ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની છેલ્લે આપેલ વિષય (સોગઠું,ચોપાટ,ખેલ) પૈકી છ પદ્ય રચનાઓ આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ (વડોદરા
*NOG : 006*
*વિષય : ખેલ, ચોપાટ, સોગઠું*
*શિર્ષક : જિંદગી એક ખેલ*
*ગઝલ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા*
જો તું માને ખેલ તો બસ ખેલ છે આ જિંદગી,
નાચવા તૈયાર હો તો ઢેલ છે આ જિંદગી.
સત્યથી ચાલો સદા તો ફૂલ સમ મ્હેકી જશે
કર્મ સાચા હોય ના તો મેલ છે આ જિંદગી
આમ તો આઝાદ થઇ ને તું ભલે ઘૂમ્યા કરે,
કૈક બંધન બાંધતી જો જેલ છે આ જિંદગી.
જો તમે ચાલ્યા કરો તો એ સદા ચાલ્યા કરે,
રાત – દી વધતી રહે એ વ્હેલ છે આ જિંદગી.
હોય આળસ તો વળી ખંડેર થઇ ઊભી રહે
મહેનતોની ઈંટ હો તો મહેલ છે આ જિંદગી.
*દિવ્યા એમ.પુરોહિત*
*”બંસરી”*
*****************************************
NOG SS NO: 0051
વિભાગ: પદ્ય
શબ્દ: ચોપાટ,ખેલ
શીર્ષક : “કુદરતની ચોપાટ ”
કુદરતની ચોપાટ ,
જીવનરૂપી પડકાર રે…
પાસા પલટે,
સમય કેરો સાથી રે….
ખેલ જગત ખેલે,
ન્યાય કુદરત આપે રે…
તિમિર સામે,
અજવાળાં કેરો પડકાર રે….
માનવીની ભવાઈ,
કુદરતની ચાલ રે….
કુદરત માનવીને,
કર્મોની સજા આપે રે…
સુખનો આધાર આપી,
દુ:ખનાં પહાડો બાંધે રે…
માનવીના આરામને,
પલમાં વેરી બનાવે રે…
કુદરતની શતરંજ,
ખુલ્લું આકાશ રે….
ઉર્વશી મહેતા
અમદાવાદ.
*******************************************
*NOG SS NO. – 0036*
*વિભાગ – પદ્ય (કાવ્ય)*
*શબ્દ -ચોપાટ, ખેલ*
*શીર્ષક- “ખેલું હું ચોપાટ”*
*ખેલું હું ચોપાટ*
*ખેલું હું રોજરોજ ચોપાટ ;*
*ચોપાટની છે ચાર-ચાર પાટ.*
*રમતની ગમત છે ભારે ;*
*વચમાં બિરાજે હરિ વિરાટ.*
*લાલ-લીલાં,પીળાં-કાળા સોગઠા,*
*રંગ-રંગની ખાઈએ લપાટ.*
*ચોર્યાસી ખાના ભવનાં ફેરા;*
*ચારેકોર પથરાય છે અફાટ.*
*કોડી કમાલે મચાવે ધમાલ;*
*વાહ રે, પ્રભુ જે લખે લલાટ.*
*જીતું યે હું ને હારું યે હું ;*
*મારાં જનમ-જનમને ઘાટ.*
*જિંદગી બાજી છે હાર-જીતની ;*
*વ્યોમની ચોપાટે સુંદર વણાટ.*
✍🏻અરુણાબેન ત્રિવેદી
અમદાવાદ
******************************************
NOG SS NO : 40
પ્રકાર : પદ્ય
શબ્દ : ચોપાટ
શીર્ષક : હસીને હારીએ, જીતીને મ્હાલીએ
રાતાં, પીળાં લીલાં ને કાળાં,
સોગઠાં જુઓ કેવાં રૂપાળાં!
ચોપાટ ઊપર ચઢવાં ખાતર,
થનગની રહ્યાં નખરાળાં,
પાસાં પડે તો ચઢાય ચોપાટે,
પઘડું પડે તો ફરાય પટમાં,
મરે ને મારે એકમેકનાં,
ચોપાટ જાણે ફેરવાઈ જંગમાં!
તોડ પછી જ સોગઠી બિરાજે ધામે,
ભોગવી કર્મ જ જવાય સ્વધામે,
ગાંડું એમાં પાછુ ઊંધુ ચાલે!
