વિચારો ના વમળ માં……. ભીની માટી ની સુગંધ આવી…સેકટર ૮ ગાંધીનગર માં વરસાદી છાંટા શરૂ થયાં…લીમડો.આસોપાલ.ગૂગલ.કપૂર ના ઘરમાં ધૂપ થયા..લીમડાનો મહોર પીવા મળ્યો..ઘર નું આગણું ફળિયું.ઘર સાફ થયા…કુદરત જેવું કંઈ છે જેવો અહેસાસ….પ્રકૃતિ પ્રેમ….પંખીઓ નો કલરવ.કબૂતરો નું ઘુ ઘું ઘૂ..ચકલીઓ.કાબર નો અવાજ સતત ચાલુ…વાહનો થી ભાગતી દોડતી તપતી સડકો સૂમસામ, કોઈ ઘોંઘાટ નહી…કોઈ પ્રદૂષણ નહી…કુદરત ને ખોળે.પ્રકૃતિ ની ગોદમાં…આવો સૌ જન ફરિયાદ.ન્યુઝ ઓફ ગાંધીનગર ઉપવનમાં…..(હાલમાં નહી.કુદરતે સામ સામાં આવાની ના પાડી છે..છેટા રહેજો રાજ…. સ્નેહીજનો..કુદરતે કરેલા પોતાના ઘર માં વગર સિક્યોરિટી એ નજર બંધ….
ફળિયા વાળા ઘર છોડી ચોથા.પાંચમા.ત્રીજા.બીજા. માળે,પેન્ટ હાઉસો. ફ્લેટો માં જઈ આધુનિક ફર્નિચર વાળા સુખ સાયબી માં જઈ ભરાણા ને જૂના ઘર ના ફળિયા યાદ આવ્યાં….૧૯૬૫ થી ગાંધીનગર માં બે આંકડા ના પગાર ગામડે થી આવેલા કેટલાક નિવૃત્ત અધિકારીઓ ને તે વખતે વગડામાં સૂમસામ થોરિયા ની વાડ વાળા સરકારી મકાનો યાદ આવ્યાં…..કોઈ અવાજ.ઘોંઘાટ નહી..કોઈ પાટનગર માં આટલી દોડધામ નહોતું કરતું તો પણ આખા રાજ્ય નું વ્યવસ્થિત સંચાલન થતું..ભોગ વિલાસ વધ્યા.અપેક્ષાઓ વધી. ગંદા રાજકારણ.ભ્રષ્ટાચાર વધ્યા… આજે ૩૩૦ ના ત્રણ કરોડ ના બંગલામાં રહેવા વાળા પણ કહે છે કે પહેલા ખબર હોત તો ગામ ના ઘર કાઢી નાખ્યા ના હોત અને આજે ત્રણ અઠવાડિયા ત્યાં કુદરતી વાતાવરણ માં જઈ જૂની સ્મૃતિઓ વાગોળવાનો સમય મળત પણ છોકરાઓ ને કારણે હવે શહેર છોડી નથી શકાતું…એક બોમ્બે અને એક ભુજ અને એક અમેરિકા છે તો છોકરી લંડન છે. વારાફરતી વેકેશનો માં આવે એટલે ઘર ચાલુ રાખવા પડ્યા રહ્યા છીએ….રંડ્યા પછી ના ડહાપણ ની વાતો આ ત્રણ અઠવાડિયા માં અનેક સાંભળવા મળશે….અનેક યુવા વ્યસનીઓ માથી કેટલાક સમજુ ના વ્યસન છૂટશે. બૂટલેગરો બેકાર બનશે તો કેટલાક વૈભવી નબીરાઓ ની નાડો તૂટશે..માં બાપ ખુશ થશે અને કહેશે કે વાર્યો ના વર્યો તે હાર્યો વર્યો…માઉન્ટ આબુ ને દીવ દમણ જનારા મદિરાપાન ના વ્યસનીઓ ફળિયા કે ગેલેરી માં અફસોસ કરી લીંબુના પાણી નો પેગ મારતા હશે…જાત જાત ના આરોગ્ય પ્રદ ઉકાળા માણતા હશે.જાત જાત ની ગાડીઓ સ્કૂટરો. ઉબેર માં નોકરી.