ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજેે
પાંચ પદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : લક્ષ્ય,ધ્યેય,માર્ગ
..સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyadnews
NOG SS NO. 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- *“:ધ્યેય:-“`*
ધ્યેયની વાત જ્યારે આવે છે,
અર્જુનની માછલીની આંખ વીંધવાની વાત યાદ આવે છે.
સમજણની કેડી પર જ્યારે પગ મૂક્યો, જીવીશ બાકી સ્ત્રીઓથી અલગ જીવન,
ને બનાવીશ સ્વની ઓળખ,
એ વાત યાદ આવે છે.
ને એટલે જ અન્ય લોભામણાં ક્ષેત્રો ત્યજી ને,
અપનાવ્યું એનજીઓનું ક્ષેત્ર તે યાદ આવે છે.
વંચિતોનાં આંસુ લૂછતાં ~લૂછતાં, વંચિતોમાં યે સૌથી વંચિત સ્ત્રી છે,
એનો અહેસાસ થયાનું યાદ આવે છે.
ને તેથી જ જગાડી આહલેક અને કસી કમર,
ને રોપ્યું મારું ધ્યેય એ સહુમાં એ યાદ આવે છે.
સંતોષ છે કે મારું ધ્યેય પૂર્ણ કરી શકી,
પણ મારા ક્ષેત્રમાં એની ઉગાડેલી કૂંપણોમાંથી ઘટાદાર વૃક્ષો બની ગયા,
એ યાદ આવે છે.
ધ્યેય માત્ર વ્યક્તિ સુધી સીમિત નથી, એને છેવાડાના લોકો સુધી પહોંચાડવાની મારી સફર યાદ આવે છે.
– અલકા મહેતા (ગાંધીનગર)
****************†*************************
NOG SS No :- 0038
વિભાગ :- પદ્ય
વિષય :- ધ્યેય / લક્ષ્ય
શીર્ષક :- લક્ષ્ય
રાખી લક્ષ્યને આગળ સદા વધવું છે,
આવે ભલે તોફાન મંજિલે પહોચવું છે.
વિના ધ્યેય પથ કાપવો મુશ્કેલ છે,
ઊડતા પંખી જોઈ હૈયે હામ ભરવી છે.
મધદરિયે ડૂબે નાવ કિનારે પહોચવું છે,
દિલમાં છે આશ તો કોણ રોકનાર છે.
તૂટીને વિખરાઈ જવું એ નિરાશાને નોતરે છે,
મુસીબત સામે ટક્કર ઝીલી આગળ વધવું છે.
લાગણીનાં સાગરમાં નદી બની વહેવું છે,
ખુશીઓ ભરી દિલમાં મોજાની જેમ ઊછળવું છે.
“આકાંક્ષા” દિલમાં ભરી સફળતાને વરવું છે,
લક્ષ્ય બસ એક છે જીવન સાર્થક કરવું છે.
✍️ શીલા પટેલ ” આકાંક્ષા ”
******************************************
NOG SS No : 0064
વિષય : લક્ષ્ય/ધ્યેય
વિભાગ : પદ્ય
શીર્ષક : વહાલ ઝગમગતું રાખજે
તડપ તારા મનની સંઘરી રાખ ભીતરે,
બેબાકળો બની શીદને વલખાં તું મારે!
અંતર ઝરૂખે વહાલ ઝગમગતું રાખજે.
સાચુકલું આ હેત કે અમથું અમથું ખેંચાણ?
ઘૂંઘવાતું હેત ભીતરે હોય જો બેસુમાર!
અંતર ઝરૂખે વહાલ ઝગમગતું રાખજે.
કોણ રોકી શકશે ધબકતાં સ્પંદનો?
લક્ષ્ય અડગ તું રાખ, પકડ ન ઢીલી પાડ.
અંતર ઝરૂખે વહાલ ઝગમગતું રાખજે.
ભાંગતો નહીં મનસૂબો તારો,
કિનારો આંબશે તારા લક્ષ્યની નાવડી;
અંતર ઝરૂખે વહાલ ઝગમગતું રાખજે.
તપતા રણ વચ્ચે મૃગજળની ઉઠશે હેલી;
વિશ્વાસના હલેસે, આવશે વળતો પ્રતિસાદ.
અંતર ઝરૂખે વહાલ ઝગમગતું રાખજે.
નેહા બગથરીયા
****************************†********††*
NOG SS No :-0011
સાહિત્ય સરિતા
વિભાગ- પદ્ય- મૌલિક રચના
શબ્દ:- લક્ષ્ય/ ધ્યેય
શીર્ષક:- એ જ ધ્યેય…
બીજાના ખભે બંદૂક ફોડવા ઘણાં ખભા મળે ,
સાવજ છું આ દેશનો શત્રુનો નાશ એજ ધ્યેય.
મા ભોમની રક્ષા કાજે કાળજું કાઢી આપી દઉં ,
સ્વતંત્રતા કાજે બીજાનું વાજું વગાડું એજ ધ્યેય.
કુરબાન થવું છે તારી ચુંદડી રંગવાની આશાએ,
તિરંગી કફન ઓઢાડીને થાઉં વિદાય એજ ધ્યેય.
સત્તર તોપો ઝીલીને આઝાદ કરીશ મા ભોમને,
મા ભારતી તારા ચરણોમાં સ્થાન એ જ ધ્યેય.
ધરાનાં કણકણમાં ગુંજે આઝાદીનો ધબકાર,
માતૃભૂમિની રગેરગમાં દેશભકિત એજ ધ્યેય.
– મનોજકુમાર પંચાલ ©️ ‘મન’ પાલનપુર
*****************************************
NOG SS No : 0051
પ્રકાર: પદ્ય
વિષય: ધ્યેય,માર્ગ,લક્ષ્ય..
શીર્ષક: હે…..સખી !
હે….સખી
કલમ તારી ને
શબ્દો મારા અંતરનાં હોં !
હે….સખી
” ઉતાવળે આંબા
ના પાકેં” હોં !
હે….સખી
શાહી ખડિયો
રંગ બદલે હોં !
હે…..સખી
જીવનરંગ
મન સાવઁરો હોં !
હે…સખી
લોચન
અણિયારા હોં !
હે…..સખી
વાણીમાં
મીઠાસ ઘણેરી હોં !
હે….સખી
સંગીતનો સાથી
સૂર હોં !
હેં….સખી
જીવનમીત
પ્રીત ઘેલો હોં !
હેં…સખી
મારો ધ્યેય
મયુર માર્ગ હોં !
ઉર્વશી મહેતા
અમદાવાદ.