ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની છેલ્લે આપેલ વિષય પૈકી નવ પદ્ય રચનાં આજથી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
સંચાલક શ્રી : પ્રદીપ રાવલ (ગાંધીનગર)
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ (વડોદરા)
NOG SS No :- 0078
પ્રકાર – પદ્ય
વિષય – પ્રકૃતિ
ઝાંઝવામાં ચાલવાનું ક્યાં સુધી ?
સ્વપ્નમાં પણ રાચવાનું ક્યાં સુધી ?
છાંયડાને મારવાનું ક્યાં સુધી ?
ઝાડને કહે કાપવાનું ક્યાં સુધી ?
ઓક્સિજન ઓછો થતો જશે,વિચાર
વન હવે તો બાળવાનું ક્યાં સુધી ?
ઘર વગર એક ક્ષણ વિચારી તો તું જો?
પંખીનું ઘર તોડવાનું ક્યાં સુધી ?
ડિજિટલમાં ફક્ત લિલોત્રી હશે
આવાં સુખને માણવાનું ક્યાં સુધી ?
એલીયન જેવા પછી દેખાવું છે ?
તો પ્રદૂષણ જોડવાનું ક્યાં સુધી ?
ઈશ્વરે સુંદર બનાવ્યું છે જગત
ક્રાંતિ કહી તે ભાગવાનું ક્યાં સુધી ?
સગપણો તો પ્રેમથી સચવાય છે
થીગડું તો ટાંકવાનું ક્યાં સુધી ?
એમ તારા કંઈક વર્ષો તો જશે ;
ધ્યેય કેવળ તાકવાનું ક્યાં સુધી ?
– શ્વેતા તલાટી
******************************************
NOG SS: 0089
શીર્ષક : પ્રકૃતિ
“હું જ આકૃતિ હું છું પ્રકૃતિ- લાવું પાછી સંસ્કૃતિ !“
નાનકડું આકાશ મારે ગજવામાં છો ભરવું છે
ઇગ્લીંશ વસ્તુઓનું પરદેશગમને છો તરવું છે
ભાગમભાગી મહામારીએ દીપ પ્રાગટ્ય કરવું છે,
પાકિટમાં લેક્ચર ભરી ગલુડિયાનું છો ડરવું છે.
પપ્પા સ્લોટર હાઉસ જેવું વાઇરસનું જ ફરવું છે .
જ્વલંત વને ભેંકાર એકાંતી રોજનું તે રડવું છે
કરૂણા ક્યારે ડેટિંગ કરશે માનવતાનું મરવું છે,
ધર્મના સંસ્કાર ઉગ્યા કર્મી સિધ્ધાંતનું જીવવું છે.
માંગી માંગીને મેં માંગી ‘સ્વચ્છતા”છું હું પ્રકૄતિ
મળશે હવે લાગે છે ‘સહકાર’ હું ને તું જ
પ્રકૄતિ.
દીધો લીધો વ્યવહાર ભળ્યો તહેવાર હું જ ‘આકૄતિ’
કરી ‘નમસ્તે’ કરીએ ‘સંવાદ’ સોણી ‘
“સભ્યતા’
આકૄતિ
વિશ્વ માંગે શાંતિ શુભારંભી દૈવી તત્વ છે
પ્રકૃતિ
સહચારી સંસ્કૄતિ સંગ પ્રસન્ન સંસ્કારી
પરિપૂર્ણ.
પ્રકૄતિ
— રેખા શુક્લ
********************************,*********
NOG SS No :- 0051
વિભાગ: પદ્ય
શીર્ષક: “પ્રકૃતિનાં ખોળે ”
સૃષ્ટિ પરનો જીવાત્મા,
પરમાત્માને આધીન રે..
સંસાર રૂપી સાંકળમાં,
બાંધી લીધો મુજને રે..
જીવન મોંઘેરુ લાગે,
મહેમાન બની આવ્યો રે…
પ્રકૃતિનાં ખોળે માથું મૂકી
નિરાંતની પળો માણી રે…
વિચાર, વિવેક સઘળી,
તારી મોહમાયા લાગે રે…
પ્રાણ-પ્રકૃતિનો સર્જનહાર,
તું એક જ હરિહર રે….
સફળ થાય જન્મારો,
હરિના ગુણ ગાય રે…
ઉર્વશી મહેતા
અમદાવાદ.
*********”***†***************************
NOG SS No-0091
પ્રકાર: પદ્ય
શીર્ષક: પૃથ્વી નો અરીસો
દાયકા પહેલાંનું રૂપ જોઈ પૃથ્વી પોતે હરખાતી.
કુદરતની એ દેન ઉપર મનોમન મલકાતી.
.
ખળખળ ખળખળ નદી વહેતી તરતાં જીવો મહીં.