પોતાના વ્યવસાય ઓફિસે જતા ને હોમ તો વર્ક ના ઓર્ડર કરી ખુદ પાંજરે પુરાઈ ઘરમાં બેઠા.હવે ઘરમાં સ્વચ્છ આરોગ્યપ્રદ રસોઈ.વાતાવરણ.પરિવાર નો સાથ સહકાર પૂર્ણ સમય નો મળે તે રીતે મજબૂર કરી દીધા…આજે બ્રેક વિનાના સ્કૂટરો ને કુદરતે થંભાવી દીધા..જે કોઈ ની માનતા.સાંભળતા નહોતા તે આજે શુષ્ક બની સાંભળતા માનતા જોયા… વાહ રે કુદરત વાહ.ખબર નહોતી કે સાચા અર્થ માં તારા જેવા રાષ્ટ્રપતિ.પ્રધાનમંત્રી ને અમે ભૂલી ગયા ને નક્કી અમારા જેવા ગરજે ગધેડા.અશિક્ષિત ને ગળા માં આવા હોદ્દા આપી કંટ્રોલ ના કરી શકે તેવા ના હાથ માં સંચાલન સોંપ્યા….જેવા હોય તેવા સારા કહી ચલાવવા ના વારા આવ્યા…કોણ ખરાબ અને કોણ સારું ની સરખામણી ને આધુનિક રાજકારણ રમતા જોયા..બુઠ્ઠા અંધ ભક્તો ની સામે તટસ્થ સાચા ને લાચાર જોયા….દેશ ની ધાર્મિક વિરસતો રૂપી જ્યોતિર્લિંગ.મંદિરો ની અવદશા ની રક્ષા.ભક્તિ કરવાના આદેશો કરવાં ને બદલે થાળી.તાળી.તાબોટા ના આદેશો થી જોકર બન્યા…અંતે કુદરત અમને તે ભાંન કરવી દીધું કે બાપ ને બાપ જ કહેવાય ..અને તો સ્વાર્થ પારકા ને બાપ બનાવી બેઠા…અને પ્રકૃતિ પ્રાણીઓ ને પ્રેમ કરાય પણ આ સ્વાર્થી અપેક્ષા વાદી માણસ ને માણસ ના દુશ્મન ની માત્રાઓ વધે ત્યારે શું થાય તેની પરીક્ષા કરવી દીધી…..પણ હવે અને સાચા અર્થ માં સમજી.વિચારી તારી પરિક્ષામાં ખરા ઉતરિશું તેનું વચન કુદરત તને અને જગત જનની કુળદેવી મા,સૃષ્ટિ ના સર્જક મહાદેવ તને અમે સમગ્ર મનુષ્ય જીવ સૃષ્ટિ વતી આપીએ છીએ. કુદરત ધર્મ. સમાજ અને પછી વ્યવસ્થા ના ભાગ રૂપે રાજકારણ નો સિલેબસ હવે અમે ભૂલશું નહી… અંતમાં આવો… સૌ એક મેક નેક બની સંકલ્પ કરીએ કે જીવન ની સ્વચ્છતા ના અભિયાન માં આવો સૌ આપણે ખરા ઉતરીએ..મારા તારા.રગડા.ઝગડા ભૂલી આપણે આપણા ના દુશ્મન પણા માથી બહાર આવી આત્મચિંતન,આત્મસાત આપણા ઘર ની ચાર દીવાલો વચ્ચે કરીને જ્યારે બહાર નીકળીએ ત્યારે સ્વચ્છ જીવન નો સંદેશ લઈને એકબીજા ને મળીયે…મારી લાગણીઓ આપના ચરણે મૂકતા આનંદ અનુભવું છું..તંત્રી.પ્રદીપ રાવલ..જન ફરિયાદ. ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક…(આપના અભિપ્રાય અમોને વાગોળવા.પ્રસિદ્ધ કરી જાગૃતિ લાવવા મેલ કરજો.prdpraval@yahoo.co.uk)
Very nice though