ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની છેલ્લે આપેલ વિષય ઉપર નવ પદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવે છે.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
સંચાલક શ્રી : પ્રદીપ રાવલ (ગાંધીનગર)
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ (વડોદરા)
*NGO સાહિત્ય સરિતા (૧)*
*NOG SS No. – 0039*
*વિષય – *પ્રાણ – પ્રકૃતિ, ટેવ – કુટેવ, પ્રસંશા*
*શીર્ષક – ઉત્તમ મૂલ્યો*
*પ્રકાર – પદ્ય – અછાંદસ*
*તારીખ -૨૯-૧- ૨૧*
*ગુરુવારે*
સર્જનહારનું કેવું સુંદર ને ઉત્તમ સર્જન માનવ!
મહામૂલો મળ્યો છે કેવો આ મનુષ્ય અવતાર!
દીપાવી લે સત્કાર્યોથી મનુજ અજવાળી લે ભવ તારો,
સજાવી લે જીવન, ઉત્તમ માનવ મૂલ્યો ધરીને!
સ્વીકારી લે મળ્યાં જેવા છે એવા સંબંધોને!
ના કર પ્રયત્ન લગીરે તું બીજાને સુધારવાનો,
બદલવી જ હોય તો તું બદલ તારી જાતને,
હકારાત્મક અભિગમથી જીતી લે માનવ મનને!
પ્રાણ સાથે જ જાય પ્રકૃતિ! વાત એ ખોટી ઠરાવી દે!
ઈશ્વરે રચિત અદ્વિતીય,અદ્ભૂત પ્રકૃતિને અપનાવી લે,
તારી ભીતરની પ્રકૃતિને સુંદર, ને સુશીલ બનાવી દે,
અન્યની કુટેવ જોવાની કુટેવ માનવ તું ભુલાવી દે!
હોય છે (કુટેવ) કોઈકને, પારકી પંચાત કરવાની!
હોય છે (કુટેવ) કોઈકને, ખૂબ ચંચુપાત કરવાની!
રાઈનાં પર્વતની જેમ વાતનું વતેસર કરવાની,
છોડ આ બધું ને પાડી દે ટેવ સ્વમાં લીન થવાની!
શણગારી લે જીવન તારું, સુંદર વિચારો થકી!
બનાવી દે સુંદર નજરને, આત્મવંચના દે ત્યાગી,
કરી લે પ્રસંશા કોઈના સુંદર,પ્રસંશનીય કામની!
સજાવી લે શબ્દોને તારા હકારાત્મક અભિગમથી.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*
અમદાવાદ
*****************************************
NOG SS No ; 0044
વિભાગ:- પદ્ય
પ્રકાર:- હાઈકુ
શબ્દ:- પ્રકૃતિ.
૧. ખીલે પ્રકૃતિ
આકર્ષાય ભ્રમર
કરે ગુંજન.
૨. વરસે મેહ
પ્રકૃતિ લીલીછમ
નયનરમ્ય.
૩. ખેડૂત પોઢ્યો
પ્રકૃતિ કેરે ખોળે
ઊતર્યો થાક.
૪. મગજ તેજ
પ્રકૃતિએ નરમ
દીસતી નાર.
૫. વરસે મેહ
પ્રકૃતિ લહેરાઈ
સુંદર દ્રશ્ય.
૬. ઝાકળબિંદુ
બિરાજે ઉપવને
પ્રકૃતિ દીપે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૨૯-૧-૨૦૨૧.
*****************************************
NOG. SS NO. 0060
વિભાગ: પદ્ય
પ્રકાર: અછાંદસ..
શબ્દ: પ્રકૃતિ.
શીર્ષક:
કારીગરી કુદરતની
વાહ! કુદરત શું વખાણ કરું તારી કારીગરીનાં,
મીઠા ટહુકા કેવી રીતે ભર્યા તેં પંખીઓનાં રવમાં….
