(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તેમજ જન ફરિયાદ સાપ્તાહિક તારીખ : ૩૦/૮/૨૦૨૦ રવિવાર નું વાચવા માટે ઉપર મુજબ તારીખ ઉપર ક્લિક કરીને વાચી શકાશે…. )
****†*************************************************
*બાળવાર્તા નં ૫**વાણીએ વર્તાય સંસ્કાર*
પાઠશાળાની બહાર રમણમોચી બેસે. શાળામાં તો કેન્વાસના બૂટ પહેરવાના હોય.ચંપલ તો હોય જ નહિ. એકવાર એક છોકરાને થયું લાવ પૂછું કે શાળાની બહાર તો કોઈ જ ઘરાક મળે નહિ તો તેઓ અહીં કેમ બેસે છે. રમણમોચી પાસે તે ગયો ને પૂછ્યું કે,”કાકા અહીં તો તમને ઘરાક મળે નહિ,તો તમે કેમ અહીં બેસો છો?”
રમણ મોચીએ કહ્યું ,”બેટા બધા બાળકોને જોઈ મને ખૂબ જ આનંદ થાય છે,મને મારા બાળકો યાદ આવી જાય છે.” “તમારા બાળકો?કેમ તેઓ તમારી સાથે નથી રહેતા?”બાળકે જરા ઉત્સુકતાથી પૂછ્યું . રમણમોચીએ કહ્યું ,”ના બેટા તેઓ તો મારા ગામમાં રહે છે,હું અહીં રોજીરોટી કમાઉ ને ગામમાં મોકલું ને તેઓ ભણે ગણેને માને મદદ કરે.”
બાળકતો વિચારતો થયો અહીં અમે બધા બાળકો માતાપિતા સાથે રહીએ અને। આ બિચારા કાકા એકલા . એણે તો પ્રશ્નો સાથે ઘરની વાટ પકડી.ઘરે જઈ જોયું તો મા તો જુના કપડાં , બૂટ,ચંપલ અને વાર્તાની ચોપડીઓ ,નોટોના ઢગલા કરી બેઠી હતી .બાળક જેનું નામ ઋષિ હતું .સ્વભાવે સાલસ , ક્યારેય મોટા અવાજે બોલવું નહિ. સમયસર અભ્યાસ કરવો અને શિક્ષકનો પ્રિય હતો. મિત્રો વધુ શત્રુ ઓછા હતા.
તેણે માને કહ્યું ,”તમે આ ન કાઢો તો સારૂ,મારે મારા મોચીકાકાને તેમના બાળકો માટે આપવું છે.”
મા તો ખરેખર ખુશ થઈ.બીજે દિવસે શાળાએ જતા તેણે ડ્રાયવરને આ બધું ગાડીમાં મૂકી સાથે લઈ લેવા કહ્યું .મોચી સાધુ માણસ તે ક્યારેય કોઈની પાસે હાથ લાંબો ન કરે.
ઋષિએ શાળા નજીક આવતા મોચીને બતાવી નેપોટલું આપી દેવાનું કહ્યું .શાળાએ થી છૂટ્યો તો પોટલું તો ગાડીમાંજ હતું .
ડ્રાયવર ને પૂછ્યું તો તેણે કહ્યું કે,”એ માણસે તો તેનો અસ્વીકાર કર્યો.”
ઋષિને લાગ્યું કે તે કદાચ ભીખ નહિ સ્વીકારતા હોય. બીજા દિવસે તેણે સાથે તેના દાઇમાને લીધા જે તેની સંભાળ લેતા.
તેમને કહ્યું ,”તમે આપી આવજો.”પછી ડ્રાયવર તમને ઘરે મૂકી આવશે.સાંજે શાળા પછી જોયું તો પોટલું તો ત્યાંજ છે. હવે ઋષિને થયું કે નક્કી જ મોચીકાકા ઘમંડી લાગે છે.
ત્રીજે દિવસે ઋષિએ નક્કી કર્યુ કે તે જાતે જઈ ને આપી આવશે. ડ્રાયવરને કહ્યું કે ,”તે શાળા છૂટ્યા પછી જાતે જ જશે.” ડ્રાયવરે સમજાવ્યો કે,”ઋષિ ,બાબા રહેવા દો તે અભિમાની કરતા ,આપણે બીજાને આવશું .” ઋષિને જાણવું હતું કે “તેઓ એ અસ્વીકાર કેમ કર્યો?”
