ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની છ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : સવાર.બપોર.સાંજ.રાત
..સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
સર્જક,લેખકો : રેખા શુક્લ, મીના મંગ્રોલિય, ઋતુંભર વિશ્વજીત,જિજ્ઞાસા યુ જોશી,દીપક જગતાપ,નાંથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyadnews
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG SS: 0089
પ્રકાર :: પદ્ય
શીર્ષક :: સવાર-બપોર-સાંજ
ચેતના આવી ખટખટાવે રે બારણાં ઝરુખે,
હેતે વધાવી એને લો રે ઓવારણાં ઝરુખે.
સવાર -બપોર-સાંજ સજી રોજ ઝરુખે,
કંકુ પગલાં પાડે સિંદૂરી સવાર ઝરૂખે !
ગઝલ બેઠી રિસાઈ શબ્દો સંતાય ઝરુખે,
માળામાં સૂતો ટહુકો નાગી પલગી ઝરૂખે.
રિસાયેલ કિરણો બપોરે વરસાદ ઝરૂખે !
પડછાયાથી ડરે આયનો હસતો ઝરૂખે.
સંવાદી નૈનોમાં પલળ્યાં ખ્વાબ ઝરૂખે,
ઉગમણી કોરે પ્હોં ફાટી અજવાસ ઝરૂખે.
સાંજ વળગી સૂર્ય બૂડે રાત પલળે ઝરુખે,
ઝૂકી ડાળીએ ગઝલ મહેકી નમણી ઝરૂખે.
—-રેખા શુક્લ
*****************************************
NOG SS N0:- 0032
વિષય:- સવાર, બપોર,સાંજ, રાત.
પ્રકાર:- પદ્ય
શીર્ષક: આજ અને કાલ
*આજ અને કાલ*
આજ અને કાલ વચ્ચે એક *રાત* ઊભી છે.
આપણી વચ્ચે એક હઠીલી વાત ઊભી છે.
નથી દવા નથી દુવા બસ એક આશ ઊભી છે.
આપણી વચ્ચે એક હઠીલી વાત ઊભી છે.
એક સુખ એક દુ:ખ વચ્ચે એક આંધી ઊભી છે.
આપણી વચ્ચે એક હઠીલી વાત ઊભી છે.
મળે સફળતા કે નિષ્ફળતા વચ્ચે આજ ઊભી છે.
આપણી વચ્ચે એક હઠીલી વાત ઊભી છે.
*સવાર* કે *સાંજ* વચ્ચે એક બળતી *બપોર* ઊભી છે.
આપણી વચ્ચે એક હઠીલી વાત ઊભી છે.
તારા અને મારા વચ્ચે એક દંભની દિવાલ ઊભી છે.
આપણી વચ્ચે એક હઠીલી વાત ઊભી છે.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ ..17/2/2021
**†*********************************†****
NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:સવાર/સાંજ/રાત*
*શીર્ષક:એક સાંજ*
🌅
🌞🌞🌞🌞🌞
જિંદગી છે ચાલ્યા કરે…!
*એક સાંજ* ઉગે ને આથમે..!
ભાગંભાગ અને ધમપછાડાવાળી જિંદગીમાં,
રોજિંદા કામોની ઘટમાળ ચાલ્યાં કરે,
ક્યારેક પરિવારને પણ વ્યવસાય આગળ મહત્ત્વ આપતાં રહો,
ઉછીની
*એક સાંજ* આપતા રહો…!
પૈસો અને વ્યવસાયમાં ગુમાવ્યું યૌવન,
પરિવાર ને સંબંધો વગર ગુમાવ્યાં સાવન,
ઘડપણમાં જોઈએ નમન, તો
કર સૌ સાથે આનંદગમન,
સૌની ઈચ્છાઓને માન આપ્યાં કરો,
ઉછીની
*એક સાંજ* આપ્યા કરો…!
જે આપશો તે જ પામશો,
ક્રમ દિસેએ કુદરતી,
ક્યારેક કુદરતનાં ખોળે પણ સમય વિતાવ્યાં કરો, કુદરતી અહ્લાદકતાં માણ્યાં કરો….
પોતાના માટે,
ઉછીની
*એક સાંજ* આપ્યા કરો….!
સાંજ તો સૂર્યની દિવસભરની સાધનાનું ફળ,
મનુષ્ય પણ ચાહતો દિનચર્યામાંથી વિરામ,
આનંદની હર એક પળ માણ્યાં કરો,
તો *એક સાંજ*
સ્વ જોડે પણ વિતાવ્યાં કરો…
ઉછીની
*એક સાંજ* પોતાની જાતને આપ્યા કરો…!
મૃત્યું એક સનાતન સત્ય,
આજ આવશે કે કાલ !
મૃત્યું પછીની એક સવાર કે એક સાંજ કેવી હશે?
આજની પળેપળ માણતાં રહો,
હસતાં રહો હસાવતાં રહો,
સૌને ઉછીની
*એક સાંજ* આપતા રહો…!
