જન ફરિયાદ દેશ વિદેશ,ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક,ન્યૂઝ પોર્ટલ,લાઇવ ચેનલ,સાહિત્ય સરિતા માટે સંપર્ક : વોટસ અપ કોલીંગ : 9824653073.www.janfariyadnews.com
📰 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની આઠ પદ્ય રચના નીચે મુજબ છે.જન ફરિયાદ.ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક અખબાર,ન્યૂઝ પોર્ટલ,ન્યૂઝ લાઇવ ચેનલ માં આપના સમાચારો ઓડિયો.વિડિયો મોકલવા તેમજ સાહિત્ય સરીતા ગ્રુપ માં મેબાર થવા સંપર્ક સાધો.janfariyadnews ચેનલ ને suscribe,share,like કરી આપના મોબાઈલ માં બધા જ સમાચારો જુવો.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
પદ્ય વિભાગ
NOG SS No :- 0001
વિભાગ – પદ્ય.
શીર્ષક – સંબંધો.
અજાણતાં જ અમે સંબંધોના વાવેતર કરી બેઠાં…!
તમે લાગણી બની વર્ષો, અમારી શ્રદ્ધા તળે..!
સબંધોને, આંખની પલકો પર બેસાડી રાખ્યાં અમે,
ખૂલ્લી આંખે સ્વપ્ન સજાવી બેઠાં અમે….!
જીવન બાગમાં સંબંધોને સંભાળવા,
માળી બની કંટકો ચૂંટતાં રહ્યાં અમે….!
મીઠાં જળથી સીંચવા સંબંધો અમે,
જગતની ખારાશ ઉરમાં સમાવી બેઠાં અમે..!
સંબંધોની મહેકાવવા અમે,
સંપૂર્ણ સમર્પણ, સ્વીકારી બેઠાં અમે…!
સંબંધોને ‘હેમપ્રદીપ”ના ઝૂલે ઝુલાવવા,
મૌન રહી સ્નેહની બાજી હાર્યા અમે…!
યાદ કરશો, મારા ગયાં બાદ એ દોસ્તો,
‘દીપ ‘ પ્રગટાવી જાત જલાવી ચાલ્યાં અમે…!
પ્રદીપ રાવલ…
ગ્રુપ સંચાલક..ગાંધીનગર
******************†*”**””””**************
NOG SS NO- 0037
વિષય; પદ્ય.
શીર્ષક ; હું પતંગને તું દોર.
રંગીન કાગળ,રંગીન દોર,
રંગોથી રંગીલું મારું જીવન,
દોસ્તી, આપણી ગાઢ,
દિલમાં, છેદ કરીને રહું,
હું, પતંગને તું દોર….!
ચાર, ખૂણા,ચાર દિશા,
ચાર, દિવસની મારી જિંદગી.
શ્વાસ, મારા તુજમાં સમાયા…!
જીવન મારું, પવનની એક લહેર,
મસ્ત, બની ગગને વિહરું…..!
તારી ખુશી માટે, લુંટાવાનો,
પણ, મને અદકેરો આનંદ…..!
જીવન મારું એક સંદેશો,
ઊંચેરા આભે અડી આવું,
તારલાની, ચુંદડી ઓઢી,
ધરા પર પથરાઈ જાવું…!
અંતિમ, શ્વાસની સુંગંધ,
છોડી, દોર સાથે,
હસતે મુખડે,ભોં, માં ભળી જાવું,
કદી, ના છોડવાના બોલ,
હું પતંગને તું દોર….!
હેમલતા દિવેચા.જૂનાગઢ
**†*******************†*†*************
ઉત્તરાયણ નિમિત્તે –
NOG SS No ; 0078
પ્રકાર – પદ્ય (વ્યંગ ગઝલ)
શીર્ષક – દાવપેચ
ગગનમાં જો પતંગોએ લડાવ્યા છે મજાના દાવપેચ;
ધરા પર હાય! લોકોએ જમાવ્યા છે મજાના દાવપેચ.
પતંગને જો ગણું માણસ ને જીવન દોર, શું કહું એ વિષે?
પ્રભુએ પણ રમત જોવા ઘડાવ્યાં છે મજાના દાવપેચ.
પતંગ કોઈનો કાપીને પિપૂડાં પણ ઘણાં નાચ્યાં હસ્યાં;
બીજાને કાપી હસવા લે કરાવ્યા છે મજાના દાવપેચ.
જો કાચી દોર રાખે તો કપાયજ જાય, એ તો એવું ભઈ;
કે નબળાને દબાવવા અહીં બનાવ્યા છે મજાના દાવપેચ.
