ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની સાત પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : સવાર.બપોર.સાંજ.રાત
..સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyadnews
NOG SS NO : 40
પ્રકાર : પદ્ય
શબ્દ : સવાર, બપોર, સાંજ, રાત.
શીર્ષક : સવાર, બપોર, સાંજ ને રાત;એ મુખ્ય માનવ જીવનકાળ!
સોળ કળાએ ખીલી સવાર,
અહો! રવિની શોભા ઝાકઝમાળ!
ગુંજે કલરવ ને વને શોભે પુષ્પો અપાર;
નવી આશ ઉગી આજ નિરાશા તું ટાળ,
ધોમધખતો તાપ ને બળતો બપોર;
ખરી પરીક્ષા આ તાપ થકી;ન જાતને તું પંપાળ,
જેમ-જેમ તપે ભાણ; એ ચઢે આભ અપાર,
એની પેર જો તપે મહેનત; તો પામશો રસથાળ,
તપ્યા બાદ જ અનુભવાય શાતા અપાર,
જેમ ખરા તાપ બાદ ઓપે આભે સંધ્યાકાળ,
આવે જો મીઠી નિંદ્રા રાત, જાણજે મહેનત સાકાર
સવાર બપોર સાંજ ને રાત એ મુખ્ય માનવ જીવનકાળ!
જીવનનાં મૂળ એ ચાર આશ્રમમાં કરીએ જો કર્મ નિર્ધાર,
મુક્તિ બંધનથી તો ઈશને હાથ; પણ ફેરો સફળ જાણજો તત્કાળ!
✍️વૈશાલી મહેતા.
********†***************************
[*NOG. SS No -0036*
*વિષય -સવાર, બપોર, સાંજ, રાત.*
*પ્રકાર – પદ્ય(કાવ્ય)*
*શીર્ષક -“જીવનસંધ્યા”*
*જીવનસંધ્યા*
*અદ્ભૂત રંગે રંગાતાં રહીએ,*
*જીવનસંધ્યા ખીલવતાં રહીએ.*
*હમણાં જ સવાર ને બપોર જોઈ,*
*મસ્તીથી ગોરજટાણું માણતાં રહીએ.*
*આરતીની મધુર ઝાલર રણઝણે,*
*ક્ષિતિજનાં આધારે તરતાં રહીએ*
*ઝંખના તો મધ્યાહને બહુ તપેલી,*
*ઈચ્છા નામે રમકડું તોડતાં રહીએ.*
*રંગરંગીન ખીલેલાં મેઘધનુષે,*
*ભીની મહેફિલ માણતાં રહીએ.*
*શ્વાસનાં ઝભલાં ઉતારતાં ઉતારતાં,*
*સ્વાગત રાતનું કરતાં રહીએ.*
*ભીતર ભવ્યતાં ને શાંતિ અસીમ,*
*પ્રેમે પારમિતા પ્રગટાવતાં રહીએ.*
✍🏻અરુણાબેન ત્રિવેદી
અમદાવાદ
*********†********†************#*###
NOG- સાહિત્ય સરિતા ગૃપ
NOG SS No.-0050
વિભાગ – મૌલોક રચના
શીષઁક – એક સાંજ મનગમતી
………………………………..એક અજાણ્યાં બોજ તળે, ઽરતી જાઉં..!
ઊગું છું ઉષાનાં સંગમાં હું..!
ચાંદને શરમાવાની તક મળે.. !
આંખલઙીમાં અજાણ્યાં થઈ
વસી ગયાં…!
ક્ષિતિજ , આકાશ ને ધરતીને ચુમે..!
એમ તમને કહું..!
મને મનગમતી સાંજ એક આપો ને…?
અણ ગમતું આયખું લઈ લોને..!
હવે થાય છે કે..!
કયાંક મુલાકાત સુંદર સાંજ આપોને…!
સમજીને સાંજ નીકળી..!
એક તલાશમાં..!
જાણે તમારા વિના સાંજ ઙૂસકું લઉં છું .!
સમી સાંજે દરિયા કિનારે જાશું.. !
દરિયા કિનારાની ભીની માટીની ખુશ્બૂ સાથે લાગણી બોલાવે..!
સંધ્યા કાળની લાલી લાગે
આકષઁણ..!
પીયું સંગ રમણિય લાગે ,
હાથોમાં હાથ ને ,
જાણે સાંજ કેવી કેસરવરણી..!
મારી તમન્નાઓને મારગઙો દેવા , કહેવા..!
શમણાં સાથે ભીઽના બાજીશ..!
એમ કહી ગઈ ..!
માણી લેજે આજ રંગીન સાંજ પિયું સંગ…!
સાથે પેલા આભ , ક્ષતિજ ને તારલિયા કહે .!
માણી લેજે પ્રેમથી..!
હોં કે, ના શરમાતી..!
રાગીની શુકલ”રાગ”
(મુંબઈ , કાંદિવલી.)
