NOG.NO ➖0071…વિષય – ગુલાબપ્રકાર – પદ્ય ગઝલ..છંદ વિધાન – (લગા લગાગા)2
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ગમે ને, તો એક ગુલાબ આપો.છો પ્રેમમાં કે ? જવાબ આપો.
મેં એક પાનું લખ્યું છે વાંચો,લખીને ઉત્તર કિતાબ આપો.
અમે પળેપળ દીધી છે તમને,મળે તો એનો હિસાબ આપો.
ન હીર, મજનુ થવું છે મારે,બનુ તમારો, ખિતાબ આપો.
ઘણો જ સારો મને કહ્યો છે,હવે નિવેદન ખરાબ આપો.
ગુલાબી ગાલો, શબાબી હોંઠો,નયન નશીલી શરાબ આપો.
હૃદયની રાણી, તમોને માન્યા,તો સ્થાન મારું નવાબ આપો.
નથી મળ્યા રૂબરૂ ભલે ને,મળી શકો એવું ખ્વાબ આપો.
હવે તો રહેવાતું યે નથી હોં,ખરો કે ખોટો જવાબ આપો.
જો હોય હા તો કરો ઉતાવળ,ગુલાબ સામે ગુલાબ આપો.
જો હોય ના તો પછી જવા દો,દીધેલું પાછું ગુલાબ આપો.
પ્રણયનો દિલમાં તો “દીપ” પ્રગટે,પ્રભુજી એવો રૂઆબ આપો.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*દીપક સિંહ સોલંકી “દીપ” આણંદ
******”************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર.શીર્ષક – ગુલાબ….વિભાગ – પદ્યગઝલ – લગા લગાગા ૨ દ્વીખંડી છંદ.N . G. NO /0026
ગુલાબ જ્યારે ધરી ગયાં એ!સુવાસ દિલમાં ભરી ગયાં એ!
તરસનું હરણું છે હાંફતુંને! ત્યાં ઝાંઝવા કરગરી ગયાં એ!
છૂપ્યાં જ્યાં વાદળ આ પાંપણોમાં!બની ત્યાં બુંદો સરી ગયાં એ!
ગુલાબ આપી સિતમ ગુજારે!ને ચેન મારું હરી ગયાં એ!
ન કોઈ કરતાં એ કામ કીધું!દિવાનગી પર મરી ગયાં એ!
અંજના ગાંધી “મૌનું”..વડોદરા***************************************** *NG – OO11*..*ન્યૂઝ ઑફ ગાંધીનગર**માસ્ક: ગુલાબનું ચિત્ર પરથી રચના**પ્રકાર : પદ્ય- મૌલિક રચના**શીર્ષક- ખીલી રહ્યું છે*આ કાંટા વચ્ચે લાલ ગુલાબ હસી રહ્યું છે,દુઃખોની વચ્ચે આજ ગુલાબ ખીલી રહ્યું છે.
સમય સમયની વાત પર ખીલવું છે ચમનમાં,ખરાબ નજરથી બચવા કાંટામાં ખીલી રહ્યું છે.
તાપ,તડકો, ઠંડી ને વરસાદથી બચવા કાજે,ઝાકળનાં સહારે ને ચાંદની રાતે ખીલી રહ્યું છે.
ખુશી, આનંદ,માતમ- શોક,જન્મ- મરણનાં રૂપો,પળેપળની સાક્ષી પુરાવવા ગુલાબ ખીલી રહ્યું છે.
સફેદ, ગુલાબી ને પીળા રંગમાં લાલ રંગ અનેરો,ડગલે પગલે પડતી છાપ ને રંગે ખીલી રહ્યું છે. ✍️ – મનોજકુમાર પંચાલ ‘મન’…..પાલનપુર.
******************************************
પદ્ય વિભાગ..શીર્ષક :- ગુલાબ.NG :- 0038
કંટકથી એ ઘેરાયેલા રહે છે, છતાં ગુલાબ ખીલતા રહે છે….!!
મહેક એની ફેલાવતા રહે છે, દરેક પરિસ્થિતિમાં હસતા રહે છે…!!
ફૂલોના રાજા બની શોભતા રહે છે, અહંકાર છોડી સૌને નમતા રહે છે….!!
માનવને ઘણું કહેતા રહે છે, મુશ્કેલીમાં હસતા શીખવતા રહે છે….!!
બીજા માટે જીવતા શીખવતા રહે છે, સમર્પણની ભાવના કહેતા રહે છે…!!
દિલમાં મળે સ્થાન તેને શોભાવતા રહે છે, મળે કોઈનું શરણ તો પણ ખુશી મનાવતા રહે છે….!!
“ગુલાબ” માનવજાતને ઉપદેશ આપતા રહે છે, કંટકવાળો જીવનપથ કાપતા શીખવતા રહે છે….!!
✍️શીલા.ગાંધીનગર.
*****************************************
NG/0064…વિષય : ગુલાબ…વિભાગ : પદ્ય શીર્ષક : સ્વીકારે ખરાં?
પ્રેમ નીતરતું હૃદય સોંપું તને, તો તું સ્વીકારે ખરાં?
