ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની છ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
સભ્ય લેખક : હેમલતા દિવેચા,શીલા પટેલ,મનોજ પંચાલ,અલકા મહેતા,દિનકર જાની
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(
NOG SS NO – 0037
વિષય – પ્રેમપત્ર……
શીર્ષક – ઈશ્વરને પ્રેમપત્ર.
તા.13/02/21
હે….ઈશ્વર જોયો નથી,
તુજને પણ અનુભૂતિનો અહેસાસ…!
હે…ઈશ્વર હું તને શોધું છું,
ક્યાંક ને ક્યાંક….?
હું, સર્જન તારું,
તારામાં હું, મારામાં તું…!
દ્રષ્ટિ મારી, ના જોઈ શકે તુજને,
શોધો શીદને શોધું મંદિર.. મંદિર હું..?
ચક્ષુ આપ મને એવા,
જ્યાં નજર મારી પડે,દર્શન થાય તારા..!
છે, હર ક્ષણ સાથ મારે,
વિશ્વાસ મુજને અપાર…!
ઉતાર્યું સ્વર્ગ પૃથ્વી પર તે,
માણું નહીં, નથી એનું દુઃખ વ્યક્ત કરું…!
મારું મારું.. કંઈ નહીં મારું,
તારું તને અર્પણ કરું…!
વ્હાલથી વધાવું,
પ્રેમના આલિંગનથી….!
લાગણીની અભિવ્યક્તિ,
અંતરમનનાં કાગળ પર લખું..!
સ્નેહની શાહી, હેતથી વાંચી,
‘હેમ’ ને પ્રેમથી પ્રત્યુત્તર આપજો..!
સંવેદના મારી સમજે તું,
એજ અભ્યર્થના…!
હે…ઈશ્વર તું જ મારો પહેલો,
અંતિમ શ્વાસ, વિશ્વાસ ‘પ્રેમ’…!
હેમલતા દિવેચા.
**”””**************************************
[NOG SS No :- 0038
વિભાગ :- પદ્ય
શીર્ષક :- પ્રેમપત્ર
વર્ષો પછી મને યાદ તારી આવી છે,
લખું તને પ્રેમપત્ર હું ,તું એક મારી સાથી છે…!
તારી પાસે બધી યાદો સાચવી રાખી છે,
નિભાવી દુનિયાની રીત, ને તનેજ દૂર રાખી છે…!
દુનિયાએ આજે યાદ તારી અપાવી છે,
તે તો સાચવી પણ, મેં તને ભુલાવી છે…!
મારા પ્રેમની દુનિયા તે જીવતી રાખી છે,
હું તો એક શરીર છું ,તું મારું ધબકતું હૃદય છે…!
આજે મારા પ્રેમની કહાની તને કહેવી છે,
ના થઇશ તું નારાજ, હરપળ તું મારી પાસે છે…..!
તું મારી સહેલી ને તું જીવનસાથી છે
પ્યાર સાચો સમજીને કલમ ઉપાડી છે
મારું પોતાનું અસ્તિત્વ તારામાં સમાયું છે,
‘શીલા ‘ આજે પહેલીવાર પોતાને પ્રેમપત્ર લખે છે…!
✍️ શીલાપટેલ…”આકાંક્ષા”🌸ગાંધીનગર
******************************************
:NOG SS No – 0011
*સાહિત્ય સરિતા*
*વિષય:- પ્રેમપત્ર,પ્રેમની અભિવ્યક્તિ,પ્રેમનો એકરાર*
*વિભાગ- પદ્ય*
*પ્રકાર:-ગઝલ-રમલ છંદ*
*બંધારણ:- ગાલગાગા×૩, ગાલગા*
*શીર્ષક:- વાત જો તારી કરું…*
વાત જો તારી કરું તો દિલ હવે મુંજાય છે
પ્રેમમાં નિષ્ફળ થતાં તન મન જરા કરમાય છે.
સંગમાં તસ્વીર રાખીને ફરું પાગલ થઈને,
એક નફરતથી ભરેલી આંખથી ગભરાય છે.
