થરાદ પોલીસ દ્વારા તા.01/08/2019થી 31/12/2019 દરમ્યાન બુટલેગરો સામે વિદેશી દારૂની હેરાફેરીના કુલ અલગ અલગ 85 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા વાહનો સિવાય વિદેશી દારૂ તથા બિયરના ટીન મળીને કુલ 96470 બોટલો કુલ કિંમત રૂપીયા રૂ. 2,22,03,367 નો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. જેનો નામ.થરાદ કોર્ટના હુકમથી બુધવારના રોજ થરાદની ખોડાબોર્ડર નજીક આરટીઓ ચેક પોસ્ટ નજીક જથ્થો ગોઠવી તેના બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. આ વખતે થરાદના સબ.ડિવિજનલ મેજી.અને નાયબ કલેક્ટર વિ.સી.બોડાણા, થરાદના નાયબ પોલીસ અધિક્ષક સુદર્શનસિંહ વાળા, પી.આઇ જે બી ચૌધરી અને પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ તથા નશાબંધી આબકારી અધિક્ષક પાલનપુર તથા પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ડિવિઝન તથા થરાદ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.