તે શાળા છૂટ્યા પછી મોચીકાકા પાસે પોટલું લઈ ગયો.મોચીકાકા સામે એમના ઓટલા પર સામે બેઠો. બે હાથ જોડી બોલ્યો,”મોચીકાકા તમે આ લઈલો ,હું તમારા એટલે કે મારા જેવડા મારા ભાઈભાંડુ ને માટે લાવ્યો છું,તેમા ઘણાં તો નવાજ કપડાં છે.તમે કેમ અસ્વીકાર કરો છો?”
મોચી તો ગળગળો થઈ ગયો,તેણે પોટલું લઈ લીધું ને ઋષિને બે હાથ જોડી નમસ્કાર કર્યા. ,”ધન્યવાદ, અને આભાર “પણ કહ્યું .
અસ્વીકારનું કારણ જણાવતા તેણે કહ્યું,”તમારા ડ્રાયવરે મારી સામે પોટલું નાંખ્યું ને તોછડાઈથી કહ્યું,”એ બુઢ્ઢા આ પોટલું લે,અમારા નાના સાહેબ ઋષિબાબાએ તમને આપવા કહ્યું છે.” “બેટા એની વાણી એટલી તોછડી હતી કે પોટલું લેતા મને હૈયે ભીખનો ભાવ જાગતો હતો.હુ સ્વમાનથી રોટલા રળવા વાળો,એ કેવી રીતે સ્વીકારૂ?
તમારી બાઈ આવી તેણે પોટલું ધીરે રહી મૂક્યું ને મને કહે,”આટલું શું અભિમાન.!અમારા ઋષિબાબા ખાસ તમારા માટે લાવ્યા ને તમે તેનો અસ્વીકાર કરો છો?હું તો તમને આપુજ નહિ,સાવ ભીખમંગા છો ને અહંકાર કરોછો?તેણીએ આપ્યું પ્રેમથી પણ વાણી ભાવશૂન્ય હતી.જ્યા દયાની ભાવના હોય તો હું તો સ્વમાનથી જીવવા વાળો ને મારા બાળકો મહેનતુ તો એ કેમ સ્વીકારું ?બેટા તારી વાણી મધુર ને આત્મીય હતી,તે મારા બાળકોને ભાઈભાંડુ કહ્યા.તારી વાણીમાં સંસ્કાર,કોમળતા ને મીઠાશ ભરી હતી.તો અસ્વીકાર પણ કેવી રીતે કરૂ?
ઋષિ ખુશ થયો.તેણે મનથી વિચાર્યુ,”ગરીબ માણસને પણ સ્વમાન હોય.તેઓને નીચા માની અપમાનીત શબ્દોનો ઉપયોગ કેમ થાય?તેણે ઘરે જઈ માતા પિતા સામે ડ્રાયવર ને દાઈમાને સમજાવ્યા કે*વાણીથી સંસ્કારે વર્તાય* સભ્યપણુ ને મીઠીભાષા જ વાપરીને દિલ જીતાય.
• બોલો બાળકો યાદ રાખશો ને સરળ ને મીઠી વાણીથી માણસના સંસ્કાર વર્તાય*હમેશાં મીઠું બોલજો.
*જયશ્રી પટેલ**૧/૧/૨૦૨૦*
******************************************************
સાહિત્ય સરિતા………………
કોઈ વેદ,પુરાણ,ગીતા,રામાયણ,મહાભારત ન વાંચો તો વાંધો નહિ પણ એકવાર “શરીરશાસ્ર”નો અભ્યાસ કરવો એ વેદ-પુરાણ વાંચ્યા બરાબર જ છે.
*(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)*માનવ શરીર અદ્ભૂત છે
*મજબૂત ફેફસા*આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.
*આવી કોઇ ફેક્ટરી નથી*આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે.
*લાખો કિલોમીટર મુસાફરી*માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે.
*ધબકારા*તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે.
*બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ*માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે.
*નાકમાં એર કંડિશનર*આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે.
*કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ*ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે.
