*ધારાસભ્ય નું કામ જીવરામ ભટ્ટ જેવું છે..દબાણ કરે છતાં સ્વીકારે નહિ..કાયદો.. બાયદો..માર્યો ફરે..*
*”ગારીયાધાર નગર પાલિકા એટલે કાયમ આંધળો પાટો રમતી ટીમ” કોણ કોને ફરિયાદ કરે..? કોણ કોને સાંભળે..? ધારાસભ્ય ના રમકડાં બત્રીસ પૂતળી જેમ નાચ્યા કરે..વારે વારે અને છાશવારે દબાણ હટાવવા ટોળું લઇ રોડે ચડે,ચોક્કસ વ્યક્તિના પાથરણા અને લારીઓ ભરી જાય,નુકસાન કરી જાય..*
પારકી શેરી નું કૂતરું ભસતું જાય ને ભાગતું જાય..પકા દબાણો ની કાકરી નો ખરે,નેગરીબો ની રોજગારી બંધ કરાવવા કાયમ હાકલા પડકારા કરે..”સત્ય નો પટારો ખોલો તો કોભાંડો ના ઢગલે ઢગલાં.” “જાન મા કોઈ જાણે નહી, ને વર ની ફૂઈ હું” નગર પાલિકા લડે બીજા ચલાવે બીજા…
*ગામ ૨૫ વર્ષમાં નક્કી નથી કરી શક્યું ખરો પ્રમુખ કોણ..? સાચો કોભાંડી કોણ..? દબાણ હટાવવા ના હથોડા બીજા પછાડે,ને ફોન બીજા ના બંધ થઈ જાય..નગર પાલિકા પ્રમુખ નો પરાક્રમી પુત્ર રેસ્ટોરાં બનાવી પહોળો પડ્યો ત્યાં કેમ કોઈને દબાણ નથી દેખાતું..?*
એક શોપિંગ મીઠા કુવે,એક શોપિંગ સુખનાથ,એક શાક માર્કેટ વાલમ ચોક,હવા ખાઇ ધૂળ ધાણી થઈ રહ્યા છે..શું આં બાંધકામો કાયદેસર છે..? શું આટલી ભૂલો પછી પણ ભૂલોજ કરવાની આદત પડી છે..?
*નગર પાલિકા ની એક ઇંચ જમીન નથી.ત્યાં જોગસ પાર્ક ના નામે પી.ડબલ્યુ.ડી.ની જમીન કે જે રોડ માર્જીન છે ત્યાં દીવાલો..કોલમો ના હ ડીમબલા ખડકવા નું શરુ..ગમે ત્યાં અરજી આપો સૌ અજાણ્યા..જેની જમીન છે તેને પણ જાણ્યે પડી નથી..કાર્યપાલક ઇજનેર સિવાય કોઈ ને અધિકાર નથી તે કામ મદદનીશ ઇજનેર કરી ફરાર…*
સાચી તપાસ થાય તો ઘેર બેસવા નો વારો આવે..પણ તપાસ કરે કોણ..? એક કાર્યપાલક નો ચાર્જ કેટલા ના ખિસ્સા ગરમ કરી ગયો..ચર્ચા નો વિષય બન્યો છે..ધારાસભ્ય પણ હાથ અજમાવવા મા સફળ થયા હોય,ત્યારે વળી આં બિલાડી ની ડોકે ઘંટડી બાંધે કોણ..?
*આખરે જોગસ પાર્ક નું ફારસ બની જાય પણ પી.ડબલ્યુ.ડી નો આત્મા જાગે તો..સૂતેલા તંત્ર ને આત્મા ક્યારેક ક્યારેક જાગે..ગરીબોની રોજગારી છીનવી પાછો સૂઈ જાય..મોદી સાહેબ તો અત્યારે એન.આર.સી લાવ્યા અમારા ધારાસભ્ય તો દરેક છ મહિને એન.આર.સી લાગુ કરે છે..*
આખરે ગાંધીનગર ના અધિકારી ને સમજાયું કે રાજ્યપાલ સાહેબ ની સહીથી બનેલા સરકારી પરિપત્રો,ગાઈડ લાઈન,મેન્યુઅલ,અરજદારો એ આપ્યા ત્યારે ખબર પડી,,આતો નગર પાલિકા ની જગ્યા જ નથી..
*રોડ સેન્ટર થી ૨૪ મીટર છોડી બાંધકામ કરવાનું હોય ત્યાં રોડ સેન્ટર થી માત્ર ૯ મીટરે બાંધકામ થઈ રહ્યું છે..જ્યાં નગર પાલિકા જોગાસ પાર્ક બાંધે છે તે જગ્યા પણ તેની નથી..સરકારી નાણાં શું આવી રીતે વેડફી નાખવા નો ઈજારો રાખ્યો હશે..? વારે વારે મનફાવે ત્યાં ખંઢેર ઉભા કરી દેવા..*
આખરે કોલમ ને હથોડો લાગ્યો ખરો..દીવાલ ની ઈંટો ઉખવા લાગી ખરી..પણ કાયદેસર તપાસ કરી,, જેણે એન ઓ સી આપ્યું તેના વિરુદ્ધ કાયદેસર પગલાં ભરાશે કે કેમ..? આવા સરકારી ગ્રાન્ટ ના નાણાં વેડફી નાખનારા ક્યારે સુધરશે..? ચૂંટાયેલા સભ્યો નું જમીર જાગશે ખરું..? બે વર્ષ થયાં ગુલામી માથી મુક્ત નથી થયા..
*જ્યાં બે હાઈસ્કૂલ અને એક કોલેજ નાં વિદ્યાર્થીઓ ભણે છે..તે એમ.ડી.પટેલ.હાઈસ્કૂલ ગોકળ ગાય ની ગતિએ રિપેર થાય છે..અને આવા કામ ઓછું કોભાંડ વધુ.. એસ્તિમેંટ મોટા હોય તે કામ ભલે દબાણ હોય છતાં રાતોરાત થાય છે..*
ગાંધીનગર ચીફ એન્જિનિયર ને રૂબરૂ મળી રજૂઆત,આધાર – પુરાવાઓ આપતા કાઇક રેલો તો આવ્યો..પણ કોલમ તૂટ્યા..દીવાલ નીચી થઈ..આં દબાણ દૂર થશે ખરું..? જવાબદાર કે બેજવાબદાર કોણ તે નક્કી થશે ખરું..?
*આખરે નગર ના જાગૃત લોકો એ કોર્ટ ના દ્વાર ખખડાવવા ન પડે તો સારું..આં બત્રીસ પૂતળી ના ખેલ ખતમ થાય તો સારું..*
લી.
. *લાભુભાઈ પી. કાત્રોડીયા.*
મો..૯૪૨૬૫૩૪૮૭૪