the
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની છેલ્લે આપેલ વિષય (સોગઠું,ચોપાટ,ખેલ) પૈકી સાત પદ્ય રચનાઓ આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ (વડોદરા
NOG SS No – 0068
વિભાગ – પદ્ય
શબ્દ – ચોપાટ
શીર્ષક – જીવનની ચોપાટ!
દરરોજ અહીં રમાતો હોય ચોપાટ,
આ ધરતી પણ છે સપાટ,
સંબંધને લાગ્યા કરે દરરોજ કાટ,
આ તો છે જીવનની ચોપાટ!
સતાવ્યાં કરે દરરોજ એમની યાદ,
કોને કરું હું આ ફરિયાદ,
નથી દેતું કોઈ અહીંયા દાદ,
આ તો છે જીવનની ચોપાટ!
સોગઠાં લીલા,રાતા,કાળા,પીળા,
પુણ્ય,ક્રોધ,કર્મ,લોભથી હરિયાળા,
બધાનો છે કંઈક અલગ ઘાટ,
આ તો છે જીવનની ચોપાટ!
પૃથ્વી ફર્યા કરે ગોળ ગોળ,
ચોપાટમાં છે સોગઠાં કુલ સોળ,
પાંડવો હાર્યા કૌરવોની સામે ચોપાટ,
આ તો છે જીવનની ચોપાટ!
પૈસા માટે છે અહીં મારામારી,
રમતની ગમ્મત થાય છે અહીં,
પોતાની મૂડી તોય છીએ મોહતાજ,
આ તો છે જીવનની ચોપાટ!
ફેરા ફરવા છે લખ ચાર,
સહુને જવું એક જ ઘાટ,
ઘડી બે ઘડીનો છે સાથ,
આ તો છે જીવનની ચોપાટ!
પત્ની છે છતાં રાખે રખાત,
એ પુરુષ સૌથી છે પછાત,
કહે “ચાંદ” માર એક થપાટ,
મને નથી રમવી જીવનની ચોપાટ!
✍ નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ
*********************†*********************
NGO SS No :- 0015
વિભાગ:-પદ્ય
વિષય:- ખેલ
શીર્ષક:- ખેલ મદારી
દેખ તમાશા
ખેલ મદારી.
ખેલે અપના
ખેલ મદારી.
રંક કો કરદે
પલમે રાજા,
બનતા રાજા
કબ ભીખારી?
કોઇ ન જાને
અપની બારી,
ખેલે અપના
ખેલ મદારી.
લેખા જોખા
રખતા સબકા,
દેખે પલ્લા
કિસકા ભારી?
તોલન કરતા
બારી બારી,
ખેલે અપના
ખેલ મદારી.
મેહુલ ત્રિવેદી
ખેરાળી
************************†***************
NOG SS No :- 0082
વિભાગ- પદ્ય
શબ્દ- ચોપાટ
શીર્ષક: શતરંજ ની ચોપાટ
ખેલ દિમાગનો શતરંજનો,
પાસા આડા અવળા રમતાં.
હારમાં શમાણી જીતની રેખા,
ચોપાટ ગુંથી મનનાં મલકમાં.
પ્રતિદ્વંદીનાં ગજબ ભેજામાં,
સોગઠી મારી એક નજરમાં.
ખેલ મે કસ્યો મન દિમાગમાં,
અજબ બાજી લગાવી પળમાં.
હાવી થઇ ને કૂદ્યો ચોપાટે,
નિશાન સ્થિર કરી પલકમાં.
ધર્મ અધર્મ ત્યજી ખેલ ખેલ્યો,
બાજી ગોઠવી સમરાંગણમાં.
આટા પાટા ગરજે દિમાગે,
બાજ નજરથી ગરજે ચેષ્ટા.
જુગાર જીવનમાં ઘણો મોટો,
તાંડવ બનીને આંખે મલક્યો.
૦
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
*****************************************
NOG SS NO : 0001
પ્રકાર ; પદ્ય.
વિષય ; સોગઠું,ચોપાટ, ખેલ…
શીર્ષક ; જિંદગી એક ચોપાટ.
જિંદગી એક ચોપાટ….
સૌ કોઈ નાનાં મોટાં ખેલાડી….
રાજા,વજીર, ઘોડો પાસાઓ અપાર…
મારા પછી તારો,તારા પછી મારો…
આવે જરૂર વારો….
ચોપાટ રમે કોઈ, લૂંટાય કોઈ…
કૌરવો,પાંડવોએ પાસા ફેંક્યા…
ચીર, દ્રોપદીના લૂંટાયા…
યુદ્ધ રામ, રાવણ વચ્ચે થયું…
અગ્નિ પરીક્ષા, સીતાની લેવાઈ…
સૌ કોઈ જીત માટે જંગ લડે આયી હાર,
ને પણ જે ઉત્સવમાં ફેરવે…
એ જ સાચો ખેલાડી..
જિંદગીના ખેલ બધાં સર્જનહારના….