હોઠ કરશે છે ,સાદ તારો એક આઇલવયુ ને,
પ્રેમમાં ડૂબી ગયાંનો અર્થ બસ સમજાય છે.
એમનાં એ ભેદભાવો ને દુવાઓમાં સ્મિત છે.
સુંદરીનાં ચેહરામાં ફકત દુર્ભાવ ભરમાય છે.
રંગમાં રંગાઈ જાવું, પ્રેમનાં એ હોજમાં,
સંગ તું ના હોય, તો કોરાં રહીને શરમાય છે.
સાંજ થાય ચાંદથી બદલી કલા હું દેખતો,
આશ બદલાય પૂનમનાં અમાસે ભરમાય છે.
પ્રેમનો થાતાં પરાજયમાં ઉદય મારો થાતો,
પ્રાસ ઇતિહાસનો મેળવતાં ‘મન’શણગારાય છે.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
*********************”***”****************
NOG SS NO. 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- *“`-:પ્રેમની અભિવ્યક્તિ:-“`*
હોઠ પર મૌનનું તાળું ભલે હોય,
એ આંખોમાંથી ય રેલાય છે.
પ્રેમ ક્યાં અભિવ્યક્તિ નો મોહતાજ છે?
એનો તો એક અલગ જ રૂઆબ છે.
ક્યારેક હૂંફાળો સ્પર્શ બની તો ક્યારેક મીઠી નજરોથી ઘાયલ કરી જાય છે.
પ્રેમ ક્યાં અભિવ્યક્તિ નો મોહતાજ છે?
એનો તો એક અલગ જ રૂઆબ છે.
હોઠ પર ભલે લજ્જાનો દાયરો હોય, લાખોની ભીડ હોય કે સમાજનો ચોકી પહેરો હોય,
પ્રેમ ક્યાં અભિવ્યક્તિ નો મોહતાજ છે?
એનો તો એક અલગ જ રૂઆબ છે.
એને જોતાં જ હૃદયનાં ધબકારા ચૂકી જાય છે,
માની લીધેલ તમામ મર્યાદાઓ તૂટી જાય છે,
પ્રેમ ક્યાં અભિવ્યક્તિ નો મોહતાજ છે?
એનો તો અલગ જ રૂઆબ છે.
જાદુ તો ત્યારે થાય છે કે, જ્યારે એના ભાવો મારી આંખોમાંથી દેખાય છે.
અજાણતાં જ એની હરકત મારી હરકત બની જાય છે.
પ્રેમ ક્યાં અભિવ્યક્તિ નો મોહતાજ છે?
એનો તો એક અલગ જ રૂઆબ છે.
પ્રેમની અભિવ્યક્તિ એ મનુષ્યોને જ મળેલું વરદાન છે?
કે અબોલ પશુઓની હરકતોથી પણ તે દ્રષ્ટિગોચર થાય છે?
વાછરડાંને પ્રેમથી ચાટતી ગાયમાં,
પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ છલકાય છે.
તો બચ્ચાંનાં મોંમાં દાણા નાંખતાં પક્ષીનાં રૂપમાં પ્રેમનું અનોખું રૂપ પ્રગટ થાય છે.
મેઘનાં આગમનની ઘડીએ નાચતાં મોરમાં પ્રેમનું પાગલપન દેખાય છે,
તો ચાતકની મેઘ પ્રત્યેની ચાહમાં,
પ્રેમમાં વિરહનો તલસાટ અનુભવાય છે.
ફૂલ પર ફરતાં ભમરામાં પ્રેમની રસિકતા દેખાય છે,
તો સાગરને મળવા અધીરી સરિતામાં, મિલનની પિપાસા દેખાય છે.
પ્રેમ એ માત્ર શાતા જ નહીં, પણ મિલન,વિરહ,તલસાટ જેવા અનેક રંગોમાં દેખાય છે.
ક્યારેક મીરાં જેવી શ્વેત ભક્તિ તો ક્યારેક રાધાનાં રંગોમાં રંગાય છે.
પ્રેમ ક્યાં અભિવ્યક્તિ નો મોહતાજ છે?
