*શૉપિઝેન- ચિત્રસ્પર્ધાની વિતજેતા કૃતિઓ*
*પદ્ય વિભાગ*
~~~~~~~~~~~
*પ્રણય માટે નિવેદન છે…*
થયેલી આ બધી વાતે પ્રણય માટે નિવેદન છે,
વિનંતી છે કરી જાતે પ્રણય માટે નિવેદન છે,
ઉધારીમાં વિતાવી જિંદગાની આ અમારી જો,
હિસાબે તો જમા ખાતે પ્રણય માટે નિવેદન છે,
નથી થાતું સમાપન તોય મળવા છે અધીરુ મન,
અધૂરી આ મુલાકાતે પ્રણય માટે નિવેદન છે,
ઉગ્યો છે ચંદ્ર આખો આજ પૂનમ જો મજાની છે,
છલકતી ચાંદની રાતે પ્રણય માટે નિવેદન છે,
દિવસમાં એ નહીં ચાલે, મહિના કે યુગો જાએ,
નિભાવીશું જનમ સાતે પ્રણય માટે નિવેદન છે,
ગગન જાણે બનીને બાગ બેઠું આજ લાગે છે,
ગયા વાદળ નવી ભાતે પ્રણય માટે નિવેદન છે,
અમર પ્રેમે કરી લીલા જગત આખું ઘવાયું છે,
કહું છું વૈદ ના નાતે પ્રણય માટે નિવેદન છે,
*અમર,*
*સુનિલ કઠવાડિયા, વડોદરા*
~~~~~~~~~~~~~
*”તું કરીશ?”*
ખુદ ને ગયો છું હારી, તારા પ્રેમનાં જુગારમાં,
આ બાજીનો અંત તીન એક્કાથી તું કરીશ?
મનડું મોહાયું છે તારા સ્નેહનાં બગીચામાં,
માળી બનીને એ ફૂલોની માવજત તું કરીશ?
બંધાવું છે તારી કીમતી લાગણીના બંધનમાં,
રેશમી તાંતણાથી સંબધની ગૂંથણી તું કરીશ?
જોઈએ છે તું, નહીં કે કોઈ બદલાવ તારામાં,
તારા પવિત્ર કંકુ પગલાં મારા ઘરમાં તું કરીશ?
ચણવો છે જન્નતનો મહેલ તારી ભાગીદારીમાં,
પ્રેમ તણા સિમેન્ટથી ભાવનાનું ચણતર તું કરીશ?
કળી છો ગુલાબની, હું ઘવાયો મનની સુંદરતામાં,
આદર્શોના પુષ્પો વેરી મારા કુળને ધન્ય તું કરીશ?
ઉભો છું સામે, ખુશીથી “હા” જોઈએ જવાબમાં,
પંચ તત્વોને સાક્ષી માની નવી શરૂઆત તું કરીશ?
હાથ લંબાવું છું, માણવા સંગાથ દરેક જન્મમાંં,
નિખાલસતાનું ઝરણું વહાવી ‘મિલન’ તું કરીશ?
*મિલન અંટાળા*
~~~~~~~~~~~~
*સંગાથ*
હાથમાં આ તારો હાથ છે
જબરો હવે તો સંગાથ છે.
સમજાશે આ સફર ચોક્કસ
રૂડો હવે તો આ સંવાદ છે.
કદમ કદમ એકદમ સાથ છે
રસ્તે કંટકની શું વિસાત છે?
આંખોથી વાત સમજાય છે
ને માટે ક્યાં કોઇ વિખવાદ છે?
આ મારું ને તારું ઓગળે છે
અસ્તિત્વનો ક્યાં હવે વાદ છે?
નિરાકાર ને સાકાર બધું જ છે
આ મિલન હવે તો
નિર્વિવાદ છે.
*નિલેશ બગથરિયા….નીલ*.
~~~~~~~~~~~~~
*પ્રેમને આપું ગુલાબ*
તું આવજે… ને હું આપીશ …તને
તારું મનગમતું ગુલાબનું ફૂલ.
તારો રંગ થયો રાતો,
તારો સાજન થયો મદમાતો.
સ્વાગત કરવા આવું થઈને પુષ્પદૂત,
તું આવજે…ને હું આપીશ…તને
ગુલાબનું ફૂલ.
રોજ કરીશું શોરબકોર નવો,
ના ખૂટે પ્રીતડીની વાતોના પૂર.
તું આવજે…ને હું આપીશ… તને
ગુલાબનું ફૂલ.
પ્રીતના ગીત ગાઉ હૃદય માહી,
મ્હેકે એવો સ્વર તમ ઉર માહી.
સ્ફુર્યા કરે ગીતડાં મધુર દૂર દૂર.
તું આવજે… ને હું આપીશ.. તને
ગુલાબનું ફૂલ.
હૈયે ગુલાબનો રસ ને રંગ,
તું ને હું જો હોઈએ સંગ .
પ્રેમ વરસાવું ને સ્નેહનો સૂર .
તું આવજે… ને હું આપીશ… તને
.ગુલાબનું ફૂલ.
*દક્ષાબેન પરમાર*
*ઝંખના”*
~~~~~~~~~~~
સૌજન્ય ~
www.shopizen.in
પરિવાર એડમિન પેનલ
🙏🙏🙏