જીવમાત્ર એક પાસા સમાન…
પ્રદીપ રાવલ..ગાંધીનગર
**************************************
*NGO સાહિત્ય સરિતા ( ૧ )*
*NOG SS No :-.- 39*
*શબ્દ – સોગઠું/ ચોપાટ / ખેલ*
*શીર્ષક – જીવનખેલ*
*તારીખ — ૨૧-૧-૨૧*
*ગુરુવાર*
જીવન કેરી શતરંજબાજી,
હું રોજ રોજ જીતવા રમું,
સામે હોય ના કોઈ તોય,
એકલી એકલી જ રમું,
આવી જાય સોગઠા બની સંબંધો,
રમે એમનો દાવ,
મિત્ર સાથે રાખું મિત્રતા,
દુશ્મન સાથે ય દોસ્તનો ભાવ!
ધાર્યા પાસા ના પડે ત્યારે,
મારાં પ્યાદા પડતાં જાય,
જીતને આરે હારતી જઉં દાવ,
એ જીવન કહેવાય!
સમય ધારે તો જીતાડે,
ખીજાય તો ભોંયભેગા કરે!
એકાએક ચેકમેટ આપી દે!
માર એનો જોરદાર પડે!
હોવ માહેર તોય હંફાવી દે!
સમયનો મનમોજી તકાજો,
વિધાતાનાં હાથનાં સોગઠા સહુ,
રાખો સમયનો મલાજો,
બાજી ગોઠવી રિઝવે રમવા,
જિંદગી બની શતરંજ!
નીતિ નિયમો પ્રકૃતિએ રચ્યાં,
જીવન કેવું મનોરમ્ય!
હાર જીત ઉપરવાળો જાણે!
પારખીને લગાવે મહોર!
ચાલ ગમે તેવી ચાલો,
પોતાના જ હરાવી કરે તોર!
ઊંધું નાંખો તો પડે સીધું ને,
નાંખો સીધું તો થાય ઊલટું,
વિવશ છતાંય રમતા રહેવું ,
એને જ કહેવાય જુગટુ!
રમી લે તું તારી રમત આખી,
ખેલી લે સઘળાં દાવ,
હારવા છતાં જીવીને જીવન,
જીરવી લે જીવનનાં ઘાવ!
*પ્રફુલ્લા”પ્રસન્ના”*
અમદાવાદ
*************************************
*સાહિત્ય સરિતા*
*NOG SS No : 0081*
વિષય: ખેલ,ચોપાટ,સોગઠું.
પ્રકાર : ગદ્ય
શીર્ષક : ખેલ .
ખેલ એ તો જીવવા જરૂરી
એનાં વિણ તો ન વાત મધુરી.
હોય એ નટ ,બજાણિયા કે મદારી
જીવના જોખમે કે મર્કટ ,ભાલુ સંગે
ગમે સૌને ન જાણે કોઈ પીડા
એ તો પૂરે તેમના પેટનાં ખાડા.
ક્રિકેટ , ફૂટબોલ , વોલીબોલ કે હોકી
ગલીથી થઈ શરૂ ભરે ઉડાન વિદેશી
ખો-ખો, કબડ્ડી,લગોરી કે લખોટી
ચેસ,કેરમ,સાપસીડી ને ગંજીફો.
ખેલ કોઈ પણ નિયમ એક જ
. રમવું બસ રમવું પણ ન છેતરવું.
ખેલદિલી અને નેકીથી ઝૂકાવી
હરદમ ઉમદા ખેલી ખીલવું.
ખેલ એ તો જીવનનું અંગ
નિર્દોષ અને નિષ્પાપ
ઉંમરનો ન એને કોઈ બાધ
જીવતર એનાથી રહે રંગારંગ.
#માયા દેસાઈ
મુંબઈ । ભારત.
**********************************
NoG SS NO:004
*વિષય: સોગઠું, ચોપાટ, ખેલ*
*શીર્ષક: ખેલદિલી*
માંડ્યો ખેલ પાસાનો
ઉલટાં સુલટા પડ્યાંનો,
દાવ ત્યાંતો શકુનીનો
પ્રભુ ક્યો દાવ *ખેલદિલીનો*?
….માંડ્યો
ચાલ્યા બાણ પંડ સંગનો
ન ઈચ્છ્યા કર્મ કર્યાનો,
માર્ગ તે લાગ્યો કઠિણતાનો,
ખેલ હતો આ શૂન્યતાનો…
…..માંડ્યો
આંખોમાં હતો ભાવ પ્રણયનો
પાંચ પુરૂષની ભાર્યા હોવાનો
રતીભાર ન ડર ન અહંકારનો,
એક હાસ્ય સ્વર પરિહાસનો.
….માંડ્યો
ચડસાચડસી કરતા લાગ્યો દાવનો
ધર્મરાજ હાર્યા સર્વ દાવ પત્નીનો
હક હતો ત્યાં તો બીજા ચાર પુરૂષનો,
જીતવા ચોપાટ પર સોગઠાં ફર્યાનો.
….માંડ્યો
જંગ છેડાયું ને તવારીખ રચ્યાનો
ખેલ જ તો હતો વસ્ત્રાહરણનો,
ઈતિહાસ બદલાયો કરુક્ષેત્રનો,
સોગઠું કે ચોપાટ ખેલ જુગારનો.
…..માંડ્યો
જયશ્રી પટેલ
૨૧//૧/૨૧