કોયલડી ને કાગને બનાવ્યો તેં એક જ રંગે પણ,
કાગડો કર્કશ અને કોયલ-ટહુકાર મધ નીતરતા કરી દીધાં…
કેવી રીતે ભર્યા ફૂલોમાં ઊર્મિલ રંગ ને માદક સુવાસ,
કારીગરીનો આ કોઈ ન મેળવી શક્યું તાગ…..
કેમ બનાવ્યાં તેં અનુપમ આકાશી રંગો ને,
સૂર્ય – ચંદ્ર – તારા આભલે મઢી દીધાં.
કસબ તારો આ અચરજ પમાડે,
નથી આ હુન્નર કે ચતુરાઈ કોઈ પાસે ….
ભર્યા દાણાં દાડમમાં, ન દેખાય ક્યાંય સાંધો,
ને કઠણ નારિયેળની અંદર મીઠા જળ ભરી દીધાં.
ખારા દરિયાનું પાણી ઉલેચે વાદળી ને …..
વરસી ત્યારે તુજ કસબે સરોવર મીઠા ભરી દીધા!
પહોંચે ભલે ચંદ્ર – મંગળે માનવી,
પણ જીવન – મરણની કારીગરીએ તારી,
સૌને વામણાં કરી દીધા….
અદ્ભુત લીલા આ પ્રકૃતિ તણી,
બનાવી તેં ઈશ, ધન્ય સૌને કરી દીધાં….
-ભગવતી પંચમતીયા ‘રોશની’
******************************************
NOG SS NO – 001
વિભાગ – પદ્ય.
વિષય – પ્રકૃતિ, પ્રાણ,ટેવ…
શીર્ષક – ભવિષ્યની ભેટ.
સર્જનહારનું શ્રેષ્ઠ સર્જન પૃથ્વી,
પૃથ્વી તણો શણગાર પ્રકૃતિ….!
પ્રકૃતિ, જીવસૃષ્ટિનાં પ્રાણ,
પ્રકૃતિની ગોદમાં, ખીલ્યાં ફૂલડાં અપાર..!
મઘમઘ..મહેકે ધરા ખુશ ખુશાલ,
ઈશની, અનમોલ ભેટ માનવ કલ્યાણ અર્થે..!
કરીએ સંકલ્પ, કરીશું રખેવાળી સૌ સંગાથ,
સજજ, કરીશું ધરાને સ્નેહથી…!
પ્રકૃતિ, સજીવ માટે સૃષ્ટિનું સ્વર્ગ,
સ્વચ્છ, સ્વસ્થ, સમૃદ્ધ…
ભેટ ભવિષ્યને…..!
પ્રદીપ રાવલ (ગ્રુપ સંચાલક)
ગાંધીનગર : ૨૯/૧/૨૧..
*********************************†*******
NOG SS No. : 0034
વિષય : પ્રકૃતિ
વિભાગ : પદ્ય
શીર્ષક : ઓ સર્જનહાર
ઓ સર્જનહાર, કર્યું તે સર્જન અપરંપાર,
વિધ-વિધ રંગોથી કર્યાં પ્રકૃતિનાં શણગાર.
ઘૂઘવાટ કરતો રત્નાકર અફાટ લહેરાય,
મીઠાં જળ સરિતાનાં એની મહીં ઠલવાય.
સવારે થાય સૂર્યોદય ને થાય સૂર્યાસ્ત સાંજે,
નવાં રંગ ઋતુ-ઋતુનાં પૃથ્વીની શોભા વધારે.
લીલી વનરાજીઓથી હરિયાળા શણગાર થાય,
ક્યાંક વળી સૂકાં રણથી અવનિ પણ કરમાય.
રંગોની પીંછી છાંટીને સૃષ્ટિ બનાવી વિવિધરંગી,
ને વળી, નભમાં પણ રચાય ઈન્દ્રધનુષ સપ્તરંગી.
ઘડ્યું એક અલૌકિક પ્રાણી મનુષ્ય નામે,
નર-નારીની જોડ સરીખી આ પૃથ્વી ઉપરે.