*જબરદસ્ત મિશ્રણ*શરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે.
*અજબ છીંક*છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય છે.
*બેક્ટેરિયાનું ગોદામ*માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે.
*ઇએનટીનું વિચિત્ર વિશ્વ*આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.
*દાંતની કાળજી લો*માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.
*મોંમાં ભીનાશ*માનવ મોંમાં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.
*પલક ઝપકતાં*વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.
*નખની કમાલ*અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.
*દાઢીના વાળ*પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી 30 ફુટ લાંબી હોઈ શકે છે.
*ખોરાકનું ગણિત*વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં 7,000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે.
*વાળ ખરવાની પરેશાની*એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે.
*ડ્રીમ વર્લ્ડ*બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.
*ઊંઘનું મહત્વ*ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.
*તેથી તમારા કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરશો મા* 🙏😇
માંટે ભગવાન ને દિવસ માં 3વાર અચૂક યાદ (આભાર પ્રગટ કરશો )કરશો સવારે ઉઠી ને ,જમતી વખતે અને રાતે સૂતી વસાખાતર.
************************””””**************************
_*”દિકરીમા દિકરાના દર્શન કરો”*_ _કુળની દિકરી જો બનશે વીરાંગના__ભાવી આપસે આપણને સંસ્કારના_
_દિકરા પાકશે મહારાણા જેવાં__ફરી સંસ્કાર દેખાશે ક્ષાત્રવટના_
_દિકરી બને જો જીજામા પાછા__શીવાજી ઉતરે ઘર-ઘર હિંદુના_
_ભારતની દિકરી બનશે ક્ષત્રાણી_ _દિકરાને સંસ્કાર મળે જ્ઞાન ના_
_દિકરા નાં દર્શન કરો દિકરી માં__તો દર્શન થાય ચાર ધામ તીર્થના_
_*”સંઘાર વર્ષાબેન દેવજીભાઈ ગાલા’પલક'”*__*”ગામ:- બિદડા. તાલુકો:- માંડવી. જિલ્લો:- ક્ચ્છ”*_
**********************†*******************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય વિભાગ પદ્ય રચનાઓ
_*”ન્યૂઝ ઓફ ગાંધીનગર”*__*”NG-0062″*__*”પ્રકાર- અંછાદસ”*__*”સંકટમાંથી ઉગારો સિધ્ધિ વિનાયકાય”*__સર્વ પ્રથમ પુજિતાય ગણેશ કાર્તિકેય બાંધવાય,__હે! વિઘ્નહર્તા વિઘ્ન હરો પ્રભુ તમે વિઘ્નહરાય.__એકદંતાય ગૌરીશંકર સુતાય નમસ્કારાય_,_હે !વિઘ્નહર્તા દેવ હે!ગણેશાય લંબોધરાય.__ભાલચંદ્રાય વિપત્તિ આવી છે હે ગણાધ્યક્ષાય,__વિકટ વેળાએ ઝટ પધારો સુમુખ વિનાયકાય.__ગજકર્ણાય અરજી સુણો_મુજની કપિલેશ્વરાય__ધુમ્રવર્ણાય વિપત્તિ ટાળી ઉગારો ગજાનનાય__હે!ધુમ્રકેતુ ગણપતિ રિધ્ધિ સિધ્ધિ ભરથારાય__શુભ-લાભને સંગ સંતોષીના પિતા પરમેશ્વરાય._
_*”સંઘાર વર્ષાબેન દેવજીભાઈ ગાલા’પલક'”*__*”ગામ બિદડા તાલુકો માંડવી જિલ્લો ક્ચ્છ”*
_******************************************
*ન્યુઝ ઑફ ગાંધીનગર**NG- 0032**પ્રકાર- પદ્ય * *શીર્ષક : 🍁*ગણેશ*🍁
કંચન ભરેલો એક કળશમાંહી આસોપાલવ સોહાયપૂજા આજ *ગણેશ* ની થાયકુમકુમ સાથિયા સોહાય*ગણેશ* ને ગમતા પુષ્પો પીળા કેસરી સોહાયમંગળ ગીતડાં ગવાયલાલ નાડાછડી સોહાય આજ મારા ઘરઆંગણે રુડો અવસર સોહાયકંચન ભરેલો એક કળશમાંહી આસોપાલવ સોહાયપૂજા આજ *ગણેશ* ની થાયકુમકુમ સાથિયા સોહાય.🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*મીના માંગરોલીયા મીનું**અમદાવાદ*..27/8/2020
******************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર N. G. NO – 0026 પદ્ય – ગઝલ–શ્રી ગણેશા ગાલગાગા ૩
એક બસ તારો સહારો શ્રી ગણેશા!આપ મારે ઘર પધારો શ્રી ગણેશા!ઘોર છાયું ચો – તરફ અંધકાર જેવું!આવી આતમબળ વધારો શ્રી ગણેશા!ચારે બાજુ લોક થાયે લોહી પ્યાસા!જોઈલો આવી નજારો શ્રી ગણેશા!આજ મોટાં માનવીનાં ઢોલ બાજે!ક્યાં હું વગાડું એકતારો શ્રી ગણેશા!કેટલાં વરસો થી તુજને હું સ્થાપું!આવજે તું એકધારો શ્રી ગણેશા!
