ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજેે
પાંચ પદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : સ્ત્રી . નારી ના નવલાં રૂપ
..સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
NOG NO. – 0065
પ્રકાર – પદ્ય
શીર્ષક – આજની નારી
હું આજની નારી,
પ્રેમે ઝૂકું પણ કદી ના હારુ,
ભૂલી જગતની પરંપરા,
સ્વમાનથી જીવન જીવનારી,
બાળક સાથે ભણું ફરી,
અબળા નથી હું છું સબળા,
શક્તિનું નામ છે નારી,
નારી નારાયણી બને તેમા,
આખા રાષ્ટ્રનું કલ્યાણ છે.
✍🏻હર્ષા શાહ
*****************************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- સ્ત્રી(વિશ્વ મહિલા દિન)
*પ્રકાર*- પદ્ય
*શિર્ષક* – હું ક્ષમા.. મા!
******************************
હું જ્યોતિ, હું આગ, હું સતત..
ભડકે બળતી જવાળ છું!
હું વામા, હું શ્યામા.. હું..
આધી અધૂરી વાત છું!
હું રોલી કુમકુમ ને ગુલાલ, હલ્દી..
થી ઉપસતી મધુરી ભાત છું!
હું પૂનમ, હું ચંદ્રની સોળ કળા!
ને કાજળઘેરી રાત છું…
હું ધરતી, હું જાત ખેડતી ભૂમિજા!
ને સતત ઉગાડાતી માત છું!
હું રમણી, રતિ.. હું કલ્પનાની,
સ્વપ્ને જોવાતી જાત છું!
હું કજિયો, હું જ કંકાસ સદા..
એવા આરોપોની ઠલવાતી દાદ છું.
હું શક્તિ, હું સાક્ષાત સરસ્વતી..
છતાં સરેઆમ લૂંટાતી લાજ છું!
હું કામિની, હું કરુણા, હું ક્ષમા.. મા!
માનવને સદા સંવર્ધિત કરતી બાગ છું.
*નામ*- *ડો. મનીષા વ્યાસ*✍️
*****************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG SS No. : 0034
વિભાગ : પદ્ય (અછાંદસ)
શીર્ષક : હું એક સ્ત્રી છું!
હા, છે અભિમાન મને,
હું એક સ્ત્રી છું!
તમે ભલે કહો,
અબળા ને બિચારી,
પણ, હું છું,
શક્તિસ્વરૂપા નારી.
મારાં થકી જ,
સંસારચક્ર ગતિશીલ રહે,
છતાંય,
મારી અવગણના!
વળી, ક્યારેક કહો,
સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ!
પણ, એ કેમ ભૂલો છો કે,
હું જ છું,
સૌનો આધારસ્તંભ….
ગૃહલક્ષ્મી ને ગૃહસ્વામિની હું,
રક્ષાની બાંધનારી હું,
તુલસીક્યારો ને
વ્હાલનો દરિયો પણ હું,
દિપાવું દરેક સંબંધોને,
તારું હું બે કુળને,
તોય ગણો મને અબળા!
હા, છે મને ગર્વ,
હું એક સ્ત્રી છું!!
— ડૉ. રેખા શાહ કચોરીયા
****************************************
NOG SS No-0053
સાહિત્ય સરિતા
પ્રકાર- પદ્ય
શીર્ષક:- માનવી બની તો જો..
હે માનવ !એકવાર માનવી બની તો જો,
રિવાજોમાં ન અટવાઈ માનવી બની તો જો.
છોકરો ને છોકરીનો ભેદ શું કામ રાખે તું,
સમભાવ ને સમદ્રષ્ટિથી માનવી બની તો જો.
જન્મતાં પહેલાં ગર્ભહત્યા કરી દાનવ ન થા,
દેવને દુર્લભ એ અવતારમાં માનવી બની તો જો.
અવકાશમાં જઈને આવી કલ્પના ચાવલા ,
નારીને ઉન્નત માર્ગે લઇ જનાર માનવી બની તો જો.
હું નારી નારાયણી ને નવ દુર્ગાનાં રૂપે અવતરતી,
નારીને નર સમાન માની માનવી બની તો જો.
✍️ – ચેતનાબેન પંચાલ
‘ચેતના’
પાલનપુર.
****************************************
NOG SS NO : 0040
પ્રકાર : પદ્ય
શબ્દ : સ્ત્રી
શીર્ષક : નારી
નારીની વ્યથા ને કથા બહુ લખાણી
ખરું જૂઓ તો એ નથી કોઈથી અજાણી
એ તો ઝંખે છે ફકત
પ્રેમ અને આત્મસમ્માનની લહાણી
સંવેદનાઓથી છે એ ભરપૂર
કઠોર વેદનાઓ એ પચાવે પ્રચુર
સમર્પણ સદા એ છે એની અદા
પણ કસોટી જો કરશો; મળશે આકરી સજા
મોકળાશ એને આપજો
કે વિહરે ગગન અપાર
લગીરે નહીં લાગે તમ દીકરીનો ભાર!
✍️ વૈશાલી મહેતા.