સરોવર, નદી, ઝરણાં દોડી જાય સમુદ્ર મહી.
ચારે બાજુ પર્વત ડોલે, ડોલે ડુંગર વિશાળ.
એ ડુંગરો પર મોજ કરે છે માતા જગવિખ્યાત.
આજુબાજુ જંગલ ઝૂલે, ઝૂલે વેલા ને ઝાડ.
તેના ઉપર ઝૂલે પંખીઓ કરે કલરવ ગાન..
મોર નાચે, ઢેલ નાચે, નાચે વન ઉપવન.
નયનરમ્ય દ્રશ્ય જોઈને હરખાય માનવ મન.
પ્રકૃતિ સાથે પ્રણયમાં હરખાતો માનવ ગણ.
વડલાની વડવાઇએ બાળક ઝૂલા ખાય.
એ જોઈને “શુક”નું હૈયું ખૂબ ખૂબ હરખાય.
ચાંદો ચમકે, સુરજ ચમકે, ચમકે નભમાં તારા.
કિલ્લોલ કરતાં પંખીઓ નભમાં લાગે કેવાં પ્યારા?
રંગબેરંગી પતંગિયાને ભમરા ખૂબ ઊડે.
એને જોઈને ફૂલો પણ અભિમાને ચડે.
પવનનાં સુસવાટાથી ઝાડ ખલબલ થાય.
એ ઝાડની છાયા નીચે વૃદ્ધો બેઠાં દેખાય.
પનિહારી પાણી જાય, ગોવાળ જાય ચરાવા.
ગામ કે પાદરની નથી કોઈ પરવા.
ચોરાહે બેસીને લોકો કરતાં મનની વાત.
ખેતર મહીં બપોરે જાતાં રોટલાને ભાત.
લીલાછમ અનાજ થાય ને થાય ફળ ને શાક.
એ ખેતરનો મિજાજ જોઈને ન લાગે કોઈને થાક.
એકબીજાની સાથે મળી ઉજવાય ઉત્સવ તહેવાર.
ન કોઈ જાતિ ન કોઈ ધર્મ ન કોઈ ભેદભાવ.
સાત રંગોથી રંગાયેલી હતી મારી કાયા.
બગાડી દીધી દુનિયાએ લાવીને મોહમાયા.
સોળે શણગાર સજેલું રૂપ મારું વિચારું.
હાલમાં એને જોઈને દુઃખી થાય મન બિચારું.
ક્યારે પાછું મળશે મારું રૂપ એ વિચારું.
“શુક” કહે આ વાતને હું જ પહેલાં વિચારું.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
*****************************************
NOG SS No :- 0054
વિભાગ – પદ્ય
શીર્ષક : ઓ જગનાં કોહિનૂર!
વિષય : પ્રાણ પ્રકૃતિ પ્રશંસા ટેવ કુટેવ
વંદન કરું હું પ્રેમથી હે કોરોનાના! સાચા લડવૈયા,
આજે તમે જ બન્યાં છો, આખા જગતનાં ઘડવૈયા.
નથી ચિંતા કરતા તમારી કે તુજ પરિવારની ઓ જવાન વીર,
પ્રકૃતિનાં ખોળે દિનરાત ઊભા રહી બદલો છો લોકોની કુટેવ.
આજ ઘણા બંધ પડ્યા છે મંદિરો, ને તુજમાં દેખાય ભગવાન,
દિનરાત ખડે પગ ઊભા રહીને જોખમમાં મૂકો છો તમે પ્રાણ.
ઘણાં જોયા છે અમે આજ ફિલ્મી હીરો, સુપરસ્ટાર ને ક્રિકેટરો,
પ્રશંસા કરીએ એટલી ઓછી પડે, તમારી ઓ જગનાં કોહિનૂર.
વિજ્ઞાન ને સાધુ સંતો પણ થઈ ગયા છે કોરોના પર સાવ લાચાર,
પણ, પોતાની પરવાહ કર્યા વગર બીજાનો કર્યો છે તમે વિચાર.
કદીએ પણ નહીં ભૂલીએ અમે તમારા આ નિ:સ્વાર્થ ઉપકાર,
આજ ચારેકોરથી વાગી રહ્યાં છે ભાઈ જુઓને કોરાનાં વાર.
સપના શાહ *હની*
ગોધરા
******************************************
NOG SS No :- 0038
વિચાગ :- પદ્ય
શીર્ષક :- પ્રકૃતિ
થવા ગયો હોશિયાર માનવી આજનો,
નિયમ કુદરતનો ભૂલતો ગયો…!
શોધ્યા નવાનવા સાધન માનવીએ,
એની જાળમાં એ ફસાતો ગયો….!