બધાની છે નજર ઊંચા પતંગ પર, એવું અદ્દલ જોઈ લે;
પટકવા ઊંચે ચડતાંને રચાવ્યાં છે મજાના દાવપેચ.
ચડે નહિ તો લગાડે પૂંછડી કે ફુદ્દી ને ખેંચે પછી;
ઘણાંનાં ખેંચવા ટાંગો ચગાવ્યાં છે મજાના દાવપેચ.
પહેરી ટોપી ને ગોગલ્સ લૂંટ્યા છે પતંગો કેટલાં?
જો ત્યાં પહેરાવવા ટોપી સજાવ્યાં છે મજાના દાવપેચ.
એ કાય્પો છે, લપેટો ઓય “શ્વેતા” ઓયઓયે એમ કહી;
ઉતારે ફીરકી તેથી લગાવ્યા છે મજાના દાવપેચ.
– શ્વેતા તલાટી
**************************************
*NOG SS No – 0011*
*સાહિત્ય સરિતા*
*શબ્દ- ઉતરાયણ*
*પ્રકાર- મૌલિક રચના- ગીત*
શીર્ષક : આવી છે ઉત્તરાયણ
આવી છે ઉત્તરાયણ, રંગીલી ઉત્તરાયણ,
પતંગ દોરીથી રંગીલો બનાવીએ તહેવાર.
સવારે અગાશીએ ચડીને પતંગ ચડાવીએ,
તલ, સીંગની ચીકી ખાઈને કરીએ તહેવાર.
એ કાપ્યો છે ને એ લપેટની બૂમો પાડીએ,
શેરડી, બોરની જયાફતથી કરીએ તહેવાર.
સવારે ને સાંજે પંખીઓ ઊડી રહ્યાં ગગનમાં,
એ સમયે પતંગ કદી ન ચગાવી કરીએ તહેવાર.
ગાયને ઘાસ અને કૂતરાંને લાડવા આપીએ,
દાન ધર્મ કરીને આપણે સૌ ઉજવીએ તહેવાર.
પેલો સૂરજ દોડે છે આ કર્કવૃત્તથી મકરવૃત તરફ,
ડીજે ને ફટાકડાંની ધૂમધામથી ઉજવીએ તહેવાર.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
************†********************†
NOG SS No :- :0051
પ્રકાર: પદ્ય
શબ્દ: *મીઠાશ/સગપણ*
શીર્ષક:” *સગપણની મીઠાશ ઘનેરી રે”!*
આંગણે અવસરની હેલી સખી,
સગપણની મીઠાશ ઘનેરી રે…
વાજા વગાડાવો રાજ,
સગપણની મીઠાશ ઘનેરી રે…
મ્હેંદીનો રંગ અનેરો આજ,
સગપણની મીઠાશ ઘનેરી રે…
ગોળ-ધાણા વહેંચ્યા સગપણમાં રાજ,
સગપણની મીઠાશ ઘનેરી રે….
ચિત્તલડાની ચુંદડી ઓઢોડી રાજ,
સગપણની મીઠાશ ઘનેરી રે….
ભાગ્યનો ભરથાર મળ્યો સખી,
સગપણની મીઠાશ ઘનેરી રે….
વાલમનું આંગણું શોભે આજ,
સગપણની મીઠાશ ઘનેરી રે…
મનનો મોરલિયો ટહુકયા કરે,
સગપણની મીઠાશ ઘનેરી રે….
સાચું સગપણ પ્રીત પિયુનું સખી
સગપણની મીઠાશ ઘનેરી રે….
ઉર્વશી મહેતા
અમદાવાદ.
**********************†***************”
NOG SS No : 0075
સાહિત્ય સરિતા
પ્રકાર : પદ્ય (બાળગીત)
વિષય : ઉત્તરાયણ
શીર્ષક :* બાળારાજાની ઉત્તરાયણ*
આજ ટોળી જમાવીને જઈશું ધાબે
ભાઈ, ઉત્તરાયણ છે!
પપ્પાજી લાવ્યા છે ઢગલો પતંગો
ભાઈ, ઉત્તરાયણ છે!
ફોઈએ મોકલાવ્યો છે સુરતી માંજો
ભાઈ, ઉત્તરાયણ છે!
ભાઈલો લાવ્યો છે કેપ અને ગોગલ્સ
ભાઈ, ઉત્તરાયણ છે!
બહેની મારી ફીરકી છે ઝાલવી તારે
ભાઈ, ઉત્તરાયણ છે!
પવનને તાલે મારી ઉડતી પતંગ
ભાઈ, ઉત્તરાયણ છે!
થવાય ઉદાસ ના પતંગ કપાતા
ભાઈ, ઉત્તરાયણ છે!
