ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે
સાત પદ્ય રચનાઓ આપેલ વિષય ના ત્રીજા દિવસે પ્રસિદ્ધ કરવામાં આવી છે
વિષય . શિક્ષણ,અભ્યાસ,તાલીમ,કેળવણી અને શિવરાત્રી
.. સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
NOG SS No : 0091
પ્રકાર: પદ્ય
શીર્ષક: શિવનો મહિમા
આવ્યો છે,આવ્યો છે. અલખધણી મારો આવ્યો છે.
આવ્યો છે, આવ્યો છે. ભોળો ભંડારી આવ્યો છે.
વાગે છે ,વાગે છે. મંદિરમાં ઘંટનાદ વાગે છે.
નાચે છે ,નાચે છે. ભોળો તાંડવ બહુ નાચે છે.
બમ બમ ભોલે અલખ નિરંજન
અંગે ભસ્મ સ્મશાનની ચોળી,
સંગે લાવ્યો ભૂતોની ટોળી,
દુઃખો ને હરવા આવ્યો રે, મારો ભોળો દિનાનાથ આવ્યો રે.
જય ભોલે ભંડારી તેરા વચન ન જાયે ખાલી.
હર હર મહાદેવ
કંઠે શોભતી રુદ્રની માળા,
અંગે લટકે ભોરિંગ કાળાં,
ભક્તોને તારવા આવ્યો રે.આવ્યો આવ્યો. મહાદેવ આવ્યો રે.
હર હર મહાદેવ હર હર મહાદેવ
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
ગંગા નદીને મસ્તકે ધરતો,
આષાઢી ચંદ્રને મુગટમાં ધરતો,
પાપો સંહારવા આવ્યો રે આવ્યો, આવ્યો સદાશિવ આવ્યો રે.
હર હર ગંગે હર હર મહાદેવ
જય ભોલે ભંડારી.
કપાળે મોટું તિલક કરીને,
હાથમાં ડમરુ ત્રિશૂળ ધરીને,
દૈત્યોને મારવા આવ્યો રે. આવ્યો આવ્યો ભંડારી આવ્યો રે.
જય જય ભોલે અલખ નિરંજન. (૨)
દ્વાદશલિંગના દર્શન કરવા,
દુઃખના ડુંગરો હળવા કરવા,
પુણ્યનું ભાથું ભરવા રે જાજો જાજો.દ્વાદશલિંગ જાજો રે.
હર હર મહાદેવ
અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ
નાચે સદાશિવ ભાગે છે ભૂત.(૨)
જય ભોલે ભંડારી
હર હર મહાદેવ
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
********†*****************************””**
NOG SS No: 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-“દેવોના દેવ મહાદેવ”
ગંગાને જેણે જટામાં ધારી,
લલાટે ચંદ્રમાની શોભા છે ન્યારી,
કરે ત્રિશૂળને ડમરુ ધારી,
ને વહાલી જેને નંદીની અસ્વારી,
દેવોના દેવ મહાદેવ!
તુજ પર મારી શ્રદ્ધા છે ભારી.
સ્મશાન ભૂમિ તુજને પ્યારી,
અંગે ભસ્મ, સ્મશાનની ધારી,
ભૂતગણો કરે સેવા પ્યારી,
ને ગળે સર્પ માળ તે ધારી,
દેવોના દેવ મહાદેવ!
તુજ પર મારી શ્રદ્ધા છે ભારી.
જગ પર આવ્યું સંકટ ભારી,
પીધું વિષ ને રાખ્યું કંઠે ધારી,
ઓ નીલકંઠ!ઓ આશુતોષ!ઓ ત્રિપુરારી!
ઝૂકાવે મસ્તક દેવ,દાનવ અને નર-નારી,
દેવોના દેવ મહાદેવ!
તુજ પર મારી શ્રદ્ધા છે ભારી.
ગૌરી છે સદા તુજને પ્યારી,
કાર્તિકેય ને ગણેશ પર તને પ્રીતિ ભારી,
શિવ, શક્તિ વિણ અધૂરાં,શક્તિ,શિવ વિણ ના રહેનારી,
દર્શનથી નાસે દુ:ખ, ચિંતાઓ સારી,
દેવોના દેવ મહાદેવ!
તુજ પર મારી શ્રદ્ધા છે ભારી.
અલકા મહેતા
ગાંધીનગર ૧૧/૦૩/૨૧
*******************†********************†
NOG number: 0051
વિષય: શિક્ષણ,કેળવણી,તાલીમ…
શીર્ષક: શિક્ષણનું અસ્તિત્વ
કલમ સાથે,
કાગળ પર,
સુવર્ણ અક્ષરોમાં,
ધરાવતું અસ્તિત્વ….!
શબ્દોના સંગમાં,
રચી દેતું મારા,
પુસ્તક પ્રેમનું,
ભાવિ અસ્તિત્વ…!
શિક્ષણની તાલીમ,
અભ્યાસ દ્વારા ,
પ્રાપ્ત કરવા,
અંગેનું અસ્તિત્વ…!
શિક્ષકોની કેળવણી,
વિદ્યાર્થી જીવન માટે ,
વિજ્ઞાન પ્રવાહોમાં,
સાક્ષરતાનું અસ્તિત્વ….!
શિક્ષકોનું અભિયાન,
વિદ્યાર્થી માર્ગદર્શન,
જ્ઞાનરૂપી શિક્ષણનું,
સાહિત્યનું અસ્તિત્વ…!