અંજના ગાંધી “મૌનું”..વડોદરા
***************************************** NG/0044શીર્ષક:- ગણેશપ્રકાર:- પદ્ય ( હાઈકુ
૧. આવે ગણેશ કરતા વિઘ્ન દૂર આનંદાનદ.૨. ગણેશ તેડું પાવન અવસરે કરું નમન.૩. રૂડા પ્રસંગે ગણેશજી પધારી વિઘ્ન હરશે.૪. ગણેશ આવે રૂડા બાજઠ કેરાં આસન દઉં.૫. ગણેશ કેરી કરું ભક્તિ પ્રેમથી આનંદાનદ.૬. ચઢાવું દુર્વા ગણેશ થાય રાજી પામુ આશિષ.૭. સહુનાં પ્રિય ગણેશજી આવશે મૂષકે ચઢી
.✍️ વિભૂતી દેસાઈ.બીલીમોરા
**************************************** Ng :- 0038વિભાગ ;- પદ્ય શીર્ષક :-ગણેશજી
પહેલા ગણેશજી ને પછી પરમેશ્વર ગણેશજી હોય તો રૂડા મુરત જોવાયકરાય લાલ ગુલાલ રે મારા ગણેશજી દુંદાળા…!!ગણેશજી દુંદાળા ને મોટા પેટવાળા શુભકામમાં પહેલા પૂજાય રે મારા ગણેશજી દુંદાળા….!! માબાપની સેવા એતો સમજાવે રિધ્ધી સિદ્ધિના સ્વામી રે મારા ગણેશજી દુંદાળા…..!!ગજાનંદ કહી સૌ એમને બોલાવતા સૌનું કલ્યાણ કરનારા રે મારા ગણેશજી દુંદાળા….!!શિવજીપાર્વતીજીના વ્હાલા ગણેશજી ભક્તોને લાડ લડાવે રે મારા ગણેશજી દુંદાળા…!!ભક્તોના ઘરે એતો પ્રેમથી પધારતા “શીલા”નો પોકાર સાંભળતા રે મારા ગણેશજી દુંદાળા….!! શીલા પટેલ…🌸 ગાંધીનગર
*****************************************
NG no : 0063વિષય : ગણેશજી પ્રકાર : પદ્યશિર્ષક : વિશિષ્ટ સ્વરૂપા (હાઇકુમાળા)નામ : રીટા ભાયાણીગામ : મીઠાપુરજગનિયંતાઅગ્રેસર સર્વદા,ગણાધિપતિ.મૃત્તિકામૂર્તિસર્વોચ્ચ રક્ષક,ગૌરીસુતક.બહુશ્રુતકલઘુ મુખધારક,ગજમસ્તક.સુક્ષ્મદ્રાષ્ટકદૂરંદેશી અતુલ્ય,ગુણસંપન.ચૌભૂજાધારીઅભ્યંકર કમલા,સૂપકણૅક.લંબોદરાયસાગર સમાહર્તા,વિનાયકાય.શુભકારકરિધ્ધિ-સિદ્ધિ દેવાય,ગણાધ્યક્ષાય.
********************”*””””********************************