ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની છેલ્લે આપેલ વિષય (સોગઠું,ચોપાટ,ખેલ) પૈકી સાત પદ્ય રચનાઓ આજે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ (વડોદરા
NOG SS No : 0086
શબ્દ. : ચોપાટ, પ્રણય
પ્રકાર : પદ્ય
પ્રણય ના ફાગ ખેલવાનું
શૂરાતન તો હવે ચડી ગયું છે.
એટલે જ ચોપાટ ખેલવાનું
શરૂ કરી દીધું છે.
સોળે સાન આવવાની તૈયારી છે.
વાન તો વારસામાં મળી ગયો છે.
બસ આ મૂછ નો દોરો ફૂટે
એટલી જ વાર છે.
આ નરબંકાની ઘોડી પણ
આજે તો તૈયાર છે
બસ સામે કોઈ મળે પદમણી નાર
એટલી જ વાર છે.
આજે શોધી લઉં લજામણીનો છોડ
હું સ્પર્શું અને એ શરમાય બસ
એટલી જ વાર છે.
આ આવ્યો ફાગણ ને લીધો કેસુડો
મેં હાથ માં,
બસ કોઈ સ્વાભિમાની મળે સામે નાર
એટલી જ વાર છે.
હવે તો છાતી પણ ગજ ગજ ફૂલે છે.
બસ કોઈ હાંફતી હાંફતી દોડી ને
વળગી જાય મારી છાતી એ,
એટલી જ વાર છે.
મૂછ ફૂટી , ઘોડી આવી ,
લજામણી સાથે આવ્યો ફાગણ
ફૂલી છાતી, ગોઠવાઈ ચોપાટ,
ત્યાંતો
પદમણી આવી ઘોડો લઈને,શરમાતી
મલક મલક મલકાતી, સ્વાભિમાની ને
પાછી હાંફતી હાંફતી .
હજી જોઉં છું હું ચકળ વકળ થઈને ત્યાંતો,
ચોપાટની બાજી મારી ઊંધી વળી ગઈ.
ઉપાડી લીધો મને બેસાડ્યો ઘોડા પર ને,
લઈ ગઈ પ્રણયના ફાગ ખેલવાં.
ઘનશ્યામ
કાંદિવલી
મુંબઈ.
******************************************
NOG SS No: 0089
પ્રકાર:- પદ્ય
શીર્ષક : પુરુષાર્થનું સોગઠું – વ્યોમ ની ચોપાટ
મનોરંજન છે જુગાર છે ,બનાવી લોકરમત તું રમે ચોપાટ,
આવ્યા પટમાં રમત રમવા ,ઇશ સામસામાં લઇ ચોપાટ.
તું બનાવે આધ્યાત્મિક બંધ આંખે જોવાનો ખેલ,
અમારે જિંદગીની ચોપાટે સોગઠાં જેવો હું વાહ રે ઇશવર વાહ રે!
ચાલ ચાલવાની મારે ને પાસા ફેંકતો તું કહેવાતો ઇશ,
બાજી મારતો તું શતરંજી જિંદગીની રમત લઇ ચોપાટ.
અણદેખ્યાં ક્યાંથી કરશું કરો જો મીઠા માઠાં નખરાં?
અલકમલકનાં રંગબેરંગી તો પણ પંછી માળે સરખાં.
કર્મનાં પાસાની ચોપાટ પણ હાર મંજુર કોને ગમે રે?
ભાગમભાગ જીંદગી સોગઠાં સંગ રમતિયાળ રે !
મીઠામધ ગાલ રૂપાળાં આ તે કેવા ગળપણ ભારે!
હા..હા મસ્તી-ધમપછાડા તો ય રૂડા સગપણ તારે.
પાણી પાણી નેહ ભીંજવે ભીના ભીના વળગણ જયારે,
છોડ માંગે પરવરીશ,વટવૄક્ષ બને છે બચપણ ત્યારે!
ભાગે પગેરું પકડાપકડી, પાણી પાણી ઘડપણ હારે,
યાદ ઝંખે ચશ્મીશ આંખુ, કરવાનું હવે પર્યુષણ મારે!
પેનપાટી લઈ પતંગિયા ઊડ્યાં સ્કૂલે છોડી બાળપણ રે,
મ્યુઝિકલચેરથી મોહિત ને ખો-ખો લાવે કળતર ભારે!
ગભરી ડૂબકીએ ગભરું હાસ્ય, કરે પાણીમાં ચડતર,
ડુસકાં ડૂમા હોંશ વિસાણાં, તુજ શરણનું જ ધડતર.
