ફેબ્રુઆરી 2020 દરમિયાન જુદી-જુદી એમબીએ કોલેજો દ્વારા આયોજિત આંતરકોલેજ મેનેજમેન્ટ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં એચ.કે બી.બી.એ કોલેજે વિજેતા તરીકે કુલ ૩૪ પારિતોષિકો પ્રાપ્ત કર્યા જેનું સંસ્થા ગૌરવ અનુભવે છે. SBS દ્વારા આયોજીત સ્પર્ધા “બૌધિકા”માં કુલ પંદર ઈનામો સાથે બેસ્ટ કોલેજ ઓફ ધ યરનો ખિતાબ એચ કે બીબીએ કોલેજ મેળવ્યો, તેમજ ગણપત યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રોત્સાહન સ્પર્ધામાં કુલ છ ઈનામો સાથે “highest prize winning award” પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત NICM દ્વારા આયોજિત આરોહણ સ્પર્ધામાં બે ઇનામો, આર.બી ઇન્સ્ટિટયૂટ દ્વારા આયોજિત સ્પર્ધામાં પાંચ ઇનામો, નિરમા યુનિવર્સિટી દ્વારા આયોજીત સ્પર્ધામાં એક ઈનામ, ચીમનભાઈ કોલેજ દ્વારા આયોજિત સ્પર્ધામાં એક ઈનામ એમ કુલ ૩૪ ઇનામ જીતી એચકે બીબીએના વિદ્યાર્થીઓએ સમગ્ર સંસ્થાનું ગૌરવ વધાર્યું છે જેનો સંસ્થાને આનંદ છે.