GN_22-7-20 ( News of Gandhinagar daily PDF)
પેપર વાચવા માટે ઉપાr નિં તારીખ ઉપર ક્લિક કરો.
******************
શબ્દ *સર્જન*…સાહિત્ય વિભાગ પરિણામો
“ગદ્ય” વિભાગ
૧ તેજલ વઘાસીયા NG No :0017
૨। સંગાર ગીતા કાનજીભાઈ NG No:0041
Vસર્જનહાર
૩ સંજય તરબદા “સાંજ” NG No:0052
“પદ્ય” વિભાગ
૧। મનોજકુમાર પંચાલ …..NG No:0011
૨। સંધાર જયેશબાબુભાઈ સરવૈયા NG No: 0014
સર્જકના સર્જનો
૩। શીલા પટેલ…. NG No:0038
૪। મીના માંગરોલીયા “મીનુ”…NG No:0032
ડો.નિષાદ ઓઝા”અમન”સૃજન…NG No :0012
With honour 🙏
******††********************** ***************************
ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક ( સાહિત્ય વિભાગ )
શબ્દ પરથી સ્પર્ધા નં :- ૩
વિભાગ:- *પદ્ય*
NG:- *0032*
શબ્દ:- *સર્જન*
મારુ સ્વર્ગ એટલે મારા સુંદર બાળકો
સિધ્ધ અને પ્રસિદ્ધ મારુ માન મારી શાન
કુદરતના સાંનિધ્યમાં ગમતો ભૂલકાઓનો
સાથ જાણે અકલ્પનીય અને અવર્ણનીય
અણમોલ *સર્જન* અને ઇશ્વરની ભેટ
સુખ દુઃખ ના સાથી… ભવોભવનુ ભાથુ
દુનિયાના હજારો રંગ લાગે ફીકા
મારા ખીલતા ભૂલકાઓની સંગ…
મારા હાથની હથેળીમાં ભૂલકાઓની
નિર્દોષ હથેળીઓ જાણે ચંદ્ર સૂરજનું તેજ…
તારલીયાઓનો ઝગમગાટ…
એવા મારા ભૂલકાઓની આંખોનો
તરવરાટ.
દેવના દીધેલા માંગીને લીધેલા
મારા લાડકવાયા આજ અમારા
હૈયે સમાણા..
👨⚕️👩🏫
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
*મીના માંગરોલીયા મીનુ*
*અમદાવાદ*18/7/2020
****************************** ************
વિભાગ :- પદ્ય
શીર્ષક :- સર્જન
NG :-0038
સર્જનહાર તું કહેવાય અમારો
અણુઅણુ નું સર્જન તું કરનારો,
કલાકારી તારી સૌથી ન્યારી
નિહાળીને થાય કેવી છે તારી કારીગરી….!!
પર્વત ઉંચા નીચે વહેતી નદી
સાગર જોઈને નજર ના પહોંચતી,
સપ્તરંગી મેઘધનુષ જોઈને થાય
કેવો હશે આ કલાનો સ્વામી…..
અનેક જાતના સર્જ્યા જીવો
સર્જનહાર તું મોટો છે એવો,
માનવનું સર્જન કરી કર્યો ઉપકાર તે
સ્ત્રી પુરુષ થકી સર્જાવ્યો સંસાર તે….!!
બનાવી મા તું ઘરેઘરે વસે છે
મા ની મમતામાં તારી છબી દીસે છે,
વ્હાલભર્યો હાથ તું ફેરવે શીરે
મા બની કરે પ્યાર તું તારા બાળને….!!
સર્જનહાર આજે પોકાર તું સાંભળ
મહામારીથી દુનિયાને મુક્ત તું કર,
સર્જન તારું છે આ સૃષ્ટિ આખી
અમે આવ્યા હવે શરણમાં તારી….!!
શીલા પટેલ…ગાંધીનગર…
***************************†** ************
NG-0014
વિભાગ- પદ્ય (મુક્તક)
શીર્ષક- સર્જકના સર્જનો
(વિધાન:-ગાલગા×૩)
સર્જકે કેમ કર્યા હશે સર્જનો?
છાયચિત્રોના રંગીન લીલા વનો.
રેતના રજકણોથી ધરાનો દડો.
લોક-લંઘેરથી થાય વિસર્જનો.
(લોકલંઘેર- લોકોની કતાર,માણસોની હાર)
-સંઘાર જયેશ બાબુભાઇ સરવૈયા
ભોજાય,માંડવી.૧૮ જુલાઈ ૨૦૨૦
********†*”**”*”************** ************
NG /0011..*વિભાગ- પદ્ય**શીર્ષક – સર્જન*
થયું સર્જન છે ઈસરોનું ને નામ થશે ભારતનું,
ચંદ્રના દક્ષિણ ધ્રુવે ઉતરવા છે તૈયાર ચંદ્રયાન.
ચાર- ચાર તબક્કામાં ઊતરી કરશે કામ તમામ,
માહિતી લાવશે ચંદ્રની ઓર્બિટર, વિક્રમ ને પ્રજ્ઞાન.
અભ્યાસ ચંદ્રની માટી, પાણી ને જીવસૃષ્ટિનો,
ચંદ્રની પ્રદક્ષિણા કરી સત્ય શોધશે એ ચંદ્રયાન.
ઇતિહાસ રચવાની નજીક ને સંપર્ક તૂટ્યો યાનનો,
જતા ચંદ્ર પર ૧૭ પળ પહેલા ધટનાનું વિસર્જન.
સફળ થયું ના મિશન ચંદ્રનું એ હાર નથી દેશની,
મહાસત્તા બનવા જઈ રહ્યું જે ભારત પહેલું નામ.
✍️ ‘મન’
મનોજકુમાર પંચાલ..પાલનપુર
****************************** ***********
સ્પર્ધા :3 ( શબ્દ : સર્જન )
NG :0012
વિભાગ : પદ્ય /અછાંદસ
*શીર્ષક : સૃજન*
નૂર આપ્યું
નયનમાં મોહપાસ
નાખ્યો ચમકમાં
ચહેરાને
ગુરુસ્થાન આપ્યું
રૂપમાં શોભાવ્યું
સ્થાન કૈલાસ
વ્હાવ્યાં નીર
વ્હાલના શિશુ નવ
અવતરે ને અખંડ
પામે આનંદ સચરાચર
પૂર્ણતા વ્યાપે
રોમરોમ હર્ષ
ધ્વનિ સાગર ઉમટે
ને
જન્મારો કરે સાર્થક
અવિરત સ્નેહ
પામ્યો
હે
પ્રભુ પાડ માનું
ઘણો
કર્યું સૃજન
મા,દીકરી,બેન સ્વરૂપા
‘ને સકલ જગમાં
પાથર્યો પરકાશ
નામ રૂડું
તેં દીધું સ્ત્રી….????
– ર્ડા.નિષાદ ઓઝા “અમન”
****************************** ***********
*એડમીન પેનલ – પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)
*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠકકર
*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી
* સંચાલક – જીજ્ઞા કપુરિયા
* સહ સંચાલક – મનીષ વોરા
સંપર્ક : Email : prdpraval42@gmail.com
****************************** ************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ
***********************
અગત્ય ના સમાચારો નિં લિંક નીચે મુજબ છે..
https://m.facebook.com/story.php?story_fbid=606034970317264&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=605964240324337&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=605913686996059&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=605913506996077&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=605827323671362&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=605733087014119&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=606328273621267&id=100027322995343