ખોરવાઈ આજે ઋતુઓ કુદરતની,
નવાંનવાં રોગમાં સપડાતો ગયો….!
કરવાં ગયો બરાબરી કુદરતની,
જેણે બનાવ્યો એને બનાવા ગયો…!
પ્રદૂષિત કરી પ્રકૃતિ માનવે,
પ્રકૃતિને નુક્શાન કરતો ગયો…!
વરસી પડે વરસાદ ભર ઉનાળે,
ખેડૂત લાચાર બની જોતો રહ્યો….!
વાવો વૃક્ષ ને કરો પ્રેમ પ્રકૃતિને,
બચાવવા જિંદગી પ્રકૃતિને પ્રેમ કરવોજ રહ્યો…!
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
******************************************
NOG SS NO.0092
પ્રકારઃ- પદ્ય
શીર્ષકઃ- ટેવ-કુટેવ
જોને! મને ભૂલી જવાની તને કેવી ટેવ છે!
ને તારી સાથે વિતાવેલી દરેક પળોને, વાગોળવાની મને કુટેવ છે.
કદીક મારા શબ્દોથી ઘાયલ થઈ, નારાજ થવાની તારી ટેવ છે
ને બીજી જ પળે, તને મનાવી લેવાની મારી કુટેવ છે.
હજું તો સહવાસનો આનંદ માણું ત્યાં, તો દૂર ચાલ્યા જવાની તારી ટેવ છે,
ને નિત સ્મરણોમાં બોલાવી બસ! તારી જ સાથે રહેવાની મને કુટેવ છે.
પ્રીતની અભિવ્યક્તિને બદલે, મૌન રહેવું એ તારી ટેવ છે,
ને અસ્તિત્વનાં કણે-કણમાંથી પ્રીતના સંદેશા મોકલવાની મને કુટેવ છે.
અલકા મહેતા/ ગાંધીનગર
******************************************
NOG SS No – 0068
વિભાગ – પદ્ય
શબ્દ – પ્રાણ
શીર્ષક – એવું મને લાગે છે!
મારા પ્રાણ, તમારી સાથે મારું નસીબ જોડાયેલ છે એવું મને લાગે છે,
એમ તો હતી અજનબી પણ આજે ઓળખાણ હોય એવું મને લાગે છે.
મારા પ્રાણ, દરેક સફળ કામમાં તમારો સાથ હોય એવું મને લાગે છે,
આજે હું કંઈ પણ છું તો તમારા લીધે એવું મને લાગે છે.
મારા પ્રાણ, તમને મળ્યા પછી હાલ બેહાલ છે એવું મને લાગે છે,
ખરેખર ચેન તો તમારા દિલને પણ નહિ હોય એવું મને લાગે છે.
મારા પ્રાણ, ગઝલમાં કાફિયા ને શબ્દોની માયાજાળ હોય એવું મને લાગે છે,
અડવાંના ના હો અહેસાસને તો શબ્દોથી રમવું પડશે એવું મને લાગે છે.
મારા પ્રાણ, મારી લાગણીઓને મારાથી વધુ સમજો છો એવું મને લાગે છે,
તમે દૂર છો પણ સદા સાથે જ છો એવું મને લાગે છે.
કહે “ચાંદ” મારા પ્રાણને લખતાં લખતાં હું એમની જ દીવાની થઈ ગઈ,
જેટલી કવિતાઓ લખું એમનાં પર એટલી ઓછી છે એવું મને લાગે છે.
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ
******************************************
NOG સાહિત્ય સરિતા (1)
NOG S.S.No.0059
શબ્દ:-પ્રાણ,પર્કૃતિ-ટેવ-કુટેવ,
પ્રશંસા.
વિભાગ:- હાઈકુ.
શિર્ષક :-‘શબ્દૉ ત્રણ સૉનાના’ .
શિર્ષક.શબ્દો ત્રણ સોનાના
===============
હારેલી બાજી
જીતાઈ શબ્દોથી
પ્યારે’ પ્રશંસા.
મને તમને
ગમે સૌને શબ્દ
કહે શાબાશ.
વ્હાલી સૌની
હોય સાચી કે ખોટી
હોય પ્રશંસા.
બધા નારાજ
હોય જો મારામાં તે
ટેવ કુટેવો.
જાઈ નક્કી
મૃત્યું સાથેજ તે
પ્રાણ પ્રકૃતિ.
ટેવ કુટેવ
સાથે પ્રાણ પ્રકૃતિ
છૂટે મરણે.
હારે કે જીતે
વાપરો શબ્દો ત્રણ
કરો પ્રશંસા.
નથી ગમતી
કદી સજ્જન ને
ખોટી પ્રશંસા.
©️જયકાન્ત એસ ઘેલાણી.
‘ પ્યારે’. 29.01.2021.