ગા,ગા, લ,લ,ગા છૂટે વ્યાકરણ સંખ્યા રમે સંતાકૂકડી,
કૂસ્તી કરી પાછળ કબ્બડી , હાંફી રમતી બારખડી રે!
અ આ ઇ ઈ ઓ ઔ અં અઃ ઉભી આડી અવળી નારે,
શ્લોક પધ્ધતિ ગોખે આંકડા, બ્રહ્માંડ ગુગલે વળી હારે.
સ્વયંમ અસ્તર સ્વયંમ નસ્તર ભાગતું સતત બચપણ રે,
સ્વયંમ બખ્તર સ્વયંમ તત્પર, ચોપાટે રહેતું બચપણ રે!
—-રેખા શુક્લ
************†****************************
NOG SS NO – 0091
પ્રકાર: પદ્ય
શીર્ષક: ભ્રષ્ટાચાર
દુનિયાનું એક મોટું દૂષણ, એ છે ભ્રષ્ટાચાર.
મનુષ્યનો એ બદલી નાંખે, આચાર ને વિચાર.
પૈસા ખાતર કરી ગોલમાલ, કરતો ઝાઝાં ખેલ.
રાજકારણના રોજ રમે નવાં દાવ ને પેચ.
દુનિયા આખીમાં, વધી રહ્યો છે આ ભ્રષ્ટાચાર,
સગા સંબંધી મિત્રો સાથી, કોઈનો નહીં વિચાર.
ચોરી દગો લાંચ રીશ્વત, એનાં બીજા નામ,
કરવું અમથું કંઈ નહિ, દેખાડે મોટા કામ.
યોજનાઓ મોટી બનાવે, કરે દેખાડાં બહુ,
ગરીબ પાસે આવે ત્યારે, કઈ વધે નહીં કહું.
આંબા આંબલી દેખાડે ને ,ખાઈ કેરી આખી,
ગરીબોનાં હાથમાં આવે, કેરીની નાની ગોટલી.
કાળું નાણું ધોળું કરવા, બનાવે મંદિર સ્કૂલ,
દાનપેટી ને ડોનેશનનાં નામે કરે બધાંને ફૂલ.
અનાથાશ્રમ ને હોસ્પિટલો બનાવે, બનાવે વૃદ્ધાશ્રમ,
વગર મહેનતે વાહવાહી લેવી, નથી કરવો શ્રમ.
થોડું કરી ઝાઝું દેખાડી, ખાવી મલાઈ બહુ,
ગરીબોને લૂંટી લે છે , ભેગા મળીને સહુ.
“ શુક “ કહે આ દુનિયામાં, આ દૂષણ છે બહુ મોટું
દુનિયાનો એ નાશ કરશે, એમાં નથી કંઈ ખોટું.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
જિજ્ઞાસા.યુ. જોષી
“ શુક “
******************************************
NOG SS. NO – 0026
વિષય – સોગઠું, ચોપાટ, ખેલ.
પ્રકાર – પદ્ય (ગઝલ)
છંદ – ગાલગા ગાલગા લગા ગાગા. ખફીફ છંદ.
શીર્ષક – ચોપાટ.
ખેલ ચોપાટનો તું માંડી જો!
સોગઠી તું સમયની ચાલી જો.
જિંદગી તાલ પણ પૂરાવી દે,
હાથમાં સોગઠી તું ઝાલી જો.
રોજની હો વ્યથાઓ, દુઃખો સૌ,
ઊભરે એ બની સવાલી જો.
કેવી ચોપાટ આ બિછાવી છે?
જાય એનાં છે હાથ ખાલી જો!
ખેલ કુદરતનાં જો તું સમજે તો!
તે પછી આયખું ઉજાળી જો!
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
————;;;;;;————_———————————-
NOG SS No: 0044
વિષય:- સોગઠું, ચોપાટ,ખેલ.
પ્રકાર:- પદ્ય.
શીર્ષક:- શતરંજ.
માણસના ચલાવ્યાં ચાલે,
શતરંજ કેરાં મહોરા.
હાર-જીતનો ગમ નથી,
ખેલ પતે રહેશે ભેળાં.
માણસ, ભૂલી સંબંધ,
ખેલ ખેલે સંબંધમાં.
અટપટી ચાલ ચાલી,
પછાડી, લેશે આનંદ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૨૦-૧-૨૦૨૧
****************************************
NOG SS No :- 0054
વિભાગ – પદ્ય
વિષય – ખેલ
ચાલે નહિ મરજી પોતાની તોપણ ખેલ જીવનનાં રમી આવ્યા!
રસ્તે ચાલવા જીવનનાં ઝેરનાં સ્વાદ એ ચાખી આવ્યાં!
શું કામ કરવાની આવી મઝા જીવન મરણની!