વરસોથી ધરબીને રાખેલી ભાવના જો ઉલેચું,તો તું સ્વીકારે ખરાં?
એક બે વાર તે ના કહી છતાં, પ્રેમ પ્રસ્તાવ હું મૂકું તો તું સ્વીકારે ખરાં?
યાદોથી તરબતર પટારો;મૂકી દઉં ખુલ્લો તારી સામે,તો તું સ્વીકારે ખરાં?
ભૂલી ગયો છું સાવ જ તને;ખોટે ખોટાં જ એવું કહું,તો તું સ્વીકારે ખરાં?
આશાનો દીપ પ્રગટાવી;પ્રેમનું પર્યાય ગુલાબ તને આપું,તો તું સ્વીકારે ખરાં?
નેહા બગથરીયા
**************************************”***
NOGS(VIP GROUP)NG NO. : 0034વિભાગ : પદ્ય (મૌલિક રચના)વિષય : ગુલાબશીર્ષક : જૂનાં પુસ્તકની વચ્ચે
ખીલવું ને મુરઝાવુંસદાય કંટકોની મધ્યેને છતાંયે,શ્વસું છું હજીયેજૂનાં પુસ્તકની વચ્ચે!
એ પ્રિયતમનાંગુલાબી અધરનાંસ્પર્શને ઝંખતુંપ્રીતને તરસતું,જૂનાં પુસ્તકની વચ્ચે!
કોમળ કરકમળોમાંમૃદુતાથી લઈને રાખ્યું’તુંપ્રેમની અમર નિશાની રૂપેધબકે છે એ પ્રીત રોમરોમમાં,જૂનાં પુસ્તકની વચ્ચે!
સર્જન-વિસર્જનછે કિસ્મતની લકીરોમાંપ્રેમનું સ્મૃતિચિન્હ,કોતરીયું’તું પાને-પાનેજૂનાં પુસ્તકની વચ્ચે!
“એ ગુલાબ સ્વરૂપે”ભલે મુરઝાયું,પીંખાયુંએકલતાના રણમાં,પણ, હજીયેહ્દય ધબકી રહ્યું છે,પ્રણયમાં,જૂનાં પુસ્તકની વચ્ચે!
— ડૉ.રેખા શાહ
👇🏻👇🏻📸 *બાળપણ*નુ મારૂ *ફળિયુ* ખોવાયુ અનેરમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ
નથી છીપાતી તરસ *ફ્રીજ*ના પાણીથી કેમકેરસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ
બધી મળી *બેડરૂમ*માં મને સગવડ પણ મીઠી નિંદર માણતો એ *ધોડીયો* ખોવાયો
નથીરે આવતુ લુંછવા *આંસુ* આજ કોઈ અનેમારી *”મા”* લૂંછતી એ આજ *ઓઢણુ* ખોવાયુ
થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે જયારેકિલોમીટર દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ
બત્રીસ ભાતના *ભોજન* કયા ભાવે છે હવે ત્યારે*ગોળ ઘીનુ* મારી *મા-બેની*નુ એ *ચુરમુ* ખોવાયુ
મારવા પડે છે દરેક દ્વારે *ટકોરા* હવે કેમ કેસીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ*નુ અનેત્યાં તો *દફ્તર*ની એ મારી *પેનને પાટીયું* ખોવાયુ
હજારો દોસ્તો છે *ફેસબુક* અને *વોટસએપ*મા
પણ
*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામડું* ખોવાયુ !!😌😥🙏🏻
બાળવાર્તા ૩૧* *બળ કરતા કળ ચઢે*
વિશ્વભરમાં જંગલોનો હવે નાશ થતો જાય છે.જ્યાં જ્યાં જંગલ બચ્યા છે ત્યાં પ્રાણીઓ પણ હવે ઓછા થતાં જાય છે. ભારતમાં વિશાળ જંગલ મધ્યપ્રદેશમાં છે.તે જંગલમાં ધણાં વાધ રહે છે.કહેવાય છે કે જંગલી પ્રાણીઓનો ભરોસો ન કરાય.એકવાર એક વાધ પોતાની ધૂનમાં ને ધૂનમાં ટેકરીઓ કૂદી જઈ રહ્યો હતો,ત્યાં અચાનક તે નીચે એક ખીણની ખાયમાં પડી ગયો. હવે કરે તો શું કરે…ત્રાડ નાંખી નાંખી તેનો અવાજ સાવ જ બેસી ગયો હતો.કોણ સાંભળે? અચાનક ત્યાથી એક સાધુઓનું ટોળું પસાર થતું હતું.સાધુઓ ક્યારેય તાઢ,તડકો કે વરસાદની પરવાહ કરતા નહિ.જંગલ જંગલ ફરે ને તેથી પશુ પંખીનીવાણી સમજે.એક સાધુનાં કાને કોઈ પ્રાણીનો રડવાનો અવાજ સંભળાયો..ત્યારે બીજા સાધુઓએ તેને રોકાવાની ના કહી,સમજાવ્યો કે જંગલી પશુનો ભરોસો ના કરાય..તું અમારી સાથે ચાલ. સાધુ ખૂબ પરગજુ સ્વભાવ ધરાવે તેથી તેણે રાત ત્યાં રહી બીજે દિવસે સવારે તે જીવને બચાવાનો નિર્ણય કર્યો.એક ઝાડ નીચે તે સૂઈ ગયા.તેમના શરીર નીચે એક દેડકાએ પણ હુંફ મેળવી ખૂબ ઠંડી હતી તેથી સાધુમહારાજે તેને પોતાના શરીર પરની પિછોડી ઓઢાડી.દેડકો તો સાધુના આ સ્વભાવે ગદગદ થઈ ગયો. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને સાધુએ જોયું તો ખાયમાં વાધ બિચારો તરફડતો હતો.સાધુએ લાકડાં વીણીને ખાયમાં ઉભા કર્યા જેથી વાઘ બહાર નિકળી સકે.પણ સાધુ જાણતો હતો કે વાઘ જંગલી પ્રાણી છે,તેથી તે મૂકીને ત્યાંથી દૂર જવાય એટલું દૂર ભાગ્યા. વાઘ બહાર આવ્યો ને કહેવા લાગ્યો,” હે માનવ,મારા થી ડર નહિ હું તને કાંઈ નહિ કરું .તું મારી સામે આવ,તે મારો જીવ બચાવ્યો છે.”