વાગે છે ધાબે પાવા પીપૂડાં
ભાઈ, ઉત્તરાયણ છે!
શેરડી, બોર અને ચીક્કીની પાર્ટી
ભાઈ, ઉત્તરાયણ છે!
મમ્મી બનાવે છે ઊંધિયું જલેબી
ભાઈ, ઉત્તરાયણ છે!
નાચીશું સાંજે ડી જે ને તાલે
ભાઈ, ઉત્તરાયણ છે!
પંખીડાં ઉડજો આજે સાચવીને આભે
ભાઈ, ઉત્તરાયણ છે!
માણો સૌ મોજ કરો મસ્તી ભરપૂર
ભાઈ, ઉત્તરાયણ છે!
કૌમુદી સોની
સુરત
NOGસાહિત્ય સરિતા
******************************************
NOG SS No :– 0050
પ્રકાર – કવિતા
તા. 14 /1 /2021
વિષય – ઉતરાણ
શીષૅક –
ઉતરાયણ પતંગોની..
…….. …. ……….
હવે તો પહેલા જેવી ઉતરાયણ કયાં રહી છે…!
પેલી મમરાનાં લાડુંને તલની ચીકીની મીજબાની…!
એમાં ગુપ્ત રાખીએ પૈસો
ને ખાવા માટે કરીએ ઝગડા ઝગડી…!
હવે કયા પહેલા જેવી પડે ઠંડી..!
નથી લોકો હવે બનાવતા
ડબ્બા ભરીને મમરા ,
તલ , સૂકામેવાની ,
દાળિયાની ચીક્કીઓ….!
નથી ભરાઈ જાતું આકાશી ગગન રંગબેરંગી
પતંગેાથી…!
કારણ કે…છૂટ્ટી થઈ ગઈ બંધ ,ઉતરાયણની…!
ને વળી આ વખતે તો કોરોનાનો મહા કેર..!
ન મને ,કમને પણ
જાવું પડતું ઓફિસ…,
પછી કયારે કરીએ ઉતરાયણની મજા….!
હવે વાસી ઉતરાયણમાં પણ કયાં દમ છે…!
ઓરમાયું જેવું વર્તન કરાય…!
જાણે પ્રસંગ પતી ગયોને
ખુરશી ટેબલોની અફડાતફડીમાં…!
ઠેર ઠેર પતંગના ટૂકડા
ફાટેલી પતંગ,ધાગાના લચકા ગુંચવાયેલા…!
કોઈ પંખી દોરીમાં ફસાયેલું કયાં…!
ધાબેથી લટકતો પતંગ વગેરે કયાંક ક્યાંક જોવા મળે…!
પેલો પવન છે ને ખૂબ ભાવ ખાય છે…!
ભાગ્યે કોઈ પતંગવીર સફળ થાય…!
ઉતરાયણ પર જે ઉલ્લાસ જોવા મળે એ વાસી ઉતરાયણમાં કયાં ?
ઓટ જ જોવા મળે છે…!
પણ કાપજો બુરાઈની પતંગ..!
પ્રેમની પતંગ ઉડાવજો..!
રાગીની શુકલ”રાગ”
(મુંબઈ ,કાંદિવલી.)
*****************************************
સાહિત્ય સરિતા ગ્રુપ – ૧
NOG SS No ;- 0081
પ્રકાર : પદ્ય
શીર્ષક: ઉતરાયણ
ચાલો દાવ પેચ લગાવીએ સ્નેહ તણાં,
અને પતંગ ચગાવીએ આજ હેતનાં,
ગગન પણ રંગીન જોઈને પવન ફૂંકાશે જોશથી વ્હાલમાં.
પ્રેમની પતંગ ઉડાડી નફરતનાં પેચ કાપજો,
દોરીની જેમ સળંગ સંબધ લંબાવજો,
ઉતરાયણનો આ મહિમા હૈયે ધરી,
સૌ એને દિલથી વધાવજો ..
તું તારે કર્યા કર ખેંચાખેંચ, અમે તો ઢીલ દેવામાં જ માનીએ,
હોય મોટો ફીરકો કે ભલે લચ્છો, અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ.
તલના લાડુ- ચીક્કીમાં છો ભરી મીઠાશ,
અમે તો શબરીનાં બોર બનવામાં જ માનીએ.
ભલે તું પાય કાચ તારા માંજાને,કર ભલે એને પાકો
અમે તો બધાંની ગૂંચ ઉકેલવામાં જ માનીએ.
ભલે તું કાપ્યા કરે સૌનાં પતંગો ભર દોરીએ,
અમે તો કોઈકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ,
અમે તો આપવામાં માનીએ , આપીને જ માણીએ..
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
*****”*””””**********†*****************