શિક્ષણનું અસ્તિત્વ…!
ઉર્વશી મહેતા
અમદાવાદ.
******************************”””*”********
NOG SS NO:0044
વિષય:- શિક્ષણ, કેળવણી, તાલિમ, અભ્યાસ.
વિભાગ:- પદ્ય.
શીર્ષક:- વેકેશન.
કેવું વેકેશનને કેવી મજા
ગૃહકાર્યની ભરમારમાં!
અલગ અલગ વિષય,
અલગ અલગ નોટબુક,
ભરાય ગૃહકાર્ય થકી.
ગૃહકાર્ય કેરી ભરમારમાં,
અટવાયો બિચારો બાળક.
ભાર વગરનું ભણતર,
વાત રહી માત્ર ફાઈલમાં.
ફાઈલોનાં ઢગલા મહીં,
ધૂળ ખાતો આ કાયદો.
બાળક કરે પ્રભુ પ્રાર્થના,
કરાવવા કાયદાનો અમલ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૩-૩-૨૦૨૧.
******************************************
: NOG SS NO – 0001
વિષય – શિક્ષણ,કેળવણી….
વિભાગ – પદ્ય.
શીર્ષક – શાળા ઉત્સવ.
પ્રભાત થયું…પ્રભાત થયું….!
શાળાનાં આંગણે,પ્રભાત થયું,
ફરી ફૂલો મહેક્યાં..!
ફૂલો મહેકયાં,પંખી ટહુક્યાં….!
શાળા પ્રવેશોત્સવ ઉજવાય….!
રંગે – ચંગે,હર્ષ- ઉલ્લાસે…!
ભાઈ – બહેન મિત્રો સંગાથે…!
કહેર કોરોનાનો દૂર થયો…!
વિજય ધ્વજ લહેરાયો..!
સૌ સંગાથે શાળાએ આવ્યાં…!
સ્વચ્છતાનાં પાઠ શીખ્યાં….!
તનથી દૂર મનથી નજીક આવ્યાં…!
અંતર મનનાં ઓછાં થયાં…!
જીવન ફરી ગતિશીલ થયું…!
પૃથ્વી પર જાણે નવસર્જન થયું…!
ભૂતકાળ ભૂલી સૌ પોતાના કાર્યમાં ગૂંથાયાં..!
પ્રભાત થયું…ભાઈ…સોનેરી પ્રભાત થયું….!
પ્રદીપ રાવલ (ગ્રુપ સંચાલક)
*************†***************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- શાળા, શિક્ષણ, કેળવણી, તાલીમ, અભ્યાસ..
*પ્રકાર*- પદ્ય
*શિર્ષક* – હું નિશાળ વિશાળ..
******************************
હું નિશાળ.., એના અર્થે બહું વિશાળ..
મારા રે આંગણાંમાં ઊગે છે, ટમટમતી..
હજારો આગિયાસી આંખો..
મારા લહેરાતા પાલવનાં પડાવ નીચે,..
કેવાં રૂડાં, ઊમટે છે બાળગોપાળ..
મારા હૈયાનાં પટાંગણમાં, દડબડતી દોડે છે..
નાનીશી પગલીઓને, ઊડે છે ચોમેર યાદોની ધૂળ..
મારા હેતની જ્ઞાન હવેલીમાં, ફૂટે છે,.. ચોરેને ચૌટે, ખિલખિલાટ હાસ્યનાં અદ્ભૂત ફૂવારા..
ગુરૂના જ્ઞાનથી દીપશે, પામશે સાચી કેળવણીને,..
હું અડીખમ,અદ્ભૂત સાક્ષી બનીશ જ્ઞાનયજ્ઞની..
મારા વિદ્યાનાં વનમાં, હું તો રોપું છું,.. કુમળા રોપાને..
સમયની સંગે તે મહોરશે થઈ મલપતા વૃક્ષ,..
ક્યારેક હુંયે, એક એક ઈંટથી ચણાતી..
ઊગીને, વધીને, મહોરી હોઈશ.. ને હવે,..
મારાં રોપેલાં,.. એમજ રોપશે,.. ને મહોરાવશે..
શીખશે,..શીખવશે,..ખીલશે,.. ખીલવશે,..ને..
સમાજમાં સર્વત્ર મઘમઘતી સુવાસ પ્રસરાવશે..
તેથીજ કહું છું.. હું નિશાળ છું વિશાળ..
*નામ*- *ડો. મનીષા વ્યાસ*✍️
*અમદાવાદ*
******************************************
*NOG SS NO:004*
*વિષય: મહાશિવરાત્રી*
*પ્રકાર: પદ્ય*
*શીર્ષક:શિવ*
ડમ ડમરુ
ધારણ કરે
ત્રિશૂળ હાથે ધરી
વિષ ઘૂંટડે
નીલકંઠ હે!
શીરે જટામાં
ધારણ કરે
ગંગા સરિતા ધરી
ગળે સર્પ તે
વાધ્ર ચર્મ હે!
ભૂભૂતિ અંગે
ધારણ કરે
ક્રોધે ત્રિનેત્ર ધરી
રંગે જોગીડો
ગૌરી પતિ હે!
કરી પૂજન
કમળ ચઢે
રીઝે મનડું ધરી
શિવ મહિમા
શિવરાત્રી હે!
મહા શિવરાત્રીની શુભેચ્છાઓ🙏🌹
જયશ્રી પટેલ
૧૧/૩/૨૧