સાધુ તો ભોળવાય ગયો,તે જેવો બહાર આવ્યો કે વાંધે તેના સ્વભાવ પ્રમાણે તેમની પર તરાપ મારી ને કહેવા લાગ્યો કે ,” મને ખૂબ ભૂખ લાગી છે,ભગવાને મારી પ્રકૃતિ ઘડી છે કે મારે શિકાર કરી ખાવો,તો હવે તને ભગવાને મારી સામે મોકલ્યો તો હું શિકાર કરવા કેમ જાઉં? ત્યાં તો દેડકો સાધુની વહારે આવ્યો,તેણે બધી વાત પૂછી ને સાંભળી પછી બોલ્યો,” મારે જોવું તો પડેને કે તું ક્યાં હતો..?અને ત્યાંથી કેવી રીતે બહાર આવ્યો?તો હું ન્યાય આપી શકું.વાઘ તો હવે ભૂલ્યો કે કંઈ ખાય માંથી આવ્યો તેથી દેડકો જાણી જઈને વિરૂદ્ધ દિશાની ખાય તરફ ઉભો હતો,તે જ તેણે વાઘને બતાવી,વાઘે ન આવ જોયો ન તાવ..ને તેણે તો માર્યો ખાયમાં ભૂસકો.હવે ઉપર કેવી રીતે આવવું લાકડાવાળી ખાય સામે હતી. *સાધુએ કહ્યું વાઘને,”ભલા વાઘભાઈ,ભલું કરે તેનું ભલું ઈચ્છો નહિ તો હાથના કર્યા હૈયે વાગે..,તેણે દેડકાનો આભાર માન્યો ને કહ્યું હંમેશાં *બળ કરતાં કળ ચઢે* તે આજે નાના અમથાં પ્રાણીએ સાબીત કરી આપ્યું*
જયશ્રી પટેલ૮/૬/૨૦૨૦
એક વડીલની સાથે હું બેઠો હતો,અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા…રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા.મે તેમની સામે જોઈહસવાનું કારણ પૂછયું.વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા,દિલની વાત કરું છું…આ મારો છોકરો જયારે એની માં LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી, ત્યારે કહેતો,આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ.. મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે.પાછો લખે છે:”તેરે બીના ભી ક્યાં જીના” સાહેબ મને કહો કે- LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..? આ યુવાન વર્ગ લાગણી ને સમજે શુ ? પાછો લખે છે – “તેરે બીના ભી કયા જીના?”.લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય.બે મિનિટ ચૂપ થઈ,ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે,તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા.કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા.આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત,”તેરે બીના ભી ક્યાં જીના”.સાહેબ સોગંદપૂર્વક કહું છું.(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો) આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત.આ તો,તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય.સાહેબ,મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો,લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે.પણ સાહેબ,એક વાત નો જવાબ આપો.ભણાવી ગણાવી કમાતો કર્યો.તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે. તેની પ્રગતીનો જશ્ન તેઓ મનાવે છે.તે નાદાન ને ક્યાં ખબર છે કે,તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે.પથ્થરમાંથી શિલ્પ માબાપ બનાવે છે.અનેએ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે દુઃખ થાય.વડીલ ની આંખમાંપોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ.પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું.મને સ્વસ્થ થઈ પુછયુ,તમારે સંતાન કેટલા.મેં કીધું, એક.મને કહે, સાહેબ,સંતાનો નો વાંક નથી.તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે.વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ.સાહેબ,મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું, 👇”ફક્ત લેણ-દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો.તો જ જિંદગી આનંદથી જશે.”🙏🙏👆 તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વંચાવજો. 🙏🌹🌸🍀
News…….
https://m.facebook.com/story.php?story_fbid=657827855137975&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=657617378492356&id=100027322995343