વગર વાંકે સૌને ઉડાડે!
ગાંડા ને કાંઈ હોય કોઈ ગામ?
તોડ કરો તો જ સિધાવે સ્વધામ!
કર કરે જો કર્મ સારાં,
પાસાં સઘળાં સવળાં તમારાં,
ખોટાં કર્મને પાસા અવળા,
સોગઠી મરે પળભરમાં!
ચોપાટનેય મૂળ ચોર્યાસી ખાના,
ને ફૂલડાં બાર ભૌતિક સુખનાં ખજાના!
સંસાર સઘળો રમી રહ્યો ચોપાટે!
બાજી તો ખરી હરિનાં હાથે,
હસીને હારીએ, જીતીને મહાલીએ,
છીએ સૌ નિમિત્ત માત્ર એ જાણીએ.
✍️વૈશાલી મહેતા.
******************************************
NOG SS No : 0075
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શબ્દ : ચોપાટ
શીર્ષક : ખેલ
ખેલ
પંચ તત્વનું મળ્યું છે પિંજર
ચૈતન્ય પંખી ચહેકતું,
મન માકડું બની મદારી તને
નિત નવાં ખેલ શીખવતું.
માંડે ચોપાટ તું હોંશે હોંશે,
રમવા નિશદિન રમત્યું(બાજી)
મુસ્તાક છે આ મરકટ મન,
નિત પાસા અવળા ફેંકતું.
સ્વાર્થ, પ્રપંચ,કપટની ચાલો
હિસાબ માંડી ચાલે,
કરશો તેવું ભરશો,
તેવી કર્મની નીતિ ના માને.
હોય હાર પણ, અંગ રમતનું
મૂળભૂત નિયમ ના સમજ્યું,
મન બાવરું તુજ પાસાં ફેંકે
જીતની ચડસે ચડતું.
વીતે આયખું આખું આમ જ
ખેલ, ચોપાટની સંગે,
હાર્યો જુગારી બમણું રમતો
જીત તણી એક આશે.
જીવન સંધ્યા ટાણે જ્યારે
વિદાય વેળા સમીપ,
પિંજર તડપે, વ્યર્થ ગુમાવ્યું
અદભુત ચૈતન્ય સંગીત!
કૌમુદી સોની
સુરત..23.01.2021
*******************************††***††***
NGO SS No.:-0032
વિષય:- *ખેલ*
વિભાગ:- પદ્ય
શીર્ષક:- *ખેલ*( પિકનીક)બાળગીત
તનમાં મસ્તી,
મનમાં ઉમંગ .
ટીનું મીનું ચાલો બધા એક સંગ.
આજે ઊડાવીશું લાલ લીલો પીળો પતંગ.
રમતનો *ખેલ* એ જાણે
દોરીનો લચ્છો અને દોરીનું પીલ્લું.
પતંગના પેચ અમે માણશું.
ઢીલ છોડીને લંગશ લડાવશું.
કાપ્યો કાપ્યો અમે કહીશું .
રમતનો *ખેલ* એ જાણે.
ચીકુ બીટુ વોલીબોલ રમતાં,
એની મજા એ માણે…
હસું રડું પછડાઉં અથડાઉં ,
રમતનો *ખેલ* એ જાણે
મીઠું તનુંતો બનાવે નદીની
રેતીમાં સપના નો મહેલ…
પાવડો , બાલ્દી લઈ એક અનોખી
મજા.
આનંદમાં આવી લીધી,
લિજ્જતદાર કોલ્ડ્રીંકની મજા
સજાવી છે,આરામ ખુરશીઓ
બેસવાને કાજ….
રમતનો *ખેલ* એ જાણે.
દરિયાઈ બીચ પર તરવાની મજા,
સરફીંગ બોર્ડ પર સવાર થઈ નીકળ્યો
હિંમતથી છોટુ.
ડરપોક પિંકી રબ્બર રીંગમાં ફસાણી.
કિનારે ઊભી નાનકી છબછબિયાં કરે.
રમતનો *ખેલ* એ જાણે
દરિયાની પેલે પાર રૂ જેવા વાદળાનાં
પોલ.
જોઈ જોઇ સૌ બાળક હરખાય…
રમતનો *ખેલ* એ જાણે.
🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️
મીના માંગરોલીયા મીનુ.
અમદાવાદ.
25/1/2021