દીકરી ને ‘એક હતી ચકી ને એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો’ આ વાર્તા કહેતી હોઉં ત્યારે એટલા જ રસથી એ સાંભળે પણ છે. એ જુવે છે કે કેવી રીતે ચકલી એની ચાંચમાં ચોખા ભરી એનાં બાળકોને ખવડાવે છે. ક્યાંક એવું ન થાય કે તમે જયારે આ વાર્તા કહેવાં બેસો ત્યારે તમારાં બાળકો એમ પૂછે કે મમ્મી આ ચકી ને ચકો કોણ હતાં??
– Vaibhavi Joshi ‘ઝીલ’ (એક કાળા માથાનો માનવી જે સમગ્ર માનવજાત સહીત અન્ય તમામ જાતિઓ જે લુપ્ત થઇ ગઈ અને થઇ રહી છે એનો ખરો ગુનેહગાર)