ઉગે એનુ આથમવું નિશ્ચિત,
જન્મે તેનું મૃત્યું
નિશ્ચિત,
નવી સવારમાં સૂર્યને આવકાર,
નવી સાંજ એ પ્રભુનો ઉપકાર,
માટે
આજમાં જીવતાં રહો…
નિજાનંદ માટે,
ઉછીની
*એક સાંજ* પોતાને જ આપતા રહો…!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
આણંદ.
**********************””******”*********
NGO SS NO-0091
પ્રકાર: પદ્ય બાળગીત
વિષય: સવાર બપોર સાંજ રાત
શીર્ષક: દિવસની ઘટમાળ
સવાર પડતાં સૂરજ ઊગે ઊંઘતા લોકો જાગે રે.
પંખીનાં મીઠાં ટહુકાથી દુનિયા આખી ચહેકે રે.
નાના બાળ નિશાળે જતાં હસતાં, કૂદતાં, રમતાં રે.
ગાયો ચરાવવા ગોવાળ જતાં મારગ ધૂળિયાં થતાં રે.
પનિહારીઓ પાણી જતી બેડલાં માથે લઈને રે.
મંદિરોમાં ઘંટ વાગે આરતી ધૂન થતાં રે.
અવર જવર લોકોની થતાં ચહલ-પહલ વર્તાતી રે.
ખેડૂત ખેતર ખેડવા જતો બળદ સાથે લઈને રે.
ભાભા બધાં પાદર જતાં વાતો મજાની કરતાં રે.
ડોશીઓ સૌ મંદિરે જતી ભજન કીર્તન કરતી રે.
આખો દિવસ કામ કરીને સાંજે પાછાં ફરતાં રે.
સૂરજ પણ થાકીને જતો એટલે રાત થતી રે.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
****************************************
NOG સાહિત્ય સરિતા
NOG SS NO :- 0090
પ્રકાર: પદ્ય
વિષય: રાત
શીર્ષક:રાત્રીનાં લઘુકાવ્યો/
…………………………
દીપક જગતાપ
…………………………
રાત્રી લઘુકાવ્યો/દીપક જગતાપ
(1)
રાત્રીનાં અંધકારમાં હું મારા અસ્તિત્વને
સાઇડ પર ઊતારીને સૂઈ જાઉં છું
મારો જ પડછાયો ઓઢીને..
(2)
હું
રોજ રાત્રે
આકાશમાં ટપકાં કરું
ને સવારે
એને કોણ ભૂંસી જાય ?
(3)
તારકોનું
નિચવ્યું તેજ
થઇ ગયો
સૂરજ અંધ!
(4)
શું
આગિયો
રાતપાળી કરતો હશે સૂરજનાં
સૂઈ ગયા પછીથી?
(5)
આખી રાત
કળીઓની અંદરથી
બહાર નીકળવા
મથામણ કરતો ભમરો
સવારે થઇ ગયો ખુદ ફૂલ!
(6)
રાત્રીનાં
નિઃશબ્દ
નિરવ
ગાઢ અંધકારમાં
મૌન
સળગી ઊઠ્યું!
…………………………
દીપક જગતાપ
*********†*****************************
NOG SS NO – 0068
વિભાગ – પદ્ય
શબ્દ – સાંજ
શીર્ષક – એ સાંજ હતી!
બે પ્રેમી પંખીડાની ડાળ પર વાતચીત ચાલું હતી,
ને મંદિરે ઝાલર વાગતી એ સમી સાંજ હતી.
બંનેની નજર એકબીજાને એકીટશે અમથું અમથું જોતી હતી,
ને પહેલી મુલાકાતની એ ખૂબ યાદગાર સાંજ હતી.
બંનેનો એકબીજા પ્રત્યેનો વહાલ જોઈ સાંજ મહેકતી હતી,
સૂરજના આ કેસરી અજવાળે આથમતી રંગીન સાંજ હતી.
ગાયો અને ભેંસોનાં ધણથી એ ધૂળ ઉડતી હતી,
ધૂળની ડમરીઓમાં ઉડતી રજથી ભરપૂર આછી સાંજ હતી.
ઘેરો નાદ સંભળાવતી એ માતાજીની પવિત્ર આરતી હતી,
મંદિરમાં થતી પૂજા માટે દીવો પ્રગટાવતી સાંજ હતી.
આ સાંજ પણ ‘ ચાંદ ‘ ને કંઇક કહેતી હતી ,
ખીલતી ચાંદનીથી ભરેલી એ અજવાળું કરતી સાંજ હતી.
કહે ” ચાંદ ” આ સાંજની ખુશી મારા વતી હતી,
રાત્રી થશે થોડી મોડી એટલે નિરાળી સાંજ હતી.
ખુશી મારા વતી હતી એ ભૂલ મારી હતી,
પોતાનો અલગ અસ્તિત્વ ધરાવતી એ અનોખી સાંજ હતી.
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