*********************************#####
NOG SS NO : 0065
વિભાગ : પદ્ય
શીર્ષક : કુદરતની કૃપા એટલે
સવાર, બપોર, સાંજ
કુદરત તારી કૃપા અપાર,
તમે આમને આપી છે સવાર, બપોર, સાંજ.
સૂર્યના કોમળ કિરણો,
જ્યારે પૃથ્વી પર પથરાય છે,
ત્યારે પશુ-પંખી માનવી,
મીઠા ગીતો ગાઈ સવારનું સ્વાગત કરે છે.
બપોરે સૂર્ય માથે હોય ત્યારે,
સૌ પોત-પોતાના સ્થાને આરામ ઝંખે છે.
સાંજ પાડતાજ સૂર્યની વિદાઇ થતા,
અંધારાનું આગમન થાય છે,
અને સૌ નિજ ઘરે પોહોચવા ઉતાવળા બને છે.
✍🏻હર્ષા શાહ
**************”*”””””””*”***************
: NOG. સાહિત્ય સરિતા 1.
NOG SS. NO. 0060
પદ્ય વિભાગ.
વિષય: સવાર, સાંજ..
શીર્ષક: કોઈ કોઈ.
આજની આ મૌન સાંજે ક્યાંકથી આવે કોઈ,
મુજ હૃદયને બસ પોતાનું જ ઘર ગણાવે કોઈ!
હું તો રહું છું યાદમાં સનમ તારી ખોઈ-ખોઈ,
આંસુ પણ ટપકી રહ્યાં છે આંખમાંથી કોઈ કોઈ!
મુજ હૃદય ભાવથી અજાણ તું સુખે જતો હશે સુઈ,
મારે અહીં તડપવું એકલું ને જાગવું રોઈ રોઈ!
આ વાદળી, વહાલમ વાત સાંભળતી નથી મારી,
તું જ કહે શું કરું એનું? થાકી હું તો કહી કહી!
વજનદાર લાગે છે ઠંડી હવાની વહેતી લહેરખી!
ભારેખમ લાગે કોઈ દિવસ તો વળી ક્ષણો પણ કોઈ કોઈ!
હું તો મારું સર્વસ્વ સજન બેઠી છું તારામાં ખોઈ,
તું પણ અશ્રુદીપ જલાવ મમ કાજે કોઈ કોઈ!
મેં તો તારા ધ્યાન માં લગાવી દીધી છે જિંદગી,
તું પણ મને યાદ કરીને ક્ષણ તો વિતાવ કોઈ કોઈ!
બુઝાઈ ગયા છે દીપ મારા તુજ મિલનની આશનાં,
પણ તોયે ઝબુકે છે ‘રોશની’ જ્યોતમાંથી કોઈ કોઈ!
– ભગવતી પંચમતીયા ‘રોશની’
*******************************†********
: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા (૧)
NOG SS No :0034
શીર્ષક : સમી સાંજ પર
સમી સાંજનો એ સમય,
ને, સરોવરની એ પાળ,
મારાં હાથમાં પરોવાયેલો પિયુનો હાથ!
ગૂંથ્યા’તાં કેટકેટલાં શમણાંઓ,
એ સમી સાંજ પર!
વણલખ્યા એ કરાર ને તકરારો,
સમય સરી ગયો એ સાંજનો,
વહી ગયાં વર્ષો ને વિસરાઈ ગઈ એ યાદો,
જામી ગયાં રેતનાં થર,
એ સમી સાંજ પર!
વર્ષો વિત્યાં છતાંય,
આજે પણ છે પરોવાયેલાં હાથ,
એ જ સરોવરની પાળ પર,
નવાં વચનો ને નવાં વાયદાઓ,
ન પૂરાં થવાનાં જે કદી,
એ સમી સાંજ પર!
એક સૂર્ય ઢળે નિત્ય ક્રમમાં,
મળે પરોવાયેલાં એ હાથ,
કાયમ વિરહ સહેવા,
એ જ સરોવરની પાળ પર!
એ સમી સાંજ પર!
— ડૉ. રેખા શાહ કચોરીયા
******************************************
NOG SS No: 0051
પ્રકાર: પદ્ય
શીર્ષક: આવ્યાં ફૂલોનાં રથડા…!
ફૂલોની ફોરમ ચારેય કોર,
આવ્યાં ફૂલોનાં રથડા…
સોનેરી સવાર સાથે,
આવ્યાં ફૂલોનાં રથડા…
ઘમ ઘમ ઘમ ઘૂઘરા વાગે,
આવ્યાં ફૂલોનાં રથડા…
હાથીડા શણગારિયા આજ,
આવ્યાં ફૂલોનાં રથડા…
ગૂંજતા શરણાઈઓનાં સૂર,
આવ્યાં ફૂલોનાં રથડા..
વલખાં મારતી નારીઓ,
આવ્યાં ફૂલોનાં રથડા…
ઢળતી સાંજે બાગની માંય
આવ્યાં ફૂલોનાં રથડા…
આવ્યાં ફૂલોનાં રથડા…
ઉર્વશી મહેતા
અમદાવાદ.