હાથની લકીરને જ્યારે માનવી બીજાને બતાવી આવ્યાં!
ક્યાં ચાલે છે મરજી જીવનનાં ખેલમાં તોપણ સૌ રમી આવે!
મઝા ઝેરનાં સ્વાદના માનવી ખુદ ચાખી બતાવે!
આવી મઝા શું કામની આ જીવન મરણની!
જ્યારે માનવી હાથીની લકીરોને બીજાના હાથે સોંપી બતાવે!
સપના શાહ
ગોધરા
******************************************
*NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:સોગઠું/ખેલ/ચોપાટ*
*શીર્ષક:સંબંધોની શતરંજ*
♟️🎯♟️🎯♟️
સૌ કોઈ ખેલતા રહેતાં
સંબંધોના ઉટપટાંગ આટાંપાટાં,અટપટા…!
રમતા રહેતા
કાંણી આંખે
આંધળા પાંટા…!
બિછાવી
ખોખલા સંબંધોની
શતરંજનાં બિછોના…!
રાજા,રાણી,વજીર,
હાથી ,ઘોડા,ઊંટ ને
બની પ્યાદા…!
રીતસરના રમતાં રમત જ,
*ન કમ ન જ્યાદાં*…!
હેશિયતથી પાર કરતાં ઈરાદા,
બની સંબંધોની શતંરજનાં પ્યાદા…!!
આગળપાછળ,
ઉપરનીચે,
કાવાદાવા,
કાળાધોળાં,
પકડમપકડી,
ખેંચમ ખેંચ,
ને વળી ક્યાંક વળીક
ધોબીપછાડ…!
તું ઉપર ચઢ, ને
હું તને પાડું…!
હું ઉપર ચઢું ,ને
તું મને પછાડું…!
જાણીજોઈને
છેતરતાં…!
અને
તો ય પાછો ખુદ છેતરાયાનો ડોળ કરતાં…!
મારી લીટી રાખું સીધી ને લાંબી…!
પણ તારી લીટીમાં
મારૂ ગુલાંટી…!
હજુય ઠેર ઠેર રામાયણ ને મહાભારત ઘેર ઘેર ભજવાતી….!
આજની તારીખમાંય શતરંજની બાજી
દરેક ઘરોમાં લગભગ
રોજ બિછાતી…!
એજ સંબંધોના આટાપાટા કરતાં રહેતા ગુંચવાડા…!
હજુય ઘણાં વડીલો
સ્થિતપ્રજ્ઞનો ડોળ કરી ભરતાં રહેતા
ખર્રાટા…!
લગીરે ય ક્યાંય કશો
ફેર ન વર્તાય…!
સૌ આડા,ઊભા ને ત્રાંસી ચાલે જ ચાલતાં…!
એયને બની નફ્ફટ
શાંતિથી આખી શતરંજની રમતને
ટેસડાંથી માણતાં…!
ના જીતતાં,
ના હારતાં…!
સ્થિતપ્રજ્ઞતાનો ડોળ કરતાં…!
*બળતું ઘર કૃષ્ણાર્પણ*
અધૂરી શતરંજે
સંબંધોની બાજી છોડી ભાગતાં..!
સંબંધોની શતરંજમાં
બિછાવેલી બાજી કરો પૂરી..!
બનો શતરંજના અઠંગ ખેલાડી…!
નહીતર કહેવાશો અનાડી…!
લોકો ચાલી જશે ચાલ,
બનાવી તમને જ ઢાલ…!
તમે સમજશો એને જ સંબંધ,
પણ એ વહેમ તમારો
નહીં રહે અકબંધ…!
સંબંધોની શતરંજમાં
ફાવ્યાં એ જીત્યા છે,
બાકી તો જીતવાનો ફાંકો રાખીને પરાસ્ત
જ થયાં છે…!
♟️👍🏻🎯👍🏻♟️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
નોંધ : આજે પ્રસિદ્ધ થયેલ સાત રચનાઓ માં વિભૂતિ બેન દેસાઈ તેમજ અંજનાબેન ગાંધી ને ભૂલો વિનાની રચના બદલ નિર્ણાયક શ્રી જયશ્રી પટેલ દ્વારા તેમને તેમના ફોટા માં ગુલાબ મૂકી ગ્રુપ વતી સન્માન કર્યું છે..
આજે ગ્રુપ માં અલકા મહેતા.ગાંધીનગર..નવા સાહિત્યકાર નું આગમન….તેમને NOG SS No : 0092
નંબર ફાળવવામાં આવ્યો..
ગ્રુપ વતી ખૂબ ખૂબ અભિનંદન….
સંચાલક.આયોજક : પ્રદીપ રાવલ