મીઠાં માનવ સંબંધોથી મહેકાવ્યાં કુંટુંબ પરિવાર,
ઓ સર્જનહાર, કર્યું તે સર્જન અપરંપાર.
— ડૉ. રેખા શાહ કચોરીયા
***************************************
NOG SS No : 0065
પ્રકાર – પદ્ય
શીર્ષક – પ્રસંશા
પ્રસંશા એવું હથિયાર છે,
જેનાથી શત્રુ પણ મિત્ર બને છે,
સાચા લોકો પ્રસંશાનાં મોહતાજ નથી હોતા,
પ્રસંશા તમે કોઇની ના કરો તો કઇ નહીં,
પરંતુ કોઇની નિન્દા પણ ના કરવી જોઈએ.
પ્રસંશાને હંમેશા વિનમ્રતાથી સ્વીકાર કરવો,
તમે તમારુ સર્વોચ્ચ આપો,
તો દુનિયા તમારી પ્રસંશા કરશે,
પ્રસંશાથી કોઇ મહાન નથી બનતું.
✍🏻 હર્ષા શાહ
****************************************
*NOG SS No. 0048*
વિભાગ – પદ્ય
શબ્દ – પ્રશંસા, ટેવ-કુટેવ
*શીર્ષક – એ*
એ મને ગમતો, હું એને ગમતી,
મનને ન ગમતી કંઈક (કુ)ટેવો એની,
ખોટી પ્રશંસાઓનું વ્યસન એને,
એ વ્યસનને સિગરેટની ધ્રુમસેરમાં ફૂંકતો એ.
જીવનને ગણતો રમત શતરંજની,
ચાલ એવી ચાલતો એ,
મહોરું બનવાની આવડત એની.
ખુદને ડૂબાડવાંનો આનંદ માણે,
મોતને ભેટવા તત્પર હંમેશાં,
જિંદગીને હાથતાળી આપતો એ.
*પ્રકૃતિ ‘પ્રીત’*
*****************************************
NOG SS NO : 40
પ્રકાર : પદ્ય
શબ્દ : ટેવ
શીર્ષક : સારી ટેવ
કરીએ નહીં તો કાંઈ નહીં,
પણ નડીએ નહીં ; એ સારી ટેવ
સારું ન કોઈનું બોલી શકાય જો,
પણ; અપશબ્દો ન બોલીએ, એ સારી ટેવ
કંઈ આપી ન શકો તો કાંઈ નહીં,
પણ; કોઈનું છીનવી ન લઈએ એ સારી ટેવ
દિલ ન જીતી શકો જો; કાંઈ નહીં,
પણ; દિલ દૂભવો નહીં એ સારી ટેવ
કર લંબાવો નહીં મદદ માટે; ઠીક છે,
પણ પગ ખેંચો નહીં એ સારી ટેવ
ઘર્મ ન કરો તો કાંઈ નહીં,
પણ; કર્મ સારાં કરો એ સારી ટેવ.
✍️વૈશાલી મહેતા.
***************************************
NOG SS No : 0075
વિભાગ : પદ્ય
પ્રકાર : અછાંદસ
શીર્ષક : પ્રાણ-પ્રકૃતિ
પ્રાણ પ્રકૃતિ અદભૂત સંયોજન
સર્જે સૃષ્ટિ સમસ્ત,
ઘટ ઘટ અને કણ કણમાં ધબકે
અવિરત પ્રાણ વિશ્વસ્થ.
વિવિધ તંત્રો અને ચક્રો પ્રકૃતિ તણાં
જ્યાં જોઉં ત્યાં સર્વત્ર,
સર્જન અને વિનાશનો સતત ખેલ
નીરખી બની હું મુગ્ધ.
સતત ચાલતું લાસ્ય તાંડવ દ્રષ્ટા
દ્રશ્ય મહીં રમમાણ,
પ્રાણ ખેલૈયો ચાલકબળ પ્રકૃતિ
ઇશનું વ્યક્ત તત્વ.
કૌમુદી સોની
સુરત