સાઇકા મોબીલિટી હબ જે છેલ્લા ૨૫ વર્ષથી દિવ્યાંગો દ્વારા દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સંસ્થા છે.આ સંસ્થાના સંચાલકો શ્રી સમીર એસ.કક્કડ, રણજીત ગોહિલ, જાગૃતિ પટેલ અને સંસ્થાના અન્ય મેમ્બરો દ્વારા ભારતની સૌપ્રથમ અમદાવાદથી માઉન્ટ આબુ સુધીની દિવ્યાંગ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે.
આ રાઇડનું આયોજન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દ્વારા શરૂ કરવામાં આવેલ સુગમ્ય ભારત અભિયાનને અનુલક્ષીને કરવામાં આવેલ છે.અખિલ હિન્દુસ્તાની વિકલાંગ સંગઠન , અંધજન મંડળ,બંકીમ પાઠક,લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર,પ્રાજા ઇવેન્ટ અને ફાઇટ ફોર નેચર રાજસ્થાન જેવી સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આયોજિત આ રેલી દ્વારા સ્થપાનાર રેકોર્ડનો વલ્ડૅ રેકોર્ડ (ઇન્ડિયા) માં સમાવેશ કરવામાં આવશે.
તારીખ ૧૩/૦૨/૨૦૨૧ના રોજ સવારે ૦૭:૩૦ વાગ્યે ૫૦ દિવ્યાંગો અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ ખાતેથી વિદાય થશે જેમને RTO અમદાવાદ શ્રી બી.વી.લીંબાસીયા(GAS) તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવશે.તો સમયે દિવ્યાંગોના આ પ્રયાસને બિરદાવવા માટે અમદાવાદ, ગાંધીનગરની જનતાને ભાવભીનું આમંત્રણ છે.આપ આપના વ્યસ્ત સમયમાંથી થોડો સમય ફાળવી દિવ્યાંગ મિત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા જરૂરથી પધારો તેવી વિનંતી છે.
રિપોર્ટ:- મેઘલ ઉપાધ્યાય રાજકોટ