એનો તો એક અલગ જ રૂઆબ છે.
અલકા મહેતા
ગાંધીનગર
******************************************
NOG સાહિત્ય સરિતા
NOG SS NO :- 0090
પ્રકાર: પદ્ય
વિષય: પ્રેમની અભિવ્યક્તિ
શીર્ષક:.પ્રેમ એટલે..
…………………………
દીપક જગતાપ
………………………..
હું તને પ્રેમ કરું છું એટલે આઈ લવ યું નહિ.
બી માય વેલેન્ટાઈન પણ નહિ.
નહિ આપુ પ્રેમનાં પ્રતિક સમું ગુલાબનું ફૂલ પણ તને..
હું તને પ્રેમ કરું છું એટલે
તારા અસ્તિત્વનો સહર્ષ સ્વીકાર.
તારા માસુમિયત ચહેરા પર છલકાતો નિ:સ્વાર્થ પ્રેમનો અહેસાસ.
તારા હાથમાં હાથ મુકતાની સાથે જ સ્પર્શની ભાષામાં અનુભવાતો ઉષ્માભર્યો મુલાયમ પ્રેમનો અહેસાસ.
તારી આંખોમાં મૌનની ભાષામાં ઉકેલાતો સંવાદ.
પ્રેમની ભાષાનો ક્રમશઃ
અનુવાદ.
એકમેકમાં ઓતપ્રોત થયાનો સંવાદ.
અઢી અક્ષરનાં પ્રેમનો પહેલો અક્ષર વાંચ્યા વિના જ સમજાતો અર્થ એટલે તારા પ્રેમનો પર્યાય.
સમર્પણ, ત્યાગ અને બલિદાનની મૂર્તિરૂપમાં દેખાતી તું જ મારા પ્રેમનો પર્યાય.
મારા પ્રેમનું પ્રતિક પણ તું જ.
મારા પ્રેમની ભાષા પણ તુંજ. અને પ્રેમનો સંવાદ પણ તુંજ . પ્રેમનો અર્થ પણ તું.
અત્ર તત્ર સર્વત્ર તારા અસ્તિત્વનો અહેસાસ પણ તું જ
પ્રેમ એટલે
આઈ લવ યું નહિ
પ્રેમ એટલે
અક્ષત,અમાપ
અનંત બ્રહ્માંડનો
બ્રહ્મનાદ ..
……………………….
NOG સાહિત્ય સરિતા
NOG SS NO 0056
વિભાગ: પદ્ય
વિષય:-
શીર્ષક :- ” પ્રેમ ની અભિવ્યક્તિ ”
અસર છે મને તારા “પ્રેમ” ની,
હું સીધો થઇ ગયો.
જોયા છે તમને જયારથી,
“પ્રેમ” માં ડૂબી ગયો..
ચઢ્યો છે મને એવો,
રંગ તારા “પ્રેમ” નો.
હું તારો “પ્રેમી” થઇ ગયો…
અસર છે મને તારા “પ્રેમ” ની,
હું સીધો થઇ ગયો.
નશીલી આ નજરનો ,
મને નશો થઇ ગયો….
અફીણી આ અદાનો,
હું તો દિવાનો થઇ ગયો.
જોયા છે તમને જયારથી ,
હું બેકાબુ થઇ ગયો .
અસર છે તારા “પ્રેમ” ની,
હું સીધો થઈ ગયો.
લાગી તારી ધૂન મુજને,
હું તો માણસ થઇ ગયો.
હતો હું શું ! અને હવે ,
હું શું થઇ ગયો..
અસર છે તારા “પ્રેમ” ની,
હું તો દિવાનો થઇ ગયો.
લખી છે ગઝલ તારા નામ ની,
હું તડપતો થઇ ગયો …..
અસર છે મને તારા “પ્રેમ” ની,
હું સીધો થઇ ગયો..
*❤️” રંગીન કાગડો “❤️*
*❤️HAPPY VALENTINE’S DAY ❤️*
*દિનકર જાની*
*❤️રંગીન કાગડો ❤️*
*અમદાવાદ.*